________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-૧૯૭૨
મને બરાબર યાદ છે કે હું ૧૯૫૪ માં ચીનથી પાછા ફર્યા ત્યારે મેં મારા સાથીદારોને કહ્યું હતું : ‘ચીન સાથે સંઘર્ષ હવે અનિવાર્ય છે.' માઓએ જે કેટલાંક વિધાને કર્યાં હતાં એના આધારે હું આ તારતમ્ય પર આવ્યો હતો. પેકિંગની મારી મુલાકાત દરમિયાન વાતાવરણ લાક્ષણિક રીતે પૌર્વાત્ય હતું. બધા લોકો માની ન શકાય એટલી હદે વિવેકી હતા પણ આ બધાની પાછળ એમનો જે દંભ હતો એ હું જોઈ શક્યો હતો. હું પેકિંગ પહોંચ્યો ત્યારે મા અને હું એકબીજાને ખૂબ જ ઉષ્માથી ભેટયા હતા. માઓ અને હું તરણહાજમાં પડયા પડયા શ્રેષ્ઠ મિત્રાની પેઠે વાતો કરતા હતા, પરન્તુ એમાં ચીતરી ચડે એવી મીઠાશ હતી. આખું વાતાવરણ તિરસ્કાર છૂટે એવું બની ગયું હતું. માએ જે કંઈ કહેતા તે હું સમજી શકતો એવું મને કદી ચોક્કસપણે લાગ્યું નથી. મને કયારેક લાગતું હતું કે ચીનની જીવનરીતિ અને વિચારધારાની એ કાચ કોઈક ખાસ તાસીર હશે.
એક વખત માએ મને પૂછ્યું : “સેંકડો ફૂલાને ખીલવા દો’ના અમારા સૂત્ર વિશે તમે શું વિચારે છે ?' મે” ઉત્તર વાળ્યો : ‘તેનો શું અર્થ થાય તે અમે સમજી જ શકયા નથી. ઘણા પ્રકારનાં ફૂલ છે-સુંદર ફૂલા, અણગમતાં ફૂલે અને કેટલાંક તે પ્રાણઘાતક ફૂલે પણ હોય છે. હવે અમને સમજાય છે કે આ સૂત્રનો હેતુ લોકોને પોતાના વિચારો વ્યકત કરવા માટે ઉત્તેજન આપવાના હતા કે જેથી કરીને જે ફૂલોનો રંગ અને ધ પ્રતિકૂળ હોય એને તોડીને કાદવ-કીચડમાં ફેંકી દઈ શકાય.
માઓનું એક બીજું પણ જાણીતું સુત્ર છે: ‘શાહીવાદ એ તો કાગળનો વાઘ છે. ' માએ અમેરિકી શાહીવાદને ‘કાગળનો વાઘ ’ગણીને એની ઉપેક્ષા કરતા હતા પણ વાસ્તવમાં તા એ ભયંકર લૂંટફાટ કરનાર જ હતો. એટલે આ વાત સમજી શકાય એવી ત નહોતી જ. તરણહેજની બાજુમાં પડયા પડયા હું અને મા યુદ્ધ અને શાંતિના પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા હતા. માએ મને કહ્યું : ‘ જો આપણે મૂડીવાદી જગત અને સમાજવાદી જગતની લશ્કરી તાકાતની તુલના કરીએ તે તમને જણાઈ આવશે કે આપણે લાભકારક સ્થિતિમાં છીએ. ચીન, સેવિયેટ રાંઘ અને બીજા સમાજવાદી દેશ કેટલાં લશ્કરી ડિવિઝનો ઊભાં કરી શકે તેને તમે વિચાર કરો.'
