________________
તા. ૧-૩-૧૯૭૨
'
પ્રબુદ્ધ જીવન
૨૭૭
કમાં હવે ચીન પણ ભાગ લેશે. આ વિસ્તારમાં હવે એશિયાઈ સત્તાની સમતુલા બદલાઈ ગઈ છે. આના અનુસંધાનમાં હવે ભારતે એશિયાઈ રાષ્ટ્રવાદ અને સંસ્થાનવાદવિરોધી નેતાગીરી રવીકારીને બાંડુંગ પરિષદની જેમ આગળપડતો ભાગ ભજવવા પડશે.
ચીન, જાપાન અને અમેરિકાના પ્રભાવથી ડરતા અને તેમની મુરાદોથી તંગ આવી ગયેલા અગ્નિ એશિયાના દેશો ભારતની આવી નેતાગીરીને જરૂર આવકારશે. પરંતુ આ માટે ભારતે પિતાનું પ્રતિનિધિમંડળ મોકલવામાં દૂરંદેશીપણું વાપરવું પડશે, કેમકે ઈકાફે અને એની જનાઓ વધુ કાર્યક્ષમ અને વ્યવહારુ બને એ માટે અગ્નિ એશિયાના દેશોના મંતવ્યને સમજીને રજૂ કરીને ચીનજાપાન જેવા દેશ સામે ટક્કર લેવાનો વખત આવે તે પણ ભારતે તૈયારી રાખવી પડશે.
ભારતને માટે આ એક અણમલ તક છે. એણે આ બેઠકમાં બંગલા દેશના પ્રવેશને પ્રશ્ન જોરશોરથી ઉઠાવવું પડશે. વળી આ બેઠક દરમિયાન ભારત સાંપ્રત પરિસ્થિતિને સમજીને આગળ પડતો ભાગ લેવાનું ચૂકી જશે તો આ વિસ્તારના દેશોને રહ્યોસહ્યો વિશ્વાસ પણ તે ગુમાવી દેશે. ઉપરાંત, પેટા - ખંડ અને આસપાસના વિસ્તારમાં પણ પિતાને પ્રભાવ ક્ષીણ થઈ જશે. પરિણામે ભારત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ફરી એકવાર નબળું રાષ્ટ્ર પુરવાર થશે. આ ભારતના રાષ્ટ્રીય હિતમાં લગીરેય નથી જ નથી ,
ઈકાફેની બેઠકમાં ભારત કેવો ભાગ ભજવે છે. આ વિસ્તારના દેશને કેટલે અંશે એ પિતાની સાથે લઈ શકે છે એના પરથી એશિયાના વિવિધ દેશો વચ્ચે આર્થિક અને બીજા પ્રકારને સહકાર કેટલે અંશે વિકસી શકે તેમ છે એને ખ્યાલ આવશે. એશિયાના પ્રશ્ન સંબંધે ભારતે પોતાની નવી પ્રતિભાને પૂરેપૂરે ઉપયોગ કરે જ જોઈએ.
-વિપુલ કલ્યાણી
અને વિવિધ આર્થિક નીતિઓને પરિણામે સહકાર અને સંકલન આ વિસ્તારમાં શકય નથી.
પરંતુ સાંપ્રત કાળના સંદર્ભમાં આ અહેવાલ હવે પુરાણ થઈ ગયું છે. એશિયાના દેશે સ્વદેશી સહાય કરતાં આંતરિક વ્યાપારવિનમયથી વધારે સંપત્તિવાન બની શકે છે એ હકીકત છે. આ દેશો વચ્ચેના સંબંધ મજબૂત થવા જોઈએ. એ માટેના પ્રયાસે થાય તો આ શકય બને તેમ છે જ.
ભારત, બંગલા દેશ, પાકિસ્તાન, બ્રહ્મદેશ, શ્રીલંકા અને નેપાળની કુલ વસતિ ૭૫ કરોડ થવા જાય છે. આમ દુનિયાને પાંચમે ભાગ અહીં વસે છે. ચીનની પણ આટલી જ વસતિ છે, પરંતુ ચીન એક પ્રકારની આગવી વિચારસરણીવાળી વ્યવસ્થા હેઠળ છે. દુનિયાના ગરીબ દેશેની વ્યકિતદીઠ સરેરાશ આવક વરસે રૂ. ૧,૫૦૦ ગણાય છે, જ્યારે આ ક્ષેત્રમાં માત્ર રૂપિયા પાંચસે ! વરસમાં લગભગ બધા જ દિવસે એક જ ટંક ખાઈ શકતા લોકોમાંથી આશરે પોણા ભાગના લોકો આ વિસ્તારમાં છે. આ પરિસ્થિતિને સુધારવા એ બધા દેશોએ હવે કોઈક પ્રકારે નજીક આવી સહકાર સાધીને પ્રયાસ કરવા જોઈએ.
આ સંદર્ભમાં વિચારીએ તો ભારત અને બંગલા દેશ વચ્ચે શણ અંગે સમાનબજારની વાટાઘાટે ચાલુ છે. અત્યારે પૂર્વે શ્રીલંકા અને ભારત વચ્ચે આર્થિક સંબંધો વિક્સાવવાના પ્રયાસ થયા હતા. ઈન્ડોનેશિયા સાથે વેપાર વધારવાની વાતે સતત ચાલુ રહી છે. મલેશિયા, સિંગાપુર અને હોંગકૅગ સાથે પણ આવા સંબંધો વધારવાના સજાગ પ્રયત્ન થતા રહ્યા છે. જો કે આ કંઈ ચમત્કારિક પરિણામ આવ્યું નથી, કેમકે એ બધું પ્રારંભિક સ્વરૂપનું જ છે.
