________________
તા. ૧-૪-૧૯૭૨
પ્રમુદ્ધ જીવન
* ઈન્દિરાજીની સાનાની થાળીમાં લેાઢાની મેખ મારનાર મણ્ણિપુર
તેમણે માંગોલવંશી પ્રજાઓથી ઘેરાયેલા અને નૈસર્ગિક ધર્મ પાળતા લોકોની વચ્ચે હિંદુ ધર્મ ફેલાવ્યો.
પૂરી થયેલી સામાન્ય ચૂંટણીમાં લગભગ બધે શ્રીમતી ઈન્દિરા ગાંધીની કોંગ્રેસને વિશાળ બહુમતી મળી. માત્ર ત્રણ ઠેકાણે બહુમતી ન મળી : મેઘાલયમાં, ગાવામાં અને મણિપુરમાં. મેઘાલયમાં તે પહાડી નેતાઓના પક્ષ સાથે કોંગ્રેસને સમજૂતી છે અને વિલિયમસન સંગમાની સરકાર વડાપ્રધાનની નીતિને જ અનુસરશે. ગોવામાં મહારાષ્ટ્રવાદી ગામાંતક પક્ષ મેદાન મારી ગયો છે અને ગાવા તળપદમાં તો કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. એક કોંગ્રેસી સભ્ય ચૂંટાયેલ છે તે પણ દમણમાંથી.
રાજ્યનો દરજ્જો મેળવવાની મણિપુરની ઝંખના વડા પ્રધાને સંતોષી, તેમ છતાં વડા પ્રધાનની કોંગ્રેસને ચૂંટણીમાં ૬૦માંથી માત્ર ૧૭ બેઠક મળી.
ભારતના છેક પૂર્વ છેડે આવેલા મણિપુરને આપણે માત્ર તેના મણિપુરી નૃત્ય વડે જ ઓળખીએ છીએ એમ કહીએ તે ચાલે. ખરેખર તો એ પ્રદેશને તેની પ્રજા અને પ્રકૃતિની દ્રષ્ટિથી ઓળખવામાં વધુ રસ પડે.
મણિપુર ૨૨,૩૪૬ ચોરસ કિલામીટરના વિસ્તાર અને આશરે ૧૧ લાખ જેટલી વસતિ ધરાવે છે. પૂર્વ ભારતમાં વિઘા અને સંસ્કૃતિમાં મણિપુર માખરે છે. ગુજરાત કરતાં મણિપુરમાં શિશ્નિતેનું પ્રમાણ વધુ છે : ૩૭ ટકાથી વધારે.
મણિપુરની પૂર્વમાં અને દક્ષિણમાં બ્રહ્મદેશ છે, ઉત્તરે નાગપ્રદેશ છે, પશ્ચિમે આસામના કછાર જિલ્લો છે. આથી મણિપુરની પ્રજા માંગોલવંશી પહાડી પ્રજાનો પ્રદેશ હોવા જોઈએ. પરંતુ તદ્ન એવું નથી. મણિપુરની મોટા ભાગની પ્રજા માંગાલવંશ અને આર્યવંશની મિશ્ર પ્રજા છે, કેટલાક લોકો શુદ્ધ આર્યવંશના પણ છે, અને પહાડોમાં શુદ્ધ માંગોલવંશી પહાડી લોકો પણ વસે છે.
આપણા દેશમાં દીર્ઘકાળ દરમ્યાન પ્રજાઓની ઘણી હરફર થઈ છે. દા. ત. મેઘાલયની ખાસી પ્રજા છેક હિંદી ચીનમાંથી આવી છે, અને આસામમાં આર્યો યુરોપ, પશ્ચિમ એશિયા અને ઉત્તર ભારતમાં થઈને આવ્યા છે. મણિપુરમાં આ કારે આવ્યા તે આપણે જાણતા નથી, પરંતુ ઈસ્વીસનના આરંભ પછી જેમ ભારતીઓ અગ્નિ એશિયામાં ધર્મ અને સંસ્કૃતિ ફેલાવવા ગયા અને લગ્નથી એ મલય અને મેગાલશી પ્રજામાં ભળી ગયા, તેમ મણિપુર ગયેલા આર્યો પણ ત્યાંની માંગાલવંશી પ્રજામાં લગ્નથી ભળી ગયા. આજે કોઈના ચહેરા વધુ માંગેલ લાગે છે, તો કોઈના વધુ આર્ય લાગે છે. આ આર્યો ભારતમાંથી હિંદુ ધર્મ પણ લેતા ગયા હતા એટલું જ નહિ પણ હિંદુ ધર્મને વધુ સંસ્કારી બનાવનાર વૈષ્ણવ સંપ્રદાય પણ તેમણે મણિપુરમાં ફેલાવ્યો. વૈષ્ણવ સંપ્રદાય સાંપ્રતકાળમાં પ્રચલિત થયો છે. હિંદુ ધર્મ મુખ્યત્વે ખીણ વિસ્તારમાં વધુ પ્રચલિત છે. મણિપુરી નૃત્ય વૈષ્ણવ સંપ્રદાયનું નૃત્ય છે અને શ્રીકૃષ્ણની જીવનલીલા વ્યકત કરે છે.
સૈકાઓ સુધી મણિપુરી નૃત્ય મણિપુરમાં જ પુરાઈ રહ્યા પછી ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર તેને બહાર લાવ્યા. ૧૯૧૭માં તેમણે સિલહટની મુલાકાત લીધી ત્યારે ત્યાં તેઓ મણિપુરી નૃત્ય જોઈને ઘણા પ્રભાવિત થયા. તેઓ મણિપુરી નૃત્ય-ગુરુઓને શાન્તિ નિકેતન લાવ્યા અને આ નૃત્યકળાનો પ્રચાર કર્યો. અહીંથી આ નૃત્યકળા વિશ્વવિખ્યાત બની ગઈ. મણિપુરી નૃત્ય ભકિતનૃત્ય છે, પણ સંસ્કૃત નાટ્યશાસ્ત્ર પર આધારિત છે.
૨૯૭
મણિપુરી હિંદુઓ પેાતાને મેઈથેઈ (મૈથેયી ?) તરીકે ઓળખે છે. હિંદુ આર્યો ત્યાં જઈને વસ્યા તે પહેલાં આ પ્રદેશમાં માંગલવંશી નાગ અને કુકી લોકો વસતા હતા. આજે પણ ખીણ બહાર પહાડોમાં આ જાતિઓની વસતિ વધારે છે. કોઈપણ ધર્મના પ્રચાર રાજયાશ્રય વિના નથી થયા. મણિપુરના રાજાઓ હિંદુ હતા. આથી
" મેઈથેઈ પ્રજા ગાત્રામાં વહેચાયેલી છે અને ગેત્રાંતર લગ્ન કરે છે. રાજા એક ગેત્રના હોય, લગ્ન બીજા ગાત્રમાં ક૨ે. રાજા પોતાને ક્ષત્રિય ગણાવે છે અને જનોઈ ધારણ કરે છે. વૈષ્ણવ સંપ્રદાયનો સ્વીકાર ૧૮મી સદીના પૂર્વાર્ધમાં થયો હતો. બંગાળમાંથી બ્રાહ્મણા અહીં આવીને રાજાના દરબારમાં વસ્યા હતા અને વૈષ્ણવ સંપ્રદાયના વ્રત, નિયમ અને પ્રણાલિકાઓ ફેલાવ્યાં હતાં. આથી મણિપુરી હિંદુઓ માંસ અને મદિરાને સ્પર્શ પણ નથી કરતા, ગાયને પવિત્ર ગણે છે, શ્રીકૃષ્ણને ઈશ્વર તરીકે પૂજે છે. પરંતુ અહીં હિંદુધર્મ ફેલાયો તે પહેલાં જે જંગલના નૈગિક ધર્મ હતા તેનો પ્રભાવ હજી છે.
ધર્મ અને પ્રજા ભારતમાંથી આવ્યા છતાં સ્થાનિક ભાષા જ સર્વોપરી રહી. ભાષા કુકી ભાષાને લગતી છે અને તે તિબેટીબ્રહ્મવંશની છે. આર્ય ભાષા (સંસ્કૃત) પર તે આધારિત નથી.
ઈ. સ. ૧૭૭૨ પહેલાં મણિપુર કેવું હતું, તેનો ઈતિહાસ શે હતો, એ કશું જાણવામાં નથી. બ્રહ્મીઓ મણિપુર પર આક્રમણા કર્યા કરતા હતા. તેથી રાજાએ અંગ્રેજોની મદદ માગી. અંગ્રેજોએ રાજા સાથે કરાર કરીને રક્ષણ આપ્યું. ૧૮૨૪માં અંગ્રેજો અને બ્રહ્મદેશ વચ્ચે પહેલા બ્રહ્મીવિગ્રહ થયો ત્યારે મણિપુરમાંથી બ્રહ્મીઓને હરાવીને હાંકી કાઢવામાં આવ્યા અને મણિપુર બ્રિટિશ હિંદનું એક દેશી રાજય બન્યું.
રાજકુટુમ્બમાં ગાદી માટે કલહ થવાથી ઈ. સ. ૧૮૯૧માં અંગ્રેજોએ ચુડાચંદ્ર નામના પાંચ વર્ષના કુંવરને ગાદીએ બેસાડી મણિપુરને પોતાના વહીવટ નીચે રાખ્યું અને ૧૯૦૭માં તેને સત્તા સોંપી. ૧૯૧૭માં કુકી લોકોએ બળવો કર્યો તે અંગ્રેજોની મદદથી દાબી દેવામાં આવ્યો. બીજા વિશ્વવિગ્રહ દરમ્યાન જાપાનીઓએ અહીંથી હિંદુસ્તાન પર ચડાઈ કરી હતી. તા. ૧૫-૧૦-૧૯૪૯ના દિવસે મણિપુરના મહારાજાએ પેાતાનું રાજ્ય ભારત સરકારને સોંપી દીધું.
કુકી અને નાગ લોકો મુખ્યત્વે ખીણની બહાર પહાડોમાં વસે છે. નાગ વસતિવાળા પ્રદેશ પર નાગ પ્રદેશના દાવા છે.
મણિપુર નામની નદી ખીણપ્રદેશમાંથી વહે છે. આ ખીણપ્રદેશ સરેરાશ ૭૫૦ મીટર ઊંચા છે. બીજા પહાડા ૨૪૦૦ મીટર કરતાં પણ વધુ ઊંચાઈએ પહોંચે છે. આમ મણિપુર પહાડી પ્રદેશ છે અને જંગલથી સમૃદ્ધ છે. જંગલમાં હાથી, વાઘ, દીપડા, સાબર, જાતજાતનાં હરણ, ગેંડા, જંગલી ભેંસ અને તરેહતરેહનાં સુંદર પક્ષીઓ વસે છે. મણિપુર રાજ્ય તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે. મણિપુર નદી બ્રહ્મદેશમાં દાખલ થઈને છિંદવિન નદીમાં ભળી જાય છે.
હિમાલય બહુધા પૂર્વ-પશ્ચિમ ફેલાયેલો છે, પણ આસામને ઈશાન છેડે તે અચાનક દક્ષિણે વળી જાય છે. આથી મણિપુરના પહાડો ઉત્તર-દક્ષિણ ફેલાયેલા છે. અહીં વરસાદના ચેરાપુંજી જેવા અતિરેક નથી અને હવામાન ખુશનુમા રહે છે.
મણિપુરની રાજધાની ઈમ્ફાલ છે. ખીણપ્રદેશમાં ૭૫૦ મીટર ઊંચે આવેલી આ રમણીય પર્વતનગરીમાં લગભગ એક લાખની વસતિ છે. સંગીત અને નૃત્ય માટે ખ્યાતનામ આ પર્વતનગરી તેની વજ્રકળા અને ધાતુકળા માટે પણ પ્રખ્યાત છે. ઈમ્ફાલ પહોંચવા જમીનમાર્ગ તો ઘણો લાંબો અને પહાડી છે, પણ કલકત્તા તથા ગેાહાટી સાથે વિમાન વડે ઈમ્ફાલ જોડાયેલ છે.
પ્રજા અને પ્રકૃતિની દૃષ્ટિએ મણિપુર મનોહર હોવા છતાં તેનું રાજકારણ ડહાળાઈ ગયું છે અને રાજકારણના પ્રવાહો તેના તોફાની નદી-નાળાં જેવાં જ સંક્ષુબ્ધ છે. મણિપુરને કેન્દ્રશાસિત
7