________________
૩૧૦
પ્રબુદ્ધ જીવન—પૂર્તિ
મુ. પરમાનંદભાઈએ જાહેર જીવનમાં જે કાંઈ કર્યું છે, અને શોભાવ્યું છે, તે ગુજરાતી પ્રજા વિચારશે. પણ લગભગ ૧૯૩૮ - ૪૦થી તમને બન્નેને માતાપિતાની જેમ વડીલતુલ્ય જૉયેલાં, તમારાં બન્નેનું વાત્સલ્ય મેળવેલું, અરે ! મારાં વડીલા જતાં જે વેદના ભૂલવા હું તમારું સાન્નિધ્ય મેળવવા તમારે ત્યાં રવિવાર રવિવાર રાત્રે આવતી હતી તે હવે મેં ગુમાવ્યું છેએવું લાગતાં હૃદય ભારે થાય છે. (અમદાવાદ, તા. ૨૦-૪-’૭૧ ના પત્રમાંથી ) હીરાબહેન પાઠક
તમે બધા ભેગા મળીને સ્વ. ભાઇનું જીવનચરિત્ર આલેખા છે તે જાણીને મને સંતોષ થયો છે. એ નાનકડી જીવનથાને ભૂમિકા તરીકે સ્વીકારીને લગ્ન પહેલાંના જીવન અંગે કાંઇ પણ નોંધવા જેવું હાય તો એમનામાં સ્ત્રીસ્વાતંત્ર્ય અને સ્ત્રીસંસ્કાર પરત્વે ઘણી ઉદાત્ત ભાવનાઓ ભરેલી હતી. એમની પ્રકૃતિ પ્રમાણે તમામ મિત્રામાં પોતાના વિચારોનો પ્રચાર કરતા, એટલું જ નહિં પણ નજીકના મિત્ર પાસેથી તે કેટલા અંશે અમલ કર્યો છે તેનો હિસાબ માગતા. મારી પાસે પણ તેવા હિસાબ માગેલા અને હું તેમની પરીક્ષામાં સફળ થયા 'નહેાતે !
બીજી અગત્યની નોંધવા જેવી બાબત એ છે કે ઉન્નત વિચારા કરવાની ટેવ દરેક જુવાનાને પડવી જોઈએ. વિચારો જેટલા ઉચ્ચ રહે તેટલે આચાર પણ ઉચ્ચ રહે. આ દષ્ટિએ તેમના વાર્તાલાપો તથા ચર્ચાસભાઓ માત્ર રસપ્રદ જ બની રહેતા નહાતા, પર ંતુ વિચારપ્રેરક પણ બની રહેતા હતા .
ત્રીજી નોંધવા જેવી બાબત એ છે કે દરેક ગૃહસ્થીએ અમુક વયે પહોંચ્યા પછી બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું જોઈએ.
આવી તો અનેક બાબત છે તે યથા સમયે હું અને અન્ય મિત્રો નોંધીએ એટલે જીવનચરિત્ર ઘણું સમૃદ્ધ બનવાનું છે. વિજ્યાબહેન હવે સંસ્થ રહે એવી વિનંતિ છે. (ભાવનગર તા. ૪-૫-૭૧ના પત્રમાંથી) હરભાઈ ત્રિવેદી
*
*
શ્રી પરમાનંદભાઈ જન્મે જૈન હતા પરંતુ હું માનું છું કે તે એક અકસ્માત હતા. વાસ્તવમાં તેઓ એક બ્રાહ્મણ અને જ્ઞાનકાંડી હતા. જૈન સમાજના તેઓ એક અગ્રેસર માનવરત્ન હતા. એટલું જ નહીં પણ સમસ્ત સમાજના આભૂષણ હતા. જૈન સમાજ અને તેના પ્રશ્નો અને સમસ્યાઓ સાથે તેમણે તાદાત્મ્ય સાધવાના આજીવન પ્રયત્ન કર્યો હતા. ના પણ તેઓ કેવળ જૈન સમાજની મૂડી નહાતા. સમસ્ત સમાજ, પ્રાન્ત અને રાષ્ટ્રના સ્પંદના સાથે તેઓ સ્પંદન અનુભવતાં હતા. તેથી જ વ્યકિતગત રીતે તેમ જ પ્રબુદ્ધ જીવન’ દ્વારા તેમણે એક વિશાળ સમુદાય રચ્યો હતો જેમાં વિચારકો, ધર્મગુરુઓ, કવિઓ, લેખકો, કલાકારો, સામાજિક ને રાજકીય કાર્યકરો અને નેતાઓ સાથે તેમણે અણીશુદ્ધ હૃદયસંબંધના ખુલ રો હતા. .
‘પ્રબુદ્ધ જીવન ’ દ્વારા તેમણે વિધવિધ પ્રશ્નોની છણાવટ કરી છે, તેમાં તેમના અભ્યાસ, અવલોકન અને દર્શનની પ્રતીતિ આપણને થાય છે, તેઓ ક્રમે ક્રમે જેમ લખતા ગયા તેની સાથે જ તેમણે અનેક જણ પાસે કલમ પકડાવી છે અને વત્તેઓછે અંશે ઘણાને લખતા કર્યાં છે. તેમના આ ફાળો પણ નાનોસૂનો નથી. (વિલેપાર્લે)
રતુભાઈ દેસાઈ
*
મારા પરમ મિત્ર અને ૧૯૩૨ - ૩૩ ના નાસિક જેલના સાર્થીદાર પરમાનંદભાઈ ગયા! એ દિવસે મુશ્કેલીના હતા, તે પણ તેમનો ચહેરા સદૈવ હસતો રહેતા. શનિવારે મેં છાપામાં વાંચ્યું કે તરત હું સેાનાપુર ગયા, પણ કોઈકે કહ્યું કે સ્મશાનયાત્રાને હજી વાર લાગશે. મે' વીસેક મિનિટ રાહ જોઈ. પછી હું નજીકના ચર્ચમાં ગયા ને ત્યાં મે એમના માટે પ્રાર્થના કરી.
(મુંબઈ ૨૦, તા. ૧૯-૪-૭૧ના પત્રમાંથી)
જોઆકીમ. આલ્વા
તા. ૧૬-૪-૧૯૭૨
* પિતાતુલ્ય શિરચ્છત્ર
અપાત્ર અને અક્વિન એવા અમને - મને અને મારાં પત્નીને - શ્રી પરમાનંદભાઈએ જે સદ્ભાવ અને જે પ્રેમ આપ્યાં છે તેવા પ્રેમ અને તેવી મમતા, મને લાગે છે કે મુંબઈ જૈન યુવક સંઘના સમગ્ર પરિવારમાં કોઈને પણ તેમણે આપ્યાં નહીં હોય. કદાચ એમ પણ હોય કે તેમના નિકટના પરિચયમાં આવેલા ઘણા મિત્રાને એમના તરફથી એવી જ મમતા મળી હાય. શ્રી પરમાનંદભાઈની સર્વતામુખી પ્રતિભાનું પ્રધાન લક્ષાણ જ આ હતું નાનાં કે મોટાં સૌ પ્રત્યે પ્રેમભર્યો મૈત્રીભાવ. આપણે સૌએ તેમના જવાથી એક મૌલિક વિચારક અને નિર્ભીક પત્રકાર તેા ગુમાવ્યા છે જ; પણ અમે તો એક પિતાતુલ્ય શિરછત્ર ગુમાવ્યું છે.
લગભગ ૧૬ વર્ષ પહેલાં અમે અમદાવાદથી ધંધાર્થે મુંબઈ આવીને વસ્યા ત્યારથી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું અમને ઘણું આકર્ષણ. અંધેરી રહેતાં હતાં ત્યારે પણ સવારે ઊઠીને, પરવારીને ૮-૮ વાગ્યે તે! બ્લેવેટસ્કી લાજ પર પહોંચી જ જઈએ. જ્ઞાનસત્રને પૂરેપૂરા લાભ મેળવવાની અમારી વૃત્તિ રહેતી. એકાદ વાર વિલ્સન ડેમના પર્યટનમાં જવાનું બન્યું, ત્યારે અમારો પરિચય વધ્યો. એમ કરતાં કરતાં અમે બીજા અનેક પ્રવાસ - પર્યટનો, સભાઓમાં જોડાતાં રહ્યાં અને એક દિવસ મારા જેવાને એમણે મુંબઈ જૈન યુવક સંઘનું મંત્રીપદ લેવાની વાત કરી ત્યારે હું ખરેખર જ નવાઈ પામી ગયો. મે` એમની વાતને ઘણે વિરોધ પણ કર્યો, બીજા નામે પણ સૂચવ્યાં; પરંતુ એમના આગ્રહ પાસે મારુ ચાલ્યું નહીં.
૧૯૬૩ - ૬૪માં અમે બ્રીચકેન્ડી પરના નવા નિવાસસ્થાનમાં રહેવા આવ્યાં, ત્યારથી પરમાનંદભાઈ અમારે ત્યાં લગભગ નિયમિત
આવતા.
યુવક સંઘની પ્રવૃત્તિઓ, પ્રબુદ્ધ જીવન, વ્યાખ્યાનમાળાઓ ઉપરાંત નાનામોટા અનેક પ્રશ્નો વિષે અમે ચર્ચા કરતા, કયારેક અમારી વચ્ચે મતભેદ પણ થતો. તેવા પ્રસંગે અચૂક તેઓ મારાં પત્નીના અભિપ્રાય પાતાના પક્ષમાં મેળવી લેતા. પરિણામે હું મૌન રહેતા.
સવારે સાતેક વાગે અમે હંમેશાં અમારી બાલ્કનીમાં ચાપાણી પીતાં હોઈએ, ત્યાં જ નીચેથી તેઓ આવતા દેખાય. સફેદ લેંઘો, સફેદ ઝભ્ભા ને હાથમાં થેલી. ડોર - બેલ વાગે અને જો ઉપેન બારણુ ખાલવા ગયા હોય તો અંદર પ્રવેશ કરતાં જ પૂછે: “બાલ, આજે તારા શું પ્રશ્ન છે?” એના પ્રશ્નો પણ વિવિધ પ્રકારના હોય. કોઈ વાર પૂછે કે “આત્મા કે પુનર્જન્મ છે જ, એની ખાતરી શું?”” તે! કોઈ વાર કહે કે “પરમાનંદભાઈ, અમારી નવી પેઢીને તમે લોકો જાતજાતનાં બંધનામાં જકડી રાખો છે, અમને સ્વતંત્રપણે વિહરવું ગમે.” અને પરમાનંદભાઈ નવી અને જૂની પેઢીના સમન્વય વિશે લંબાણ ચર્ચા કરે. એક વખત તો અમે અમારી ટી - સેશનમાં કોઈની ભૂલ વિશે વાત કરતાં હતાં. ત્યાં પરમાનંદભાઈ આવ્યા તા અમે પૂછ્યું કે “પરમાનંદભાઈ, ભૂલ કોને કહેવાય ?' જવાબમાં તેમણે ભૂલ, દોષ, ઈરાદાપૂર્વકની, ઈરાદા વગરની, એમ ભૂલ જેવા ક્ષુલ્લક વિષય પર પણ દાખલાદલીલા સાથે લાંબી ચર્ચા કરી.
ત્યાં
અમને તેઓ ઘણી વાર લાગણીપૂર્વક કહેતાં :”હું છું સુધી મારી પાસેથી જે કાંઈ જાણવું હાય તે જાણી લા.” મને એ વાતનો રંજ છે કે એમની આ સૂચનાના અમે પૂરો લાભ ઉઠાવી
ન શકયાં.
એકવાર તેમની થેલીમાં એક અંગ્રેજી લેખ લઈને આવેલા. મને કહે, “તમે એના ગુજરાતી અનુવાદ કરી આપો.” મને પોતાને સાહિત્યના ઘણા શાખ હતા, પરંતુ અંગ્રેજીનું ગુજરાતી હું કરી શકું એવો મને વિશ્વાસ ન હતા. પરમાનંદભાઈની પ્રેરણાથી મે પહેલા જ અનુવાદ કર્યો. બીજે જ દિવસે એમના અભિનંદનના ટેલિફોન આવ્યો કે “તમે એકદમ સરસ કામ કર્યું છે, મારે કર્યાંય જોવાપણું નથી, હવે તમારે આવું ઘણું કામ કરવું પડશે. ’” ત્યારથી અંગ્રેજી લેખાના અનુવાદ મારી પાસે કરાવતા. એ રીતે હું અંગ્રેજીમાંથી અનુવાદ કરતાં શીખ્યો.
क
સદ્ગતના આત્માને હું એમની પ્રથમ પુણ્યતિથિ પ્રસંગે મારી નમ્ર નિવાપાંજલિ અપું છું.
૧૦-૪-’૭૨
સુબોધભાઈ એમ. શાહ