વધારે વ્યાપક સ્વરૂપે વાટાઘાટ કરવા માટે પેટ્રોલિયમ અને તેમાંથી ઊપજતા પદાર્થો અંગે ઈન્ડોનેશિયા સાથે સહકાર થઈ શકે છે. અણુશકિત અંગે જાપાન અને ભારત નજીક આવી શકે છે. - શણને જ પ્રકન લઈએ તે બંગલા દેશ ઉપરાંત થાઈલેન્ડ સાથે સંક્લન, સહયોગ અને સહકાર આવશ્યક છે. ચા માટે શ્રીલંકા અને બંગલા દેશ સાથે સંબંધ કેળવી શકાય છે. આવા તો અનેક ઉદાહરણ લઈ શકાય એમ છે, કારણકે અત્યાર સુધી ચાલુ રહેલી ગળાકાપ હરીફાઈથી કોઈને જ આ વિસ્તારમાં ફાયદો થયો નથી. એશિયાઈ દેશોને ભેગે અન્ય રાષ્ટ્રો મલાઈ જમી ગયા છે!
નવા સંદર્ભમાં, ભારત જ્યાં સામેલ હોય ત્યાં ચીન આવે. તેમ નથી, જાપાન સામેલ થાય તો અગ્નિ એશિયાના દેશ જાપા- નને વિશ્વાસ કરવા કદાચ તતૈયાર નહિ થાય, કેમકે બીજ વિશ્વયુદ્ધ પહેલાંની જાપાનની વર્તણૂક આ દેશ હજુ ભૂલ્યા નથી. અને ભારત અહીં ભૂલ કરે કે થાપ ખાય એ પાલવે તેમ નથી. માટે જ વિનબાજીની સૂચનને જરાક ફેરવીને આર્થિક યોજનાને કોઈક પ્રકારનું નક્કર સ્વરૂપ આપવા માટે અને ધીમે ધીમે, યુરોપીય સમાન બજારની પેઠે, અહીં પણ એ. બી. સી. ના ત્રિકોણ વચ્ચેના દેશે એશિયાઈ સમાન બજાર માટે પહેલ કરે એ જ વ્યવહારુ છે. આ માટે આગળ કહેવા તેમ ભારતે આગળ આવવું જ પડશે, એ એના હિતમાં છે.
મહાસત્તાઓમાંથી રશિયા આ વિચારને માત્ર નૈતિક જ નહીં ભૌતિક પણ ટેકો આપશે. કેમકે આ વિસ્તારમાં ચીન અને અમેરિકાની વગ ઘટે એ એના લાભમાં જ છે. જ્યારે ફ્રાન્સ અને બ્રિટન, ટૂંકમાં, યુરોપીય સમાન બજારના દેશે આ વિચારને વધાવી લેવાના, કેમકે એમની ભૂંસાઈ ગયેલી વગ નવેસરથી પેદા થવાની એમાં ઊજળી તક છે. આ બધું જોતાં ભારતે હવે મોડું કરવું નહીં જોઈએ.
ઈકાફેની વાર્ષિક બેઠક ૧૫ મી માર્ચથી બેંગકોકમાં પખવાડિયા માટે મળી રહી છે. યુનેમાં ચીનને પ્રવેશ મળે એ બાદ આ બેઠ
રજિસ્ટ્રેશન ઓફ ન્યુઝપેપર્સ (સેંટ્રલ) રૂલ્સ
- ૧૯૫૬ના અન્વયે પ્રબુદ્ધજીવન’ રાંબંધમાં નીચેની વિગતે પ્રગટ કરવામાં આવે છે.
૧. પ્રસિદ્ધિસ્થળ : ટોપીવાળા મેન્શન, ૩૮૫, સરદાર વી. પી.
રોડ, મુંબઈ - ૪. ૨. પ્રસિદ્ધિમ : દરેક મહિનાની પહેલી અને સોળમી તારીખ ૩, મુદ્રકનું નામ : શ્રી ચીમનલાલ જે. શાહ
કયા દેશના : ભારતીય ઠેકાણું : ટોપીવાળા મેન્શન, ૩૮૫, સરદાર વી. પી.
રોડ, મુંબઈ - ૪. ૪. પ્રકાશકનું નામ : શ્રી ચીમનલાલ જે. શાહ
કયા દેશના : ભારતીય ઠેકાણું : ટેપીવાળા મેન્શન, ૩૮૫, સરદાર વી. પી.
રોડ, મુંબઈ - ૪. ૫. તંત્રીનું નામ : શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
કયા દેશના : ભારતીય ઠેકાણું: : ટોપીવાળા મેન્શન, ૩૮૫, સરદાર વી. પી.
રોડ, મુંબઈ - ૪. ૬. માલિકનું નામ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને સરનામું : ટોપીવાળા મેન્શન, ૩૮૫, સરદાર વી. પી.
રેડ, મુંબઈ - ૪. હું ચીમનલાલ ચકુભાઈ શાહ, આથી જાહેર કરું છું કે ઉપર આપેલી વિગતે મારી જાણ અને માન્યતા મુજબ બબર છે. તા. ૧-૩-૭૨.
ચીમનલાલ ચકુભાઈ શાહ-તંત્રી