________________
તા. ૧-૩-૧૯૭૨
પ્રબુદ્ધ જીવન
આ
૨૭૫
-~
-
દૂષિત પાણીથી જ આટલાં માછલાં નથી મરતાં, તેનું કારણ એ છે કે કેટલીક જાતનાં માછલાં કરોડોની સંખ્યાના ટોળામાં ફરે છે. જ્યારે ટોળું પ્રાણવાયુ વિનાના પાણીમાં ફસાઈ જાય ત્યારે તે ગૂંગળાઈ મરે. મુંબઈ કાંઠે છેલ્લા છ માસમાં આ બીજો બનાવ જોયે. ગટરના પાણીને શુદ્ધ કરવામાં આવે તે ખાતર અને એનું પાણી બને મળે અને તેમાં નફો પણ થાય. વારાણસી રસુધરાઈએ ગંગાકાંઠે એ કામ હાથ ધર્યું છે. પરંતુ દર વર્ષે હિંદુઓ હજારે શબ બાળીને કે બાળ્યા વિના ગંગામાં પધરાવે છે તેનું શું?
માંથી અને અંધ માન્યતાઓમાંથી મુસ્લિમ સમાજને મુકત કરવા, સમાજસુધારણા કરવા અને હજાર - દોઢ હજાર વર્ષ પહેલાના આરબ સમાજ માટે ઘડાયેલા કાયદાને દેશ-કાળ પ્રમાણે ભારતને અનુકૂળ કાયદા મુસ્લિમ સહિત બધી કોમોને લાગુ પાડવાની હિમાયત કરે છે, પરંતુ, તેની સામે રૂઢિચુસ્ત મુસ્લિમ વિરોધ કરી રહ્યા છે, એટલે સુધી કે કેટલીક મુસ્લિમ સ્ત્રીઓ બહુપત્ની પ્રથાને પણ બચાવ કરે છે !
જ્યાં સુધી કેળવણીને ધર્મથી મુકત કરીને નવયુગને અનુકૂળ કેળવણી આપવામાં ન આવે ત્યાં સુધી પ્રજા નવયુગના વિચારે અપનાવી શકે નહિ અને ધર્મ તથા રૂઢિની બેડીમાંથી મુકત થઈ શકે નહિ. ધર્મને અર્થ સદાચાર પર આધારિત અને દેશકાળને અનુકળ સમાજરચનાના નિયમ છે. આજના હિંદુ સમાજ માટે હજારે કે વધુ વર્ષો પહેલાંના સમાજ માટે લખાયેલી સ્મૃતિઓ અનુકૂળ ન હતી, તેથી રાજ્ય અને સમાજે નવા રિવાજ પાડયા હતા, છેવટે, “આંબેડકર સ્મૃતિ” (નવા હિંદુ કોડ) મનુસ્મૃતિનું અને નારદસ્કૃતિનું સ્થાન લીધું. પણ બીજા મુરિલમ દેશે. જે અધશરા સુધારા સ્વીકાર્યા છે તે સ્વીકારવા પણ ભારતના મુસ્લિમ તૈયાર નથી !
ધર્મ અને જડ રૂઢિની શુંખલામાંથી મુકત થયેલી આધુનિક કેળવણી મુસ્લિમોમાં પણ કેવી કાંતિ કરે છે તેનું દાંત સેવિયેટ સંઘનાં મુસ્લિમ પ્રજાસત્તાક રાજ્ય છે. અહીં ટચૂકડી વસતિ ધરાવતાં રાજ્યમાં પણ સેંકડો વૈજ્ઞાનિક સંરથાઓ, કૉલેજો, શાળાઓ, વગેરે છે, હજારોની સંખ્યામાં વિજ્ઞાનશાસ્ત્રીઓ છે, હજારો તજજ્ઞો ટિકનિશિયનો) છે. આચારવિચાર અને પહેરવેશમાં આ મુરિલ તદ્દન પલટાઈ ગયા છે. પોણો કરોડની વસતિ ધરાવનાર ઉઝબેકિરતાન ૧૯૭૨માં કેળવણી પાછળ એક અબજ રૂબલ ખર્ચ કરશે!
રશિયામાં, હું ભારતીય વિદ્યાઓના કેટલાક વિદ્વાનોને મળે. તેમાં આ એશિયાઈ રશિયાના મુસ્લિમ પણ હતા, સ્ત્રીઓ પણ હતી! આ બધાં મુરિલમ રાજાએ પોતપોતાની ભાષાના વિકાસ કર્યો છે, પણ અરબી પર આધારિત અવૈજ્ઞાનિક લિપિઓ તજીને રશિયન લિપિ અપનાવી છે. પરંતુ આપણા ભણેલા મુસ્લિમ પણ એમ માને છે કે કુરાનને અનુશાસન શરિયતમાં જે છે તેમાં કંઈ ફેરફાર થઈ શકે નહિ. સુધારક મુસ્લિમ અતિ નાની લઘુમતીમાં છે. ચાથી સામાજિક સુધારણા થઈ શકતી નથી. સરકાર હિંદુઓ માટે સામાજિક સુધારણા કરે છે, પણ મુસ્લિમે માટે સામાજિક રાધારણ કરે તો હુલ્લડ પણ થાય, મુસ્લિમ દેશે અને પાકિસ્તાન કાગારોળ કરી મૂકે. આથી પાકિસ્તાન અને જોર્ડન જેવા પછાત અને ધર્મઝનૂની દેશે. જે સામાજિક સુધારા કર્યા છે તે પણ ભારતમાં નથી થઈ શકતા.
વિનાશક હિમપ્રપાત
ડા દિવસ પહેલાં ઈરાનમાં હિમપ્રપાતથી બે હજાર માણસેની ખુવારી થઈ. આવી હોનારત યુરોપમાં આપ્સ પર્વતમાળામાં અને દક્ષિણ અમેરિકામાં ચોન્ડીઝ પર્વતમાળામાં દર વર્ષે થાય છે અને વધુ - ઓછા માણસની ખુવારી થાય છે. આપણા હિમાલયમાં ઘણા હિમપ્રપાત થાય છે, પરંતુ શિયાળામાં ત્યાં વસતિ નથી હતી તેથી ખુવારી નથી થતી. ઘણા પર્વતારોહકે હિમપ્રપાતમાં માર્યા ગયા છે.
શિખર કે કશડ પર હિમવર્ષાથી બરફની જમાવટ થાય છે. હિમકણીઓ એકબીજીને ચેટી રહેવાની પ્રકૃતિ ધરાવે છે તેથી હિમરાશિ એકઠો થાય છે. પરંતુ જ્યારે તે સમતુલા ગુમાવે ત્યારે મોટા કડાકા અને ગડગડાટી કરતો તૂટી પડે છે. સાથે શિલાઓ, માટી અને કાંકરા પણ લઈ જાય છે. તેની હડફેટમાં જે ચાવે તેનું આવી બને. કોઈ વાર તો પવનની લહેર કે અવાજનું મેજું પણ હિમપ્રપાત માટે બસ થઈ પડે છે. આ સરકારી સેવાઓ
લોકોનાં નાણાં, પારરાલ ૨ાને કાગળે ચાંગડિયા પહોંચાડે છે ચાને વધુ ને વધુ લેકે ટપાલ કચેરીઓને બદલે આગડિયાને લાભ લે છે તેની સામે ટપાલ કચેરીના સત્તાવાળાઓએ એક વાર ફરીથી ઊહાપોહ મચાવ્યો છે. પરંતુ જો મર્યાદિત ક્ષેત્ર અને સાધનોવાળા આંગડિયા જનતાને ટપાલ કચેરી કરતાં ઓછા ભાવે વધુ ઝડપથી વધુ સારી સેવા આપી શકે તે સત્તાવાળાઓએ પોતાના અકુશળ ઈજારાની રક્ષા માટે ઊહાપોહ કરવાને બદલે પિતાની ગેરલાયકાત માટે શરમાવું જોઈએ.
છે. એવી જ રીતે લેકે રેલવે કરતાં ખાનગી મોટર ટ્રાન્સ્પોર્ટથી માલ મલવાનું વધુ પસંદ કરે છે, પછી ભલે ભાડું વધારે પડે. કારણ કે રેલવે ચેરી, ભાંગફોડ અને અસાધારણ વિલંબથી માલધણીને ભારે નુક્સાન પહોંચાડે છે. રેલવેએ નવ માસમાં ચેરાયેલા માલ માટે રૂા. ૧૩ કરોડ બદલા તરીકે ચૂકવ્યા (અલબત્ત, આ ભાર પણ પ્રજાની પીઠ પર જ છે.) કુસેવામાં આ નવો વિક્રમ છે.
ચાર માસ પહેલાં મેં મેગલસરાઈ સ્ટેશને જોયું. સાહીં રોજ માલગાડીના ૧૦૦થી વધુ ડબ્બા તૂટીને, માલ ચેરાઈને આવે છે! -આ નામચીન શહેરનો વેપાર મુખ્યત્વે ઘેરાયેલા માલ પર ચાલે
છે! આ લૂંટમાં રેલવેના નેકરે સામે રેલવે સંરક્ષણદળ પણ સામેલ હોય છે!
માત્ર પ્રજાને જ નહિ, રેલવેને પિતાને માલ પણ ચોરાય છે. અને દર વર્ષે રેલવેને તેમાં કરોડે રૂપિયાની ખોટ જાય છે. રેલવેના પ્રવાસીસોના સામાનની ચોરી થતી હોય તે જદી. જનસંઘના સ્વ. પ્રમુખ દીનદયાળ ઉપાધ્યાયનું મંગલસરાઈ સ્ટેશન નજીક પહેલા વર્ગના ડબામાં ખૂન થયું હતું તેની પાછળ પણ લૂંટને હેતુ હતો.
સરકારી સેવાઓ એકહથ્થુ ઈજારાના કારણે કેવી કસેવા બની છે તેનાં આ દષ્ટાંત છે. ટપાલ કચેરીઓ, તાર કચેરીઓ, રેલવે, વગેરે જે સેવાઓ આપે છે તે દિવસે દિવસે વધુ માંધી અને વધુ અસંતોષજનક બની રહી છે.
વિજયગુપ્ત મૌર્ય
દૂષિત વાતાવરણ
શહેરો અને ઉદ્યોગો હવાને, પાણીને આને ધરતીને દૂષિત કરી રહેલ છેચો પકાર દુનિયામાં વધતું જાય છે. થોડા દિવસ પહેલાં મુંબઈના સમુદ્રકાંઠે કરડે માછલીઓ મરીને કાંઠા પર જોવાઈ આવી, કારણ કે સમુદ્રમાં જતા ગટરના પાણીને કારણે સમુદ્રના પાણીમાંથી પ્રાણવાયુને સદંતર લેપ થયું હતું, તેથી માછલીઓ ગૂંગળાઈને મરી ગઈ. , - લક્ષ્મણઝૂલા પાસે ગંગા નદી હિમાલયમાંથી મેદાનમાં ઊતરે છે ત્યાં તેનું પાણી કેવું સ્વચ્છ છે તે ઘણાએ જોયું હશે. પણ કાશીમાં, ગંગામૈયાને પતિતપાવની ગણનારા હિંદુઓએ પણ તેને કેવી ગટર બનાવી છે તે નજરે જોવા ચાર માસ પહેલાં હું ગયો ત્યારે એ જોઈને આઘાત લાગ્યો. પ્રયાગ, વારાણસી ચાને પટણામાં ગંગાના પાણીને રસ્પર્શ કરવાનું મન ન થાય!
પણ જે આપણે સમુદ્ર જેવા સમુદ્રને ઝેરી બનાવી શકીએ છીએ તે ગરીબ બિચારી ગંગાનું શું ગજું?