________________
૨૭૬
પ્રબુદ્ધ જીવન
બજારની
✩
એશિયાઈ
સમાન
સૈકાઓ જૂનું મુગ્રુપનું એકીકરણ અંગેનું સ્વપ્ન હવે સાકાર બને છે. બીજા વિશ્વયુદ્ધ પછી પશ્ચિમ યુરોપના દેશા વધુ નજીક આવે એ અંગેના તમામ પ્રયાસે ફળદાયી નીવડી રહ્યા છે. સાવિયેટ રશિયા અને સાથી દેશેા સાથે સંબંધા કેળવવા માટે પશ્ચિમના યુરો પીય દેશે પરિણામે હવે વધુ મજબૂત બન્યા છે. આ સમાન બજાર વિશ્વની સૌથી મોટી વ્યાપારી સત્તા બને છે એ પણ હવે નિર્વિવાદ છે.
આ કરારો અને સમજૂતી/ હજુ સુધી તો આર્થિક ક્ષેત્રને જ સ્પર્શે છે. આ જૂથની અગત્ય નાનીસૂની નથી. અમેરિકી ડૉલરના વર્ચસને આ પહેલાં ફટકો લાગી ચૂકયો છે. આંતરરાષ્ટ્રીય નાણા ક્ષેત્રે નવી વ્યવસ્થા દેખાઈ રહી છે એમાં આ જૂથનું સ્થાન હવે મેખરાનું બનશે. આટલું જ નહીં, આમાંથી એક પ્રભાવશાળી રાજકીય સંકુલ ઊભું થવાની શક્યતા પણ છે. પરિણામે આ જૂથની કાર્યવાહી પ્રત્યે વિશ્વ મીટ માંડીને બેઠું છે.
આ સંદર્ભમાં એશિયામાં આવા પ્રકારના સંબંધ બંધાય કે આવી કોઈક રચના થાય એ વિશે સમય સમય પર વિચારો રજૂ થતા રહ્યા છે. એશિયાના દેશો વચ્ચે સહકાર અને રાંક્લન વધે તો આ દેશ વધુ આબાદ બને અને વિકાસ પામે એની અનેક શકયતાઓ છે.
આર્થિક ક્ષેત્રે કે અન્ય કોઈ રીતે એશિયાના દેશ નજીક આવે એવા પ્રયાસા થતા રહ્યા છે. મધ્યપૂર્વમાં આરબ દેશ યહૂદી દેશ ઈઝરાયલને પછડાટ આપવા ધર્મને નામે નજીક આવ્યા છે, પરંતુ એમનો પાયો મજબૂત નથી. અંદર અંદર વિખવાદ, વિવાદ, અવિશ્વાસ અને ઘમસાણ ચાલુ જ છે. અગ્નિ એશિયાના ઈન્ડોનેશિયા, મલયશિયા, થાઈલેન્ડ, સિંગાપુર અને ફિલિપાઈન્સ જેવા દેશોએ પણ પ્રયાસ કર્યા છે. ASEAN તરીકે જાણીતા અગ્નિ એશિયાના આ જૂથ વચ્ચે સમય સમય પર વિચાર–વિનિમય થતો રહે છે. દેશના ઘડતર માટે રાજકીય પદ્ધતિ જુદી જુદી હોવા છતાં સહકાર અને સંક્લન કરીને વિકાસ કરતા રહેવાનું એનું ધ્યેય છે. પરંતુ આ જૂથને સફળતા મળી હોય એવું ઝાઝું જોવા કે સાંભળવા મળતું નથી.
આ સિવાય રાષ્ટ્રકુળના એશિયા અને આ વિસ્તારના દેશે! વચ્ચે કોલમ્બા યોજના સને ૧૯૫૦થી અને સંયુકત રાષ્ટ્રસંસ્થા હેઠળ ઈકાર્ફ (ECAFE)–એશિયા અને દૂરપૂર્વના દેશો માટેનું આર્થિક પંચ–સને ૧૯૪૭થી કામ કરે છે. પરંતુ આ સંસ્થાએ મૂળભૂત રીતે આર્થિક સંસ્થાઓ છે. અને એની શકિત અને વગ એથી સીમિત બની જાય છે.
ડિસેમ્બર, ૧૯૭૧ના ભારત - પાકિસ્તાન યુદ્ધ પછી એશિયામાં કહેવાતી સત્તાની સમતુલા બદલાઈ ગઈ છે. લોકશાહી સમાજવાદી બંગલા દેશનો ઉદય થયો છે. ભારતને એક મહત્ત્વનો મિત્રદેશ મળ્યો છે. પાકિસ્તાનનું મહત્ત્વ ઘણું ઘટયું છે. જ્યારે બ્રહ્મદેશ, નેપાળ, શ્રીલંકા જેવા પડોશી દેશી ભારત પ્રત્યે હવે આદરણીય - સલુકાઈભર્યા સંબંધ રાખતા થશે એમ લાાગે છે. આ યુદ્ધના પરિણામોને લીધે અગ્નિ એશિયાના તમામ દેશોને ભારતમાં ફરીથી શ્રદ્ધા જાગી રહી છે.
યુદ્ધ પછી વડા પ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ ભૂજ અને પૂનાની એમની જાહેર સભાઓમાં જે કઈ કહ્યું તે ઘણુ' સૂચક છે. અંદર અંદરના ઝઘડાઓ દફનાવીને, આંતરિક વિખવાદોને સમજદારીપૂર્વક મિટાવી દઈને, તેમ જ સંપત્તિવાન દેશના પ્યાદા બન્યા વગર એશિયા ખંડના બધા દેશને સંયુકતપણે આત્મનિર્ભર બનવાની સલાહ આ સભાઓમાં ઈન્દિરાજીએ આપી હતી.
આ સલાહ અંગે એશિયાના દિલ્હીમાંના રાજદૂતોએ રસ દાખવ્યો હતા એવા અખબારી અહેવાલા પણ હતા. પાટનગરમાં માનવામાં
તા. ૧–૩–૧૯૭૨
રચના શક્ય છે ?
✩
આવી રહ્યું છે કે વડા પ્રધાન એશિયાઈ એકતાના આ વિચારને ચરિતાર્થ કરવા નક્કી કોઈ સમયોચિત પગલાં ભરશે .
О
એશિયા ખંડમાં શાંતિની પ્રસ્થાપના માટે આ વિચારને એક મૂળભૂત હેતુ હોઈ શકે છે. આવી શાંતિ માટે બધા દેશો વચ્ચે કેવા પ્રકારના સહકાર—સાંબંધા બંધાશે એ વિશે અત્યારે કહેવું કસમયનું થઈ પડશે, છતાં આવી ચર્ચા કેવા વળાંક લે છે એના પર પણ એને આધાર છે. ઈન્દિરાજી પાસે આ અંગે અત્યારે કોઈ યોજના હોય એમ લાગતું નથી. પરંતુ સામાન્ય ચૂંટણી બાદ આ અંગે ઈન્દિરાજી વિચારણા કરે એવું લાગે છે, કેમકે એમણે મહાસત્તાઓને ચેતવણી આપતા કહ્યું છે કે ચોશિયા હવે કોઈનું પ્યાદું બનશે નહીં.
તદુપરાંત, આ યુદ્ધ દરમિયાન જાપાન અને અમેરિકા જેવા દેશાઅે વિદેશી સહાય આપવાનું બંધ કર્યું હતું તેથી ઈન્દિરાજીએ આત્મનિર્ભર બનવાનો દેશને કાલ આપ્યો હતો. દેશમાં કૃષિ તથા ઉદ્યોગક્ષેત્રે સબળ અર્થતંત્ર બનાવવા ઘરઆંગણે જ સાધન સંપત્તિ શેાધીને મંડી પડવાની આમાં ઝંખના દેખાય છે.
ટૂંકમાં આંતરિક ક્ષેત્રે ભારત આત્મનિર્ભર્ (Self-reliant ) બનવા ઈચ્છે છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારત વિદેશી સત્તાના કોઈ પણ પ્રકારના વર્ચસ હેઠળ આવવા ઈચ્છતું જ નથી. ભૂજની સભામાં ઈન્દિરાજીએ કહ્યું હતું કે એશિયાના દેશોએ એક બનીને સહકારની ભાવના સાથે વિકાસ સાધવા જોઈએ. સેકડો વર્ષોથી એશિયા ખંડને ચૂસતા રહેલા પશ્ચિમી દેશની પકડમાંથી મુકત
બનીને આત્મવિશ્વાસ કેળવીને સહકારથી આગળ વધવા અને
નૂતન તથા સંયુકત એશિયા માટે સખત પરિશ્રમ કરવાનો એમણે આદેશ આપ્યો હતો.
એશિયાના વિકાસ માટે ભારત મહત્ત્વનું પ્રદાન કરે એ જરૂરી છે. ભારત લાકશાહી, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, સાર્વભૌમ રાષ્ટ્ર હોવા ઉપરાંત કુદરતી રીતે એશિયામાં કેન્દ્રસ્થાને છે. આમ ભૌગોલિક કારણ મહત્ત્વનું છે. પશ્ચિમ-ઉત્તર, પૂર્વ કે અગ્નિ
એશિયામાં બધા જ વિસ્તારો માટે ભારત ત્રિભેટે આવેલા મહત્ત્વનો કેન્દ્રીય દેશ છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે પ્રાચીન કાળથી આ બધા વિસ્તારાથી ભારત સંકળાયેલા રહ્યો છે.
આચાર્ય વિનોબાએ વર્ષો પહેલાં એ. બી. સી. ત્રિકોણ રચવાની હિમાયત કરી હતી. અઘાનિસ્તાન, બ્રહ્મદેશ અને સિલેન વચ્ચેના દેશના મહાસંઘ રચવાનું એમણે ત્યારે સૂચન કર્યું હતું. યુરોપીય સમાન બજારને ધ્યાનમાં રાખીને ભારત, પાકિસ્તાન, લંકા, નેપાળ, ભૂતાન અને અન્ય પડોશી દેશેાના મહાસંઘ રચવાનું સૂચન સમાજવાદી નેતા શ્રી એસ. એમ. જોશીએ પણ હૈદરાબાદમાં સને ૧૯૬૫માં કર્યું હતું. બલૂચિસ્તાનના આગેવાન સરદાર તાઉલ્લાખાં મે'ગાલે સહિત પાક્સિતાનના બે - ત્રણ નેતાઓએ આવા વિચાર અંગે હમણાં હમણાં મંતવ્યો વ્યકત કર્યાં છે. તેઓ કહે છે કે આ સ્વતંત્ર દેશના મહાસંઘ બનાવ્યા વિના એમના ઉદ્ધાર શકય નથી; પરંતુ આ ગમે તેટલું જરૂરી અને મહત્ત્વનું હોય તે પણ અત્યારે વ્યવહારુ જણાતું નથી.
આપણા સદ્ગત રાષ્ટ્રપતિ ડૅ.ઝાકીરહુસેને ૧૯૬૭ માં પાટનગરમાં એક મહત્ત્વનું સૂચન કર્યું હતું. વિક્સતા દેશના લાભાર્થે એશિયાઈ સમાન બજાર રચવાનું સૂચન એશિયાઈ કૃષિ સહકારની ત્રીજી પરિષદને સંબાધતાં એમણે કર્યું હતું.
કોલંબા યોજના હેઠળના દેશાઓ નીમેલી તપાસ સમિતિના એક અહેવાલ પ્રમાણે દક્ષિણ અને અગ્નિ એશિયાના દેશમાં સમાન બજારના વિચારને ચરિતાર્થ કરવાનું અત્યંત મુશ્કેલીભર્યું છે.
૧૯૬૯માં પ્રકાશિત થયેલા આ અહેવાલમાં કહેવાયું છે કે જુદા જુદા પ્રકારની રાજકીય નીતિને લીધે, વિસંગત અર્થતંત્ર