SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૪-૧૯૭૨ પ્રબુદ્ધ જીવન-પૂર્તિ '૩૧૩ તા.ક. આ પત્રના પાંચમા પાના ઉપરના બીજા પારીગ્રાફમાં જીવનને ઘણાખ સમય એક યા બીજી વ્યકિત પાછળની ઘેલછામાં નિરર્થક પસાર ક્યને જે ઉલ્લેખ છે અને તે અંગે મનની જે ગ્લાનિ , પ્રગટ કરી છે તેની બીજી બાજુ પણ છે અને તે એ કે દરેક માણસ પિતાના પ્રકૃતિધર્મને અનુસરે છે. પોતાનો પ્રકૃતિધર્મ એટલે પિતાના મનનાં વિશિષ્ટ વલણે. કર્મની પરિભાષામાં આપણે એમ કહીએ છીએ કે પ્રારબ્ધના ભંગ ભેગવ્યે જ છૂટક છે. એ ભેગ - માણસ બે રીતે ભેગવે છે; એક તે કેવળ અંધ બનીને, બીજું અમુક સમય કેવળ અસહાય બનીને. તે અન્ય સમયે તેને સામને કરતે કરતો. આ સામને માનવીમાં રહેલી ઊર્ધ્વ દષ્ટિ-પ્રેરિત હોય છે. બીજી કોટિને માનવી આખરે કાંઈક નૃપ્તિ અનુભવીને અને કંઈક ઉન્મુખ બનીને જીવનને નિરર્થક બનાવતા પ્રાકૃતિક વલણમાંથી ધીમે ધીમે મુકિત મેળવે છે. આમ પ્રકૃતિના એક પછી એક એમ અનેક દુર્ગા સાથે છે અને આગળ વધે છે. આ રીતે જેને હું નિરર્થક જીવન તરીકે લેખ્યું છે, તે મારા માટે કદાચ આગળ વધવાની સીડીરૂપ પણ બનેલ હોય કારણ કે ઊર્ધ્વ દષ્ટિથી તદ્દન વંચિત એવી કદી પણ મારી જીવન દશા હતી નહીં એમ હું માનું છું. છે ઈશ્વર વિશે મને હજ કોઈ સ્પષ્ટ ખ્યાલ નથી તેથી ઈશ્વરમાં અપૂર્વ શ્રદ્ધા હોવાને હું દાવો કરી શકું તેમ નથી. પણ સર્વવ્યાપક એવા ચૈતન્યના અસ્તિત્વને હું અવારનવાર strongly feel કરું છું. પૂર્વજન્મ – પુનર્જન્મની માન્યતા તરફ મારું મન હમેશાં ઢળતું રહ્યું છે. અને ઐહિક જીવનના અન્ય સાથે જે પૂરી નથી થવાની એવી યાત્રાના લાંબા પંય ઉપર દષ્ટિ અવારનવાર દોડયા કરે છે અને જે આજે અહીં સધાયું નથી તે આગળ અન્યત્ર અન્ય દેહે સધાવાનું છે એવી પ્રતીતિ અથવા તો કાળા મનને સતત પ્રોત્સાહિત રાખે છે, તમારે પરમાનંદ જે રીતે પરિણીત સ્ત્રીની બાબતમાં પણ બનવાનું. આ પરિસ્થિતિને આપણે “પ્રણયત્રિકોણ”ના નામથી ઓળખીએ છીએ. આવા પ્રસંગે જેનું કાયદાથી અને વ્યવહારથી નિશ્ચિત સ્થાન છે તેવી પરિણીત સ્ત્રીને - આપણે કેમ કહી શકીએ કે તું એ બેની વચ્ચે આડે ન આવતાં ખસી જા. આવી સ્ત્રી ઉદારતાથી અથવા તે અસહાયતાથી ખસી જાય એ જુદી વાત છે. નહિ તો પિતાને થતા અન્યાય સામે માથું ઊંચકવાને તેને સર્વ હક્ક છે. આપણી સામાન્ય નીતિ, વ્યવહાર તથા ન્યાયના ખ્યાલો ધ્યાનમાં લેતાં કોઈ પણ પરણેલો પુરુષ આવું, પગલાં ભરવાને વિચાર કરવામાં વાજબી છે એમ સામાન્યત: આપણે ન જ કહી શકીએ. જેના હક્ક ઉપર આક્રમણ થતું હોય એવી બહેનના પક્ષે તેના કુટુંબે તેમ જ સમાજે ઊભા રહેવું જોઈએ, અને એવું અઘટિત લગ્ન થતાં અટકાવવું જોઈએ. આમ છતાં પણ આવી લગ્નઘટનાઓ અવારનવાર બન્યા જ કરવાની એ પણ ચોક્કસ છે, કારણ કે આજના માનવીનાં વિચાર-વલણો એવાં છે કે જયાંથી તેનું મન ખરેખર ઊઠયું ત્યાં તેને કોઈ લાંબે વખત બાંધી રાખી શકે નહિ. પણ આવી પરિસ્થિતિમાં આપણી ફરજ છે એટલી જ હોઈ શકે કે જેના ઉપર આ પ્રકારને અન્યાય આચરવામાં આવતું હોય તેની પડખે આપણે ઊભા રહેવું, તેના સમગ્ર હિતને ધાત કરે તેવી ઘટના અનિવાર્ય બને ત્યાં સુધી નીપજવા ન દેવી અને એવી ઘટના અનિવાર્ય હોય ત્યારે પણ ત્યકતા બનતી સ્ત્રીના અન્ય હિતે જેટલા વધારે જાળવી શકાય તેટલાં જાળવવા માટે ત્યાગ કરનાર પુરૂવ ઉપર બને તેટલું દબાણ લાવવું. એક પરિણીત સ્ત્રીને છોડનાર પુરુષને લક્ષ્યમાં રાખીને આ ચર્ચા કરી તે તેટલાં જ અંશમાં પોતાના પુરુષને છાડવાને તત્પર બનતી અને અન્ય પુરુષ સાથે ઘરસંસાર માંડવા ઈચ્છતી સ્ત્રી વિષે પણ વિચારી શકાય. પણ આપણે સમાજ જે પ્રકારનો છે તેમાં આ રીતે પતિનો ત્યાગ કરવા નીકળતી સ્ત્રીના કિસ્સાઓ બહુ જ ઓછા બનવા સંભવ છે. તમારો પરમાનંદ (મુનિશ્રી મણિચન્દ્રજીને લખેલા તા. ૫-૪-'પદના પત્રમાંથી) ભગવાન મહાવીરના ચરિત્ર અને તત્ત્વજ્ઞાન વિષે દુનિયાને મોટો ભાગ જરૂર અજાણ છે અને તેને પ્રસિદ્ધિ આપવા માટે ઉચિત સર્વ પ્રયને જૈન સમાજે જરૂર કરવા જોઈએ. પણ સાથે સાથે મારે, આપે અને સૌએ સમજી લેવાની જરૂર છે કે ભગવાન બુદ્ધના ચરિત્રમાં જે Human અપીલ છે તે તેટલા પ્રમાણમાં મહાવીરના જીવનમાંથી કદી પણ ઊભી થઈ શકે તેમ નથી, અને તેથી આ દષ્ટિએ ભગવાન બુદ્ધનું સ્થાન વિશાળ જનતાના દિલમાં હમેશાં અનેખું અને ભગવાન મહાવીર કરતાં ચઢિયાતું રહેવાનું જ છે. તેથી ભગવાન બુદ્ધની જ્યની ભારત સરકાર ઉજવે છે તો ભગવાન મહાવીરની જયતી ભારત સરકાર કેમ ઉજવતી નથી એ પિકાર કર્યા કરો અને ધોખા કર્યા કરો એ ઉચિત નથી. એમ કરવામાં આપણી સાંપ્રદાયિક વૃત્તિ અને અન્ય વિષેને તેજપ જ આપણે પ્રગટ કરીએ છીએ. આપને પરમાનંદ (શ્રી ઈશ્વર પેટલીકર ઉપરના તા.૩૧-૧૨-૫૭ના પત્રમાંથી) મારે મન તો આ વાત સાવ સાદી અને સીધી છે. જ્યારે કોઈ પણ સ્ત્રી અને પુરુષ લગ્નથી જોડાય છે ત્યારે બન્નેએ જિંદગી સુધી અથવા તો આજના સમયમાં છૂટાછેડા લેવાને પ્રસંગ ઊભો ન થાય ત્યાં સુધી એકમેકને વફાદાર રહેવું જોઈએ એ લગભગ સર્વસ્વીકૃત ખ્યાલ છે અને એના ઉપર જ ગૃહસ્થાશ્રમની સ્થિરતાને આધાર છે. કોઈ પણ પરિણીત પુરુષે કે સ્ત્રીએ પરસ્પરને વફાદાર રહેવું એનો અર્થ એવો નથી કે તેણે અન્ય સ્ત્રી કે પુરુષ સાથે કશે પણ પ્રેમસંબંધ રાખવે નહિ કે કેળવો નહિ. પણ આ પ્રેમસંબંધ, લગ્નસંબંધની પવિત્રતા અથવા તો નિશ્ચળતાનો ખ્યાલ રાખીને એ હદ સુધી જ ન જોઈએ કે જેમાં પુરુષ અથવા સ્ત્રીનું મન વિચલિત થાય અને જેની સાથે પોતે જોડાયેલ છે તેને છોડીને અન્ય સાથે લગ્નસંબંધથી જોડાવાને પ્રસ્તુત પુરુષ અથવા સ્ત્રી વિચાર કરે. આ એક નૈતિક અથવા તો વ્યવહારગત વિચાર છે. આ સ્વીકારવામાં આવે તે પણ આપણા સમાજમાં એવા કિસ્સાઓ જરૂર બનવાના કે જેમાં કઈ એક પુરુષ પોતાની પરિણીત સ્ત્રીને છોડીને અન્ય કોઈ સ્ત્રી સાથે લગ્નસંબંધથી જોડાવાનો વિચાર કરવાનો અને અન્ય અપરિણીત સ્ત્રી પહેલાની પરિણીત સ્ત્રીનું સ્થાન લેવાને તૈયાર થવાની. આ જેમ પરિણીત પુરુષની બાબતમાં બનવાનું તેવી (પૂ. વિનોબાજી ઉપરના તા. ૩-૭-'૧૮ના પત્રમાંથી) આપના અન્તરમનમાં બે પરસ્પરવિરોધી વૃત્તિઓ વચ્ચે કેટલાએક સમયથી ભારે ખેંચતાણ ચાલી રહી છે. એક વૃત્તિ આજે આપ જે કરી રહ્યા છો–ભૂદાન અર્થે સતત પરિભ્રમણ, પ્રવચન અને આન્દોલન પ્રચાર તે બરાબર છે એમ કહી રહી છે. બીજી બાજુએ આપનામાં કામ કરી રહેલી વૃત્તિ આપને એમ કહેતી લાગે છે કે “ જીવ, આ બધા પથારો અને પ્રપંચજાળ નું શા માટે પાથરી રહ્યો છે અને આ બધી ધાંધલધમાલ અને ભટકવું શા માટે? દુનિયા આગળ તેં વિચાર મૂકી દીધું છે. દુનિયાને એ સંબંધમાં કરવું હોય તે કરે અને ન કરવું હોય તો ન કરે. તારા માથે જવાબદારીને આવડો મોટો પાટલે ઉપાડીને શા માટે ભટકી રહ્યો છે? શું તને તારા વિચારમાં શ્રદ્ધા નથી? જો તે સાચે અને લ્યાણકારી હશે તે પિતાની મેળે ફેલાતે જશે અને લોકજીવનમાં ક્રાન્તિ પેદા કરશે. શું તને ખબર નથી કે વાણી કરતાં મૌન વધારે કાર્યપરિણામી છે; કર્મ કરતાં અકર્મનું અનેકગણું મહત્ત્વ છે?” આ વૃત્તિ આપને પ્રવૃત્તિથી નિવૃત્તિ તરફ, કર્મથી અકર્મ તરફ, સમુદાયથી એકાન્ત તરફ અને સપાટ પ્રદેશ ઉપરથી હિમાલય તરફ આકર્ષી રહેલ છે. આ કારણે તા. ૧-૭-'૧૮ ના ‘પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવેલ પંઢરપુરા સર્વોદય સંમેલનના આપના અતિમ ભાષણને મેં “વિનોબાજીનું મને મથન” એવું મથાળું આપ્યું છે. એ ‘પ્રબુદ્ધ જીવનને અંક આ સાથે બીડું છું. આપની વૃત્તિઓનું ઉપર જણાવેલ કંડ મારે મન આપણા દેશની દષ્ટિએ એક મોટી ચિત્તાને વિષય છે અને તે એ રીતે કે આ૫નું અવલંબન સ્વીકારીને લાખ માણસે આપને આજેઠું અનુસરી રહ્યા છે, અને આપના સતત માર્ગદર્શનને ઝંખી રહ્યા છે, વળી આપે બીડું ઝડપ્યું છે ભારતવ્યાપી–માત્ર આર્થિક
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy