SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ પ્રબુદ્ધ જીવન—પૂતિ નહિ (અલબત્ત વિશેષત: આર્થિક) પણ આધ્યાત્મિક ક્રાન્તિનું અને તે માટે સતત પરિભ્રમણને પુરુષાર્થ આપ ખેડી રહ્યા છે અને કામ મોટું છે અને હજુ પ્રારંભનું છે. પરિસ્થિતિ આવી હોવા છતાં કોઈ પણ ઘડીએ આપની તરફથી એવા જાહેરાત નીકળવાના ભય રહે છે કે “મેં મારું કામ પૂરું કર્યું છે, વિચારો આપી દીધા છે, હવે તમે જાણો અને તમારું ભાવિ જાણે. હું તે હવે આ ચાલ્યા એકાન્તમાં, કોઈ અાચર નિવાસમાં, મૌની જીવનમાં.” અને એમ કહીને આપ કોઈ વખતે કર્મની સમાધિ સ્વીકારી લ્યો એવું એક જોખમ મને દેખાયા કરે છે. ગાંધીજીમાં પરસ્પરવિરોધી વૃત્તિઓનું આવું ૬ નહાવું અને તેથી તેમની નેતાગીરી વિશ્વસનીય હતી. આ વિશ્વસનીયતા ઉપર જણાવ્યા મુજબના કારણે હું આપનામાં અનુભવતા નથી અને એ અમારા સૌ માટે આખા દેશ માટે–મને એક મેટા ભયસ્થાનરૂપ લાગે છે. આપનો, પરમાનંદ કુંવરજી કાપડિયા * (શ્રી ચંદુભાઈ સારાભાઈ મેદીની ષષ્ટિપૂતિ પ્રસંગે તેમના પર લખેલા તા. ૧-૧-'૬૨ના પત્રમાંથી) વિધિની બધી બાજુએથી જેને અનુકૂળતા હોય છે તેને જોખમ છે અભિમાનનું, શ્લાઘાપ્રિયતાનું, અન્ય પ્રત્યે અનમ્ર બનવાનું. આ સંબંધમાં સતત જાગૃત રહેશેા. attachment જાહેર પ્રવૃત્તિઓ અંગે એક પ્રકારનું અનાસકતભાવ-કેળવશો. આપણે ગમે તે અને ગમે તેટલા પ્રયત્ન કરીએ તો પણ તેની સફળતા કે નિષ્ફળતાના આધાર જેના ઉપર આપણા કાબૂ ન હેાય એવા અનેક Factors-તત્ત્વ-ઉપર રહેલા છે. આ સમજીને સફળતાનું આપણને અભિમાન હાવું ન ઘટે, નિષ્ફળતાના કારણે નિરાશ બનવું ન ઘટે. કોઈ પણ મનદુ:ખ થાય તેવી બીના બને, કોઈ કડવું વેણ બોલે, કોઈ તોછડાઈથી વર્તે આવું જે કાંઈ બને તેને મન ઉપર બહુ ન લેશે। અને તે કારણે ચિત્તને ક્ષુબ્ધ બનવા ન દેશે. સમાજની જવાબદારી વહન કરનારને અનેક કડવા ઘૂંટડા ગળવાના હોય જ છે. આમ સમજીને સમભાવ કેળવશેા અને જેવા સાથે તેવા થવાની વૃત્તિના કદી પણ ભાગ ન બનશો. * પેાતાના હાથે થતી સેવાઓનું વધારે પડતું મૂલ્ય આંકવાના પ્રલાભનથી બચશેા. તમારો પરમાનંદ (શ્રી હરભાઈ ત્રિવેદી પરના તા. ૧૯-૧૧-’૭૦ના પત્રમાંથી) તમારા મનમાં મારા વિશે જે image બંધાણી છે તેની સાથે મારી આજની અકળામણ બંધબેસતી નર્થ એ તમારું લખવું બરાબર છે. મારે અહીં કબૂલ કરવું જોઈએ કે મારામાં પ્રસુપ્ત રહેલી ત્રુટિઓ, સમગ્ર બાહ્ય પરિસ્થિતિમાં અમુક અંશે મેટા ફેરફાર આવતાં બહાર આવવા લાગી છે. મૃત્યુ અનિવાર્ય છે અને તે પ્રમાણમાં વધારે સમીપ છે એ હું જાણું છું, છતાં તેનાથી હું ડરતા નથી એમ હું મારા વિષે કહી શકતા નથી. મારા વિષે વધારે તે એ લાગે છે કે એક બાજુએ દુ:ખના સામના કરવાનું મારું કૌવત ઘટી ગયું છે અને બીજી બાજુએ દુ:ખ તેમ જ ઉપાધિનું પ્રમાણ વધતું જ જવાનું છે. મારી શારીરિક તાકાત ઘટી છે. આખા પાસેથી ઓછું કામ લેવાય છે. રાત્રિના લગભગ વાંચવાનું બંધ કરવું પડયું છે અને તેથી રાત્રિ કેમ પસાર કરવી તે કદી કદી પ્રશ્ન થઈ પડે છે. આના ઉપાય તરીકે માળા કે પૂજાની મને કોઈ અપેક્ષા નથી પણ આજે મને એમ લાગે છે કે ધ્યાન તરફ હું ગયો હોત અને અંદરનું દ્વાર વધારે ખૂલ્યું હોત તો કદાચ એવી કોઈ આનંદની અનુભૂતિ સ્થાયી થઈ શકી હોત કે જે બહારના ફેરફારને પહોંચી વળવામાં મને વધારે મદદરૂપ થયેલ હોત. આજે પણ આજના depressionને દૂર કરવાની દિશાએ આ રીતના મારો પ્રયત્ન ચાલુ છે પણ હજુ તેમાં સફળતા મળી નથી. તમારો પરમાનંદ તા. ૧૬-૪-૧૯૭૨ હું શા માટે લખુ છુ? (તા. ૨૭-૧૧-’૬૦ના એક મિત્રને ઉદ્દેશીને લખેલા પત્રમાંથી.) હું જે કાંઈ લખી રહ્યો છું. તેથી હું ખરેખર અન્ય કોઈની સેવા કરી રહ્યો છું. એમ હુ' વિચારતો નથી. પણ તે પ્રવૃત્તિ self-expressionમાં મને મદદરૂપ થાય છે અને self–expression એ આંશિક self-realisation છે, અને તેના કોઈ જુદો જ આનંદ હોય છે, જે આ લેખનપ્રવૃત્તિ દ્વારા હું અનુભવું છુ.. પણ આના અર્થ અન્યની સેવા કરવાની વૃત્તિ મારી લેખનપ્રવૃત્તિ ચલાવવામાં કશે। ભાગ ભજવતી નથી એમ કરવા ન ઘટે. એ વૃત્તિ ન હેાત તે હું લખવાને પ્રેરાત જ નહિ, મારી લેખનવૃત્તિના પ્રેરક હેતુ એ અન્યની સેવાની ભાવના જ છે. self expression એ તેનો અવાન્તર હેતુ તેમ જ પરિણામ છે. આમ છતાં મારા મનથી self−expressionને પ્રાધાન્ય એટલા માટે આપું છું કે મારા માટે તે નિશ્ચિત રૂપ છે; કાંઈ પણ લખીને અને તે પ્રગટ કરીને હુ. ખરેખર અયની સેવા કરું છું. કે નહિ એ વિવાદાસ્પદ હાઈ શકે છે, કારણ કે હું માનત હાઉ કે સેવા કરું છું અને છતાં મેં સેવા ન પણ કરી હાય અને કદી કદી કુસેવા પણ થતી હાય, વળી સેવા કર્યાના ખ્યાલ લૂંટયા કરવાથી એ બાબતનું મનમાં અભિમાન કેળવાવાનું જોખમ રહે જ છે. આવી કેટલીક સમજણથી પ્રેરાઈને હું કાંઈ કરું છું તેથી કોઈની સેવા થતી હોય કે ન થતી હોય, પણ મારા પોતાના વિકાસ તો થાય જ છે, અને આ મારા માટે ઘણા મોટો લાભ છે– આમ હું હંમેશાં વિચારતા અને કહેતો રહ્યો છું. આ તે મારી લેખન પ્રવૃત્તિ પૂરતી મે વાત કરી. બાકી મારા મનના ઝેક જેટલા આત્મવિકાસ ઉપર છે તેટલા જ જનસેવાસમાજસેવા ઉપર છે, અને આ જનસેવાના વિચાર તે આત્મવિકાસના પૂરક છે એટલા માટે નહિ પણ સ્વતંત્ર રીતે આવે છે. મારા વ્યકિતત્વમાં સામાજિક તત્ત્વ રહેલું છે તે જનસેવા દ્વારા તૃપ્તિ શોધે છે. વિશાળ સમાજ સાથે એક પ્રકારની આત્મીયતાનો અનુભવ સતત રહ્યા કરે છે અને તેથી વિશાળ સમાજનાં સુખ-દુ:ખ મારા અન્તસ્તત્ત્વને સતત સ્પર્શતાં રહે છે અને તેથી વિશાળ સમાજના સુખની વૃદ્ધિ કરવામાં અને દુ:ખ નિવારણ કરવામાં અને એવી જ રીતે તેના જ્ઞાનમાં વૃદ્ધિ કરવામાં અને જ્ઞાનનું નિવારણ કરવામાં નિમિત્તભૂત બનતાં હું સહજ આનંદ અનુભવું છું. --પરમાનંદના પ્રણામ “હું અલ્પજ્ઞ (એક વિખ્યાત સાહિત્યકાર-કવિમિત્રને લખેલા તા. ૧૨-૭-’૭૨ ના પત્રમાંથી ) છુ” 35 તમે લખ્યું છે કે : “મેં આપનો સદ્ભાવ ગુમાવ્યા હોય એવું મને લાગ્યું. આપ ગુણગ્રાહી છે અને મારા જેવા અનેકને સહેજે આપે સ્નેહભાજન બનાવ્યા છે. ગામમાં જરીક અમથી વિશેષતાવાળા માણસ આવ્યાનું જાણે ને પરમાનંદભાઈ એની પાસે દોડી જઈ એની – બલ્કે પરમાત્માની એ વિભૂતિનું સેવન - સ્વાદન ન કરે એ બને જ નહીં.” આમાં જરીક અમથી વિશેષતાવાળા માણસ પાછળ દોડવાની મારી વૃત્તિનો તમે ઉલ્લેખ કર્યો તે પાછળ તમારો મનોભાવ શું હશે એ મારી કલ્પનામાં જલદી આવતું નથી, પણ મારી વેવલી વૃત્તિનો હુ ઈનકાર કરી શકતા નથી. અનેક વિષેયમાં મારી અલ્પજ્ઞતા મને ખૂબ સાલે છે અને તે હળવી કરવાની--- –દૂર કરવાની ઈચ્છા મને અહીંતહીં ઘસડી જાય છે. હું આખરે નિમ્નકોટિના એક સાધક છું, બહુ ઊંચાઈને આંબી ન શકતા અને છતાં આંબવા મથતા – આવા એક આરાહક છું. તેવા માણસ માટે આવી ચૈટા સ્વાભાવિક છે. –તમારો પરમાનંદ
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy