SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન પૂતિ <^? સ્વ. પરમાનંદભાઈની પત્ર-પ્રસાદી ✩ [ સ્વ. પરમાનંદભાઈએ એમના જીવનકાળ દરમિયાન અસંખ્ય વ્યકિતઓ સાથે વિવિધ પ્રશ્નો વિશે પત્રવ્યવહાર કર્યો હતો. આ પત્રમાંથી એમના જીવન પ્રત્યેનો અભિગમ કેવો હતો તેમ જ સમાજ અને દેશને સ્પર્શતા વિવિધ પ્રશ્નો વિષે તેઓ શું વિચારતા હતા એનો ખ્યાલ આવે છે. અહીં એમણે લખેલા કેટલાક પત્રોમાંથી મહત્ત્વની કડિકાઓ સમયના અનુક્રમમાં ઉતારી છે -તંત્રી (તેમના પિતાશ્રી ઉપરના તા ૧૩-૧૨-’૩૦ના પત્રમાંથી) તા. ૧૬-૪-૧૯૭૨ અહીં પૂજય લાભશ્રીજીએ આપેલી નવકારવાળી અવારનવાર ગણતો રહું છું. નિયમબદ્ધ થઈને કરવું મને ફાવતું નથી. એવી પ્રવૃત્તિ જ્યારે જ્યારે સ્વાભાવિક સ્ફુરણા થાય ત્યારે કરવાથી જેટલે લાભ થાય છે તેટલા નિયમ મુજબ કરવાથી લાભ થતા હોય એમ હું માનતો નથી. બાકી તે અમુક ક્રિયા કરીએ તે જ ધર્મ અને બાકી બધી પ્રવૃત્તિ અધર્મએ વિચાર જ ખાટો લાગે છે. જેલમાં આવ્યા બાદ એવી ઘેાડી થોડી જ ઘડીએ જતી હશે કે જેને ધર્માતિરિકત લેખી શકાય. ચાલુ જીવનને ધર્મનું વિરોધી માનીને જ આપણે કેટલાય દંભાને ઉત્તેજન આપ્યું છે. આ દૃષ્ટિમાં ખૂબ ફેરફાર થવા જોઈએ. આપના પરમાનંદ (પાતાની દીકરીનાં લગ્ન થાળ બહાર કરવા માટે શાતિમાંથી રાજીનામું આપવાને લગતા શ્રી વીશા શ્રીમાળી નાત સમસ્તના મંત્રીજાગ લખેલા તા. ૬-૨-૩૪ના પત્ર) આ પત્ર લખું છું તેનું પ્રયોજન નીચેની વિગતાથી સ્પષ્ટ થશે. આપણા દેશમાં એક કાળ એવા હતા કે જ્યારે રેલવે, તાર કે ટપાલની અત્યારે જેવી સગવડ વર્તે છે તેવી કોઈ પ્રકારની સગવડ નહોતી. એક સ્થળેથી અન્ય સ્થળે જવા-આવવાના વ્યવહાર મુખ્યત્વે કરીને બળદગાડીમાં ચાલતો. સામાન્ય રીતે. પ્રજા પોતપોતાના વતનને વીંટળાઈને જીવનનિર્વાહ કરતી. આવી પરિસ્થિતિ વચ્ચે સમાન સંસ્કારના ધારણે રચાયેલાં શાતિમંડળા મર્યાદિત ભૌગાલિક ક્ષેત્રમાં પોતપોતાનાં દીકરાદીકરીઓની આપલેના વ્યવહાર કરતાં એ તદ્દન સ્વાભાવિક અને દેશકાળના સંયોગને અનુરૂપ હતું. આજે પૂર્વકાળની પરિસ્થિતિમાં અનેક પરિવર્તન થઈ ગયાં છે. આજકાલ દિનપ્રતિદિન વધતી જતી રેલવે, તાર અને ટપાલની સગવડોથી કન્યાની લેવડદેવડને લગતી ભૌગોલિક ટૂંકી મર્યાદા અર્થ— વિનાની બનતી જાય છે. ઉપર જણાવેલ શાતિમંડળા એક કાળે સમાન સંસ્કાર, રૂઢિવ્યવહાર અને પરંપરાનાં ધારણા ઉપર રચાતાં હતાં. આજે જે શાતિમંડળાનાં જાળાં આખા દેશ ઉપર પથરાઈ પડમાં છે તે સર્વની ઘટના આવા કોઈ પણ ધોરણ ઉપર અવલંબતી દેખાતી નથી. દાખલા તરીકે આજના દશા શ્રીમાળી, વીશા શ્રીમાળી, ઓશવાળ કે પેરવાડ વચ્ચે નામભેદ સિવાય બીજો કશા સંસ્કારભેદ દેખાતા નથી. બીજી બાજુએ એક જ શાતિમાં ભિન્ન ભિન્ન ધર્મ અને સંપ્રદાયના માણસે પણ એકઠા થયેલા જોવામાં આવે છે. દાખલા તરીકે આપણે ત્યાંના દશા શ્રીમાળી વાણિયાઓમાં કેટલાક મૂર્તિપૂજક જૈન, કેટલાક સ્થાનક્વાસી જૈન અને કેટલાક વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ માલૂમ પડે છે, અને એમ છતાં તેઓ અંદરઅંદર કન્યાની આપલે કરે છે. વળી એક કાળે સમાન વ્યવસાય, વ્યાપાર કે ઉદ્યોગના ધારણે જ્ઞાતિઓનાં નિર્માણ થતાં, પણ આજે જ્ઞાતિજનોના વ્યવસાયમાં પણ એવી કશી એકરૂપતા દૃષ્ટિગોચર થતી નથી. તેથી ગુણલક્ષણના દષ્ટિબિંદુએ જ્ઞાતિજનોને પરસ્પર આકર્યું અને જોડાયેલા રાખે એવું કશું તત્ત્વ હાલ રહ્યું નથી. કન્યાની લેવડદેવડમાં ધર્મ, ભાષા કે દેશની મર્યાદા સમજી શકાય છે, કારણ કે પ્રત્યેક ધર્મ, દેશ કે ભાષા ચાક્કસ સંસ્કારોનાં પ્રતીક હાય છે પણ આજની નજીક નજીકની શાતિ ૩૧૧ આમાં પરસ્પરનાં ભેદક આવાં કોઈ પણ લક્ષણ દેખાતાં નથી. આ કારણથી કન્યાની લેવડદેવડ અમુક જ્ઞાતિમાં જ થવી જોઈએ તે મંતવ્યમાં રૂઢિપરંપરા સિવાય બીજું કાંઈ પણ વાસ્તવિક કારણ મારા ધ્યાન ઉપર આવતું નથી અને તેથી પોતાનાં બાળકોને વરાવવા સંબંધમાં વર્તમાન જ્ઞાતિનું વર્તુલ સ્વીકારીને ચાલવાની મારી બુદ્ધિ ચાખ્ખી ના પાડે છે. મુંબઈ જેવા પચરંગી શહેરના વસવાટ પણ પોતપોતાના વતનને લગતી શાતિ કે ધેાળનાં બંધનોની ઉપેક્ષા કરવા પ્રેરે છે. કન્યાની લેવડદેવડ સાધારણ રીતે પરસ્પર પરિચિત કુટુંબમાં જ થઈ શકે છે. અમારી જેવાનાં પરિચિત કુટુંબે ઘણું ખરું આપણી જ્ઞાતિનાં હોતા નથી; અને આપણી જ્ઞાતિનાં કુટુંબો ઘણુંખરું વતનવાસી હાવાથી અમને પરિચિત હોતાં નથી. આ કારણે મુંબઈ જેવા મોટા શહેરમાં વસનારાને સ્વાભાવિક રીતે પોતપોતાનાં ધાળ તોડવાવિશેષ પ્રલાભન રહે છે. આજે વળી છેકરાછાકરીઓ મેોટી ઉમ્મર સુધી કુંવારાં રહીને અભ્યાસ કરતાં હોય છે. આ છેકરાછોકરીના સંબંધી જોડવામાં કેવળ માબાપના અભિપ્રાયો કે વલણેા કામ લાગતાં નથી. પોતાનાં બાળકોની ઈચ્છા અને વલણ ધ્યાનમાં રાખીને ચાલવું એ જે માબાપે પોતાના બાળકોને મોટી ઉમ્મર સુધી કુંવારા રાખીને ભણાવવા માગતાં હાય તેમના ખાસ ધર્મ થઈ પડે છે. આ સંયોગામાં માબાપની ઘાળના વર્તુલને વળગીને ચાલવાની ઈચ્છા હોય તે પણ તે પ્રમાણે વર્તવાનું તેમના માટે લગભગ અશક્ય થઈ પડે છે. કારણ કે મેટી ઉમ્મરનાં બાળકો ઉપર લગ્નવિષયમાં કદી પણ જબરજસ્તી થઈ શકતી જ નથી. આવા મારા વિચારો અને આવા મારા સંયોગે હાઈને આપણી જ્ઞાતિની મર્યાદાના વર્તુલથી નિરપેક્ષ રીતે મારી દીકરીઓના યોગ્ય કાળે વિવાહસંબંધા યોજવાને હું વિચાર ધરાવું છું. આજના કાળમાં કન્યાની આપલેની અમુક નક્કી કરેલી મર્યાદા ઉપર જ આખી જ્ઞાતિની ઈમારત ઊભેલી હોઈને આ પ્રકારની છૂટ જ્ઞાતિની અંદર રહીને લેવી તે કોઈ પણ રીતે ઉચિત ગણાય નહિ. હું તો ઈચ્છું કે આજના પરિવર્તન પામેલા કાળસંયોગમાં ભિન્ન ભિન્ન જ્ઞાતિ કન્યાઓની લેવડદેવડને લગતા પ્રતિબંધો દૂર કરીને મારા જેવાને માર્ગ સરળ કરે. પણ જ્ઞાતિઓની વર્તમાન મનોદશામાં આવી ઈચ્છા કેવળ આકાશકુસુમવત્ લેખાય. તેથી મારા માટે આજે એક જ માર્ગ છે કે મારી દીકરીઓને જ્ઞાતિના વર્તુલથી નિરપેક્ષ રીતે વિવાહસંબંધ યોજવાની હું પ્રવૃત્તિ કરૂં તે પહેલાં મારે આપણી શાંતિમાંથી રાજીનામું આપવું. આ મુજબ હું આપને વિનંતિ કરું છું કે આ પત્ર મળતાં પંદર દિવસની અંદર આપણી જ્ઞાતિની સભા બાલાવવી અને આ મારુ રાજીનામું આપે રજૂ કરવું અને જ્ઞાતિના એક સભ્ય તરીકેની સર્વ જવાબદારી અને અધિકારોથી મને મુકત કરવા. જો ઉપર જણાવેલ મુદત સુધીમાં મારું રાજીનામું મંજૂર કરવામાં નહિ આવે તે જાહેર જનતાને જાણ કરવા ખાતર આ પત્ર મારે છાપામાં પ્રગટ કરવા પડશે અને હું તે દિવસથી મારી જાતને શાતિને લગતાં સર્વ બંધનોથી મુકત થયેલી ગણીશ. અહીં સ્પષ્ટ કરવાની જરૂર છે કે આ રાજીનામા સાથે મારા પિતા ભાઈ કે અન્ય વડીલાને કા પણ સંબંધ નથી અને તેથી
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy