SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ પ્રબુદ્ધ જીવન તા. ૧-૪-૧૯૭૨ . કઈ હોઈ શકે. “આત્મનઃ પ્રતિકૂલાનિ પરેષાં ન સમસ્વરેત.” જે પ્રકારનું વર્તન તમારા પ્રતિ રાખવામાં આવે એવું તમે પસંદ કરતાં નથી એવું વર્તન બીજા પ્રત્યે પણ કરે નહિ. મહાવીરની અહિંસાની પરિભાષા હતી : પિતાનાં કષાયને જીત, પિતાની ઇંદ્રિયનું નિયંત્રણ કરો અને કોઈ પણ વસ્તુમાં આસકિત રાખે નહિ. આ રાજમાર્ગ કાયરોને નથી, વીરોને જ એ હોઈ શકે છે. . સમાજની અહિતકર રૂઢિઓનો અંત લાવવાની સાથોસાથ એમણે ધનિક-નિર્ધન, ઊંચ-નીચ આદિની વિષમતાઓ દૂર કવ્વાને પ્રયત્ન કર્યો એટલું જ નહિ પણ અનેકાના” ને વધુ ક્રાંતિકારી સિદ્ધાન્ત પણ આપ્યા. સમાજમાં તેમ જ સંસારમાં ઝઘડાનું સૌથી મોટું મૂળ આપણે અહંકાર, આપણે મતાગ્રહ છે. આપણે કહીએ તે સાચું, બીજા કહે તે ખોટું એવી સામાન્ય માન્યતા સર્વત્ર પ્રચલિત થયેલી જોવા મળે છે. મહાવીરે કહ્યું: ‘આ બરાબર નથી. તમે જે કહે છે એ જ એકાતિક સત્ય નથી, બીજો જે કહે છે એમાં પણ સત્ય છે. સત્યના અનેક પાસાં હોય છે. તમને જે દેખાય છે એ સત્યનું એક પાસું છે. જે રીતે પાંચ અંધએ હાથીનાં જુદાં જદાં અંગોને સ્પર્શીને પોતે જેને સ્પર્શ કર્યો હતો એ અંગને જ હાથી માની લીધે - વાસ્તવમાં હાથી તે બધાં અંગે મળીને થતા હતો – એવું આપણા સંબંધમાં થાય છે. આપણે જો ‘અનેકાન’ ના સિદ્ધાત અનુસાર ચાલીએ તે આજના બધા સંધર્ષને અંત આવે અને આપણું જીવન ખૂબ જ શાંતિભર્યું બની જાય.' . તીર્થકર મહાવીરની બીજી બે વાતે પણ ક્રાંતિકારી છે એમ હું માનું છું. એક તે જાણે એમણે પોતાના ઉપદેશ અને સિદ્ધાતોને કઈ ધર્મ-વિશેષની સીમામાં બાંધ્યો નથી. તેઓ જે કંઈ કહેતા હતા એ માનવમાત્ર માટે કહેતા હતા. એમના ઉપદેશનાં કેટલાંક સૂત્રો જોઈએ : - “જે માણસ પોતે પશુઓની હિંસા કરે છે, બીજા પાસે કરાવે છે અને હિંસા કરવાવાળાનું અનુમોદન કરે છે, એ સંસારમાં પિતાને માટે વેર વધારે છે.' જે માણસ મૂળગત રીતે અસત્ય, પણ ઉપરથી સત્ય લાગે એવી ભાષા બોલે છે, એ પણ પાપથી મુકત નથી રહે ત્યારે જાણીજોઈને અસત્ય બોલે છે એના પાપનું કહેવું જ શું!' “જે રીતે ઝાકળનું બિંદુ ઘાસના તૃણ પર થોડી વાર જ રહી શકે છે એ રીતે મનુષ્યજીવન પણ ઘણું ટૂંકું છે, શીધ્રા નાશ થવાવાળું છે. એટલે ક્ષણભર માટે પણ પ્રમાદ કરવો નહિ.' શાંતિથી કંધને મારો, નમ્રતાથી અધિકાર જીતે, સરળતાથી માયાનો નાશ કરો અને સંતોષથી લોભને કાબૂમાં રાખે.'' સંસારમાં જેટલાં પ્રાણીઓ છે તેઓ બધાં પોતાનાં કર્મોને લીધે જ દુ:ખી થાય છે. સાચું કે ખરાબ, જે કંઈ કર્મ કરો, એનું ફળ ભેગવ્યા વિના છૂટકો નથી.' ‘આપણા આત્માને જીતવો જોઈએ. એક આ માને જીતીને બધું જ જીતી શકાય છે.' જે રીતે કમળ જળમાં ઊગીને પણ પાણી સાથે આસકત નથી રહેતું એ જ રીતે જે સંસારમાં રહીને પણ કામ-ભાગેથી અલિપ્ત રહે છે, એને આપણે બ્રાહ્મણ કહીએ છીએ.” ચાંદી અને સોનાના કૈલાસ જેવા મેટા અસંખ્ય પર્વત પિતાની પાસે હોય તે પણ લોભી માણસને સંતોષ થતું નથી, કારણ કે વૃણા આકાશની જેમ અનત છે.” કે એમને ઉપદેશ સમસ્ત માનવજાત માટે હતું એટલા માટે જ એમને ઉપદેશ સાંભળવા બધા ધર્મોના લેકો, એટલે સુધી કે જીવ-જંતું પણ એકઠાં થતાં હતાં. મહાવીર જૈન હતા, કેમ કે એમણે આત્મવિજય કર્યો હતો. જૈન શબ્દ 'ઇન’ માંથી બન્યો છે, જેને અર્થ પિતાની જાત પર વિજય મેળવવો એ થાય છે. હું વિભિન્ન સંપ્રદાયના લોકોને પૂછું છું કે મહાવીર કયા સંપ્રદાયના હતા? દિગમ્બર, શ્વેતામ્બર, સ્થાનકવાસી કે તેરાપંથી? સાર તે એ છે કે તેઓ કઈ પણ સંપ્રદાયના નહોતા. તેઓ બધાના હતા અને બધા એમના હતા. બીજી વાત એ હતી કે ભાષાની બાબતમાં મહાવીરે ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું હતું. એમના જમાનામાં પ્રાકૃતનું જોર હતું. એ પરિસ્કૃત ભાષા હતી. પણ જનસામાન્યમાં અર્ધમાગધી- ચલણ હતું. મહાવીર પિતાને સંદેશ સામાન્ય લોકો સુધી પહોંચાડવા માગતા હતા એટલે એમણે અર્ધમાગધીને પિતાના ઉપદેશનું માધ્યમ બનાવી. તેઓ ધારત તે પ્રાકૃતને ઉપયોગ કરી શકત, પણ એવી સ્થિતિમાં એમના વિચાર શિક્ષિત અને ઉચ્ચ વર્ગના લોકોમાં જ સીમિત રહેત. આ રીતે આપણે જોઈએ છીએ કે મહાવીર એક ક્રાંતિકારી વ્યકિત હતા. એમણે એવા ઘણાં કામ કર્યા જે એમના અદ્ભુત સાહસ અને પરાક્રમનાં ઘોતક છે. ક્રાંતિકારી દ્રષ્ટા પણ હોય છે. મહાવીરની દષ્ટિ વર્તમાનને જુએ છે પણ ત્યાં જ અટકી નથી જતી. એ ભવિષ્યને પણ જુએ છે. મહાવીરના સિદ્ધાંત એટલા ક્રાંતિકારી છે કે એ હમેશાં પ્રેરણા આપ્યા કરશે. જરૂર તે આપણે એ અનુસાર આચરણ કરીએ એની છે. યશપાલ જૈન ચાલીસ પછી 'માણસ જયારે ૫૦ વર્ષ પૂરાં કરીને એકાવનમાં પ્રવેશ કરે છે ત્યારે આપણે એને વનપ્રવેશ માનીએ છીએ. આપણે એમ પણ કહેતાં આવ્યા છીએ કે ૫૧ થી ૬૦ ને દશકો જો માણસ પાર કરી જાય તે પછી એને ૭૫ - ૮૦ સુધી પહોંચવાને પરવાને મળી ગયો ગણાય. પણ છેલ્લાં કેટલાંક વરસમાં આપણા ઘણા મિત્રો-સંબંધીઓને અકાળે ૪૨ -૪૫ કે ૪૮:૪૯ વર્ષે ચાલી જતાં જોયાં છે, ત્યારથી એમ લાગવા માંડયું છે કે વનપ્રવેશને દસકો હવે જરા આગળ આવી ગયું છે. ચાલીશ પૂરાં થાય એટલે માણસે પોતાના શરીરની વનપ્રવેશ થયો હોય તેવી જ કાળજીભરી સંભાળ લેવી ઘટે છે. મુંબઈ જેવાં શહેરોમાં કયારેક આફટર ફર્ટી વોટ?” ના સેમિનાર પણ યોજાય છે, જેમાં જુદા જુદા વિષયના નિષ્ણાત એવા ખ્યાતનામ ડોકટરો ચાલીશ વર્ષ પછી માણસે શું શું ખ્યાલ રાખવું જોઈએ તેના વિશે માર્ગદર્શન આપે છે. મને લાગે છે કે ૪૦ વર્ષ પછી ખાસ કરીને બે વસ્તુ વધારે ધ્યાન રાખવા જેવી છે: આહાર અને કસરત. આજે આપણી ખાન-પાનની ટેવે માત્ર સ્વાદ અને સગવડ પર આધારિત છે. પથ્યાપથ્યને વિવેક આપણે તદ્દન ભૂલી ગયા છીએ. સાદો અને સુપાચ્ય ખોરાક છાડીને મીઠાઈ અને તીખાતમતમતાં ફરસાણે પાછળ આપણે દોટ મૂકી છે. નાનપણથી આપણને જેવી ખાવાની ટેવ પડી હોય છે એ આપણે ૪૦ પછી પણ છોડી શકતા નથી. પરિણામે વજન જોઈએ એ કરતાં વધી જાય છે અને અનારોગ્યના ભેગા થઈ પડીએ છીએ. ખરી રીતે તો આપણાં બાળકોને આહારની ટેવ નાનપણથી જ પાડવી જોઈએ કે જેથી તેમનું આરોગ્ય માટી ઉંમર સુધી બરાબર જળવાઈ રહે. ૪૦ પછી વજન તો એક રતલે વધવું ન જોઈએ. સવારે ૯-૯ વાગે જમીને પોતાના કામ પર જનારા માણસે - પરદેશમાં જેમ લેકો કરે છે તેમ - સવારે માત્ર નાસ્તો જ કરીને નીકળવું જોઈએ. બપોરે પણ આખું લંચ બહાર હોટેલમાં જઈને ખાવાને બદલે પોતાને અનુકૂળ એવું થોડું ઘરનું ખાવાનું પોતાની સાથે રાખવું જોઈએ. બે ભાખરી, બે સેન્ડવીચ કે બે ઈડલી-એટલું સામાન્ય રીતે પૂરતું થઈ પડવું જોઈએ. આમ કરવાથી ૨૪ કલાકમાં માત્ર બે જ વાર વધારે જમવાને બદલે થોડું થોડું જમવાનું ત્રણ કે ચાર કકડે વહેંચાઈ જાય છે. રાત્રે પણ પોતાની રુચિ કરતાં થોડું ઊણું પેટ રાખવું એ મેટી ઉંમરના માણસો માટે તે ખાસ અગત્યનું છે. આહારની સાથે પોતાની તબિયતને અનુકુળ હોય તેવી હલીભારે કસરત દરેક જણે નિયમિત કરવી જોઈએ. દાકતરી સલાહ મુજબ કસરત થાય તે વધારે સારું. ખાસ કરીને સ્ત્રીઓને માટે કસરત ખૂબ જ જરૂરી છે. સ્ત્રીઓએ કસરત વિષે અણગમા મનમાંથી કાઢી નાખવું જોઈએ. નિયમિત સવારસાંજ ફરવા જવાનું તો દરેક માણસે રાખવું જોઈએ. શક્ય હોય તેને માટે તરવાનું કે આસને કરવાનું વધુ ઉપયોગી થઈ પડે છે. સુબોધભાઈ એમ. શાહ
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy