________________
તા. ૧૬–૩–૧૯૭૨
પ્રબુદ્ધ જીવન
૭૧મા વર્ષમાં પ્રવેશતા આપણા સ ંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
આપણા સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે સિત્તેર વર્ષ પૂરાં કરી તા. ૧૧-૩-’૭૨ના દિવસે, આજે ૭૧મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે આપણા સંઘના સભ્યો, કાર્યવાહક સમિતિના સભ્યો, ‘પ્રબુધ્ધ જીવન’ના વાચકો અને મિત્ર-શુભેચ્છકો તરફથી અમે તેમનું અભિવાદન કરવા સાથે દીર્ઘાયુ ઈચ્છીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તેમના હાથે સમાજસેવાનાં હજી ઘણાં કામો થતાં રહે.
લેખો અત્યંત પ્રશંસા પામતાં રહ્યાં છે. ૧૯૪૮થી ’૫૭ સુધી ભારતની બંધારણસભા અને પછી લોકસભાના તેઓ સભ્ય હતા. બંધારણસભાની અનેક અગત્યની સિલેકટ કમિટી પર હોઈને તેમણે બંધારણના સુધારા, કંપની લા વગેરે કાર્યમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. સન ૧૯૩૬માં તેમણે “સમાજવાદ” પર લખેલા એક નિબંધે સ્વ. શ્રી જવાહરલાલ નેહરુનું ધ્યાન ખેંચ્યું હતું અને ત્યાર બાદ તેમને એ અંગે નેહરુ સાથે પત્રવ્યવહાર પણ થયો હતા. સને ૧૯૫૩માં તેઓએ ભારતીય પ્રતિનિધિમંડળના એક સભ્ય
સમયને ગાળે ગાળે સમાજજીવનનાં ભિન્ન ભિન્ન ક્ષેત્રામાં વ્યકિતવિશેષો પેદા થયા કરે છે. પોતપોતાનાં ક્ષેત્રામાં આ વ્યકિતઓ જે જ્યોત પેદા કરે છે તેના પ્રકાશનો લાભ સમાજને અવિરત મળ્યા કરે છે. શ્રી ચીમનભાઈ આપણા સમાજની એક એવી વિભૂતિ છે. છેલ્લાં ૪૦થી વધુ વરસોથી તેઓ પોતાની અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમાજની જે સતત સેવા કરતા રહ્યા છે, તેના માટે સમાજ ખરેખર ગૌરવ લઈ શકે તેમ છે.
તરીકે યુનોમાં પણ સેવા આપી હતી. કીતિના મેહ તેમને કદીયે સ્પર્થો નથી. ‘જન્મભૂમિ' પરિવારનાં વર્તમાનપત્રો જેના હસ્તક ચાલે છે તેવા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ચેરમેન હોઈ તેઓ અખબારી જગત સાથે પણ ખૂબ નિકટથી સંકળાયેલા છે. તાજેતરમાં જ તેઓને ગુજરાત રાજ્યે ગુ. સ. ઔદ્યોગિક વિકાસ મંડળ જેવી માતબર સંસ્થાના અધ્યક્ષ બનાવ્યા એ હકીકત તેમની સફળતાની કલગીરૂપ છે.
મૂળ લીંબડીના, જન્મ સ્થાનકવાસી જૈન અને વ્યવસાયે સોલિસિટર હોવા છતાં તેઓ ન તે માત્ર સૌરાષ્ટ્રના રહ્યા છે, ન તો `માત્ર સ્થાનકવાસી સંપ્રદાયના રહ્યા છે, કે ન તેમણે માત્ર પોતાના વ્યવસાયનીજ ચિંતા કરી છે. વસ્તુત: તેઓ માત્ર જૈનસમાજના જ અગ્રણી પણ રહ્યા નથી; તેઓ ગુજરાતની જૈન-જૈનેતર સમગ્ર પ્રજાના નેતા બન્યા છે અને એક રીતે વિચારીએ તો, ખાસ કરીને બિહારના દુષ્કાળ વખતે, ઓરિસાના વાવાઝોડા પ્રસંગે તેમ જ બંગલા દેશના લાખો નિરાશ્રિતો ભારતમાં આવ્યા તે પ્રસંગે ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર દ્વારા પેતાની આગેવાની નીચે એમણે દીનદુ:ખીઓની, પીડિતોની જે સહાયતા કરી છે તે જોતાં, તેઓ સમગ્ર ભારતના બની રહ્યાા છે.
તેમની પ્રતિભા બહુમુખી છે. અનેક સંસ્થાઓના તેઓ પ્રાણ છે. પોતાની સૂઝ અને કામ લેવાની શકિત વડે તેમણે અનેક સંસ્થાઓને વિક્સાવી છે. પ્રત્યેક સંસ્થાના કાર્યકરો સાથે તેમના સંબંધ અત્યંત મીઠો હાવા સાથે જ તેઓ તમામ સંસ્થાઓની કાર્યવાહીના કડક ચાકીદાર રહ્યા છે. ઝીણામાં ઝીણી કોઈ પણ બાબતથી તેઓ અજાણ હોતા નથી અને સંસ્થાનો વહીવટ કાર્યક્ષમ બને એ વિશેની સતત ચિંતા સેવતા હોય છે.
N
શિક્ષણના ક્ષેત્રે તેમણે અનેક સેવાઓ આપી છે. જૈન કેળવણી મંડળના રજત મહોત્સવ પ્રસંગે એમણે જે પુરુષાર્થ કરીને તેર લાખ રૂપિયા એકઠા કરી આપ્યા એ હકીકત તેમની શિક્ષણની સેવાઓમાં શરમારરૂપ છે. કેટલીયે કોલેજો ઊભી કરાવી આપવામાં તેમ જ તેના વહીવટો બરાબર થાય એ જોવામાં પણ તેમના ફાળા અત્યંત મહત્ત્વનો છે. સમાજે તેમની ટહેલ કદી પાછી વાળી નથી. લાખ રૂપિયાની જરૂર પડી હોય ત્યાં બેથી અઢી લાખ રૂપિયા તેમને મળ્યા છે. દાન આપવાવાળાઓને પણ શ્રી ચીમનભાઈમાં ખૂબ શ્રદ્ધા રહી છે. પોતે આપેલાં નાણાંના સર્વ્યય થશે જ એવા અતૂટ વિશ્વાસના કારણે જ કેટલાયે પ્રસંગમાં માત્ર ફોન પર જ ઘેરે બેઠાબેઠા જ તેમણે લાખો રૂપિયા એકઠા કર્યા છે. સામાજિક ક્ષેત્રે મુંબઈમાં કાંદાવાડીમાં સને ૧૯૪૯માં ઊભી થયેલી અને છેલ્લાં કેટલાંક વરસમાં વધુ ને વધુ વિકાસ પામી રહેલી હોસ્પિટલ “જૈન કિલનિક” એમનું મહત્ત્વનું સ્મારક છે.
બંધારણ અંગેના કાયદાઓના સર્વમાન્ય નિષ્ણાત હોવા ઉપરાંત રાજકારણના તેઓ વરસેથી પ્રખર અભ્યાસી રહ્યા છે. સંઘના ઉપક્રમે યોજાની સભાઓમાં વરસેથી તેઓ અવારનવાર રાજકારણની નિષ્પક્ષ સમીક્ષા કરતા રહ્યા છે અને તેમનાં એ પ્રવચનો તેમ જ
૨૮૫
સાહિત્યના ક્ષેત્રે પણ તેમનું પ્રદાન કાંઈ નાનુંસૂનું નથી. તેઓ ઘણીવાર કહે છે કે “હું સાહિત્યનો જીવ નથી”. પણ આખરે સાહિત્ય શું છે? માનવીના મનના સંવેદનમાંથી સાહિત્ય સર્જાય છે અને એમના દિલમાં સંવેદન ભરેલું પડયું છે. ‘પ્રબુદ્ધ જીવન’ એમન તંત્રીપદે છેલ્લા બાર મહિનાથી જે રીતે ચાલે છે તે જ એની સાબિતી છે. ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ સને ૧૯૩૯થી ૧૯૫૧ સુધી મંત્રીપદે હતા, એ વાતની તે કદાચ ઘણા લોકોને જાણ પણ નહીં હોય. સ્વ. પરમાનંદભાઈ ઘણી વાર કહેતા કે, “હું નહિ હોઉં ત્યારે ચીમનભાઈ જ પ્રબુદ્ધ જીવન' ચલાવશે એવા મને વિશ્વાસ છે,” અને એમણે ‘પ્રબુદ્ધ જીવન'ની જવાબદારી આનંદપૂર્વક ઉપાડી છે; અને સતત ચિંતાને કાળજીપૂર્વક પણ પોતાની રીતે અને ઘાટ આપ્યો છે. આજે અમારું પ્ર.જી. સારું ચાલે છે અને વધારે સારું ચાલે છે એ વાતની પ્રતીતિ અમને અમારા સેંકડો વાચકોના અભિપ્રાયો પરથી મળી રહે છે. શ્રી ચીમનભાઈનું વાચન અત્યંત વિશાળ છે. તેમના ધંધાને લગતાં પુસ્તકો ઉપરાંત રાજકારણ, તત્ત્વજ્ઞાન, ધર્મ અને અધ્યાત્મને લગતાં અનેક પુસ્તકો તેઓ વાંચે છે. મોડી રાત સુધી આટલી ઉંમરે પણ તેઓ વાંચતા
લખતા હોય છે.
કાયદો અને રાજકારણથી તદ્દન ભિન્ન લાગે એવા પણ એમના અંતરના રસ તો ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં છે. એમણે જીવનની ફિલસૂફી વિશે જેટલું વાંચ્યું હશે તેથી વધારે વિચારેલું છે અને સૂક્ષ્મ મનન અને ચિંતનના નિચેડરૂપે તેમના વિચારો ઘણા બધા વિષયોમાં ગોઠવાઈ ગયા છે. તેઓ પોતાના અભિપ્રાયો જલદીથી બદલતા નથી તેમ છતાં પોતાથી વિરુદ્ધ મત વિશે જે તેમને convince કરાવવામાં આવે તો પોતાનો અભિપ્રાય બદલતાં તેઓ સંકોચ અનુભવતા નથી.
બહુ જ યુવાન વયે તેમના મન પર ઘેરી અસર પડી હતી પ્લેટેના એક પુસ્તક “Plato’s Republic’ની. ત્યાર બાદ તેમણે કાર્લ માર્ક્સનું ‘Das Capital' વાંચ્યું તેમ જ સમાજવાદ પરના પં. નેહરુનાં ત્રણ વ્યાખ્યાનો તેમણે વાંચ્યાં તેની પણ તેમના પર ખૂબ છાપ રહી.
છેલ્લે તેમણે શ્રીમદ્ રાજચંદ્રના ‘આત્મસિદ્ધિશાસ્ર’ના ઝીણવટથી અભ્યાસ કર્યો ને તેની તેમના પર બહુ ઊંડી અસર પડી.આલ્બર્ટ સ્વાઈત્ઝર વિશે તેમનું પ્રવચન નક્કી થયું તે તેમણે સ્વાઈત્ઝર વિશે અનેક પુસ્તકો વાંચવા પડયાં. તેની પણ તેમના જીવન પર ઘેરી અસર પડી છે. ચારેક વર્ષ પર જ તેમણે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં “જૈન ધર્મ અને ગીતા” જેવા વિષય પર મનનીય પ્રવચન આપ્યું હતું.