SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૩-૧૯૭૨ - - - - - - જ અમે, તમે અને આપણે જ ઈંગ્લાંડમાં, કેલસાના ખાણિયાઓની હડતાળ લગભગ છ અઠ- વાડિયાં ચાલી. પ્રજાને ઘણી પરેશાની ભોગવવી પડી. કોલસાને અભાવે ઈલેકિટ્રક પુરવઠો ઓછા થતાં, કારખાનાનું કામ ઘટયું અથવા હાંધ પડયાં. પરિણામે, હજાર, લાખે કામદારોને છૂટા કરવા પડયા. ઘરમાં ઈલેકિટ્રકને કાપ મૂકાતાં ટાઢમાં ઠૂંઠવાવું પડતું. ઈલેકિટ્રક ઉપર ' આધાર રાખતી રેલવે, કારખાનામાં અને બીજો જીવનવ્યવહાર અટકી પડે. કરેડ પાઉંડનું નુકસાન થયું. હડતાળ એક-બે અઠવાડિયાં વધારે ચાલી હતી તે જીવન વહેવાર થંભી જાત. ખાણિયાએએ ૨૦ ટકા પગારવધારાની માગણી કરી હતી. સરકાર ૬-૮ ટકાથી વધારે આપવા તૈયાર ન હતી. છેવટે બંને પક્ષો આબરૂ રાખવા, સરકારે કમિટી નીમી. કમિટીએ ત્રણ દિવસમાં રાહેવાલ આપી ૧૧થી ૧૩ ટકાના વધારાની ભલામણ કરી. બંને પક્ષે મંજર રાખી અને હડતાળ પાછી ખેંચી લેવાઈ. આ હડતાળની ખૂબી તે એ હતી કે તે સરકારને ખરચે ચાલુ રહી. ઈંગ્લાંડમાં બેકારી નિવારણ યોજના મુજબ બેકારને ચાર અઠવાડિયાં રાજ્ય તરફથી રાહત આપવી પડે છે. સરકારે હડતાળિયાઓને લાખ પાઉન્ડ ચૂકવવા પડયા. .' આ રૂઢિચુસ્ત સરકારની નીતિ એવી રહી છે કે મજાની માંગભણીને બનતા સુધી નમતું ન આપવું. કારણ એ આપવામાં આવે છે કે પગારવધારે થતાં, હેંગા વધે અને તેથી જીવનની જરૂરિયાતની ચીજવસ્તુના ભાવ વધે અને વળી પગારવધારાની માગણી થાય અને તેમ વિષચક્ર ચાલુ રહે. ખાણિયાઓની હડતાળમાં સરકારને છેવટ નમનું આપવું પડયું. તેથી ભય પેદા થયો છે કે બીજા મજૂર પણ આવી માગણી કરશે. મજૂરાંગઠન જ્યાં મજબૂત હોય અને મોટી સંખ્યા હોય તે સરકારને નમાવે. હડતાળ પાછી ખેંચાઈ પછી વડા પ્રધાન શ્રી હીચે પ્રજાજોગ એક છાયુપ્રવચન કર્યું. તેમાંના કેટલાક મુદ્દા વિચારવા જેવા છે. શ્રી હીથે કહ્યું કે આ હડતાળથી કોઈને લાભ થશે નથી. કોઈ જીતવું નથી, કોઈ હાર્યું નથી. મજૂરો જીત્યા અને સરકાર હારી એમ કહેવું છેટું છે. સરકાર પ્રજાની ચૂંટાયેલ વ્યકિતઓની બનેલી છે. સરકારની હાર પ્રજાની હાર છે. અમે કે તમે જેવું કાંઈ નથી, આપણે છીએ. In the kind of country we live in, there cannot be any "we" or "they". There is only us, all of us. વધતે જતો ફગાવો અને મોંઘવારીને ઉલ્લેખ કરી શ્રી હીથે કહ્યું કે પ્રજાના કેઈ વર્ગો પિતાના સ્વાર્થને જ વિચાર કરી, સમગ્ર પ્રજાનું હિત ભૂલી જવું ન જોઈએ. મતભેદ હોય તો સાથે બેસી પતાવવા જૉઈએ. After all, it is a governments job to see that the interests of all sectors of the Community are properly looked after. સરકારની ફરજે છે કે પ્રજાના બધા વર્ગોનું હિત જોવું. - શ્રી હીથે બીજો અગત્યનો મુદ્દો એ કહ્યો કે પ્રજાજીવનમાં હિંસાનું તત્ત્વ વધતું જાય છે. સભાસરઘસ હોય, પિકેટિંગ હોય, myડતાળ હોય, આ બધામાં બળજબરી અને હિંસા વધતી જાય છે. શ્રી હીથે કહયું કે પ્રજાને કોઈ એક વર્ગ પ્રજાના બીજા વર્ગોનું શું થાય છે તેની પરવા કર્યા વિના, પિતાનું ધાર્યું કરાવવાને જ આગ્રહ રાખે છે, આપણે કેવી દુનિયામાં રહેવું છે અને શાંતિમય, માર્ગે જીવવું છે કે બળજબરીથી તે વિચારી લેવું જોઈએ. આપણી, જીવનપદ્ધતિ traditional British way of doing things. લોકશાહી રીતે અને શાંતિમય માર્ગે મતભેદ | નિવારણ કરવાની રહી છે. હવે એક અદશ્ય ભય invisible danger બ્રિટિશ પ્રજાજીવનમાં દાખલ થતો દેખાય છે તે તરફ શ્રી હીથે ભારપૂર્વક ધ્યાન ખેંચ્યું છે. સૈદ્ધાંતિક રીતે વિચારીએ તે શ્રી હીથે કહ્યું તેમાં કોઈ વાંધો લેવા જેવું જણાતું નથી એટલું જ નહિ પણ તે સાચું છે. એમ લાગે કે જાણે ગાંધીજીના સર્વોદયની ભાષા બોલે છે. અમે અને તમે નહિ પણ આપણે એમ વિચારી વર્તીએ. કોઈ એક વર્ગનું નહિ પણ સમગ્ર પ્રજાનું હિત વિચારીએ. સૌના ભલામાં આપણું ભલું છે. હિંસા કે બળજબરીથી નહિ પણ સાથે બેસી શક્તિમય માર્ગે નિર્ણય કરીએ. પણ “માન્ચેસ્ટર ગાયને આ વાયુપ્રવચન ઉપર વિવેચન કર્યું તે વિચારવા જેવું છે. આ ઉપદેશ પ્રજાના એક વર્ગને જ– અને તે મજરને જ—આપવાનો છે કે પ્રજના બધા વર્ગોને? મજૂરે જ સ્વાથી છે કે માલેકે, મેટા પગારદારે પણ છે? મજૂરોએ હડતાળ કે પિકટિંગ કરવાં પડે તેમાં હિંસાના બનાવો બને તે માટે મજૂરો જ જવાબદાર છે? શ્રી હીથની સરકાર શું ખરેખર સમગ્ર પ્રજા) હિત વિચારી વર્તે છે કે માત્ર એક વર્ગનું–મૂડીદાર કે માલેકનું. સરકારની હાર તે પ્રજાની હાર છે કે એક વર્ગની? ખરેખર સર્વોદય ભાવના હોય તો સરકારનું વર્તન કેવું હોય? શી હીથ સ્વાર્થ કે હિંસા તજવાનું કહે છે કોને? આ બધી સુફિયાણી વાતે! લાગે, જો તેને પ્રમાણિકપણે અમલ ન થતો હોય તે. ઈંગ્લાંડમાં જે બને છે તે વધતેઓછે અંશે આપણે ત્યાં પણ બની રહ્યું છે. તેથી મેં શ્રી હીથના વાયુપ્રવચન તરફ ધ્યાન ખેંચ્યું છે કે ગાંધીજીએ સર્વોદયને માર્ગ બતાવ્યું તે માર્ગે જ જવું પડશે. આ બધું માત્ર કાયદાના જોરથી થાય તેમ નથી. તે માર્ગે તે વધારે ને વધારે કાયદા જ કરવા પડે. બ્રિટિશ સરકાર હવે વિચારી રહી છે કે પિકટિંગ ઉપર અંકુશ કેમ મૂકો. ઉત્તર આયર્લેન્ડમાં શ્રી હીથની સરકાર જ લશ્કર મારફત મોટા પાયા ઉપર હિંસા કરી રહી છે, અને કેથોલિક લઘુમતીના અન્યાયનું વાજબી નિવારણ થતું નથી. પરિણામે આયરિશ રિપબ્લિકન આમીર પણ ખૂબ હિંસાના માર્ગે વળ્યું છે. શ્રી હીથનું વાયુપ્રવચન વાંચતાં મને થયું કે જાણેઅજાણે પણ, સ્વાર્થ અને હિંસાનાં પરિણામમાંથી બચવું હોય તે ગાંધીજીનો માર્ગ જ વિચારવો પડશે અને શ્રી હીથ તેથી જ ગાંધીજીની ભાષા બેલ્યા છે પણ જે વર્ગનું તેઓ પ્રતિનિધિત્વ કહે છે તે વર્ગ પ્રમાણિકપણે એ માર્ગે જવા ઈચ્છતો નથી. નહિ તે રહોડેશિયામાં મૂઠીભર બ્રિટિશરોને ટકાવી રાખવા, આફ્રિકન પ્રજાની મોટી બહુમતી ઉપર અત્યાચાર અને અન્યાય કરનાર સ્મિથ સરકારને ટેકો ને આપે. શ્રી હીથની વાણી અને વર્તન વચ્ચેના મેટા અંતરને પરિણામે આવા વાયુપ્રવચનની કાંઈ અસર ન થાય. માત્ર તેને દંભ જ ઉઘાડે પડે. ૯-૩-૭૨ ચીમનલાલ ચકુભાઈ ૨૪ જાણે ભર્યા નગરમાં નીરવતા ફરી વળે 35 એ રીતે તારી યાદના રેલા ફરી વળે જોઈ શકે જો ખીલતાં વન અંધકારનાં જાણે ભર્યા નગરમાં નીરવતા ફરી વળે. શ્વાસે માં તારા ફૂલની દુનિયા ફરી વળે. આંખમાં રહી ગઈ છે અધૂરપ વિદાયની આજે ય ત્યાં હું જોઉં તે રસ્તા ફરી વળે. અહીં તારા દૂર હોવાની ભીતિ ઊગે અને જેનાથી હું નજરને બચાવી ફર્યા કરે . રોમાવલિમાં સ્પર્શના પડઘા ફરી વળે. પાંપણને મચતાં જ એ ચહેરા ફરી વળે. - જવાહર બક્ષી
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy