________________
૨૭૪
છે એ જાણવાનું મુશ્કેલ છે. ચીન ખરેખર શાંતિમય સહઅસ્તિત્વમાં માને છે કે એનું વિરોધી છેરો નક્કી કરવાનું પણ કઠિન છે. મા વિશે એક બાબત હું ચોક્કસપણે કહી શકું તેમ છું કે મારાષ્ટ્રવાદી છે અને હું એમને જાણતા હતા ત્યારે તેઓ દુનિયા પર શાસન કરવાની પોતાની ઈચ્છા પૂરી કરવા માટે થનગની રહ્યા હતા. એમણે મને પૂછયું હતું : ‘ કેટલા વિજેતાઓએ ચીન પર આક્રમણા કર્યા. છે?” એ પ્રશ્નના જવાબ પણ પછી એમણે જ આપ્યો હતો : ‘ચીનને ઘણી વાર જીતી લેવામાં આવ્યું છે, પણ ચીને બધા જ વિજેતાઓને પોતાનામાં સમાવી લીધા છે.'
મુદ્ધ જીવન
એમની મીટ ભાવિ પર મંડાયેલી હતી. એમણે કહ્યું હતું કે ‘તમારી ૨૦ કરોડ માણસોની વસતિ છે ત્યારે અમારી વતિ ૭૦ કરોડ માણસાની છે એનો જ વિચાર કરો.' એ પછી એમણે ચીન બીજાથી કેટલું ભિન્ન છે એના વિશે વાતો કરવા માંડી. એમની સંકુચિતતા અને ઘમંડ જોઈને મારા શરીરમાંથી એક ધ્રૂજારી પસાર થઈ ગઈ.
એ પછી ચીનનાં અખબારોએ વ્લાડિવોસ્ટોક સીનનો પ્રદેશ છે. અને રશિયાએ ચીન પાસેથી એ લઈ લીધા છે એવા દાવા કરવા માંડયો. અમે સીમા વિશે મંત્રણા કરવાની તૈયારી બતાવી, નકશે કઈ રીતે જોવા જોઈએ એ એમણે અમને એક નકશે મેકલીને જણાવ્યું. અમે એ નકશા પ્રત્યે એક દષ્ટિ નાખી અને એને એક બાજુ ફેંકી દીધા.
૧૯૬૧માં મળેલી પક્ષની ૨૨મી ફૅગ્રેસને અહેવાલ તમે વાંચ્યો હશે તે જોયું હશે કે મેં ચીનના નામના સીધા નિર્દેશ કર્યા વિના શીન સાથેના પ્રશ્નો સંબંધમાં ઘણા વિચારો રજૂ કર્યા હતા. બાવી.પી કોંગ્રેસમાં જ અમે માના વલણના મુખ્ય સિદ્ધાંતોનો અસ્વીકાર કર્યો હતો. એમના સંબંધમાં મારી ધીરજની હદ આવી ગઈ હતી.
માઓ-ત્સે-ત્તુંગે એમની સત્તાનો દુરુપયોગ કર્યો હશે અને એમના પક્ષને ગેરમાર્ગે પણ દોર્યો હશે પણ તેઓ પાગલ નથી. તેઓ ખૂબ જ બુદ્ધિશાળી અને ખંધા છે. થોડાં વર્ષ પહેલાં લોકો એવી આગાહી કરતા હતા કે માઓને સત્તા માટેની એમની લડતમાં કદી વિજય નહિ મળે. મેં ત્યારે કહ્યું હતું : ‘એ વાહિયાત વાત છે. માઓનો અચૂક વિજય થશે જ.' અને હું સાચા ઠર્યા હતો. પણ ચીના સત્તા અને શકિત સિવાય બીજા કોઈ પણ કાનૂના સ્વીકાર કરતા નથી. જો તમે એમને તાબે ન થાઓ તેા તેઓ તમારું માથું ભાંગી નાખશે. કોઈ ચેકમાં હજારો લોકોની વચ્ચે તે તમને ગળે ટૂંપો દેશે. આ કઈ જાતનું ‘રાજકારણ’ છે? તમે એને બર્બટતા નહિ કહી શકો. એનાથી પણ એ કંઈક વિશેષ છે.'
આમ છતાં યે હું માનું છું કે સોવિયેટ સંઘના અને બીજા સામ્યવાદી પક્ષા તેમ જ ચીનના સામ્યવાદી પક્ષ વચ્ચે અત્યારે જે સંઘર્ષ છે એનું નિરાકરણ લાવવા માટે આપણે બધા જ પ્રયાસો કરવા જોઈએ. સામ્યવાદી આંદોલનમાં પુન: એક વાર એકતા સધાય એ માટે આપણાથી બનતું બધું જ આપણે કરી છૂટવું જોઈએ.
આ લક્ષ્ય સિદ્ધ કરવું જ જોઈએ. એ સેવિયેટ સંઘના લોકોના હિતમાં છે, શીનના લોકોના હિતમાં પણ એ છે, એટલું જ નહિ પણ દુનિયાના બધા જ શાંતિચાહક લોકોના હિતમાં પણ એ છે.
* કેમ? શું? અને શા માટે ?
આફ્રિકાની યાતના
આફ્રિકાના પરાધીન દેશોની સમસ્યાઓ ઉકેલવા યુનાની સલામતી સમિતિની બેઠક આફ્રિકામાં–એડીસ અબાબામાં—ભરવા પશ્ચિમી મહારાજ્યો સંમત ન થયાં, પણ જે સમસ્યાએ તેઓ
∞
તા. ૧–૩–૧૯૭૨
ન્યુ યોર્કમાં નથી ઉકેલવા દેતાં તે એડીસબાબામાં કેમ ઉકેલવા દે? પરાધીન આફ઼િકામાં હવે પાંચ પ્રકારના પ્રદેશેા છે: પોર્ટુગીઝ સંસ્થાના, સ્પેનિશ સંસ્થાન, અેડેશિયા, દક્ષિણ આફ્રિકાની બહુમતી દેશી પ્રજા અને દક્ષિણ આફ્રિકાના કબજાનું નામિમ્બિયા (નૈઋત્ય આફ્રિકા). પશ્ચિમી દેશે, ખાસ કરીને અમેરિકા એ કોઈની મુકિતઝંખનાને ટેકો આપવા નથી માગતાં, કારણ કે તેમના સામ્રાજ્ય વાદી સ્વાર્થ આડે આવે છે.
ખાસ કરીને ર્ડાશિયા અને દક્ષિણ આફ્રિકામાં અમેરિકા અને બ્રિટને અબજો ડૉલર જેટલી મૂડીનું રોકાણ કર્યું છે. ।ડેશિયા સાથે વેપાર નહિ કરવાના યુનાના આદેશને ભંગ કરીને પણ અમેરિકા વેપાર કરે છે. સ્પેન અને પોર્ટુગલ અમેરિકાની લરકરી છાવણીના સભ્ય છે. દક્ષિણ આફ્રિકા પણ. અહીં અમેરિકાનાં નૌકામથકો છે. ઑડેશિયાનાં ખનિજો અને દક્ષિણ આફ્રિકાના હીરા તથા સેનાનાં ગ્રાહક પશ્ચિમી મહારાજ્યો છે. સૌથી અધમ પ્રકારની સામ્રાજ્યવાદી નીતિ ધરાવતા પેર્ટુગલ સાથે અમેરિકાને એવી દોસ્તી છે કે આપણે જ્યારે દીવ-દમણ-ગેવાને પેર્ટુગલની નાગચૂડમાંથી મુકત કર્યાં ત્યારે અમેરિકાએ આપણને આક્રમક ગણવાની ગાળ આપી હતી !
ૉડેશિયામાં ૫૧ લાખ જેટલી પ્રજામાંથી ગેરા લેકો પૂરા અઢી લાખ પણ નથી, તેમ છતાં બ્રિટને તેમને વર્ષો દરમિયાન વધુ ને વધુ સ્વરાજ આપ્યા પછી ૧૯૬૫માં અેડેશિયાની ગેરી સરકારે ડેશિયાને સ્વતંત્ર દેશ તરીકે જાહેર કરી દીધા. ગયે વર્ષે બ્રિટને, છેવટે દેશી પ્રજા સત્તામાં આવે એવી મધલાળ પીરસનારા કરાર કર્યા, પરંતુ ખરેખર તે કદી પણ એ કરાર નીચે દેશી પ્રજા સત્તામાં આવી શકે નહિ.. એડીસઅબાબામાં સલામતી સમિતિમાં જ્યારે એ કરાર ફગાવી દેવાના ઠરાવ આવ્યો ત્યારે બ્રિટને વીટો વાપરીને એ ઠરાવ ઉડાવી દીધા.
દક્ષિણ આફ઼િકામાં લગભગ ૨૦૦ લાખ પ્રજામાંથી ગારા પૂરા૩૬ લાખ પણ નથી, ત્યાં રંગભેદને વિરોધ કરે કે રંગભેદની નીતિન ભંગ કરેં એને સામ્યવાદી તરીકે ગણીને રાજા થાય છે અને રંગભેદની નીતિ એવી છે કે ગોરા અને રંગીન એક લત્તામાં રહી શકે નહિ એટલું જ નહિ પણ એકબીજાને ઘેર મળવા જાય તો તે પણ સજાપાત્ર છે! અને ખરેખર સજ્જ થાય છે!
નામિમ્બિયા ભૂતપૂર્વ જર્મન સંસ્થાન હતું જેનો વહીવટ ટ્રસ્ટી તરીકે દક્ષિણ આફ઼િકાની ગેરી સરકારને સોંપવામાં આવ્યો હતા. યુનોએ આ નિમણૂક રદ કરી છે, પણ 'દક્ષિણ આફ્રિકાની સરકાર એ પ્રદેશ છેાડતી નથી. તેની સવા છ લાખ જેટલી વસતિમાં પૂરા એક લાખ પણ ગેારા નથી.
*
મુસ્લિમેનું પછાતપણુ
તુર્કીને અપવાદ ગણે તો કોઈ મુસ્લિમ દેશે પ્રગતિ નથી કરી. મેટા ભાગના મુસ્લિમ દેશે પ્રમાણમાં વધુ પછાત છે. ભારતમાં પણ બીજી કોમેની સરખામણીમાં મુસ્લિમ પછાત અને ગરીબ છે. તેનું કારણ એ છે કે તેઓ હજાર - બારસે વર્ષ પહેલાંના કાળમાં અને અરબસ્તાનના વાતાવરણમાં જીવવાના આગ્રહી છે. તુર્કી અપવાદ બન્યું તેનું કારણ એ છે કે કમાલપાશાએ રાજ્યને અને જાહેર જીવનને ધર્મથી અળગાં કર્યાં, બિનસાંપ્રદાયિક નીતિ અપનાવી, અરબી પર આધારિત વૈજ્ઞાનિક તુર્કી લિપિને ફેંકી દીધી અને રોમન લિપિ અપનાવી, અને ધર્મગુરુઓની સત્તાઅને લાગવગને કાપી નાખી.
બંગલા દેશની મુસ્લિમ પ્રજા ભારતમાં વિચારવંત અને પ્રગતિશીલ
ક્રાન્તિ કરી રહી છે ત્યારે મુસ્લિમે ધર્મની રૂઢિઓટ