SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૩-૧૯૭૨ - યકર આવક વધારી છે. સમૃદ્ધ ખેડૂતોને સિંચાઈ અને વીજળીની સગવડો વધુ મળે છે. આ સિંચાઈ અને વીજળીના દર અત્યારે ઘણા જ સસ્તા રખાયા છે. તો આવકવેરાની બદી ગામડામાં પહોંચાડવાને બદલે સિંચાઈને વેરે ન હોય ત્યાં નાખવો જોઈએ અને વીજળીના દર વધારવા જોઈએ. વીજળીથી ચાલતા પંપે માત્ર સમૃદ્ધ ખેડૂતો જ વાપરે છે. તેના ઉપર વેરે નાખીને રૂા. ૨ કરોડની આવક દરેક રાજ્ય ઊભી કરી શકે છે. ઉપરાંત ગ્રામપંચાયતો અત્યારે નાકાવેર કે બીજા વેરામાંથી બહુ જૂજ આવક કરે છે. સમૃદ્ધ ખેડૂતે જે ચીજવસ્તુ વાપરતા હોય તેમાંથી આવક કરવા ટ્રેક્ટર, ઓઈલ એનિજને, કુડતેલ, સિગારેટ કે બીજી ચીજો ઉપર પંચાયતે વેરો નાખીને સ્થાનિક આવક ઊભી કરી શકે છે. આવી આવક જે પાંચાથતો ન કરતી હોય તેને તે માટે માર્ગદર્શન આપવું જોઈએ. સ્થાનિક વેરાથી બે હેતુ સિદ્ધ થશે. પૈસાદાર વર્ગ ઉપર વેરો નાખી શકાશે અને તેમાંથી થયેલી આવક સ્થાનિક રીતે જ સમાજકલ્યાણના કાર્યમાં, રસ્તા બંધાવવામાં કે દવાખાનાં ઊભાં કરવામાં વાપરી શકાશે. એ રીતે નાણાકીય સત્તાનું વિકેન્દ્રીકરણ થતાં ગામડાઓને કરવેરાની ફાળવણીમાં વધુ સક્રિય રીતે ભાગ લેતાં કરી શકાશે. સમૃદ્ધ ખેડૂતોને જ આવકવેરામાં આંતરવાના છે તેવી દલીલ ખતરનાક છે. શ્રી મોરારજી દેસાઈએ કૃષિ-મિલકતવેરાના શ્રીગણેશ કર્યા પછી ગત વરસથી ગામડાના ઘણા નાના-મોટા ખેડૂતો ઉપર મિલકતવેરા માટેના અંગ્રેજી ભાષામાં લખેલાં ફોર્મ આવી ગયાં છે. સાવ અભણ ખેડૂતે આ ફોર્મ જોઈને જ ગભરાઈ જાય છે. મુંબઈની વિલ્સન કોલેજ કે સિગ્નહામ કૅલેજમાં અર્થશાસ્ત્રનો વિષય લઈને ગ્રેજ્યુએટ થયેલા જુવાનિય લાગવગને કારણે કે વગર લાગવગે આવકવેરા અધિકારી બની ગયો હોય તેને ખબર નથી હોતી કે ભારતમાં ૨૦૦ વીઘા જમીન ધરાવતા ખેડૂત દેવાદાર હોય છે અને તેની Gરી થીગડાંવાળો સાડલો પહેરીને માગેલી છાશ પીતી હોય છે. મારા ગામડામાં આવા એક “મોટા ખેડૂત” જેની પાસે ૨૨૦ વીઘા જમીન હતી તેના ઉપર મિકલતવેરા માટેનું ફોર્મ આવ્યું ત્યારે તે મૂંઝાઈ ગયો હતો. તે જાતે ખેતી કરતો હતો અને હળ છોડીને તાલુકાના શહેરમાં તેને ફોર્મ ભરાવવા ધક્કા ખાવા પડયા હતા. તેના ઉપર મિલકતવેરો તો લાગે નહિ પણ તે ફોર્મ ભરનાર વકીલને રૂ. ૨૦૦ને વેરે લાગી ગયો ! આવી જ રીતે જયારે કૃષિ-આવકવેરાની આફત આવી પડશે ત્યારે ડિગ્રીધારી અને પછી અનુભવે લાલચુ બનવાની સાથે જડ બની ગયેલા મેટા ભાગના આવકવેરા અધિકારી કોઈ પણ ખેડૂતને આવકવેરાની આકારણી માટે પરેશાન કરે એવું કદાચ બનશે. - આ જોતાં કૃષિ-આવકવેરાની વાત વહેલાસર પડતી મૂકવી જોઈએ અને સમૃદ્ધ ખેડૂતોની આવકને વેસની આંટીમાં લેવા વૈકલ્પિક માર્ગો શોધવા જોઈએ. આપણે સ્વીકારીએ છીએ કે કૃષિક્ષેત્ર આવકવેરાથી મુકત છે એટલે જ કેટલાક ઉદ્યોગપતિઓ જમીન ખરીદીને ખેતીની આવકને કરવેરામાંથી બચાવે છે. જો એમ હોય અને તેનાથી કૃષિક્ષેત્ર સમૃદ્ધ થતું હોય તે પણ શું ખોટું છે ? શહેરી વિસ્તારના વેરાઓથી ત્રાસીને ગ્રામવિસ્તારના ઉત્પાદનક્ષેત્રમાં ભાગીને આવનારો વર્ગ બતાવી આપે છે કે કરવેરાના સરકારી માળખામાં કશીક ખામી છે. તે શહેરની એ ખામી પાછી ગ્રામવિસ્તારને લાગુ કરવી છે? ગણ્યાગાંઠયા ઉદ્યોગપતિઓના આગમનને કારણે આખા ગ્રામવિસતારને વંઠેલ બનાવી દેવાની તજવીજ ધૃણાપાત્ર છે. નાના ખેડૂત મહેનત કરીને સમૃદ્ધ બની રહ્યો છે. ભારતમાં સમૃદ્ધ થવું તેને ગુને સમજ ન જોઈએ. ‘જગતના તાતની પદવી કવિ દલપતરામે ભારતના ખેડૂતોને આપી છે. એ જગતના તાત પર આ વેરો નાખવા ની વિચારણા પડતી મૂકાય તે ભારતના કલ્યાણની વાત છે. કાન્તિ ભટ્ટ મુનિશ્રી યશોવિજ્યજીની નેશનલ કમિટીમાં થયેલી નિમણુક શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયના જાણીતા સાહિત્યકલારત્ન પૂજ્ય મુનિપ્રવર શ્રીમદ્ યશોવિજ્યજી મહારાજ (પૂ. આ. શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજીના શિષ્યોને ભગવાન શ્રી મહાવીર નિર્વાણ શતાબ્દીની રાષ્ટ્રીય સમિતિમાં ખાસ આમંત્રિત તરીકે લેવામાં આવ્યા છે. કેન્દ્રના શિક્ષણ અને સમાજકલ્યાણ ખાતાએ મુનિશ્રી યશોવિજ્યજી મહારાજને સમિતિનું સભ્યપદ સ્વીકારવા માટે એક વિનંતિ પત્ર લખ્યો છે. મુનિજીએ પિતાનાં નિફ્ટનાં વર્તુળ સાથે વિચારવિનિમય કર્યા બાદ સભ્યપદની સ્વીકૃતિનો પત્ર પણ લખી નાખ્યો છે. ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણ શતાબ્દીના અનુસંધાનમાં મુનિજી, ભગવાન શ્રી મહાવીરના જીવનના વિશિષ્ટ પ્રસંગોને કલાત્મક રીતે રજૂ કરતો બેનમૂન એક રંગીન સચિત્ર ગ્રન્થ પિતાની નાદુરસ્ત તબિયત છતાં ભારે જહેમત ઉઠાવીને તૈયાર કરી રહ્યા છે. ૨૫૦૦ વરસના ઈતિહાસમાં જૈન સમાજમાં કલાના ક્ષેત્રમાં આ પ્રકારના પ્રોત્રમાં આ પ્રકાશન એક સીમાચિહન બની રહેશે. આનો પ્રકાશન સમારોહ દિલ્હી અને મુંબઈ બન્ને સ્થળે જો એવું “જૈન ચિત્રકલા નિદર્શન સમિતિ”ના સંચાલકે વિચારી રહ્યા છે. આ ગ્રન્થ પાછળ લાખ રૂપિયાનો ખર્ચ થનાર છે. જે. દલાલ [મુનિશ્રી યશોવિજયજી ઉપરાંત બીજા જે આચાર્યો અને મુનિઓ રાષ્ટ્રીય સમિતિમાં વિશિષ્ટ આમંત્રિત નિયુકત થયા છે તેમનાં નામો નીચે મુજબ છે: (૧) આચાર્યશ્રી આનંદષિજી (૨) આચાર્યશ્રી સમુદ્રવિજયજી (૩) આચાર્યશ્રી તુલસીજી (૪) આચાર્યશ્રી ધર્મસાગરજી (૫) મુનિશ્રી મહેન્દ્રકુમારજી પ્રથમ (૬) મુનિશ્રી સુશીલકુમારજી (૭) મુનિશ્રી વિદ્યાનંદજી દરેક ફિરકાના એક આચાર્ય અને એક મુનિની નિમણૂક કરી છે. મને આનંદ થાય છે કે મુનિશ્રી યશોવિજયજીએ આમંત્રણને સ્વીકાર કર્યો છે. મને આશા છે કે બીજાં આચાર્યો અને મુનિઓ પણ આમંત્રણ સ્વીકારશે–તંત્રી] બહેને માટે ગ્રીષ્મ તાલીમ શિબિર શકિતદળ - ત્રસ્તંભરા સંસ્થા તરફથી ૧૭ વર્ષથી પ્રતિવર્ષ ઉપકત શિબિરનું આયોજન મે માસના વેકેશન દરમ્યાન થાય છે. શારીરિક તાલીમ અને આધ્યાત્મિક સાધનાના શિક્ષણને અભિનવ સમન્વય સાધીને આ શિબિરને તાલીમક્રમ ગોઠવવામાં આવે છે અને તજજ્ઞ શિક્ષિકાઓ દ્વારા તાલીમ આપવામાં આવે છે. આ વર્ષે ૧લી મેથી ૨૦ મે સુધી આ શિબિર કલ્યાણમાં આવેલા નેશનલ રેયાન કોર્પોરેશને કોલેનીના શાંત સુરમ્ય વાતાવરણમાં યોજવાનું નક્કી થયું છે. શિબિર અંગેની વિગતનું સાહિત્ય અને પ્રવેશપત્રો તૈયાર થઈ ગયાં છે. જૈન યુવક સંઘની ઓફિસમાંથી તેમજ તંભરા શકિતદળની ઓફિસ ૨૯, ડુંગરસી રેડ, મુંબઈ - ૬ પરથી આ સાહિત્ય મળી શકશે. આ શિબિરમાં સ્કૂલની શિક્ષિકાબહેને તેમજ માતાઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે. તદુપરાંત ૧૮ વર્ષ અને તે ઉપરની કન્યાઓને પણ પ્રવેશ મળી શકશે. આ આ શિબિર દરમ્યાન એક વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જીવન ઉપયોગી વિવિધ વિષયો પર વિદ્વાન વકતાઓ તેમ જ સંતોનાં વ્યાખ્યાને થશે. બહેને આ અમૂલ્ય તકનો સારા પ્રમાણમાં લાભ ઉઠાવશે એવી અપેક્ષા છે. પ્રવેશપત્ર ભરીને પાછું મોકલવાની છેલ્લી તારીખ ૧૫મી એપ્રિલ છે.
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy