________________
Regd. No. MH. 117
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નવસ કરણ વર્ષ ૩૩ : અક
૨૨
શ્રી મુંબઇ જૈન યુવક સૌંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૭–૪૦ પૈસા
મુંબઇ માર્ચ ૧૬, ૧૯૭૨ ગુરૂવાર વાર્ષિક લવાજમ રૂા. ૭, પરદેશ માટે શલિંગ ૧૫
તંત્રીઃ ચીમનલાલ ચકુભાઈ શાહ
ચૂંટણીનાં પરિણામે
શ્રીમતી ઈન્દિરા ગાંધી અને શાક કોંગ્રેસને રાજ્ય ધારાસભાઓની ચૂંટણીમાં જે વિજ્ય મળ્યો છે તે કોઈની કલ્પનામાં ન હોય તેવા અભૂતપૂર્વ છે. લોકસભાની મધ્યસત્ર ચૂંટણીમાં સફળતા મળી હતી તેના કરતાં આ સફળતા ઘણી રીતે અદ્ભુત છે. ઉમેદવારોની પસંદગીમાં મોટા ફેરફારો કર્યા હતા અને તેને કારણે ઘણા અસંતોષ અને બળવા થયો હતો તે જોતાં એમ લાગતું હતું કે કેટલાંક રાજ્યોમાં શાસક કૉંગ્રેસને સ્પષ્ટ બહુમતી ન પણ મળે અથવા ઘણી જૂજ મળે. જે બન્યું છે તેથી એમ લાગે કે મોટું વાવાઝોડું આવ્યું, આંધી ચૂડી અને ઘણાને ઉખેડી નાખ્યા. વિરોધ પક્ષો, ડાબેરી કે જમણેરી, સંસ્થા કૉંગ્રેસ, જનસંઘ, સ્વતંત્ર કે સામ્યવાદી સાફ થઈ ગયા. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, બિહાર, બંગાળ અને પંજાબ, જ્યાં કૉંગ્રેસને સ્પષ્ટ બહુમતી નહિ મળે એવા ભય હતા ત્યાં પણ મેટી બહુમતી મળી છે. સૌથી આશ્ચર્યજનક અને આવકારપાત્ર પશ્ચિમ બંગાળનું પરિણામ છે. સામ્યવાદી પક્ષની ભારે હાર થઈ અને કેટલાંય વર્ષોથી અરાજકતા અનુભવતું રાજ્ય હવે સ્થિર તંત્ર પ્રાપ્ત કરશે. તેવું જ કેટલેક દરજજે બિહાર અને મધ્ય પ્રદેશનું છે.
આ ચમત્કાર કેમ બન્યો? તેનાં ઘણાં કારણો આપી શકાય તેમ છે, અને દરેક પેાતાની રીતે અટકળા બાંધશે, પણ સૌ સંમત થશે કે આ વિજ્ય શ્રીમતી ઈન્દિરા ગાંધીના છે; તેમના પ્રભાવશાળી વ્યકિતત્વના છે. ( She has fired the imagination of the people and created immerse confidence in her leadership) લોકસભાની મધ્યસત્ર ચૂંટણીમાં તેમની આર્થિક નીતિ, ગરીબી હટાવનું સૂત્ર અને નવી નેતાગીરીનું આકર્ષણ હતું. આ ચૂંટણીમાં બંગલા દેશના તેમના વિજ્ય, દેશને મહાન કટોકટીમાંથી સાંગોપાંગ પાર ઉતાર્યો તેની ખુમારી, દેશનું ગૌરવ વધ્યું તેનું માન અને તેમણે લીધેલ દરેક પગલું, અત્યંત સમયસરનું અને નીડર, મોટી સત્તાઓની ધાકધમકીને વશ ન થયાં એટલું જ નહિ પણ સ્વમાનપૂર્વક એક મહાન દેશને છાજે તેવું વર્તન, આ બધાં કારણે તેમના નેતૃત્વમાં પ્રજાને ઊંડી શ્રદ્ધા પેદા થઈ. પ્રજાએ ઉમેદવારોની યોગ્યતા જોઈ નથી, ઈન્દિરા ગાંધીએ તેમને નિયુકત કર્યા છે એટલું જ જોયું છે. તેમની પસંદગી સામે બળવો કર્યો તેવાઓનો અસ્વીકાર કર્યો છે. સામા પક્ષે ઊભેલા સંખ્યાબંધ ઉમેદવારે – બળવાખોરને બાદ કરીએ તો પણ – લાયકાતની દષ્ટિએ અને પ્રજાસેવાની દષ્ટિએ શાસક કૉંગ્રેસના [ઉમેદવારો કરતાં ચડિયાતા હતા. મતદારે આવી કોઈ ગણતરી કરી હોય તેમ જણાતું નથી. ઈન્દિરા ગાંધી દેશ આખા ઘૂમી વળ્યાં. તેમનાં દર્શન જ મતદારને માટે જાણે બસ એમ લાગે. શાસક કોંગ્રેસના ઉમેદવારો બહુધા મોટી બહુમતીથી
紫
જીત્યા છે. આ ચૂંટણી જાણે ઈન્દિરા ગાંધીમાં પ્રજાનો વિશ્વાસ જાહેર કરવા અને તેમનું નેતૃત્વ પ્રજાને સ્વીકાર્ય છે તે અસંદિગ્ધપણે બતાવી દેવા જ હતી એમ લાગે.
ઈન્દિરા ગાંધીએ તેમના ચૂંટણીપ્રવાસમાં બે મુદ્દાઓ ઉપર ભાર મૂકયો હતો. એક મુદ્દો એ હતો કે લોકસભાની ચૂંટણીથી કેન્દ્રમાં બન્યું તેમ દરેક રાજ્યમાં સ્થિર રાજતંત્ર હોવું જોઈએ. બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં છેલ્લાં પાંચ વર્ષમાં અસ્થિર તંત્રના અનેકવિધ દુષ્ટ પરિણામો પ્રજાએ ભાગવ્યાં છે. કેન્દ્રમાં મજબૂત સરકાર હતી તેનો લાભ યુદ્ધ વખતે દેખાઈ આવ્યો. રાજ્યમાં સ્થિર સરકાર હોય તો હવે પછીનાં પાંચ વર્ષમાં લાંબા ગાળાની યોજનાઓ અમલમાં મૂકી શકે અને પેાતાની સત્તા ટકાવી રાખવા શકિત ખરચવી ન પડે.
બીજો મુદ્દા એ હતો કે કેન્દ્રની આર્થિક નીતિના બધાં રાજ્યો નિષ્ઠાપૂર્વક અમલ કરે તે જ આ નીતિ કામયાબ થાય. પાયાની આર્થિક નીતિ દેશ માટે એક હોય તો જ સફળ થાય. રાજ્ય સરકાર બીજા રાજકીય પક્ષની હોય અને કેન્દ્રની નીતિને સમર્થન ન આપે અને કદાચ તેની વિરુદ્ધ વર્તવાના પ્રયત્ન કરેતા દેશની એકતા જોખમાય, તેમ વિસંવાદી નીતિથી રાજ્યો વચ્ચે અને કેન્દ્ર અને રાજયો વચ્ચે સંઘર્ષ થાય. દા. ત. પંજાબમાં અકાલી દળ, તામિલનાડુમાં ડી, એમ, કે., ઓરિસામાં સ્વતંત્ર પક્ષ, બંગાળમાં સામ્ય વાદી પક્ષ, ભિન્નભિન્ન આર્થિક નીતિ અખત્યાર કરે તે કેન્દ્રની સમાજવાદની નીતિ નિષ્ફળ જાય, સમવાયતંત્રમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી છે પણ તેમાં સવાદિતા જળવાવી જોઈએ એ પાયાની વસ્તુ છે. નહિ તે સમવાયનૢત્ર છિન્નભિન્ન થઈ જાય. ઈન્દિરા ગાંધીને પોતાની આર્થિક નીતિ સમસ્ત દેશમાં વેગપૂર્વક અમલમાં મૂકવી છે. પ્રજાએ તે નીતિ સ્વીકારી છે અને તેનો અમલ કરવા, દરેક રાજ્યમાં કૉંગ્રેસ સત્તાસ્થાને હોય તે અનિવાર્ય હોઈ, ઈન્દિરા ગાંધીએ માગ્યું તે પ્રજાએ ભારોભાર આપ્યું છે.
આ ચૂંટણીએ બતાવી આપ્યું છે કે દેશમાં લોકશાહીનાં બળા દઢ થતાં જાય છે. મતદારે પ્રૌઢતા દાખવી છે. સમજણપૂર્વક મતદાન કર્યું છે. સામાન્ય રીતે રાજ્ય ધારાસભાની ચૂંટણીમાં સ્થાનિક પ્રશ્નો અને પ્રવાહો અગત્યનો ભાગ ભજવે છે. આ ચૂંટણી ધારાસભાઓની હોવા છતાં, મતદા૨ે રાષ્ટ્રીય દષ્ટિને વધારે મહત્ત્વ આપ્યું છે અને આ એક નવી દિશા અને આવકારપાત્ર લક્ષણ છે. આ ચૂંટણીમાં ઘણા નવા પ્રવાહો જોવા મળે છે. કોમવાદ અને જૂથવાદને ભારે ધક્કો પહોંચાડયો છે. મત મેળવી આપનાર નાતપટેલા અને દાદાઓ સ્થાનભ્રષ્ટ થયા છે. મત મેળવવા અનિષ્ટ તત્ત્વોનો સહારો લેવો પડતો તેવી પરવશતા ઘણી ઓછી થઈ છે. મતદાર સાથે સીધો