મેં કહ્યું : ‘કોમરેડ માએ ત્સે-જીંગ, આ વિચાર હવે જરીપુરાણે થઈ ગયો છે. કયા દેશ પાસે વધુ માનવબળ છે એના આધારે એની લશ્કરી - લડાયક તાકાતની ગણતરી હવે માંડી શકાય તેમ નથી. હવે તે શુબ મ્બની સામે જેટલું વધારે લશ્કર એટલા વધુ સૈનિકો એનો ભાગ બનવાના છે.'
પશુ સાંભળો તો ખરા, કોમરેડ ક્રુવ, તમારે તો માત્ર અમેરિકનોને લશ્કરી પગલું ભરવા માટે ઉશ્કેરવાના છે; અને એમને કંચડી નાખવા માટે તમારે જોઈએ તેટલું લશ્કર – એકસા, બસાકે એક હજાર ડિવિઝનને હું તમને પૂરી પાડવા માટે તૈયાર છું.' મેં એમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે એક- બે સ્વયંસંચાલિત ક્ષેપકાઓ સીનમાંની બધી જ લશ્કરી ડિવિઝનને ‘ભસ્મીભૂત’કરી નાખી શકે તેમ છે. પરંતુ તે મારી વાત સાંભળવા તૈયાર નહોતા અને એ પણ દેખાઈ આવતું હતું કે તેઓ મને કાયર ગણતા હતા.
૫૬ ૧૯૫૭માં મઓએ પોતાનો સૂર બદલાવ્યો. સામ્યવાદી અને કામદાર પક્ષાની પરિષદમાં હાજરી આપવા તેઓ મોસ્કો આવ્યા ત્યારે એક્વાર વાતચીત દરમિયાન એમણે મને કહ્યું કે કોઈ સમાજવાદી દેશ પર શાહીવાદી સત્તા હુમલો કરશે તો તમે તરત જ વળતું આક્રમણ કરો એમ તમારા સંરક્ષણપ્રધાન માર્શલ ઝુકાવ કહે છે પણ શાહીવાદીઓ ચીન પર હુમલો કરે તે તમે વચ્ચે પૂડĪt નહિ. અમે જ એમની સાથે લડી લઈશું. એવે વખતે તમારે માટે તો તમારું અતિત્વ ટકાવી રાખવાની સમસ્યા જ ઊભી થશે.’
7
૨૭૩
અમારી વચ્ચે મૂળભૂત - પાયાનો મતભેદ હતો એટલું સ્પષ્ટ થતું જ હતું. પણ ચીન સાથેનું અમારું ભંગાણ એથી વિશેષ ઊંડું હતું. પક્ષની વીસમી કૉંગ્રેસ પછી જગતના સામ્યવાદી આંદોલનમાં એમની ખરાબ સ્થિતિ હતી એ ચીનાઓ જાણતા હતા. વીસમી કોંગ્રેસે વ્યકિતપૂજા, સરમુખત્યારશાહી, અને જીવનના સઘળા બિનલોકશાહી અને પક્ષવિરોધી વ્યવહારને વખોડી કાઢતું જે વલણ લીધું હતું તેના સૂચિતાર્થો ચીને બરાબર સમજતું હતું. કૉંગ્રેસે હજારો માનવીઓને ગોળીથી ઠાર મારવા માટે અને સત્તાન દુરુપયોગ કરવા માટે સ્ટેલિનની પણ આલોચના કરી હતી, મા-ત્સે-જીંગ સ્ટેલિનના પગલે જ ચાલી રહ્યા છે.
૧૯૫૮માં જ્યારે અમે અમારી લાંબા અંતરે જનારી સબમરીનાને વહેતી મૂકી ત્યારે એની સાથે સંપર્ક રાખવા માટે અમારે ચીનમાં એક રેડિયોમથકની જરૂર ઊભી થઈ. ચીને અમને ‘ના’માં જવાબ આપ્યો. મેં મારા સાથીદારોને કહ્યું કે: ‘અહીં સત્તાવાર મુલાકાતે આવવાનો હવે માઓનો વારો છે પણ વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં આપણે જ ત્યાં જઈએ અને એમની સાથે વાત કરીએ કે જેથી કરીને આ બાબતમાં આપણી કેવી સ્થિતિ છે એ આપણે જાણી શકીએ.’
આ અમારી ચીનની છેલ્લી મુલાકાત હતી. ૧૯૫૯માં આ બન્યું. અમે રેડિયોમથક બંધમાં ચર્ચા કરી. મેં માને કહ્યું : ‘રેડિયોમથક ઊભું કરવા માટે જોઈતાં જરૂરી નાણાં અમે આપીશું. એ રેડિયોમથક પર કોની માલિકી હશું એ પ્રશ્ન અમારે માટે મહત્ત્વનો . નથી. અમારે તે અમારી સબમરીનો સાથે સંપર્ક રાખવા માટે એનો ઉપયોગ કરવાનો છે. અમારી સબમરીના બળતણ લેવા, સમારકામ માટે તેમ જ એવા કામસર તમારા દેશમાં આવી શકે એ માટે અમે એક મથક સ્થાપી શકીએ એ સંબંધમાં કોઈક સમજૂતી પર પણ આપણે આવી શકીએ કે નહિ?
‘છેલ્લી વખત હું કહી દઉં છું કે એ બધાનો જવાબ ‘ના ' છે. હું આ વિશે હવે વધુ કાંઈ સાંભળવા માગતો નથી.'
આટલાંટિક કરારના દેશને એકબીજાને સહકાર અને સહાય આપવામાં કોઈ મુશ્કેલી નડતી નથી, ત્યારે આપણે આવી એક સામાન્ય બાબત વિશે સમજૂતી પર આવી શકતા નથી. કે
‘તા.’
મેં માઓને સમજાવવાનો એક છેલ્લે પ્રયાસ કર્યો : ‘તમારી સબમરીના માટે તમે ઈચ્છતા હો તો તમે મુમેન્સ્ક બંદરનો ઉપયોગ કરી શકો છે.'
‘ના, અમારે મુમેન્સ્ડ સાથે કંઈ લેવાદેવા નથી. તમે ગર્ડી આવે એવું જ અમે ઈચ્છતા નથી. વર્ષો સુધી અમારે ત્યાં અંગ્રેજો અને બીજા વિદેશીઓ હતા. હવે અમે ફરી વાર કોઈને પણ પોતાના હેતુસર અમારી ધરતીનો ઉપયોગ કરવા દેવા માંગતા નથી. અમને સબમરીન મથક માટે છૂટ મળી જ નહિ.
ચીન પાંચ વર્ષમાં અમેરિકાને આંબી શકે તેમ છે એવા વિચારના માઓએ પ્રસાર કરવા માંડયો ત્યારે એમણે મારા પર પણ પ્રહારો કરવા માંડયા. આ પ્રહારો પણ તેઓ જાહેરમાં જ કરતા હતા. માઓની પ્રેરણાથી ચીનાઓ અમે ભદ્રવર્ગીય ખ્યાલ ધરાવીએ છીએ એમ પણ કહેવા લાગ્યા. આ રીતે અમારા સામ્યવાદી આંદોલનની ભાવિ દિશા સંબંધમાં સિદ્ધાંતને લગતા કેટલાક મૂળભૂત પ્રશ્નો ઊભા થયા અને આ રીતે અમે ચીનથી અલગ પડવાની હદે પહોંચી ગયા હતા.
માઓો-નુંગે એવી જાહેરાત પણ કરી હતી કે શાંતિમય સહઅસ્તિત્વ એ ભદ્રવર્ગીય શાંતિવાદી ખ્યાલ છે. એ પછી ચીને શાંતિમય સહઅસ્તિત્વની અમારી નીતિ માટે સોવિયેટ સંઘના સામ્યવાદી પક્ષની બેફામ નિંદા કરી છે. ચીનાઓ ખરેખર શું વિચારે