SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ પબદ્ધ જીવન તા. ૧-૧-૧૯૭૨. જ , કેવળ કાળા ડાઘ જ જોઈ શું? માણસના વ્યકિતત્વનાં એકથી વધુ પારા હૈય છે. માણસ અરીસામાં પોતાને ચહેરો જુએ તો એને એમાં પોતાને એક જ ચહેરો દેખાય છે પણ એ એક ચહેરાની પાછળ બીજા ચહેરા છુપાયેલા હોય છે. માણસમાં કમસે કમ આવા બે ચહેરા–બે વ્યકિતત્વ તો હોય જ છે. એક નકારાત્મક અને બીજું વિધાયક. માણસમાં આ બેમાંથી શાનું પ્રભુત્વ વધારે છે એના પર જીવનમાં એ શું પ્રાપ્ત કરશે કે પછી કશું પ્રાપ્ત કરશે કે નહિ એને આધાર હોય છે. આનું એક દષ્ટાંત જોઈએ. ભયંકર આર્થિક મંદીને રસમય હતે 'એવે વખતે એક કારખાનાદારે પોતાના બધા માણસને એકઠા કર્યા. આ કારખાનાદારમાં તે પોતાના પર આવેલી આફતને પાર કરી શકવાને વિશ્વાસ હતો અને પોતે મંદીના આ ઝંઝાવાતમાં ટકી રહેશે એવી એને પાકી ખાતરી હતી, પણ પોતાના કારખાનામાં કામ કરતા માણસેનું આ વિશેનું કેવું વલણ છે એ જાણવાની એની ઈચ્છા હતી. એટલે એણે પિતાના બધા માણસને એક હોલમાં એકઠા કર્યા. હાલમાં મેટા સફેદ પડદા પર એક કાળું ધાબું હતું. કારખાનાદારે બધાને તેઓ શું જુએ છે એવો પ્રશ્ન કર્યો. મોટા ભાગના માણસેાએ તેઓ પડદા પર કાળા ડાઘ જુએ છે એવો જવાબ આપ્યો. થોડા માણો એવા નીકળ્યા કે જેમણે એમ કહ્યું કે એમને માટે સફેદ પડદે દેખાય છે જેમાં એક નાનકડો કાળો ડાઘ છે. આ પ્રસંગ શું બતાવે છે? જીવનમાં કાળા ડાઘ પ્રત્યે એટલે કે જીવનમાં આવતી મુશ્કેલીઓ, તકલીફો પ્રત્યે માણરાનું ધ્યાન તરત જ કેન્દ્રિત થઈ જાય છે, એમને પછી પોતાની આસપાસ બીજે કંઈ દેખાતું નથી. આવા લોકોનું જીવન પ્રત્યેનું વલણ નકારાત્મક હોય છે એટલે એમને મેટે સફેદ પડદો નહિ પણ નાનો કાળા ડાઘ જ દેખાય છે. આવા લોકેને પછી જીવનમાં કંઈ સિદ્ધિ મેળવવામાં મુશ્કેલી પડે છે. એમને જીવનમાં ‘કાળા ડાઘ” નિષ્ફળતાએ જ દેખાય છે અને આ નિષ્ફળતાએ એની અંદર રહેલાં નકારાત્મક વ્યકિતત્વને પ્રષ્ટિ આપે છે. જીવનનાં દુ:ખદ સંજોગો પર એમની દષ્ટિ મંડાયેલી રહે છે. પર જે લોકો ‘કાળા ડાઘ ને નહિ પણ પ્રથમ સફેદ પડદાને જુએ છે એમનું જીવન પ્રત્યેનું વલણ વિધાયક હોય છે. એમનું વ્યકિતત્વ જ એવું ઘડાયું હોય છે કે એમને નિષ્ફળતાના નહિ પણ રાફળતાના વિચારે જ આવે છે. એમને ખાતરી હોય છે કે, ગમે તેવી આર્થિક મંદીમાંથી, જીવનની ગમે તેવી મુશ્કેલીમાંથી છેવટે બહાર આવી જ શકાશે. નિષ્ફળતા મળે તે એ એથી ભાંગી પડતો નથી કે પોતે જે કરવા ધાર્યું હોય એમાંથી એ પીછેહઠ કરતો નથી. એટલે માણસના વ્યકિતત્વનાં જે નકારાત્મક અને વિધાયક . એવાં બે પાસાં છે એમાંથી વિધાયક વ્યકિતત્વનું પાસું પ્રબળ રહે અને નકારાત્મક વ્યકિતત્વને હાથ ઉપર ન આવે એ જોવું જોઈએ. માણસ વિચારપૂર્વક જગુતિથી અને સંકલ્પથી પિતાના વ્યકિતત્વને વિધાયક બનાવી શકે છે. જીવનને સરસ સુંદર બનાવી શકે છે. આપણે પણ આપણા જીવનને સમગ્ર રીતે જોઈશું તે લાગશે કે જીવનમાં એવું ઘણું બધું કાને છે કે જે આપણા જીવનને રસકરાવાળું, સમૃદ્ધ અને સુંદર બનાવી શકે છે. આ દુનિયામાં માત્ર ખરાબ વસ્તુએ જ નથી બનતી, માત્ર ‘કાળા ડાઘ” જ નથી પડતા, ઘણી સારી વસ્તુઓ પણ બને છે અને એમાંથી આપણને પણ આપણે હિ મળે જ છે. મુશ્કેલીઓ અને નિષ્ફળતાઓની પાર આપણે જોઈશું તો આપણને ઘણું બધું એવું મળશે જેણે આપણા જીવનને જીવવા જેવું બનાવ્યું છે. આપણા પ્રિયજને, આપણી આસપાસનું સુંદર વાતાવરણ, આપણા જીવનને અર્થ આપતી નાની મેટી અનેકવિધ વજુઓ, આપણને મળેલા સારા સાથીઓ, મિત્રો અને સંબંધીએ આ બધું જ આપણને આપણું જીવન જીવવા ગ્ય બનાવવામાં સહાય કરે છે. આપણે જીવનની વિશાળ શ્વેત પડદા પરના નાના કાળા ડાઘને માત્ર જોવાને બદલે શ્વેત પડદા પર દેખાતા અનેકવિધ સેનેરી તારકે પર મીટ માંડીશું તો આપણને આપણું જીવન અર્ધપ્રદ જીવવા માગવા યોગ્ય લાગશે - - મું. મ. જવાન ફંડ તા ૧૧૨.૭૧ રવિવારના રોજ સંઘના આકાયે શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહનું ‘રાષ્ટ્રીય કટોકટી’ ઉપર જાહેર વ્યાખ્યાન યોજવામાં આવ્યાં છે. એ વ્યાખ્યાનના અંતે બુિત રાકભાઈ ઝવેરી તરફથી દરખાસ્ત પીવી કે યુદ્ધમાં ઘાયલ થયેલા તેમજ માર્યા ગયેલા જવાનો તેમ જ તેના કટંબ માટે આપણે આપણી ફરજ વ્યકત કરવા માટે કંઈક કરવું જોઈએ. એ તેમને વિચારને આવકારવામાં આવ્યો અને એ સભામાં જ જવાન ફંડની શરૂઆત કટવામાં આવી, તેમાં ભરાયેલી કમેની યાદી નીચે આપવામાં આવી છે અને પ્રબદ્ધ જીવનના આ સંઘના સભ્યો તેમ જ પ્રશંસકોને પોતાની શકિત પ્રમાણે આ ફંડમાં પોતાની રકમ સત્વર મેકલી આપવા આગ્રહભરી વિનંતિ રવામાં આવે છે. આ ફંડમાં નાણો ભરનારને કરમુકિતને લાભ મળે એ માટે એની પહોંચ શ્રી પરમાનંદ કાપડિયા મારક નિધિમાંથી વામાં આવશે. એટલે જે ગુહસ્થ ચેક મેકલે તેમને PARMANAND KAPADIA SMARAK NIDHI એ નામનો ચેક મેકલવા વિનંતી છે. ચીમનલાલ જે. શાહ સુબોધભાઈ એમ. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ, ૨૫૦૧ શ્રી રસિકલાલ મોહનલાલ ઝવેરી ૨૫૧ શ્રી ચીમનલાલ જે. શાહ ૫૧ શ્રી દીપાંદ ત્રી. શાહ ૧૦૦૧ શ્રી ચીમનલાલ ચકુભાઈ શહિ ૨૫૧ શ્રી ભવાનજી મુ. જાણી ૫૧ શ્રી જાસુદબેન રમણીક્લાલ શાહ ૧૦૧ શ્રી સુબોધભાઈ એમ. શાહ શ્રી પ્રભુદારા લીલાધર ૫૧ ૧૦૦૧ શી ઈન્દ્રકુમારભાઈ ૧૦૦૧ શ્રી. એ. જે. શાહ ૧૦૧ , શ્રી વીરસનજી વેલજી ૫૧ શ્રી રમણીકલાલ દલીચંદ શાહ ૧૦૧ શ્રી ચીમનલાલ પી. શાહ ૧૦૦૧ શ્રી અમર જરીવાળા ૫૧ શ્રી હીરાલાલ અને પસંદ ૧૦૧ શ્રી જશવંતભાઈ ૧૦૦૧ શ્રી. કે. એમ. દીવાનજી ૫૧ મે. એચ. દીપચંદ એન્ડ કો. ૧૦૧ શ્રી અજિતભાઈ દેસાઈ શ્રી ચંદુલાલ મોહનલાલ ઝવેરી. ૫૧ ૧૦૦૧ શ્રી તલપસંદ હજરીમલ ૧૦૧ શ્રી નંદલાલ તારાચંદ વેરી ૫૧ શ્રી વાડીલાલ નંદલાલ કારભારી ૫૦૧ શ્રી ગણપતલાલ મગનલાલ ઝવેરી ૧૦૧ શ્રી કલ્યાણજી ઠાકરસી તલસાણિયા ૫૧ શ્રી સેવંતીભાઈ શાહ ૫૦૧ શ્રી કવાડિયા ૧૦૧ શ્રી દિલીપકુમારભાઈ ૫૧ શ્રી જયંતીલાલ જે. ગાંધી ૫૦૧ શ્રી ઈન્દુમતિબહેન મુનસીફ ૧૦૧ છે. રમણલાલ ચી. શાહ ૫૧ શ્રી મણિલાલ કે. સંઘવી ૨૫૧ શ્રી કાન્તિભાઈ વોરા ૧૦૧ શ્રી ઘેલા કુરપાળ શહિ. ૨૫ શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ ૨૫૧ શ્રી કરસી કે. શાહ ૧૧ શ્રી ભદ્રીકલાલ શાહ ૨૫ શ્રી પોપટલાલ પ્રેમજી ૨૫૧ શ્રી ફતેહગંદ લલ્લુભાઈ શાહ ૧૧ શ્રી શાંતિલાલ મગનલાલ શાહ ૨૫ શ્રી પ્રભુદાસ પંજાણી ૨૫૧ શ્રી દામજીભાઈ વેલજી શાહ ૧૦૧ શ્રી નીરુ એન્ડ કાં. ૨૫ શ્રી જયંતીલાલ તુરખિયાં ૧૦૧ શ્રી રાયચાંદ કરશી ૨૫૧ શ્રી દેવચંદ રવજી ગાલા ૧૧ શ્રી સુશીલાબહેન ઝવેરી ૧૦૧ શ્રી નેમચંદ નાથાલાલ ૧૧ શ્રી ખેતસી માલસી સાવલા ૨૫૧ શ્રી બાબુભાઈ જી. શાહ ૧૦૧ શ્રી મોહનલાલ કે. શાહ ૨૫૧ શ્રી દામજી શામજી - ૧૦૧ શ્રી તારાબહેન સી. પારેખ ૧૪૯૨૦
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy