SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ અરવિંદભાઈ માને છે. પ્રોટીનની ખામી દૂર કરવા તેમણે પ્રોટીનયુકત આહાર-સુખડી - આપવાનો કાર્યક્રમ માટા પાયા પર શરૂ કર્યો છે. એમને ત્યાં કારખાના અને મિલામાં કાયમ કરનાર નાનામોટા દરેકને સા ગ્રામ સુખડી રોજ અપાય છે. ફલબાણી જિલ્લામાં એક લાખ લોકોને સા ગ્રામ સુખડી આપી. પ્રબુદ્ધ જીવન (૨) મુંબઈ અને અમદાવાદની અંધ, અનાથ અને રિમાન્ડ હામ જેવી સંસ્થાઓમાં ચારેક હજાર નાનાં મેાટાં છેકરા - છોકરીઓને લગ્નને દિવસે શ્રીખંડ-પૂરીનું જમણ આખ્ખું હતું. લગ્નપ્રસંગે આવી સંસ્થાઓને યાદ કરવાની પદ્ધતિના બહેાળા ફેલાવા થાય એ ઈચ્છનીય છે. શ્રી અરવિંદભાઈ પૂ.' રણછોડદાસજી મહારાજે સ્થાપેલા સદ્ગુરુ સેવાં સંધ ટ્રસ્ટના અધ્યક્ષ છે. દેશમાં જ્યારે પણ કઈ કુદરતી આફત આવે ત્યારે લોકોને વિવિધ પ્રકારની રાહત પહોંચાડવા આ ટ્રસ્ટ અને એના અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ તરત ત્યાં પહોંચી જાય છે. છેલ્લાં ચાર વરસ દરમ્યાન આ ટ્રસ્ટે જે રાહતકાર્ય કર્યું છે તે નમૂનેદાર છે. શ્રી અરવિંદભાઈએ હવે દેશના પછાત વિસ્તારોમાંથી ગરીબી નાબૂદ કરવા આર્થિક વિકાસના કાર્યક્રમ હાથ ધર્યો છે. તેઓ જે જાહેર કાર્ય હાથ ધરે છે તેનાં આયોજન અને અમલ પાછળ એક મોટું કારખાનું ઊભું કરવા જેટલી ચેકસાઈ અને ખંત બતાવે છે અને એ પ્રમાણે સમય અને શકિત ખચે છે. આગેવાન ઉદ્યોગપતિ સમર્થ લાસેવક પણ થઈ શકે છે એની સાબિતી એમનાં જાહેર કાર્યો અને એમની સાદાઈ તથા નમ્રતા પૂરી પાડે છે. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સમારભ સન્માન આપણા સંઘના પ્રમુખ અને ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે તા. ૧૧ માર્ચ ૧૯૭૨ના રોજ ૭૧મા વર્ષમાં પ્રવેશ કર્યો તેના અનુસંધાનમાં તેમના પ્રત્યે મંગળ કામનાઓ વ્યકત કરવા તેમ જ તેમને થેલી અર્પણ કરવા માટેના એક સન્માન સમાર`ભ, ખાદી બોર્ડના અધ્યક્ષ માનનીય શ્રી ઉછરંગરાય ઢેબર–ઢેબરભાઈના પ્રમુખસ્થાને બિરલા માતુશ્રી સભાગારમાં સ્થાનકવાસી સમાજની સંસ્થાઓ દ્રારા તા. ૨૬ માર્ચ, ૧૯૭૨ના રોજ સવારના ભાગમાં યોજવામાં આવ્યો હતો. આ સમારંભની શરૂઆતમાં શ્રી પિનાકીન શાહે તેમના બુલંદ અવાજ દ્વારા કાવ્યમય રીતે નૌકારમંત્રથી શરૂઆત કરીને થાડું સંગીત પીરસ્યું હતું. આ સમારંભમાં લેડી ઠાકરસી, લીલાવતી મુનશી, ઢેબરભાઈ, ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી ઘનશ્યામભાઈ ઓઝા, શ્રી રસિકલાલ પરીખ, શ્રી શાદીલાલજી જૈન તેમ જ અન્ય આગેવાન વ્યકિતઓએ હાજરી આપી હતી. માન્યવર ચીમનભાઈ જૈન તેમ જ જૈનેતર સમાજની ૪૦થી ૪૫ વર્ષથી સેવા કરતા આવ્યા છે અને આજે ૭૧મા વર્ષે પણ તેઓ સમાજસેવા માટે સતત કાર્યરત રહે છે તે માટે વકતાઓએ તેમને અંતરનાં અભિનંદન આપ્યાં હતાં અને તેમની કાર્યશકિત અને નિષ્ઠાની પ્રશસ્તિ કરતાં ભાષણા કર્યા હતાં. જે જે સેવાસંસ્થાઓ સાથે તેમના સંપર્ક છે તે તે સંસ્થાઓ દ્વારા તેમણે આજ સુધીમાં જે નાણાં મેળવ્યાં છે અને ખર્ચ્યા છે તેનો સરવાળા લગભગ એક કરોડ રૂપિયાએ પહોંચે છે. આ રીતે દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને ધરતીકંપ કે હિજરતના કારણે આપદગ્રસ્ત બનેલા માનવીઓની તેમણે સતત અને ભારે સેવા બજાવી છે તેની જાણકારી અલગ અલગ વકતાઓના વકતવ્યમાંથી જાણવા મળી. હાજર રહેલા શ્રોતાએમાંથી શ્રી ગિજુભાઈ મહેતા, શ્રી દુર્લભજી ખેતાણી, શ્રી ઘનશ્યામભાઈ ઓઝા, શ્રી જે. આર. શાહ, શ્રી મોહનલાલ મહેતા (સાપાન), શ્રી લીલાવતી મુનશી, શ્રી રસિકલાલ પરીખ, શ્રી શારદાબહેન દીવાનજી, શ્રી રમણીકલાલ કોઠારી, શ્રી ઢેબરભાઈ તેમ જ શ્રી ખીમચંદ મગનલાલ વેારાએ ચીમનભાઈ વિષેની તેમની સૌની જાણકારી રજૂ કરી હતી અને તેમને તંદુરસ્ત દીર્ઘાયુ જીવન ઈચ્છનું હતું અને સંસ્થા તરફથી એકત્રિત કરવામાં આવેલ રૂા. ૩,૧૫,૦૦૦ ની થેલી ચેકદ્વારા તેમને અર્પણ કરવામાં આવી હતી. તેમના આ સન્માનના આયોજન માટે અને તેમના પર જનતાએ વર્ષાવેલા પ્રેમ માટે તેમણે અંત:કરણપૂર્વકની તા. ૧-૪-૧૯૭૨ પોતાના દિલની આભારની લાગણી વ્યકત કરી હતી અને તેમને અર્પણ થયેલી થેલીમાં તેમણે પાતા તરફથી શ. ૭૧,૦૦૦ ઉમેરવાની જાહેરાત કરી હતી અને આ રકમનું ટ્રસ્ટ કરીને તેમાં નવી રકમે ઉમેરાય તેવા પ્રયત્નો કરવાની અને એ આખી રકમને માનવરાહતને લગતા કામમાં ઉપયોગ કરવાની જાહેરાત કરી હતી. તેમની આટલી બધી પ્રગતિના કારણરૂપે તેમણે તેમનાં માતાપિતાના ઊંડા ધાર્મિક સંસ્કારોને ગણાવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે માણસે પ્રતિકૂળ સંજોગો પર કાબૂ મેળવતાં શીખવું જોઈએ. સ્વતંત્ર ચિન્તન કરી પોતાના જીવનનું ઘડતર કરવું જોઈએ. ચિત્તની સ્વસ્થતા અને પ્રસન્નતા કર્દી ન ગુમાવવી જોઈએ. કોઈ કામને નાનું ગણવું જોઈએ નહિ. જે કામ હાથમાં આવે તેને પૂરા દિલથી અપનાવવું જોઈએ, પોતે કરેલા કાર્ય માટે કદી અભિમાન ચિન્તવવું જોઈએ નહિતર - નિરીક્ષણ સતત કરવું જોઈએ. એક શિલ્પી ટાંકણાથી જેમ મૂર્તિને ઘડે છે એ રીતે માણસે પોતાના જીવનને ઘડવું જોઈએ. લોકોના આદર અને વિશ્વાસ સંપાદન કરી શકાય તેવું સરળ જીવન જીવવું જોઈએ. આ બધું કરવાથી માણસ પોતાના જીવનના વિકાસ સાધી શકે છે. સત્કાર્ય કદી નિષ્ફળ જતું નથી એ શ્રાદ્ધા માણસને ટકાવી રાખે છે. તેમણે જણાવ્યું કે હું દઢ રીતે માનું છું કે આ જગતમાં એક મંગળ શકિત પ્રવર્તમાન છે. આપણે તેના અંશ છીએ. તેનું આપણે કામ કરવાનું છે. તેમના વક્તવ્યને અંતે તેમણે બોધિસત્ત્વનો તથા ઉપનિષદનો નીચે પ્રમાણેના જીવનસંકલ્પ ટાંક્યા હતા. બોધિસત્ત્વ: “જગતમાં રોગીઓનું હું આષધ બન્યું, તરસ્યા ભૂખ્યા જના માટે હું અન્ન અને જળ બનું અને મારા જીવનનાં સત્કાર્યો હું તેમને અર્પણ કરુ.” અને ઉપનિષદ : હું નથી રાજ્યની ઈચ્છા કરતા, કે નથી સ્વર્ગની ઈચ્છા કરતા, અરે, મેક્ષનીયે મને ઈચ્છા નથી; દુ:ખથી તવાયેલા પ્રાણીમાત્રની પીડા દૂર થાય એટલું જ હું ઈચ્છું છું.” આ ઉદાત્ત ભાવનાવાળા ઉપદેશને ધ્યાનમાં લેતાં મને એમ લાગ્યું છે કે માનવરાહતનાં કામેામાં દરેકે ખૂંપી જવું જોઈએ એમ તેમણે જણાવ્યું. આ તેમના વક્તવ્ય સાથે સમારંભની પૂર્ણાહુતિ થઈ હતી. ત્યાર બાદ મનોરંજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતા, જે એક વાગ્યા સુધી ચાલ્યો હતો. ત્યાર બાદ સૌ આનંદસભર વાતાવરણ વચ્ચે વિખરાયા હતા. સંકલન : શાન્તિલાલ ટી. શેઠ ભરખારે ભરબપોરે બાગમાં મારે લ ગુલાબી થાવું, તપતા કોઈ ઉરને મારે મ્હેકનું પીણું પાનું. રણ શા વેરાન બાગમાં ભર્યા ઝાંખરા ચારેકાર, કયાંય લીલુડો હોય તેમ એ તા કેર કાંટાળા થાર; એય વચાળે રંગભરી મમ કુમાશ હું છલકાવું – તપતાં કોઈ. કુમળાં મારાં દલદલે હું લય સુરીલ સજાળું, સુરભી એની સમીર-પાંખે આભમાં હું પ્રસરાવું; પરાગ-રજે ધરણીખાળે પ્રાણ નવો પ્રગટાવું – તપતાં કોઈ. –ગીતા પરીખ
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy