SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ પ્રબુદ્ધ જીવન તા. ૧-૪-૧૯૭૨ વન મણિપુર સુ ઇગાસાની સીટો સકારણે પ્રદેશને દરજજો હતા, પણ નેતાઓ સંપૂર્ણ રાજયને દરજજો માગતા હતા. ૧૯૭૦માં વડા પ્રધાને તે માગણી પણ માન્ય રાખી. ૧૯૬૭ની સામાન્ય ચૂંટણીમાં મણિપુરમાં કોંગ્રેસને ૩૦માંથી ૧૬ બેઠક મળી હતી. ચાર અપક્ષ સભ્ય કોંગ્રેસમાં જોડાઈ જતાં ૩૦ સભ્યની ધારાસભામાં કોંગ્રેસની ૨૦ બેઠક થઈ. પરંતુ પક્ષપલટાને પવન મણિપુર સુધી ફેલાયો અને કેટલાક કોંગ્રેસીઓએ પાટલી બદલતાં મુખ્ય પ્રધાન કોઈગસિંધની સરકારે રાજીનામું આપ્યું. કોંગ્રેસ છોડી ગયેલા અધ્યક્ષ સલામ તમ્બીસિંઘે સરકાર રચી. તે પછી એટલા બધા પક્ષપલટા થયા કે આખરે મણિપુર પર રાષ્ટ્રપતિનું શાસન સ્થાપવામાં આવ્યું. કેન્દ્ર સરકારે મણિપુરના વિકાસમાં ઉપેક્ષા સેવી છે એવા વિરોધ પક્ષોના પ્રચારના પરિણામે આ ચૂંટણીમાં પણ કોંગ્રેસને ચોખી બહુમતી મળી નથી. ૬૦ સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસને ૧૭ બેઠકો મળી છે. બીજા ટચૂકડા પક્ષોને ૨૨ મળી છે અને અપક્ષોને ૧૫ બેઠક. આથી વિરોધ પક્ષો ભેગા મળીને કોંગ્રેસને સત્તાથી દૂર રાખી શકે અને પોતે અંદરઅંદર લડીને વહીવટમાં અરાજકતા ફેલાવી શકે. સંસ્થા કોંગ્રેસને ૧ અને સમાજવાદી પક્ષને ૩ ઉમેદવારો જીત્યા છે. આથી મણિપુરને અસ્થિર સરકારોના કડવા અનુભવો થયા પછી નવી ચૂંટણી કરવી પડે તો નવાઈ નહિ. પૂર્વ ભારતના પ્રદેશોમાં સ્ત્રીઓ સમાજમાં આગળ પડતું સ્થાન ભગવે છે. તેથી દંતકથાઓમાં આ પ્રદેશ કામરૂપ - દેશ તરીકે ઓળખાય છે. મણિપુરમાં પણ એવું જ છે. અહીં પુરુ કરતાં સ્ત્રીઓનું પ્રમાણ પણ વધુ છે. જીવનવ્યવહારમાં સ્ત્રીઓ ઘરમાં પુરાઈ રહેતી નથી, ઘણી જવાબદારીઓ ઉઠાવે છે. બધી પહાડી પ્રજાઓની જેમ આ પ્રજા પણ ઉત્સવપ્રેમી છે. ધાર્મિક ઉત્સવમાં સ્ત્રીઓ અને પુરુષ સાથે મળી નૃત્ય અને સંગીતની મજા માણે છે. અહીં નૃત્યની જેમ શાસ્ત્રીય સંગીતનો પણ બહુ સારો વિકાસ થયો છે. રાજયનો દરજજો પ્રાપ્ત કરીને આવી સરસ પ્રજા સંક્ષુબ્ધ રાજકારણની ગંદકીમાં અટવાઈ જશે તે તે એક કરુણતા ગણાશે. • ભારતના છેક ઉગમણા છેડા પર આવેલું આ રાજય ભારતના રાષ્ટ્રીય પ્રવાહમાં સામેલ થઈ જાય એ સંરક્ષણ અને રાષ્ટ્રીય રાજકારણ એમ બંને દષ્ટિએ આવશ્યક છે. વિજ્યગુપ્ત મૌર્ય સ્ત્રી-પુરુષ સમાજનાં બે ચક્રો છે! [‘પ્રબુદ્ધ જીવન’ના તા. ૧-૨-૭૨ના અંકમાં દાદા ધર્માધિકારીના અને તા. ૧-૩-૭૨ના અંકમાં “પુરુષ નિરપેક્ષ શ્રી જીવન” એ વિશે પ્રગટ થયેલા કુન્દનિકા કાપડીઆના લેખના સંદર્ભમાં શ્રી શાંતિલાલ શેઠના આ લેખમાં કેટલાક મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા છે–તંત્રી] - સ્ત્રી અને પુરુષ એ સમાજ – રથનાં બે ચક્રો છે. બેમાંથી એકમાં જેટલી ક્યાશ, તેટલો રથ ખામીવાળ. આ સાવ સાદી ને સીધી વાત છે. આમ છતાં દાદા ધર્માધિકારી જેવા સમર્થ ચિંતક અને વડીલ, સ્ત્રીને સલાહ આપે છે કે “સ્ત્રીએ પુરુષ સિવાય જીવવાની હિંમત બતાવવી અને પુરુષનિરપેક્ષ જીવન જીવવું; પુરુષના ભરોસા ઉપર નહિ, કારણ કે, પુરુષ સ્ત્રી માટે લડશે, તેનું રક્ષણ કરશે પણ તેનું ભક્ષણ પણ કરશે. સ્ત્રીનું-ફકત સ્ત્રી એવું-સ્વત: જદે જીવન હોવું જોઈએ. પશુજીવનમાં નરનિરપેક્ષ માતૃત્વ છે તે દિવસ હવે માનવજીવનમાં પણ દૂર નથી. શરીર ભ્રષ્ટ થવાથી ચારિત્ર્ય ભ્રષ્ટ થતું નથી. માત્ર ઈચ્છા વિરુદ્ધ શરીરને ઉપયોગ થવા ન દે. માનવસમાજને બચાવવા મહિલા-મુકિતના રૂપે નવી સંસ્કૃતિમાં આગળ પગલાં માંડવા પડશે. આવતી કાલનું જગત સ્ત્રીનું છે.” દાદા ધર્માધિકારીએ વ્યકત કરેલા વિચારો પુરપના છે, સ્ત્રીના નહિ. સ્ત્રીની શકિતની ધૂનમાં વાસ્તવિકતાની હદની બહાર આ વિચારસરણી સમાજને દેરી જશે એવો ભય લાગે છે. “આવતી કાલનું જગત સ્ત્રીનું હશે” આમ કહીને દાદા શું કહેવા માગે છે તે સમજાતું નથી-એ શકય પણ નથી. સ્ત્રી અને પુરુષ એકબીજાના પૂરક છે. એલી સ્ત્રી કે એક્લે પુરુષ, અરસપરસના આધાર વિના આ જગતમાં જીવી શકે એ કલ્પના જ બિહામણી. લાગે છે. સ્ત્રીઓને સમાનતા હોવી જોઈએ, સામાજિક બંધનેથી તેને મુકત કરવી જોઈએ, પુરુષને વાંક હોય ત્યાં પણ સ્ત્રીઓ તરફ અન્યાયી રીતે વર્તીને જે કૂરતાભર્યું વર્તન તેની સાથે આચરવામાં આવે છે એવી જડને નેસ્તનાબૂદ કરવી જોઈએ. આવા પાયાના સુધારાઓને એક બાજુએ મૂકીને આવતી કાલના જગતને સ્ત્રીઓનું જગત કલ્પવું અને એમ વિચારીને ખુશ થવું તે કદાચ . કલ્પના પૂરતું અમુક માણસ માટે બરાબર હશે પરંતુ એમ કહેવું એ વાસ્તવિકતાથી તે હજારો જોજન વેગળું કથન હોય એમ લાગે. આવા વિચારો વ્યકત કરવા તે સમાજ માટે તે હિતકર નથી જ નથી. કોઈ પણ ઉપદેશક ઉપદેશ આપે તે શ્રોતાગણને સુપાચ્ય હોય એ ધ્યાન રાખીને ઉપદેશ આપતા હોય છે. વકતા સિવાય. કોઈ અન્યના ગળે ન ઊતરે એવી વાત સામાન્ય વકતા પણ કરતા નથી હતો ત્યારે દાદા જેવા સમર્થ માણસ જે આપણા ગળે ઊતરે તેમ છે જ નહિ એવે પારા જે ભારે વિચાર રજૂ કરે તેથી ભારે આશ્ચર્ય થાય છે. તેઓ કહે છે, “કૃષ્ણની સાથે રાધાનું નામ બેલાય છે, રુકિમણીસત્યભામાનું નહીં! વૈવાહિક સંબંધ ન હોવા છતાં રાધા-કૃષણ એક નિકટ સંબંધનું પ્રતીક છે. પણ આ સંબંધ સામાજિક થઈ શકતું નથી. કૃણ - દ્રૌપદી સંબંધ સામાજિક થઈ શકે છે ?” તેમણે રાધા-કૃષ્ણની વાત કરી તે તે એક અપવાદ ગણાય. આજની પ્રજાને શું તેને દાખલો લઈને ચાલવાનું કહી શકાય? , એ સંબંધ પાછળ છુપાયેલી ગૂઢતા આપણે જાણતા-સમજતા નથી. જેમ ગાંધીજી કસ્તુરબાને “બા” કહીને સંબોધતા હતા. એમ કહેવા અને કરવાનો અાખા સમાજને કેવી રીતે ઉપદેશ આપી શકાય? ઊંચા વિચારો અને ઊંચી કલ્પનાઓ લખવા-વાંચવામાં સારી લાગે, પરંતુ જે વાસ્તવિકતાથી પર છે એવા વિચારો સમાજ સમક્ષ રજૂ કરવાથી તો સમાજની તંદુરસ્તીને હાનિ જ પહોંચે એમ મારી નમ્ર સમજ પ્રમાણે મને લાગે છે. એટલે દાદા પ્રત્યે પૂરે પૂજયભાવ હોવા છતાં એમ કહેવાની ફરજ પડે છે કે તેમને આ વિચારો સાથે આજના સમાજ સંમત ન જ થઈ શકે. આ લેખના અનુસંધાનમાં “પ્રબુદ્ધ જીવનના તંત્રી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે સમાજ માટે સમધારણ એવા પોતાના વિચારો વ્યકત કરેલા, તેના અનુસંધાનમાં શ્રી કુન્દનિકાબહેન કાપડિયાએ પિતાના વિચારો લખી મોકલેલા. તેઓ શરૂઆતમાં જણાવે છે કે “તંત્રીશ્રી વિદ્વાન વ્યકિત છે, પણ નિશ્ચિત થઈ ગયેલા વિચારે ગમે તેવા વિદ્વાનની દષ્ટિને પણ કેવી બદ્ધ બનાવી દઈ શકે છે, તેની એક ઝલક આ તંત્રીનોંધમાંથી જોવા મળે છે.” એમ કહીને સ્ત્રી પ્રત્યેના સામાજિક અન્યાયી વલણોની કડીબદ્ધ માહિતી તેમણે પેશ કરી છે. અને પુરુષ - રસમાજ કેટલો બધો અન્યાયી છે તેનાં ટોપ ભરીને દાખલાઓ તેમણે રજૂ કર્યા છે. લેખના અંતે તેઓ જણાવે છે કે “સ્ત્રીની મુકિતની વિચારણાનાં હજુ બીજા કેટલાંક મહત્ત્વનાં પાસાં છે, પણ તે વધારે મૂળભૂત ને વધારે ક્રાંતિકારી છે, જેને હજુ વાંચવા - વિચારવા માટે પણ આપણે સમાજ તૈયાર ન હોય, તેથી તે વિશેની વાત હમણાં નહિ.” તેમના મૂળભૂત અને વિશેષ કાંતિકારી વિચારો તેઓ અવશ્ય પ્રગટ કરે તેમ આપણે ઈચ્છીએ. કેમકે સ્ત્રીજગતને અન્યાય કરનારા તેમના વિશેષ વિચારના પ્રગટીકરણથી સમાજ તેનાથી જ્ઞાત થશે અને જાગૃત સમાજ જરૂર તેનું મૂલ્યાંકન કરશે. બાકી આપણે સમાનતાની ગમે તેટલી વાત કરીએ પરંતુ વાસ્તવિકતા ત્યાં છે કે સ્ત્રી એ સ્ત્રી છે અને પુરુષ એ પુરુષ છે. જેણે આવા મોટા બ્રહ્માંડની અને સાથે જગતની રચના કરી છે . તે જગતરચયિતાએ સ્ત્રી-પુરુષના ભેદ પાડયા હશે તેને શું સર્જનહારની ભૂલ સમજવી ? સ્ત્રીઓ પ્રત્યે સમાજ અન્યાયી રીતે ને વર્તે, તેને સમાજ સમાન હક્કો અને પ્રતિષ્ઠા આપે ત્યાં સુધીની વાત બરાબર છે, બાકી એથી આગળ વધવું એ તે અરીસાના ચન્દ્રમાને પકડવાનો પ્રયત્ન કરવા જેવી વાત લાગે છે. - શાન્તિલાલ ટી. શેઠ
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy