SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ પ્રબુદ્ધ જીવન તા. ૧-૪-૧૯૭૨ ન્યાય છે. પ્રસન્ન ચિત્તે આનંદથી અર્પણ કરવું. જગતમાં સંધર્ષ છે, દુ:ખ છે તેનું કારણ અસંવિભાગ છે. ભગવાન મહાવીરને આ સાચા અને સાત્ત્વિક સમાજવાદ છે. વર્તમાન સમાજવાદની દષ્ટિ, ભૌતિક છે. ઉત્પાદન વધારવું અને તેની ન્યાયી વહેંચણી કરવી. મહાવીરે પરિગ્રહને સંવિભાગ બતાવ્યો તે સાથે અપરિગ્રહની ભાવનાને પ્રાધાન્ય આપ્યું. જીવનની જરૂરિયાત અમર્યાદપણે વધારવી અને તે મેળવવા ઉત્પાદન વધારવું તે વિષચક્ર છે. સંવિભાગ અને અપરિગ્રહ બને સાથે હોય ત્યારે જ સમતુલા આવે. તેથી અપરિગ્રહ સાથે ભાગ-ઉપભેગની મર્યાદા અથવા પરિમાણ ઉપર મહાવીરે ભાર મૂકવે છે. પરિગ્રહનું એક કારણ ભેગની લાલસા છે. સાચા સમાજવાદમાં માત્ર આર્થિક સમતુલાનું લક્ષ નથી, પણ પરિગ્રહને મોહ છોડ, તૃષ્ણા ત્યજવી, ભેગઉપભેગની મર્યાદા કરવી તે મુખ્ય વસ્તુ છે. આવી અપરિગ્રહ ભાવનામાં આધ્યાત્મિક ઉન્નતિ સાથે સામાજિક સમતા છે. સામાજિક વિષમતાઓ દૂર કરવાને સાચો માર્ગ વ્યકિતને વૈરિછક સંયમ છે. ભગવાન મહાવીરને આ સંદેશ ૨૫૦૦ વર્ષ પૂર્વે જેટલું સાચો હતો તેટલો અને તેથી પણ વિશેષ વર્તમાનમાં સુખી થવાને સાચો માર્ગ છે. મુંબઈ, તા. ૨૪-૩-૧૯૭૨ ચીમનલાલ ચકુભાઈ (આકાશવાણીના સૌજન્યથી) પ્રકીર્ણ નોંધ << (Decay of Civilisation) તેનું સંશોધન કરતાં ડે. સ્વાઈન્જર એ નિર્ણય ઉપર આવ્યા કે સજીવ શુટિ પ્રત્યે માણસ આદર ગુમાવી બેઠો છે, Man has lost Reverence for life. તેની આધ્યાત્મિક અવનતિનું આ કારણ છે. ગાંધીજીએ અહિંસાનું રચનાત્મક અને વ્યાપક સ્વરૂપ બતાવ્યું અને જીવનનાં દરેક ક્ષેત્રમાં અને વ્યવહારમાં, રાજકારણથી માંડી સામાજિક અને કૌટુંબિક વ્યવહારમાં અહિંસાની સફળતા અને હિંસાની નિષ્ફળતા બતાવી. અણુબોમ્બની શોધ પછી માનવજાત માટે ઊગરવાને તરણેપાય અહિંસા જ છે તે હકીકત જગતના સમર્થ વિચારકો અને વૈશાનિકો પણ ભારપૂર્વક જણાવે છે. છતાં, દુર્ભાગ્યે એ હકીકત સ્વીકારવી પડે તેમ છે કે દુનિયામાં હિંસા અને હિંસક વાતાવરણનું પ્રમાણ વધતું રહ્યું છે. માણસ ઈતિહાસ કે સંતપુરુ પાસેથી કાંઈ શીખતે નથી. અમેરિકા અને રશિયા જેવા સમૃદ્ધ દેશો પણ ભયભીત દશામાં જીવે છે છતાં વિવિધ શસ્ત્રાસ્ત્રો ખડકવા સિવાય બીજો માર્ગ સૂઝતો નથી. નિઃશસ્ત્રીકરણ પરિષદ વર્ષોથી ચાલે છે, પણ કોઈ શરૂઆત કરવા તૈયાર નથી. દુનિયાએ વિનાશમાંથી ઊગરવું હોય તે મહાવીર, બુદ્ધ અને ગાંધીની અહિંસા જ સાચો માર્ગ છે. અનેકાંત જૈનધર્મની જગતને વિશિષ્ટ દેન છે. ટૂંકમાં કહેવું હોય તે અનેકાંત એટલે મસહિષ્ણુતા, પરસ્પરના વિચારે માટે આદર, સમન્વય દષ્ટિ, સત્યને હીરાની પેઠે અનેક પાસાં છે. પૂર્ણ સત્ય કોઈ માનવી પામતો નથી. એવા સંજોગોમાં પિતે કહે છે તે જ સાચું છે એવો મતાગ્રહ સેવ ઉચિત નથી. પોતાના અભિપ્રાયને વળગી રહીએ ત્યારે પણ બીજાના મતમાં સત્યને અંશ હોવા સંભવ છે એટલી ઉદાર દષ્ટિ રાખવાથી જ સહકારથી કામ થઈ શકે. મતાગ્રહ અથવા દુરાગ્રહમાં વિચારની હિંસા છે. અનેકાંત વૈચારિક અહિંસા છે. વિચારમાં હિંસા, કોધ કે આવેશ ભર્યો હોય તે વાણી અને વર્તનમાં જરૂર ઊતરે. વિચારમાં અહિંસા ન હોય તે વાણી અને વનમાં અહિંસા ન આવે. મતાગ્રહ કે દુરાગ્રહ, દ્રવ્યના પરિગ્રહ કરતાં પણ વધારે ચીકણે પરિગ્રહ છે. અનેકાન્ત વિચારને અપરિગ્રહ છે. ભૌતિક સંપત્તિને અપરિગ્રહ આધ્યાત્મિક જીવનસાધનાનું મહત્વનું અંગ છે. મનુષ્યને જીવન નિભાવવા કેટલીક વસ્તુઓની જરૂરિયાત રહે છે. પણ જરૂરિયાત કરતાં વધારે સંગ્રહ કરવો તે પરિગ્રહ છે. પરિગ્રહનું મૂળ તૃષ્ણા, લેભ કે ભવિષ્યના ભયમાં રહ્યું છે. અપરિગ્રહમાં ભૌતિક સંપત્તિની મર્યાદા કે પરિમાણ ઉપરાંત, મમત્વ, મેહ કે મૂરછનું વિસર્જન પ્રધાન વસતું છે. અહિંસામાંથી અપરિગ્રહ ફલિત થાય છે. પરિગ્રહ મેળવવામાં અને મેળવેલ સાચવવામાં હિંસાને આકાર લેવું પડે છે. આ આધ્યાત્મિક દ્રષ્ટિએ અપરિગ્રહની વાત થઈ. પણ તેની સામાજિક જરૂરિયાત અને ઉપયોગિતા તેટલાં જ મહત્ત્વનાં છે. આર્થિક અસમાનતો અને તેમાંથી ઉત્પન્ન થતા સામાજિક ન્યાયે આપણા જીવનની વિષમતાઓ અને સંઘર્ષનું મુખ્ય કારણ છે. કરોડો માનવીને જીવનની સામાન્ય જરૂરિયાત પણ મળતી ન હોય અને અપાર દુ:ખ યાતના વેઠતા હોય ત્યાં થેડી વ્યકિતઓ અનહદ સંગ્રહ કરે તે સામાજિક ગુને છે. તેથી સમાજવાદનો નાદ જોરશેરથી સંભળાય છે. વર્તમાન સમાજવાદ અને ભગવાન મહાવીરના સમાજવાદમાં અગત્યને અને પાયાને ફેર છે. મહાવીરે એટલે સુધી કહ્યું છે કે અસંવિધાન નતુ તત્ જોવો અસંવિભાગીને મેક્ષ નથી. અસંવિભાગી એટલે પિતાનાં સાધને, સંપત્તિ કે સામગ્રીને જે સંવિભાગ કરતા નથી. સંવિભાગ એટલે સમ્યક વિભાગ-ઉચિત વહેંચણી; જેને જેટલી અને જેવી જરૂરિયાત છે તે પ્રમાણેની વહેંચણી. આ આદેશના પાયામાં એ વિચાર છે કે વ્યક્તિને જે મળે છે તેમાં સમાજનો હિસ્સો છે અને કુટુંબ તરીકે વહેંચીને રહેવું જોઈએ તેમાં કોઈ દાનદયાનો પ્રશ્ન નથી. તેમાં ચિન્તાજનક ચિહને? શ્રીમતી ઇન્દિરા ગાંધીએ, સત્તાનાં બધાં સૂત્ર પિતાના હાથમાં એકત્ર કર્યા છે તે સંબંધે શંકા અને ભય વ્યકત કરતાં, સર્વોદય આગેવાન શ્રી સિદ્ધરાજજી ઢટ્ટા લખે છે કે ચૂંટણીઓમાં ખાસ કરીને શાસક કેંગ્રેસે, જે કેટલીક રીતરસમ અખત્યાર કરી છે તે તરફ દુર્લક્ષ કરીશું તે લોકશાહીના પાયા જોખમાશે. તેમના જણાવવા મુજબ વર્તમાન લેકશાહી પક્ષીય લેકશાહી છે અને રાજકીય પક્ષે બધું નક્કી કરે છે તેમાં જનતાને સાચી રીતે પિતાને અવાજ રજુ કરવાની તક મળતી નથી, પણ શાસક કેંગ્રેસમાં તો પક્ષમાં પણ લોકશાહી જેવું રહ્યું નથી અને એક જ વ્યકિતની સરમુખત્યારશાહી છે. તેઓ લખે છે: By a series of foruitous circumstances, the follies of her opponents and not the least, through political skill, the present Prime Minister has come to acquire the position of a virtual dictator within the party. ઉમેદવારોની પસંદગીમાં, મુખ્ય પ્રધાનની નિમણૂક અને મંત્રીમંડળની રચનામાં, અંતિમ નિર્ણય શ્રીમતી ઈન્દિરા ગાંધીને જ રહ્યો છે. પ્રાદેશિક સમિતિઓ અથવા વિધાનસભાના શાસક કેંગ્રેસ પક્ષને કેઈ અવાજ રહ્યો નથી. વળી સામ્યવાદી પક્ષ (સી. પી. આઈ.) સાથે શાસક કેંગ્રેસે બંગાળ, બિહાર, રાજસ્થાન, કેરળ, વગેરે રાજ્યમાં જે જોડાણ કર્યા છે તે કારણે સામ્યવાદી પક્ષ આ રાજ્યમાં સત્તા માગશે અને અંતે કેન્દ્રમાં પણ માગે. sil al au 29, "He who thinks this will not cut at the roots of democracy will indeed be a knave or a...." સ્થિર રાજતંત્રને નામે બધાં રાજયોમાં એક જ રાજકીય પક્ષની સત્તા હોવી જોઈએ તે માન્યતાને પણ શ્રી ઢેઢાજી ભૂલભરેલી માને છે. શ્રી ઢઢાજી ઉમેરે છે કે આમાં ઈન્દિરા ગાંધીને દોષ દેવે નિરર્થક છે, કારણ કે, બીજા રાજકીય પક્ષોએ પણ સાચી લેકશાહી માટે જનતામાં કોઈ પ્રયત્ન કર્યો નથી. અને સર્વોદય
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy