SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ .૩૧૨ આ પત્ર આપને મળે ત્યારથી પંદર દિવસ બાદ હું જે કંઈ કરું તેની સર્વ જવાબદારી અને જોખમદારી મારે એક્લાને શિર રહે છે. પરમાનંદ કુંવરજી કાપડિયા. પ્રબુદ્ધ જીવન—મૂર્તિ (શ્રી નાનાભાઈ ભટ્ટ પર તા. ૨૫-૬-’૫૬ના રોજ લખેલા પત્ર) તમારા તા. ૧૧-૬-૫૬નો કાગળ મળ્યો. અને વાંચીને આનંદ થયો. આ પત્રમાં તમે આજે જે પ્રકારનાં માનસિક અને આધ્યાત્મિક સંવેદનામાંથી પસાર થઈ રહ્યા છે. તેને ખ્યાલ આપવા તમે પ્રયત્ન કર્યો છે. આમાં કેટલું subjective છે એટલે આ ઉમ્મરે તમે જે. Feel કરી રહ્યા છેા એ feeling તમારી પોતાની જ હાય. બીજું કેટલુંક એવું છે કે જે અનુભવ તરફ મારી જેવા અનેક પુખ્ત ઉમ્મરના લેખાતા લોકો જઈ રહ્યા હોય. મને સમાનધર્મીના સ્થાને સ્થાપીને તમે ખુલ્લા દિલથી આ બધું લખ્યું તે રીતે તમે મારું ગૌરવ કર્યું છે એમ મને લાગે છે. આજે મારા અનુભવ પણ કંઈક આવે છે. અંગત સંબંધોની આસકિત ઉત્તરાત્તર ઓછી થતી જતી લાગે છે. લાગણીઓની તીવ્રતા પણ હળવી બનતી જતી લાગે છે. જે અનેક બાબતોને મન ખૂબ મહત્ત્વ આપતું હતું તે બાબતો, તમે જણાવા છે. તેમ મને પણ હવે બહુ નાની લાગે છે. ચિન્તનની દષ્ટિએ વર્તમાનકાળ અને સમીપના ક્ષેત્ર ઉપર ચિત્તા ગાઢપણે કેન્દ્રિત રહેતું હતું તેના બદલે ચિન્તન અથવા તો માનસિક દષ્ટિ હવે ઘણા વ્યાપક ક્ષેત્ર અને કાળપ્રદેશને સ્પર્શે છે અને તેથી આગળનાં વર્ષો દરમિયાન નિશ્ચિત માનેલાં મૂલ્યોમાં સતત પરિવર્તન થઈ રહેલું માલૂમ પડે છે. સમાજસુધારક તરીકેના મનમાં જે આવેગ અને અભિમાન રહેતું હતું તે બન્ને ધીમે ધીમે શમી જતાં દીસે છે અને સમાજને માત્ર એક બાજુએથી જોવાને બદલે અનેક બાજુએથી જોવાની વૃત્તિ અને તાકાત ઉભય વધતી જાય છે. દેશમાં અને સમાજમાં બનતી અનેક બાબતો ચિત્તમાં અનુકૂળ યા પ્રતિકૂળ તીવ્ર પ્રત્યાઘાત પાડતી અને તેથી દરેક બાબત ઉપર બાલવા અને લખવાના મનમાં સળવળાટ રહ્યા કરતા. આજે એ પ્રત્યાઘાતા મંદ પડતા જાય છે. ઘણી વાર પેદા થતા જ નથી અને તેથી લખવાની બાબતમાં મન ઘણી વાર શૂન્યતા અનુભવે છે. પહેલાં એકની એક વાત દશવાર લૂંટતાં થાકતો નહીં. આજે એકની એક વાત ઉપર બીજી વાર લખતાં કલમ ચાલતી જ નથી. કોઈ પણ બાબત ઉપર લખવા બેસું તેા પ્રારંભમાં મગજમાં શૂન્યતા અનુભવું છું અને કલમ વેગ પકડતી નથી, પછી વિચાર ધીમે ધીમે કાંઈક આકાર લેતે લાગે છે અને કલમ પણ ગતિ પકડે છે. આ પ્રમાણે તૈયાર થયેલા લખાણનું પ્રાથમિક સ્વરૂપ સંતેષ આપતું નથી અને તેમાં અનેક સુધારાવધારા કરવા પડે છે. આખરે અંદરના વિચારને સંતષકારક કાર અપાયો છે એમ અનુભવ થાય છે અને self-expressionના જૅ એક વિશિષ્ટ આનંદ છે તે અનુભવું છું. પણ પ્રત્યેક લખાણ હવે ઘણા કામ માગે છે અને તેના થાક પણ લાગે છે. સમાજ અને દેશના અનેક પ્રશ્ન એવા છે કે જે વિષે મને કશી સ્પષ્ટ સૂઝ પડતી નથી. અને રીતના મારા અજ્ઞાનથી અથવા તો સૂઝના અભાવથી મને ઘણું દુ:ખ અને ગ્લાનિ થાય છે. કોઈ વાર અણધારી સૂઝ અંદરથી ઊગે છે અને મન પ્રસન્નતા અનુભવે છે. આ વસ્તુસ્થિતિ એમ લાગે છે કે પહેલાં કોઈ પણ વિષય કે વસ્તુની ઉપરની ભૂમિકાને સ્પર્શ સંતોષ આપતા હતા અને લખાણે! પણ તેવાં જ નિર્માણ થતાં હતાં. હવે મન દરેક વસ્તુ અને વિષયને ઊંડાણથી સ્પર્શવા માગે છે અને શબ્દનિરૂપણ પણ કોઈ મૌલિક વિચાર પ્રેરિત બને એમ મન ઝંખે છે. પણ એવા ઊંડા સ્પર્શ અને એવી મૌલિક વિચારણા ભાગ્યે જ અનુભવને વિષય બને છે. તા. ૧૬-૪-૧૯૭૨ કોઈ આર્થિક કે ભાગે પભાગની તૃષ્ણા તેમ જ સત્તાસ્થાન ઉપર આવવાની લાલુપતા સાધારણ રીતે હવે મનને પીડતી નથી. આજ સુધીનું આખું જીવન-પરિભ્રમણ માનસિક ભૂમિકા ઉપર રહીને કર્યું છે. એથી ઉપરની જે કોઈ ભૂમિકા હોય તે પ્રાપ્ત કરવા હું ઝંખું છું. કોઈ નવા ચૈતન્યની સ્ફુરણા અંદરથી થાય એવી પ્રાર્થના મન અવારનવાર ચિન્તવે છે. પણ એવા કોઈ ઊર્ધ્વ ચેતનાને ઉદય માનસિક ક્ષિતિજ ઉપર હજુ દેખાતા નથી. શાન વધારે ઊંડાણ શોધે છે. પ્રેમભાવ વિશેષ અને વિશેષ વ્યાપ્તિ ઝંખે છે. બીજી બાજુએ વધતી જતી શારીરિક વિકળતા મનને નબળું પાડતી જતી લાગે છે અને મગજ અથવા તે જ્ઞાનશકિતને પણ શિથિલ બનાવતી હાય એવા અનુભવ થાય છે. શારીરિક વિકળતાને જીતીને પણ મન અને મગજ આગળ ચાલવાં જોઈએ, પણ આગળ ચાલતાં નથી. તેનું કારણ અંદર ઘટ્ટ બનેલા શારીરિક અધ્યાસ હાય એમ હું ધારું છું. મૃત્યુના બહુ વિચારો આવતા નથી, પણ એના કોઈ ખાસ ભય નથી. એ નજીક આવી રહ્યું હોય એમ દેખાય અને એમ છતાં હજુ મારે ઘણુ કામ કરવાનું છે એવી ઊર્મિ પણ અવારનવાર ચિત્તને સ્પર્ધા કરે છે. પાછળ નજર કરતાં ઊંડો પશ્ચાત્તાપ કરવા જેવું કંઈ કર્યું હોય એમ તો નથી લાગતું, પણ વાતમાં અને વ્યકિતગત ઘેલછાઓમાં મેં ઘણા સમય નિરર્થક ગાળ્યો છે એમ મનમાં લાગે છે અને તે કઠે છે અને ‘આટલું તો મેં સાધ્યું છે' એવા કોઈ સંગીન સંતેષ અનુભવવા જેવું કશું દેખાતું નથી. એટલાં જ વર્ષો આ સમજણ સાથે ફરીને જીવવાનાં હોય તે ઘણી ભૂલાને સુધારીને જીવન વધારે અર્થપૂર્ણ બનાવી શકું એમ લાગે છે. પણ આ બધું રાંડયા પછીના ડહાપણ જેવું કહેવાય. મેં સત્ય અને શિવનું ચિન્તન કર્યું છે, પણ પ્રધાનપણે સૌન્દર્યની ઉપાસના કરી છે. સૌન્દર્યની પહેલાના ખ્યાલામાં પણ આજે હું ઘણું પરિવર્તન થઈ રહેલું અનુભવું છું અને આસપાસની સૃષ્ટિમાં તમારી માફક હું અવનવું સૌન્દર્ય અનુભવું છું. નબળા પડતા શરીરને કારણે તેમ જ આર્થિક ગેંગીના કારણે કદાચ શક્ય નહિ બને પણ હિમાલયમાં દિલ ધરાય એવું પરિભ્રમણ કરવાની ઝંખના મનમાંથી ખસતી નથી. ખાનપાનની મને કર્દી તીવ્ર વાસના હતી નહિ અને જે હતી તે પણ મંદ પડતી લાગે છે. અભિમાન, ઈર્ષ્યા, ક્રોધ યા લાભને ચિત્ત ઉપર બહુ પ્રભાવ નથી દેખાતા. બીજી બાજુએ પ્રમાણમાં આજે પણ કામવૃત્તિ દુર્જેય લાગે છે. આના પૂર્વ સંસ્કારો ભૂંસાવા મુશ્કેલ લાગે છે. આમ છતાં સમભાવ તરફ ચિત્તની પ્રગતિ થઈ રહી હોય એવી પ્રતીતિ મન અનુભવે છે. સૌન્દર્યાનુભવની આજે પણ એટલી જ ભૂખ છે. જ્ઞાનના પ્રદેશમાં આજે પણ મારા મનની સ્થિતિ એકડા લૂંટતા અને આગળ વધવા મથતા વિદ્યાર્થી જેવી છે. સેવાની ભાવના મનમાં આજે પણ જીવતીજાગતી છે. પણ ઘણીખરી બાબતમાં મારા અભિગમ બૌદ્ધિક હાઈ સમાન કાટિની વ્યકિતઓમાં જ મારા રસ જામે છે. વ્યાપકબંધુત્વ અને કરુણા હું સમજું છું પણ તેને અનુરૂપ કોમળતાના મારા હૃદયમાં ઉદય થયો દેખાતા નથી. દીનદુ:ખા, પીડિત વિષે આત્મીયતા અનુભવું છું, પણ તે હ્રદય કરતાં બુદ્ધિથી વિશેષ પ્રેરિત હોય એમ લાગે છે. આમ મારી જાત મને જેવી દેખાય છે તેના નકશા જેવા સૂઝયો તેવા તમારી આગળ આલેખવા—એ જ સુહૃદ ભાવથી આકર્ષાઈને-મે પ્રયત્ન કર્યો છે. આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તમે અહીં આવી શકે? મનુભાઈ આવી શકે ખરા? જવાબ અને પહોંચ લખશે!. તમારો પરમાનંદ
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy