SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ શુદ્ધ જીવન [૧] [શ્રી મોરારજીભાઈ દેસાઈના પ્રવચનનો સારભાગ ] ચૂંટણીએ પછી હવે શું થશે એ તો કોઈ જ કહી શકે તેમ નથી. પરંતુ એક વાત ચાક્કસ છે કે આજે દેશમાં એક ખતરનાક પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આગેવાનો જાહેરમાં સરકારની તમામ વાતા અને નીતિઓમાં હા જી હા પુરાવે છે, પણ ખાનગીમાં સખત ટીકા કરે છે. લોકશાહીમાં નાગરિકો નીડર હોય એ અત્યંત આવશ્યક છે. નાગરિકોની હિંમત જ લોક્શાહીને ટકાવી શકે છે. સત્તા એવી ચીજ છે કે તે શોધનારા માણસોને એની પ્રાપ્તિનો નશો ચઢે છે. પરિણામે સત્તાનો મૂળ હેતુ માર્યો જાય છે. પછી તે માત્ર સત્તાને ઉપભાગ જ તેમને મન મહત્ત્વની વાત બની રહે છે. સંપત્તિને તે સરકાર પણ અંકુશમાં લઈ શકે છે. પરંતુ સરકારને અંકુશમાં લેવાની એક જ પ્રવૃત્તિ છે અને તે લેશાહી, જ્યારે ધારાસભ્યો ક્લુષિત બને છે ત્યારે લોકો તેમને ચૂંટણીમાં ફગાવી દે છે. પરંતુ જે સત્તા ઉપર હોય અને સત્તાસ્થાને ચીટકી રહેવા માગતા હોય તેઓ સી સહેલાઈથી છેઠતા નથી, આવે વખતે જેમને ખરીદી ન શકાય તેવા લોકો જ અસરકારક અવાજ ઉઠાવી શકે. ✩ ચૂંટણીઓ અને ત્યાર પછી [ ગઈ તા. ૩, ૪, ૫, ૬ એપ્રિલે શ્રી મુંબઈ જૈન યુવક સંઘે યોજેલી વસંત વ્યાખ્યાનમાળામાં પહેલે દિવસે સંસ્થા કૉંગ્રેસના અગ્રણી શ્રી મોરારજી દેસાઈ, બીજે દિવસે ઈલસ્ટ્રેટેડ વીકલીના તંત્રી શ્રી ખુશવંતસિંહ, ત્રીજે દિવસે જનસંઘના પ્રમુખ શ્રી અટલબિહારી વાજપેયી અને ચોથે દિવસે ‘ઈન્ડિયન એક્સપ્રેસના મુખ્ય મંત્રી શ્રી ફ્રેન્ક મારેઈસે – “ચૂંટણીઓ અને ત્યાર પછી' એ વિષય પર આપેલા વ્યાખ્યાનનો સારભાગ અહીં પ્રગટ કરવામાં આવ્યો છે. -તત્રી] આપણને સરકાર કરતાં દેશમાં વધુ રસ હોવું જોઈએ. જો પ્રજા જરૂરી સમજદારી અને તાકાત હાંસલ નહિ કરે તે લોકશાહી બરાબર કામ કરી શકશે નહિ. આપણે ત્યાં ૧૯૪૮માં પ્રજાકીય સરકાર આવી. આજે ૨૪ વર્ષે પણ આપણે દેશપ્રેમની લાગણી કેળવી શક્યા નથી. સાચા કે ખોટા, આ મારો દેશ છે, એવી લાગણી આપણે હજી કેળવવાની છે. હું ભારતમાં જ ફરી વાર જન્મ લેવાનું પસંદ કરીશ. અન્ય દેશે। ભલે શ્રીમંત રહ્યા, પણ હું તે ભારતમાં જ જન્મવા બદલ મગરૂર છું. આ લાગણી આઝાદીના આંદોલન વખતે કેળવાઈ હતી. પણ આપણને આઝાદી સહેલાઈથી મળી ગઇ. આઝાદી અને દેશપ્રેમ માટે કોઈ શર્ટ-કટ નથી. તેની પૂરી કિંમત ચૂકવવી જોઈએ. ચૂંટણીઓ પછી શું? કદાચ બીજી ચૂંટણી થાય. ઘણા કહે છે કે હવે ચૂંટણી થશે જ નહિ. ઘણા કહે છે કે થશે તેાય તે એવી હશે કે એમાં શાસક પક્ષ જ જીતે, આજે સર્વત્ર સમાજવાદની વાતે સંભળાય છે. લોકો કહે છે: અમારે કોઈપણ પ્રકારનું શેષણ નથી જોઈતું. માનવજીવન વ્યથાપૂર્ણ છે, કારણ કે કેટલાક લોકો પાસે બીજાનું શોષણ કરવાની તાકાત છે. આપણે દરેક જણને તેની મરજી પ્રમાણે તેનું ભાવિ ઘડવા દેવું જોઈએ. પણ ચૂંટણી પછી ડરની લાગણી ફેલાઈ છે. કોંગ્રેસને લગભગ તમામ રાજ્યોમાં વ્યાપક બહુમતી સાંપડી છે. અવિભાજિત કોંગ્રેસની બહુમતા આથી યે વ્યાપક હતી. ખરો વાંધા તા તાજેતરમાં જે રીતે આ બહુમતી મેળવાઈ છે તેની સામે હવે! ઘટે છે. અગાઉની ૪ ચૂંટણીઓમાં દરેક જણ કહેતું હતું કે ચૂંટણીએ વાજબી અને ન્યાયી હતી. ૧૯૬૭માં કોંગ્રેસે સંખ્યાબંધ રાજ્યોમાં બહુમતી ગુમાવી દીધી હતી. આનું કારણ એ હતું કે સરકારે પોતાનાં સાધનોનો ઉપયોગ કર્યા ન હતા. હવે પરિસ્થિતિ જુદી છે. દેશના ભાવિ વિશે ડરની લાગણી પ્રવર્તે છે. તાજેતરની ચૂંટણીમાં, સંખ્યાબંધ રાજ્યોમાં સરકારી સાધનોને ઉપયોગ કરવામાં આવ્યા હતા. જો ચૂંટણીઓ મુકત અને ન્યાયી હાત તે કોઈ વાંધા ન ઉઠાવત અને એ પ્રજાના ચુકાદો બની રહેત. ૫ર્ અગાઉ શાસક પક્ષ મતદારોને ફોડવાના કે ખરીદવાના પ્રયાસ કરતો ન હતો. આજે તો આ માટે શરાબ પણ છૂટથી વપરાય છે. તા. ૧૬-૪-૧૯૭૨ આ વખતે જે રીતે કાળા નાણાં એકત્ર કરાયાં છે તે અદ્ભુત છે. શાસક પક્ષ પાસે નાણાંની રેલમછેલ હતી. વિરોધ પક્ષો પાસે પૂરતાં સાધનો ન હતાં. દાતાઓનાં મનમાં ડર પેસી ગયો હતો. દેશમાં ભયનું વ્યાપક સામ્રાજ્ય પ્રવર્તે છે. જો આ જ ચૂંટણી હોય તે ઈશ્વર બચાવે. કદાચ ઈશ્વય નહિ બચાવે, કારણ કે પહેલાં તે આપણે જ આપણી જાતને બચાવવાની છે. હિંમત એ સૌથી મહત્ત્વના ગુણ છે. આજે એમ કહેવાય છે કે રાજયમાં સ્થિર સરકાર રચાઈ છે. પહેલાં પણ સ્થિર સરકારો હતી; અને માત્ર તાકાત પૂરતી નથી, તાકાત નૈતિક અને રચનાત્મક હોવી જોઈએ. સિદ્ધાંતોને અને મૂલ્યોને ફગાવી દઈને મેળવાયેલી તાકાત એ ખરી તાકાત નથી. આજે તે લોકો ડરથી ફફડી રહ્યા છે. તમામ ક્ષેત્રના લોકો, પ્રધાને સુદ્ધાંસતત ભય વચ્ચે જીવી રહ્યા છે. આજે પ્રધાને તેમના કમરામાં પણ મારી સાથે વાત કરતાં ડરે છે. તેમને ભય છે કે ભીંતામાં કદાચ વીજાણુ યંત્ર છુપાવેલાં હશે. માણરો બીજાઓનાં ચિત્તમાં શા માટે ડરની લાગણી રોપતા હશે? મને સરમુખત્યારી પ્રત્યે ભારે સૂગ છે. સરમુખત્યારી માનવસમાજને માનવ રહેવા દેતી નથી. ભય એ તમામ મૂલ્યોના હ્રાસ કરનાર ચીજ છે. સરકાર સત્તા ઉપર રહેવા માગતી હોય તે તેણે ભય સરજવા જ પડે. પણ લાકોએ પેાતે નીડર બનવું જોઈશે. લોકોના ડર નાપાયાદાર નથી. દેશમાં સરમુખત્યારી આવી રહી છે. આજે ધારાસભા પક્ષ મુખ્ય પ્રધાનને નથી ચૂંટતો. વડા પ્રધાન મુખ્ય પ્રધાનોને પસંદ કરે છે. ધારાસભ્યો નરમઘેંસ જેવા બની ગયા છે. તેમની ઉપર નેતાએ લાદવામાં આવી રહ્યા છે. ચૂંટણીમાં પક્ષને નામે નહિ પણ વડાપ્રધાનને નામે મતા માગવામાં આવ્યા છે. એક જ વ્યક્તિના હાથમાં આટલી અમર્યાદ સત્તા હાય તે એક ખતરનાક વાત છે. દેશમાં દરેક જણે તેમની મંજૂરી લેવાની ! દરેક કાર્ય તેમને ઈશારે જ ચાલે! આ તે કેવું કહેવાય? ભયનું વ્યાપક સામ્રાજ્ય ફેલાશે તો તરુણા કરશે શું? ભય એ સૌથી તર્કહીન વસ્તુ છે. આપણે પોતે ભય નાબૂદ કરવા જોઈએ. આખી દુનિયા આ બાબતમાં નિરાશાવાદી હશે તે પણ હું નથી. આ ચૂંટણીના એક બાધપાઠ એ છે કે લોકો ઘણી બધી વસ્તુઓ સહેલાઈથી માની લે છે. We are credulous. પ્રશ્ન : ઈન્દિરા સમર્થ નથી? મેારારજીભાઈ: મેાર લક ધેન કેપેસિટી (સામર્થ્ય કમ, કિસ્મત ઝાઝું.) [૨] [શ્રી ખુશવંતસિંહના પ્રવચનનો સારભાગ] છેલ્લી પાંચ ચૂંટણીનાં કેટલાંક મુખ્ય લક્ષાણા જોઈએ તે તાજેતરની લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓ પર એની પડેલી અસર સમજી શકાશે. ભારતમાં લેાકશાહીની પહેલેથી કાંઈ પરંપરા ન હતી. ૧૯૧૯માં મોન્ટર્ડ સુધારા સાથે આપણે ત્યાં પહેલ વહેલી લોકશાહી સંસ્થાઓ દાખલ થઈ. તે વખતે દેશના માત્ર ૩ ટકા લોકોને મતદાનનો હક હતા. ૧૯૩૫માં મતદાન વિસ્તૃત કરાયું પણ તેમાંય મિલકત તથા શિક્ષણની લાયકાતો જરૂરી હતી. એટલે એ વખતે પણ ૪૦ ટકાને જ મતદાનનો હક મળ્યા હતા. નહેરુએ તમામ પુખ્ત વયના નાગરિકોને મતાધિકાર આપ્યો. ૧૯૫૨ની પ્રથમ ચૂંટણીમાં ૧૬ કરોડ ૨૦ લાખ મતદારો હતા. લોક્સભામાં ૪૮૯ બેઠકો હતી તેમાંથી કોંગ્રેસને ૩૬૪ બેઠકો મળી હતી. આમાં નવાઈ પામવા જેવું નથી, કારણ કે કોંગ્રેસે લોકોના મનમાં
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy