________________
તા. ૧૬-૩–૧૯૭૨
પ્રબુદ્ધ જીવન
૨૮૧
-
ચીન, અમેરિકા અને ભારત
નું
પ્રેસિડન્ટ નિક્સનની ચીનની મુલાકાત પૂરી થતાં, સંયુકત નિવે- દન બહાર પડયું છે. દુનિયાના દેશો આ નિવેદનના અક્ષરેઅક્ષરને અભ્યાસ કરવામાં પડયા છે. આ નિવેદનના સૂચિતાર્થો અને ગર્ભિત અર્થો વિશે રાજદ્વારી નિરીક્ષકો વિશ્લેષણ કરી રહ્યાં છે. નિવેદનમાં આવી યાદીમાં હોય છે તેવું કેટલુંક ઔપચારિક છે. એમ કહેવામાં આવે છે કે નિવેદનમાં કહ્યું છે તેના કરતાં વધારે છુપાવ્યું છે. પ્રેસિડન્ટ નિકસને અને ત્યાર પછી ચાઉ એન-લાઈએ કહ્યું છે કે તેમણે કોઈ ખાનગી સમજતી કે કરાર કર્યા નથી. તે બંનેનું આ વિધાન દેખીતી રીતે સત્યથી વેગળું છે. દાખલા તરીકે રશિયા અને બંગલા દેશ વિશે તેમણે ચર્ચા કરી ન હોય અને કાંઈક સમજૂતી થઈ ન હોય એમ બનવું અશકય છે. એ સ્પષ્ટ છે કે બંને પક્ષે રાજકીય હેતુથી રશિયા અને બંગલા દેશ વિશે અત્યારે કાંઈ જ ને કહેવું તેવો નિર્ણય કર્યો છે. આવતા મે માસમાં નિકસન રશિયાની મુલાકાત લેવાના છે. તે સમયે નિકસન રશિયાને કઈક હૈયાધારણ આપવાની અપેક્ષા રાખે છે કે ચીન સાથે અમેરિકાએ કોઈ એવા કરાર કે સમજૂતી કરી નથી કે જેને પરિણામે રશિયા અને અમે રિકાના સંબંધોને કોઈ આંચ આવે. અમેરિકાને રશિયા સાથેના સંબંધો એટલી હદે બગાડવા પણ નથી કે ફરી કોઈ ઠંડા યુદ્ધનું વાતાવરણ સર્જાય. આ ત્રણે મહાસત્તાઓ ત્રણ પાંખિયાની રમત રમી રહી છે. અમેરિકા, ચીનને રશિયા સામે અને રશિયાને ચીન સામે ધરવા માગે છે. ચીન અને રશિયાનું પણ એવું જ છે.
મુલાકાતને અંતે નિફસને કહ્યું, ચીનમાં એક અઠવાડિયું તેઓ રહ્યા તેનાથી દુનિયા પલટાઈ ગઈ છે. દુનિયા પલટાય કે નહિ, નિકસન જરૂર પલટાયા છે. બંને દેશો વચ્ચે થયેલ સમજૂતીને ધીમે ધીમે ઘટસ્ફોટ થશે તેમ તેનાં પરિણામે જણાશે.
નિવેદનમાં બધું ભલે કહાં ન હોય પણ જે કહ્યું છે તે પણ મહ- ત્વનું છે અને ગંભીર વિચારણા માગે છે. એક હકીકત સ્વીકારવી પડશે : અમેરિકામાં એકંદરે ચારે તરફથી આ નિવેદનને આવકાર | મળે છે અને નિક્સને મોટો વિજય મેળવ્યા હોય તેવું તેનું સ્વાગત થયું છે. આ નિવેદન સામાન્ય નિવેદનો કરતાં એક જુદી ભાત પાડે છે. બંને પક્ષે પિતાની નીતિની જુદી જુદી રજૂઆત કરી છે અને બંને વચ્ચે ગંભીર મતભેદે છે તેને સ્વીકાર કર્યો છે. આ મુલાકાત અને નિવેદનનું મહત્ત્વ એ છે કે ૨૨ વર્ષના સતત સંઘર્ષ પછી બંને પક્ષે મતભેદો ઓછા કરી નજીક આવવાનો પ્રયત્ન કર્યો છે અને બંધ બારણાં ખૂલ્યાં છે. પરસ્પર વિચારવિનિમય અને કેટલાંક કોત્રમાં સંપર્ક વધારવાના નિર્ણય કર્યો છે. વિજ્ઞાન, સંસ્કૃતિ, રમત, પત્રકારિત્વ વગેરે ક્ષેત્રે વિશેષ પરિચય કેળવ. વ્યાપારમાં પરસ્પરના હિતમાં અભિવૃદ્ધિ કરવી. વખતોવખત ઉચ્ચ કક્ષાની મંત્રણાઓ કરવી. તાઈવાનના અટપટા પ્રશ્નને કારણે બંને દેશે. વરચે હજી રાજદૂત નિયુકત કરી રાજદ્વારી સંબંધો બાંધવાની શકયતા થઈ નથી, પણ તેની ભૂમિકા તૈયાર કરી છે.
તાઈવાન, જાપાન, વિયેટનામ, કોરીઆ, આ બધા દેશે સાથે અમેરિકાના ગાઢ સંબંધો અને અમેરિકા જે રીતે આ દેશમાં ખેંચેલ છે અને ચીનના આ દેશોમાં તેથી વિરોધી હિતે જોતાં, પરસ્પર સમજૂતી શકય ન હતી. છતાં આ દરેક બાબતમાં બંને પક્ષે નમતું મુકાયું છે અને વિશેષ સમજૂતી માટેની ભૂમિકા તૈયાર થઈ છે. આ ચાર દેશોમાં પણ હવે ચીન સાથેના પિતાના સંબંધની પુન- ર્વિચારણા કરવી રહેશે. તેટલે દરજજે અમેરિકા સાથેના તેમના સંબંધો પલટાશે અને એશિયામાં સત્તાની સમતુલા નવું સ્વરૂપ લેશે.
ચીન-અમેરિકાના આ પગલાથી ભારત ઉપર શી અસર થાય
છે? આ બાબત વિચાર કરીએ તે પહેલાં, બંને પક્ષે પાકિસ્તાન અને કાશમીર સંબંધે નિવેદનમાં શું કહ્યું છે તે તપાસીએ. ચીન-અમેરિકા * બંનેએ કહ્યું છે કે સંયુકત રાષ્ટ્ર સંઘના ૨૧મી ડિસેમ્બર ૧૯૭૧ના ઠરાવ પ્રમાણે, પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ શરૂ થયું તે પહેલાં જે યુદ્ધવિરામ રેખા હતી તે કાયમ રહેવી જોઈએ અને ભારત ' અને પાકિસ્તાને પિતપતાનાં લશ્કર પાછાં ખેંચી લઈ, જમ્મુકાશમીરની યુદ્ધ પહેલાંની પિતપેતાની હદમાં પાછા જવું જોઈએ. આવા પ્રકારની માગણી કરવામાં વાસ્તવિક પરિસ્થિતિની સર્વથા ઉપેક્ષા છે અને ભારત ઉપર દબાણ લાવવા પ્રયત્ન છે. બંને દેશે જાણે છે કે આ બનવું અશક્ય છે. ચીન આથી પણ આગળ જઈ જાહેર કરે છે કે જમ્મુ અને કાશમીરના લોકોના આત્મનિર્ણયના અધિકારનું ચીન પૂર્ણ સમર્થન કરે છે. આ બધું કહ્યું તેમાં કાંઈ નવું નથી. પણ કાશમીરને પ્રશ્ન સળગતો રાખી ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી ચાલુ રાખી, કાયમી શાંતિ થવા ન દેવી એવી મુરાદ છે. બંને દેશનું વલણ ભારતવિરોધી સ્પષ્ટ થાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પરસ્પર સમજતીથી કાયમી શાષિત થવા ન દેવી અને ભારત સામે પાકિસ્તાનનું હથિયાર ઊભું રાખવું એવી દુષ્ટ ચાલ (sinister move) અમેરિકા અને ચીનની જણાઈ આવે છે. ભારતની અવગણના અને ભારતને શકિતશાળી . અને સમૃદ્ધ રાષ્ટ્ર બનતા અટકાવવું એ ભૂહ આ સંયુકત નિવેદનમાં સ્પષ્ટ થાય છે.
આ સંયુકત નિવેદન બહાર પડયા પછી, વડા પ્રધાન શ્રીમતી ઇંદિરા ગાંધીએ અનેક વખત કહ્યું છે કે દેશ ઉપર ભય ઝઝૂમી રહ્યો છે અને એક વખત તે એમ પણ કહ્યું કે આપણે ધારીએ છીએ તે કરતાં બીજું યુદ્ધ વહેલું આવી પડે. ઈન્દિરા ગાંધીને ખોટી રીતે ભડકાવનારાં નિવેદને કરવાની ટેવ નથી. પાકી માહિતી હોય ત્યારે જ તેઓ બેલે છે. થોડા દિવસ પહેલાં, ફરીથી અમેરિકાએ ખાટા પક્ષેપ. પુનરુચ્ચારણ કર્યું છે કે ભારત-પાકિસ્તાની યુદ્ધમાં ભારત આક્રમક હતું. આ આક્ષેપને સચેટ રદિયો ફરી ફરીને આપ્યા છે છતાં અમેરિકા તેનાં જુઠ્ઠાણાં છોડતું નથી.
તાજેતરમાં પાકિસ્તાનમાં જે બનાવો બન્યા છે તે આવા ભયનું સમર્થન કરે છે. ટીકાખાન પાકિસ્તાની લશ્કરના વડા નિમાયા તે બતાવે છે કે ભારત સાથે સંઘર્ષ ચાલુ રાખે છે. પાકિસ્તાનની પ્રજા આ કયાં સુધી સહન કરશે તે જોવાનું રહે છે. ભૂત ટકશે કે નહિ તે પણ શંકા છે. ૧૪મી ઑગસ્ટે લક્ષ્મી અમલને અંત લાવવાનું ભૂતોએ જાહેર કર્યું છે, પણ લશ્કરી ફેરફાર થયા છે તેમાં લશ્કરને દેર વધ્યો છે એમ સ્પષ્ટ થાય છે. - ભારતવિરોધી આવી નીતિ ચાલુ રાખતાં, અમેરિકન પ્રજા નિકસનને રોકે એવાં કોઈ ચિલ્ડ્રન હોલ દેખાતાં નથી. પ્રમુખ તરીકે નિકસન ફરીથી ચૂંટાઈ આવે–અત્યારે તેવા સંજોગો જણાય છે– તે અપણા દેશ માટે ચિંતાનો વિષય રહે. | ગમે તેવાં કષ્ટ અને સંકટ સહન કરીને, ભારતે સ્વાયત્ત અને સ્વાવલાંબી થવું રહ્યું. કોઈની ધાકધમકીથી દબાઈ જવાનું કારણ નથી. ઈઝરાયલ જેવા નાના દેશે પણ રાષ્ટ્ર સંઘના ઠરાવોને ઠેકરે માર્યા છે. અમેરિકાને વિનાશકાળે વિપરીત બુદ્ધિ સૂઝી છે. તેની સમૃદ્ધિની અહંકાર પૂર ગળ્યો નથી. નતિક મૂલ્ય ગુમાવી બેઠેલ પ્રજાને સત્તાને મદ, ગમે તેટલી ભૌતિક સમૃદ્ધિ હોય તે પણ, લાંબો વખત ટકે નહિ. . ૯-૩-'૭ર.
- ચીમનલાલ ચકુભાઈ