________________
તા. ૧૬-૪-૧૯૭૨
પ્રબુદ્ધ જીવન–પૂર્તિ
૩૧૫
૮ વર્ષ વીતી ગયું! એક હે ! શું! એક વર્ષ પસાર થઈ ગયું? જેમ વર્ષ વીતી ગયું તેમ વર્ષો વીતી જશે. કાળ ભગવાનના ચક્રની ગતિ ઘણી તેજ હોય છે. તેમાં એક વર્ષ શું વિસાતમાં! તા. ૧૭મી એપ્રિલનો એક વર્ષ પહેલાંને એ દિવસ સ્મૃતિપટ પર ચકરાવો ભે છે. પાછી બધી જ સ્મૃતિઓ જીવંત બને છે- તાજી થાય છે. આ એક વર્ષના ગાળામાં એ ગંગાદાસવાડીના તેમના નિવાસસ્થાનનાં પગથિયાં માંડ ચાર-પાંચ વાર જ ચડ્યો હોઈશ. પરંતુ ૧૭ એપ્રિલ ૧૯૭૧ પહેલાં? મહિનામાં દસ - બાર દિવસ એ પગથિયાં ચડવાનું બનતું. બારણે બેલ મારું અને હાથમાં પેન હોય, લેંઘો પહેરેલો હોય. બાકી આખું શરીર ખુલ્લું હોય, છાતી પર વાળના ગુંચળાં હોય, સૌમ્યતાસભર જેમનું મુખ હોય એવી ૭૬ વર્ષની ખખડધજ કોઈ ઋષિને આભાસ ઊભો કરતી વ્યકિત બારણું ખેલે, પાછી ખુરશી પર બેસીને પોતાનું અધૂરું લેખનકાર્ય પૂરું કરે, તે મને સેપે - એક - બે ત્રણ વખત સૂચનાઓ આપે - અને કોઈ ખાનદાને કુટુંબના નબીરા પર બાપદાદાનું દેવું ચડેલું હોય અને તેની ચુકવણી કર્યા પછી જે તેને આત્મસંતોષ થાય અને તે હા. આ... શ, એમ અંતરમાંથી સૂર કાઢે અને જેટલી તેને શાંતિ થાય, એવી શાંતિ અને વૃપ્તિ એ લેખે મને સોંપ્યા પછી, એ અંક પૂરતી પોતાની ફરજ પૂરી કરી હોય– અંક પૂરતું દેવું તેમણે ચૂક્વી દીધું હોય - એનો અંતરને સંતોષ તેમના દિલમાં અને મુખ પરના ભાવમાં દેખાય, અને કોઈ ચિત્રકાર, કોઈ શિલ્પી, કોઈ સંગીતકારને પોતાના કામમાં પૂરી સફળતા મળે અને તેને જેટલો આત્મસંતોષ થાય તેટલો આત્મસંતોષ તેમના મુખ- ભાવ તેમ જ વાણી દ્વારા વ્યકત થાય અને જાણે તેની ખુશાલીમાં તેઓ પૂજ્ય વિજયાબહેનને કહે કે “શાંતિલાલ માટે ચા બનાવ.” ક્યારેક તેઓ ચા પીને બેઠા હોય. હું વિજ્યાબહેનને મારા માટે એવી તકલીફ નહિ ઉઠાવવા માટે વિનંતિ કરું, ત્યારે તેઓ કહે કે હું પણ થોડી પીશ-ચા બનાવ. એ દરમિયાન એ લખાણ મને વાંચી જવા કહે મારો અભિપ્રાય માગે પણ મને કહે કે શાંતિલાલ, તમારા અભિપ્રાયની મારે મન કિંમત છે ! હું અભિપ્રાય આપું, કયાંક સૂચન કર્યું તે જો તેમને યોગ્ય લાગે તેમાં એ રીતે સુધારો કરે. સુધારા કરવાનું યોગ્ય ન લાગે તો મને એનો અર્થ વધારે સ્પષ્ટતાથી સમજાવે. ત્યાં ચા આવી જાય. અમે ત્રણે સાથે બેસીને ચાને ન્યાય આપીએ પછી બારણા સુધી સાથે આવે અને “ઠીક ત્યારે આવો” એમ કહીને મને વિદાય કરે અને બારણું બંધ થાય. મારા માટે આ ક્રમ ૩૨ વર્ષ સુધી ચાલ્યો. આજે ‘શાંતિલાલ આવજો, કહેનાર એ ઋષિપુરુષ આપણી વચ્ચે નથી, પરંતુ તેમની સ્મૃતિ કોઈ કાળે ભુલાશે નહિ. આટલી મોટી પ્રતિભાવાળી સમાજની અગ્રગણ્ય વ્યક્તિનું તેના એક વ્યવસ્થાપક સાથેનું વલણ અને વર્તન કેટલું કુમાશભર્યું, કેટલું પ્રેમાળ અને કેટલું માર્ગદર્શક હતું એનો વિચાર કરું છું ત્યારે તેમની મહાનતાના કારણે તેમના પ્રત્યે મતક ઝૂકી પડે છે. તેમની સાદાઈ, તેમની કરુણા, બીજાને ઉપયોગી થવાની વૃત્તિ, કોઈની પાસેથી ખોટી રીતે કામ કઢાવી લેવાની વૃત્તિને બિલકુલ અભાવ, ઘરને કે ઑફિસનો ઘાટી માંદો પડયો હોય તો તેની પણ જાતે સંભાળ રાખવાની અને મદદગાર થવાની વૃત્તિ, નાનાથી મોટા દરેક સાથે સંબંધ જાળવી રાખવાની અને વિકસાવવાની ક્લા, કોઈ પણ પ્રત્યે મનમાં ડંખ નહિ, હમેશાં હસતું મુખ, જેનું નામ - પરમાનંદ. એ જ રીતે પરમ આનંદમાં વ્યતીત કરતાં પોતાનું જીવન. આવી વ્યકિત હતા–જે પરમ આનંદમાં લીન થઈ ગયા તે પૂજ્ય પરમાનંદ. આપણે સૌ તેમનામાંથી પ્રેરણા મેળવીએ અને તેમના જેવું ધન્ય જીવન અને ધન્ય મૃત મળે એવું જીવનઘડતર કરવામાં લાગી જઈએ. તે એ તેમને આપેલી સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.
શાન્તિલાલ ટી. શેઠ
* પરલોકે પત્ર -
૧૬મી એપ્રિલ ૧૯૭૨ પૂજ્ય પરમાનંદભાઈ, આ બાર બાર મહિના થયા તમારે નથી ફોન કે નથી કોઈ પત્ર. ૧૬મી એપ્રિલ ૧૯૭૧ ની રાતે તમે મારી સાથે છેલ્લી વાતો કરી. ત્યાર પછી તમારી મુખાકૃતિ – તમારા દેહ– સતત મારી સામે રહે છે. પણ તમે કશું બોલતા નથી. મેં બંધ છે અને આંખે હસે છે –કેમ જાણે તમે ન કહેતા હોવ–જોયું ને, આજ રહસ્ય છે. ઈશ્વર જે ખેલ રમાડે છે એમાં કયારે કોને દાવ દેવો પડશે એનું કશું જ નક્કી નહિ. માટે કામ કરશે. કામમાં પ્રસન્ન રહો.”
....અને હા, તમારી એ ચિરવિદાય હતી ૧૭મી એપ્રિલ ૧૯૭૧ની સવારે. તમારા નથી હવે ફોન આવવાને કે નથી આવવાને કોઈ પત્ર. માત્ર તમારી ચેતનાની પ્રેમળ જયેત દેખાય છે. એમાંથી હું અને તમે તૈયાર કરી ગયેલા સાથી પ્રેરણા લઈએ છીએ. જૈન યુવક સંધ, પ્રબુદ્ધ જીવન અને વ્યાખ્યાનમાળાની ત્રિવેણી સંગમ” સમી પ્રવૃત્તિઓ તમે જ્યાં વર્ષો સુધી કરી, એ સ્થળ -પાજે એક તીર્થસમું પવિત્ર બન્યું છે. અહીં જ્ઞાનની પરબ સમું પુસ્તકાલય અને વાચનાલય પણ સરસ ચાલે છે. શૈક્ષણિક અને સંસ્કારસભર અનેક સભાઓ આ સુંદર સ્થળમાં થાય છે. અને..
અને...આ શાંત, શીતલ, સુમધુર વાતાવરણમાં ખાદીનાં શ્વેત વસ્ત્રોમાં તમે નમતા બપોરના આવે છે. ચારે બાજ તમારી ચકોર નજર ફરી વળે છે. તમે ઠપકો પણ આપે છે : “આ બારી બંધ કેમ છે? પ્રકાશને આવવા દો. આ કાગળિયાં ઊડે છે એના ઉપર “પેપર વેઇa' મૂક; અને આ છાપાઓ વ્યવસ્થિત કેમ નથી?”. અને પછી, તમારી એ જ જૂની ખુરશી ઉપર તમે બેસો છો અને પત્ર લખાવો છે .... અને તમે જાવ છો, જાવ છો, જાવ છેદૂર -સુદૂર- ક્ષિતિજની પેલે પાર..
વિચાર આવે છે, તમારી પાસેથી અમે કેટલું બધું શીખ્યા? અને લખવા અમને લખવાનું અને બોલવાનું ભાન પણ ન હતું. અમે લખતા થયા - બોલતા થયા. સંસ્કાર, સેવા અને જીવનનાં ઉચ્ચ મૂલ્યોનું તમે અમને દર્શન કરાવ્યું. તમે અમને હસતાં કર્યા - હસાવતાં કર્યા. કુંઠિત થઈ ગયેલી અમારી વિચારશકિતને જાગૃત કરી અમને
સ્વતંત્ર રીતે વિચાર કરતા કર્યા. તમે અમને નિર્ભય કર્યા. - આજે બાર મહિના થયા - તમે અવિસ્મરણીય છો – અમર છે. મારા નતમસ્તકે તમને વંદન છે. સ્વીકારશો?
ન ચીમનલાલ જે. શાહ પરમાનંદભાઈએ મિત્રને ઉદેશીને લખેલે કાવ્યપત્ર
છંદ હરિગીત સ્વસ્તિક શ્રી શુભ ગામ રમણીક ધામ મિત્ર નિવાસ છે, છે દેહ મિલન તથાપિ આત્મા એક પ્યારે પાસ છે; લિખિતંગ પરમાનંદના પ્રણામ વાંચે ચિત્તથી પ્રિય મિત્ર, પરમ પવિત્ર પ્રેર પત્ર અત્રે પ્રીતથી.
છે કુશળ દેવકૃપાથી અત્રે આપની ઈચ્છું સદા, - દર્શન પધારી ઘો વિયોગીમિત્રને વહેલા મુદા; વળી કામ સેવા હોય તે ફરમાવજે શુભ રીતથી, પ્રિય મિત્ર, પરમ પવિત્ર પ્રેરો પત્ર અત્રે પ્રીતથી.
છો મિત્ર સજજન સમૂળ સાદા સત્ય ને ગુણીયલ સદા નિઃસ્વાર્થ કેવળ ગુણાનુરાગી દંભ જેને નહિ કદા; માણસ વસે કંચન કસે શુભ થાય કિંમત વિસ્તાથી, પ્રિય મિત્ર, પરમ પવિત્ર પ્રેરો પત્ર અત્રે પ્રીતથી. સુખમાં ખુશામતખેર મિત્રો “હાજી હા કરીને અડે, દુ:ખમાં દિલાસે આપનારા મિત્ર જગવીરલા જડે હે મિત્ર, તારૂં ચિત્ર નિશદિન રમે હૃદય વિનિતથી, પ્રિય મિત્ર, પરમ પવિત્ર [ો પત્ર અને પ્રીતથી.
- પરમાનંદ કાપડિયા