________________
2_
T ૨૮૦.
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૧૯૭૨
* *
*
સંપર્ક બાંધ્યો છે અને કોઈની દલાલીની જરૂર ન પડે તેવી સુખદ પરિસ્થિતિની શરૂઆત થઈ છે.
૧૯૬૨ પછી રાજ્યના મુખ્ય પ્રધાનો સૂબાઓ જેવા થઈ ગયા હતા. વડા પ્રધાન તરીકે લાલબહાદુર શાસ્ત્રીની અને પહેલી વખત ઈન્દિરા ગાંધીની પસંદગી કરવામાં મુખ્ય પ્રધાનોએ અગત્યનો ભાગ ભજવ્યું હતું. હવે લગભગ બધાં રાજ્યના મુખ્ય પ્રધાનને નિર્ણય ઈન્દિરા ગાંધી કરે છે. આ%, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં સારાં પરિણામે આવ્યાં તેનું એક કારણ એ પણ ગણાય છે કે ત્યાંના મુખ્ય પ્રધાને માં બદલી કરી. જે રીતે આ કર્યું હતું તે કેટલાકને ખૂંચતું હતું. પણ પરિણામ બતાવે છે કે આ ફેરફાર જરૂરનો હતે. તેવી જ રીતે, ૧૯૬૨ પછી રાજ્યમાં રાજ્યકક્ષાએ રાજકીય પક્ષો, પંજાબમાં અકાલી દળ, તામિલનાડુ, ડી. એમ. કે, ઓરિસામાં બિજ પટનાયકનો પક્ષ, આંધમાં તેલંગણ સમિતિ, મુંબઈમાં શિવસેના વગેરે જોર કરતાં હતાં. ડી. એમ. કે. સિવાયના બીજા પક્ષો સાફ થઈ ગયા. ડી. એમ. કે. ના વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણી વખતે ડી. એમ. કે. ને સાથ લેવું પડે હતો અને તામિલનાડુનું રાજ્યતંત્ર ડી. એમ.કે.ને સુપરત કરવું પડયું હતું. પેન્ડિચેરીની પેટા ચૂંટણી નવો વળાંક બતાવે છે. રાજો વધારે સત્તા અને સ્વાયત્તતા માગતાં હતાં. હવે મજબૂત કેન્દ્ર રહે છે. * કોંગ્રેસને મોટી બહુમતી મળવાનું એક બીજું કારણ પણ જણાય
છે. અમેરિકા - ચીન અને પાકિસ્તાનની ધરી ભારત વિરુદ્ધ જોર થકડતી જાય છે અને દેશ ભયમુકત નથી તેવે પ્રસંગે ઈન્દિરા ગાંધીનું નેતૃત્વ પ્રજા પૂર્ણપણે સ્વીકારે છે તે ફરીથી પુરવાર કર્યું છે. ઈન્દિરા ગાંધી આ ભયને નીડરતાથી સામને કરી શકે તેમ છે એવા પ્રજાને વિશ્વાસ છે. આ ચૂંટણીથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઈન્દિરા ગાંધી અને દેશની શાન વધશે અને અમેરિકા - ચીન - પાકિસ્તાને કઈ અવિચારી પગલું ભરતાં સંભી જવું પડશે. કેટલાક લોકો એવા ભય બતાવે છે કે એક નેતા અને એક રાજકીય પક્ષની સારા દેશમાં સત્તાથી લોકશાહી જોખમાય અને સરમુખત્યારશાહી આવે. પ્રજાના વિશ્વાસથી નેતૃત્વ મળે તેથી લોકશાહી જોખમાતી નથી. વર્તમાન અસાધારણ સંજોગોમાં, આવી એકતા અને સંગઠન જરૂરી છે. સામાન્ય રીતે, લેકશાહીમાં વિરોધ પક્ષ હોય તે આવકારદાયક છે. સત્તાને મદ અને દુરુપયોગ સંભવિત છે. પ્રજાએ ઈન્દિરા ગાંધીમાં મૂકેલ વિશ્વાસને તેઓ દુરુપયોગ કરશે એ સંજોગે અત્યારે દેખાતા નથી. છ વર્ષની તેમની કામગીરી પ્રજાના હિતમાં રહી છે. હવે ઈન્દિરા ગાંધીની કસોટી છે. પ્રજાએ તેમણે માગ્યું તે બધું આપ્યું છે. પ્રજાની આકાંક્ષાએ અને આપેલ વચને પૂરાં કરવાની મેટી જવાબદારી તેમને શિરે છે. રાજ્યતંત્રમાં લાંચરુશવત અને ભ્રષ્ટાચાર ખુબ છે. કાર્યક્ષમતાનો અભાવ છે. પ્રજાના કેટલાય વર્ગોને કડવા લાગે તેવાં પગલાં લેવાં પડશે. ફુગા, મેઘવારી, બેરેજગારી, ઉડાઉગીરી વ્યાપક છે. પ્રજાની ધીરજ લાંબે વખત ટકે તેમ નથી. ઈન્દિરા ગાંધી પોતે આ બાબતમાં પૂરાં જાગ્રત છે. પ્રજાએ . પણ પૂરે સાથ અને સહકાર આપવો પડશે. ૧૪-૩-૭ર
ચીમનલાલ ચકુભાઈ - શ્રી ઘનશ્યામભાઈ ઓઝાને અભિનંદન
શ્રી ઘનશ્યામભાઈ ઓઝાની ગુજરાત વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વાનુમતે વરણી થઈ અને તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન નિયુકત થયા તે માટે તેમને આપણા સૌનાં હાર્દિક અભિનંદન છે. ગુજરાત વિધાનસભામાં શાસક કોંગ્રેસને ૨/૩ ઉપર બહુમતી મળી એટલે પાંચ વર્ષ સુધી સ્થિર રાજતંત્ર રહેશે અને લાંબાગાળાની યોજનાને અમલ થઈ શકશે. શ્રી ઘનશ્યામભાઈ સનિષ્ઠ કાર્યકર્તા છે. તેમને વિશાળ અનુભવ છે. શાસક કેંગ્રેસની આર્થિક' નીતિ વેગથી કાર્યયુકત કરવાની માટી જવાબદારી તેમના શીરે આવી છે તે પ્રસંગે આપણી સૌની તેમને શુભકામના છે. .
ચીમનલાલ ચકુભાઈ
સમર્થ નાટય પ્રતિભાનું સન્માન
શ્રી ચન્દ્રવદન ચીમનલાલ મહેતા (ઉ. વ. ૭૧)ને તેમની કૃતિ “નાટયગઠરિયાંને કેન્દ્ર સરકારની અકાદમી તરફથી રૂા. ૫૦૦૦ નું પારિતોષિક અર્પણ કરાવ્યું તે તેમની જ જિન્દગીની એક મહત્ત્વની ઘટના નથી, ગુજરાતના સાંસ્કૃતિક જીવનની અને ગુજરાતી નાટયજગતની પણ એક મહત્ત્વની ઘટના છે. રંગદેવતાના આજીવન સન્નિષ્ઠ ઉપાસક, એક સમર્થ નાટયકાર, એક પ્રતિભાશાળી અભિનેતા, ઊંડી સૂઝ ધરાવતા એક સફળ દિગ્દર્શક, એક કુશળ સંયોજક અને નેપથ્યવિધાયક એવા શ્રી ચન્દ્રવદન મહેતાએ ગુજરાતી નાટયક્ષેત્રે કરેલું પ્રદાન ઘણું મહત્ત્વનું અને મૂલ્યવાન છે. તેમના સર્જનના આરંભબિન્દુએ છે નાટક ‘અખે'. '૭૦ ની સાલની તેમની આખરી કૃતિ છે “નાટયગઠરિયાં.' આ બે બિન્દુને સાંકળતે તેમને સર્જનપ્રવાહ કવિતા, નવલિકા, નવલકથા, પ્રવાસવર્ણન, આત્મકથા, નાટક, નાટયવિવેચન, સંસ્કૃત તથા અંગ્રેજી ભાષાની ઉત્તમ નાટયકૃતિઓના અનુવાદ તથા ભારતીય લેખકોએ અંગ્રેજી ભાષામાં લખેલાં નાની વિગતવાર સૂચિ એમ સર્જન, સંપાદન અને વિવેચનના ત્રિવિધ પ્રવાહોથી સમૃદ્ધ છે. તેમણે પચાસ ઉપરાંત કૃતિઓ ગુજરાતને આપી છે, જેમાંની ૩૦ થી પણ અધિક કૃતિએ નાટયસર્જન અનુવાદ અને સંપાદનને આવરી લે છે. * શ્રી ચન્દ્રવદન આપણા ગુજરાતી નાટયજગતની એક ખરેખર મહાન વ્યકિત છે. ભારતીય નાટયશાસ્ત્ર, ભારતીય નાટયકલા, ભારતીય નાટક અને જગતભરની નાટયપ્રવૃત્તિઓથી પ્રમાણભૂત કહી શકાય એવા અભિજ્ઞ આજે તે શ્રી ચન્દ્રવદન એકમેવાદ્રિતીયમ છે. ગુજરાતભરમાં ઉત્કટ ભકિતના સ્તર ઉપર રંગદેવતાની ઉપાસને સક્રિય રીતે કોઈની પણ પ્રવર્તતી હોય તો તે એકમાત્ર શ્રી ચન્દ્રવદનની. ગુજરાતની જૂની રંગભૂમિના સુવર્ણયુગના સાક્ષી એવા શ્રી ચન્દ્રવદને એ જૂની રંગભૂમિના સંધ્યાકાળે નાટક લખી લખી, તેને તખ્તા ઉપર રજૂ કર્યા જેને પરિણામે અવેતન રંગભૂમિને ઉદય થશે. આજે તેને મધ્યાહ્ન તપે છે. તેનું શ્રેય એક શ્રી મુનશીજીને અને બીજા શ્રી ચન્દ્રવદનને ઘટે છે.
જીવનની કારકિર્દીનો આરંભ શિક્ષક તરીકે કર્યા પછી શ્રી ચન્દ્રવદને વર્ષો સુધી આકાશવાણીનાં મુંબઈ, અમદાવાદ અને વડોદરા આ ત્રણ કેન્દ્રોમાં ઊંચા હોદ્દા પર રહીને પ્રોગ્રામ એક્ઝિકયુટિવ અને આસિસ્ટન્ટ સ્ટેશન ડિરેકટર તરીકેની કામગીરી બજાવી તે દરમિયાન સંખ્યાબંધ કૃતિકાઓ, ગદ્ય નાટકો અને સંગીતરૂપકો રજૂ કરી રેડિયે--નાટકનાં દ્વાર ઉઘાડી એ કલાસ્વરૂપની ક્ષિતિજ વિસ્તારી. - લોકશિક્ષણ અને લોકરંજનના સહુથી વધારેમાં વધારે સમર્થ અને અનુનેય એવા માધ્યમની શકિતનું સહુથી અધિક પ્રમાણમાં દર્શન કેઈએ પણ કરાવ્યું હોય તે તે શ્રી ચન્દ્રવદને કરાવ્યાં છે. ગુજરાતી નાટકના ઈતિહાસમાં આમ શ્રી ચન્દ્રવદન એક મહત્ત્વના સીમાસ્તંભ છે.
શ્રી ચન્દ્રવદનની આ પારિતોષિક પ્રાપ્ત કૃતિ “નાટયગઠરિયાં આમ તે એમના યુરોપભ્રમણનું વિગતખચિત વર્ણન છે. પરન્તુ એના કેન્દ્રમાં છે યુરોપીય નાટય અને યુરેપની રંગભૂમિ. યુરોપના અનેક દેશનાં મહત્ત્વનાં શહેરો અને તે તે શહેરનાં ગામડાંમાં ભ્રમણ કરતાં કરતાં શ્રી ચન્દ્રવદને એકએકથી ચડિયાતી નાટકશાળાએ અવકી, અસંખ્ય નાટકો નિહાળ્યાં અને માણ્યાં, નાટયજગતની કંઈ કેટલીય વિભૂતિઓની સાથે તેમણે ભાવસંબંધ કેળવ્યો. યુરોપીય પ્રજની નાટયભકિતને સાક્ષાત્કાર કર્યો. એ સર્વ આત્મસંતર્પક સ્વાનભૂતિઓનું તેમણે પોતાની આગવી શૈલીમાં ધ્યાન કર્યું છે. એ શૈલી વાર્તાલાપી તો છે જ કિન્તુ એમાં અવિરામ અને અનવરોધ વહેતી સરિતાને આવેગ પણ છે અને વહનને લય પણ છે. ગુજરાતી ભાષાનું ‘જીનિયસ' અર્થાત એના ખમીરને લગભગ પૂર્ણ અને અભિનવ સ્વરૂપે વ્યકત કરતી એ સંમોહક શૈલી આ કૃતિનું પ્રાણવાન તત્ત્વ છે. એ તરવના બળ થકી ભાવકનું કૃતિ સાથે તાદામ્ય તો સધાય જ છે, કિન્તુ વિશેષ ભાવે કૃતિ તેના સર્જક અને ભાવક વચ્ચે આત્મીયતાને સેનું પણ નિર્માણ કરે છે. શૈલીના સ્વામી અને રંગદેવતાના નિષ્ઠાવાન ભકત એવા શ્રી ચન્દ્રવદનના, નાટયભકિતના રસથી ઉછળતા અને ઉભરાતા હૃદયને સાક્ષાત્કાર કરાવતી આ કૃતિ આપણા નાટયસાહિત્યની મૂલ્યવાન સંપત્તિ છે. એવી કૃતિ માટે શ્રી ચન્દ્રવદનને પારિતોષિક આપી અકાદમીએ એક જબરદસ્ત પ્રતિભાનું સમુચિત સન્માન કર્યું છે. કૃષ્ણવીર દીક્ષિત