________________
૨૮૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬––૧૯૭૨.
E
--
-
.
:
3
.
:
-
જ
તે બતાવે છે કે જેનેતર ધર્મોનો પણ તેમનો અભ્યાસ કે સૂક્ષ્મ હતો. છેલ્લાં ૩૬ વર્ષથી તે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં દર વરસે એક પ્રવચન તો તેઓએ અચૂક આપ્યું છે. સ્વાઈડ્ઝર પરનાં તેમનાં પ્રવચને ને લેખ તો એવા લોકપ્રિય બન્યાં છે કે અવારનવાર તેને પુસ્તકકારે પ્રસિદ્ધ કરવાની માગણી આવ્યા કરે છે. ' તેમની સર્વતોમુખી પ્રતિભાનાં બધાં જ લક્ષણો આવરી લેવાનું આ લેખમાં શક્ય નથી. તેમના જીવન અને કવન વિશે હજી ઘણું લખવાનું રહી જાય છે. તેમ છતાં ટૂંકમાં કહીએ તે શ્રી ચીમનભાઈ
એક ખરેખરા નિષ્કામ કર્મયોગી છે એમ અમને લાગે છે. સ્વભાવે તેઓ અત્યંત મિતભાષી સરળ, અને ઉપરથી વજ જેવા કડક દેખાવા છતાં અંદરથી ફૂલ જેવા કોમળ છે.
અંતમાં, પ્રભુ તેમને સુવાચ્ય સાથે દીર્ધાયુ આપે એવી આપણે ફરી વાર પ્રાર્થના કરીએ. તા. ૧૧-૩-૭૨
ચીમનલાલ જે. શાહ સુબોધભાઈ એમ. શાહ
મંત્રીઓ,
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંઘ સમાચાર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું બહુમાન
શ્રી ચીમનલાલ પી. શાહ શ્રી ચીમનલાલ ચકુભાઈને પુષ્પગુચ્છ અર્પણ કરી જન્મદિને એમનું અભિવાદન કરી રહ્યા છે.
ત્યાર બાદ શ્રી શારદાબહેન બાબુભાઈ શાહ, શ્રી પૂર્ણિમાબહેન પકવાસા તેમ જ શ્રી ચીમનલાલ પી. શાહે શાસ્ત્રીય સંગીતના સૂર રેલાવીને વાતાવરણને આફ્લાદક બનાવ્યું હતું. કવિઓએ કવિતાના નમૂનાઓ પીરસ્યા અને ઓળખવિધિ બાદ સૌએ ભજનના સ્પંદતેના પમરાટનાં તાજાં સ્મરણ સાથે સુસ્વાદુ ભોજન માર્યું હતું
અને બે કલાકના આનંદસભર વાતાવરણમાં રસતરબળ બનીને સૌ વિખરાયા હતા.
આપણા સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ તા. ૧૧-૩૭૨ ના રોજ એકોતેરમા વર્ષમાં પ્રવેશ કરતા હોઈ, એને અનુલક્ષીને સંઘના વર્ષોજૂના અગ્રગણ્ય સભ્ય શ્રી ચીમનલાલ પી. શાહ (ચીમનલાલ પેપર કે. વાળા)ના નિવાસસ્થાને સાન્તાક્રુઝમાં-સંઘના કાર્યવાહક સમિતિના સભ્યો તેમ જ 'પ્રબુદ્ધ જીવનમાં સહકાર આપતા લેખકોનું એક સીમિત આકારનું સ્નેહસંમેલન યોજવામાં આવ્યું હતું. ત્યારે કાર્યવાહક સમિતિના સભ્ય ઉપરાંત, લેખકોમાંથી શ્રી મેહનલાલ મહેતા- પાન, શ્રી લાભુબહેન મહેતા, શ્રી સુરેશ દલાલ, શ્રી હરીન્દ્ર દવે તેમ જ શ્રીમતી કુન્દનિકાબહેન કાપડિયા વગેરે સાહિત્યકાર-મિત્રો હાજર રહ્યા હતા. આ મિલન જાણે એક કુટુંબના સભ્યોનું મિલન હોય એવું આત્મીયતાલક્ષી બન્યું હતું.
શરૂઆતમાં સંઘના ઉપપ્રમુખ શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારીએ શ્રી ચીમનભાઈની સેવાઓની કદર કરતું નિવેદન કર્યું હતું, ત્યારબાદ શ્રી ચીમનલાલ પી. શાહે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહને આવકાર આપતાં પ્રેમના પ્રતીકરૂપે એક પુષ્પગુચ્છ તેમ જ હાર અર્પણ કર્યા હતા અને તેઓ ઘણા લાંબા કાળ સુધી સમાજની સેવા કરતા રહે અને તેઓ તંદુરસ્ત એવું લાંબું જીવન પ્રાપ્ત કરે એવી પરમાત્મા પાસે અંત:કરણપૂર્વકની પ્રાર્થના કરી હતી. * ત્યારબાદ સંઘના મંત્રીઓ શ્રી ચીમનલાલ જે. શાહ તથા શ્રી સુબોધભાઈ એમ. શાહે તેમ જ શ્રી સે પાને શુભકામનાઓ વ્યકત કરી હતી.
આના જવાબરૂપે શ્રી ચીમનભાઈએ કહ્યું હતું કે “હું જે સેવા કરી રહ્યો છું એથી સમાજને જે લાભ થતો હોય તે, પરંતુ મારા પિતાના વિકાસમાં આથી મને ખૂબ મદદ થાય છે અને સંઘ તેમ જ પ્રબુદ્ધ જીવનના સંચાલનના કારણે મને જે પ્રેરણા મળી રહી છે એને લીધે મારું ઘડતર થાય છે એમ હું સમજું છું, અને આ માટે ખરેખર હું સંઘને ત્રચ્છી છું.” - તેમના આ ટૂંકા વકતવ્ય બાદ આ સમારંભના યજમાન શ્રી ચીમનલાલ પી. શાહને પુષ્પગુચ્છ આપીને સંઘના મંત્રી શ્રી સુબોધભાઈ એમ. શાહે તેમના પ્રત્યે સંઘ વતી આભારની લાગણી વ્યકત કરી હતી.
આપણા સંઘના પ્રમુખ શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહે ૧૧મી માર્ચે ૭૧મા વર્ષમાં પ્રવેશ કર્યો તેના અનુસંધાનમાં સ્થાનકવાસી જૈન સમાજની અગ્રગણ્ય સંસ્થા તરફથી તા. ૨૬-૩-૭૨ ના રે જે તેમના માટે એક સન્માન સમારંભ યોજવામાં આવ્યું છે અને તેમાં ત્રણ લાખ આસપાસની રકમની થેલી તેમને અર્પણ કરવાનો નિર્ણય કર્યો છે - તે રકમ માનવરાહતને લગતા કાર્યોમાં વપરાવાની છે. તેઓ આપણા સંઘના પ્રમુખ હે ઈ તેમની આ સન્માન થેલીમાં સંઘના કાર્યવાહક સમિતિના સભ્યો તેમજ શુભેચ્છકોએ પણ ફ લપાંખડી રૂપે પિતાને ફાળો આપ એમ વિચાર્યું અને તેમાં રૂા. ૫૭૭૧ની રકમ એકઠી થઈ છે. તે સંઘ તરફથી એના કાર્યવાહકોને મેલી આપવામાં આવશે.
સ્વ. પરમાનંદભાઈની પ્રથમ પૂણ્યતિથિ આગામી એપ્રિલ માસની ૧૭ મી તારીખે સ્વ. પરમાનંદભાઈની પ્રથમ પૂણ્યતિથિ ઉજવવાને લગતી જાહેરાત ગતાંકમાં આપી હતી. તેમાં શ્રી કિશનસિંહ ચાવડા આવશે એમ જણાવેલું, પરંતુ એ દિવસમાં તેમને અન્ય રોકાણ હોઈ. આવી શકે તેમ નથી અને જણાવતા આનંદ થાય છે કે પૂજ્ય કાકાસાહેબ કાલેલકરને આપણે વિનંતિ કરી અને તેઓ તે દિવસે આવવા સંમત થયા છે.
' વસંત વ્યાખ્યાનમાળા દર વર્ષ માફક આ વર્ષે પણ સંઘના આશ્રયે કોટમાં બસ સ્ટ્રીટમાં આવેલ તાતા ઓડિટોરિયમમાં, એપ્રિલ માસની ૩-૪-૫-૬ એમ ચાર દિવસ માટે વસંત વ્યાખ્યાનમાળાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. ચાર વકતાઓમાંથી પ્રથમ દિવસે શ્રી મેરારજી દેસાઈ તથા છેલ્લે દિવસે શ્રી ફ્રેન્ક મેરાઈસ-એમ બે વકતાઓ નક્કી થઈ ગયા છે અને બાકીના બે વકતાઓ માટે પ્રયત્નો ચાલે છે.
મંત્રીઓ, '' મુંબઈ જૈન યુવક સંઘ