________________
પ
૨૭૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-૧૯૭૨
:
ખામીને લીધે જ્યાં બાળક ન થતું હોય ત્યાં, પરિણીત સ્ત્રીને, ફરી પરણવાની છૂટ આપવાનો વિચાર તો આખા પુરુષ-સમાજને મૂળમાંથી હચમચાવી જ નાખે, નહિ?
સ્ત્રીઓને જયાંત્યાં ઉપદેશ શું આપવામાં આવે? “વીર પુરુપની જનની બને.” બહુ સારું. વીર પુરુષને જન્મ આપ્યો ને એ પુરુષે સ્વતંત્રપણે પિતાને માર્ગ ઘડીને મહાન થયા. પછી? એમની માતાઓએ તે “વીરમાતા” તરીકેને ઈલકાબ પામી, જીવનની ધન્યતાની ટોચ આવી ગઈ માની, જીવનમાં બીજું કશું જ સિદ્ધ કરવાનું નહિ, એમ ને? સ્ત્રીને પિતાને કોઈ પારમિતા પામવાની કે પ્રગટ કરવાની નહિ. ઈતિહાસ, સંસ્કૃતિ, કલા, ધર્મ, ફિલસૂફી, ચિંતન- કોઈ પણ ત્રે તેણે કશું પ્રદાન કરવાનું નહિ (તેનામાં એવું સામર્થ્ય જ ન હોય, નહિ) તેને પિતાને મનુષ્ય તરીકેન, પિતાના સ્વત્વને, શક્યતાઓને કશે વિકાસ કરવાને નહિ, એમ ને? કોઈ કહે કે: એને વિકાસ કરવાની કોઈ ના નથી પાડતું. કબૂલ પણ જે એ રીતે કરેલા વિકાસનું મેળવેલી સિદ્ધિનું, પ્રદાનનું મહત્ત્વ હોય છે તેને કેવળ “વીરમાતા” થવાનું શા માટે ઉપદેશવામાં આવે છે? શ્રેષ્ઠ મનુષ્ય બને, તેમ કાં કહેવામાં નથી આવતું?
દાદા ધર્માધિકારીએ માતૃત્વવિહોણા જીવનની હિમાયત નથી કરી. તેમણે તે કહ્યું છે. સ્ત્રીનું મહત્ત્વ તેના માતૃત્વપદ કે પત્નીપદ પરથી ન અકાય. સ્ત્રી સ્વાયત્ત અને સ્વતંત્ર બનશે. તેનું મૂલ્ય મા કે પત્ની તરીકે નહિ, સત્ત્વયુકત વ્યકિત તરીકે અંકાશે, તે વસનું નહિ, મનુષ્ય બનશે.
સ્ત્રીને વસ્તુ માનવામાં આવી છે, તેને સૌથી મોટો પુરાવે. કયાં મળે છે? લગ્ન વખતે અપાતા કન્યાદાનમાં. આ દાન’ શબ્દ શું સૂચવે છે? દાન વસ્તુનું થાય, નાણાં-સંપત્તિનું થાય. માણસનું તે કાંઈ દાન હોય? એક જીવતા, જાગતા, સ્વતંત્ર ઈચ્છાશકિત ને આત્મશકિત ધરાવતા માણસને બીજો કોઈ માણસ શું દાનમાં આપી શકે? એક પુરુષનું શું કદી કોઈએ દાન આપ્યું છેસિવાય કે એક ગુલામ તરીકે? છતાં કન્યા “દાનોમાં અપાય છે. સ્ત્રીઓએ આ શબ્દને અપમાનજનક લેખ જોઈએ. હું ઈચ્છું છે આ વિશે વધુ વિચારણા થાય અને લગ્નની વિધિમાંથી એ ભાગ કાઢી નાખવામાં આવે.
તંત્રીશ્રીને ભય છે કે નારીનું પુરુષ-નિરપેક્ષ જીવન કેવું હશે? - આ કંઈક અંશે એના જેવો ભય છે કે હરિજને કહેવાતા સવર્ણો જેવા થઈ જશે, તે શું થશે!
પુરુષ-નિરપેક્ષતાને અર્થ એ નથી કે પુરુષ સાથે સંબંધ ન રાખવે, તેની સાથે વ્યવહાર ન કરે, સહજીવન ન જીવવું, પત્ની કે મા ને બનવું.
તેને અર્થ તે એટલો જ છે કે હવે પછી સ્ત્રીનું મૂલ્ય, પુરુષના સંબંધમાં તે શું છે, તે આધારે નક્કી ન થાય. પણ તેની પોતાની વ્યકિત તરીકેની ગુણવત્તા પરથી જ નક્કી થાય. “પુરુષ જેમ માત્ર સ્ત્રીના લાભ કે સુખ માટે સજ્જ નથી, તેમ સ્ત્રી પણ માત્ર પુરુથના લાભ કે સુખ માટે સર્જાઈ નથી. ભિન્ન વ્યકિતત્વ છતાં સરખી શકિતઓ ધરાવનાર વ્યકિત તરીકે ઉભયની ગણના થવી જોઈએ.” (ગુરપ્રસાદ) “સ્ત્રી-પુરુષ સમાનતાને ઘણી વાર એમ અર્થ કરવામાં આવે છે કે સ્ત્રી પુરુષનાં જે કામ છે તે બધાં કરે. આ અર્થ મૂળ ભાવનાથી સેંકડો જોજન દૂર છે. ખરો અર્થ તે એટલો જ છે કે તેની મૂલ્યવત્તાને સ્વતંત્ર રીતે સ્વીકાર કરવામાં આવે, તેને પોતાના વિકાસ માટે પુરુષના જેટલી તક મળે. અમેરિકામાં ચાલી રહેલા “નારી-મુકિત આંદોલનની શરૂઆત એ બાબતમાંથી થઈ હતી કે
ત્યાં એને, પુરુષ જેટલું જ કામ કરવા છતાં, પુરુષના કરતાં વેતન ઘણું ઓછું મળતું હતું.
પુરુષને જેમ કોઈ પણ કાર્યમાં સિદ્ધિ મેળવવા માટે યશ મળે છે, તે પતિ તરીકે કે પિતા તરીકે કેટલે સફળ છે, તે તે તેના સમગ્ર જીવનના માત્ર એક નાના અંશની જ વિચારણા છે, તેવી જ રીતે સ્ત્રી પણ, તે પત્ની કે માતા હોય કે ન હોય, સાર્થકતાનાં બીજાં અનેક શિખરેએ તે પહોંચી શકે છે. સ્ત્રીએ એ સ્વાયત્તતા, એ સાર્થકતા, પિતાના અસ્તિત્વનું એ મૂલ્યભાન મેળવવાનું છે. પુરુષ જ પિતાનું રક્ષણ કરી શકે, એવા ભયમાંથી તેણે નીકળવાનું છે. પોતાના 'હૃદયની ને માનસિક શકિતઓ ખીલવવાની છે. સમાજને એ માટે જાગૃત કરવાને છે.
અત્યારે તે સ્ત્રીના એકેએક તબક્કે, તેની ઓળખ પુરુષઆધારિત છે. કુમારી, મિસ કે મિસિસ કે નામની આગળ લગાડાતું સૌ. પુરુષ-સંબંધે સ્ત્રીનું સ્થાન શું છે તેની જ ઓળખ આપે છે. ગળાનું મંગળસૂત્ર, ઘણી વાર કપાળને ચાંલ્લો (વિધવાને ચાંલ્લે કરવાની છૂટ નથી) પણ સ્ત્રીના પુરુષ-સંબંધે દરજજાનું જ સૂચન કરે છે. આશીર્વાદ અપાય છે તે–અખંડ સૌભાગ્યવતી થવાના. તું તારામાં સર્વોત્તમ છે તેને પામ-તેવા નહિ. સ્ત્રીને ઘણી વાર તેના નામે નહિ, પતિના નામે જ ઓળખવામાં આવે છે, જેમ કે “મિસિસ રમેશ દેસાઈ હવે ઈનામે વહેંચશે.”
ટૂંકમાં કોઈ પણ સ્ત્રીની ઓળખ થતાં, હમેશાં એ સ્પષ્ટ થવાની અપેક્ષા રખાય છે કે તે પરિણીત છે કે નહિ. પુરુષ માટે તે કારખાનાને મેનેજર છે કે કામદાર છે કે કવિ છે, તેટલી ઓળખ ચાલે. પણ સ્ત્રી માટે વધારામાં લગ્ન સંબંધ પિતાની સ્થિતિની ચેખવટ અપાવી જોઈએ. આની પાછળનું રહસ્ય છે કારણ કે પરંપરા શું હોઈ શકે? એ જ કે દરેક પુરુષ જાણવા માગે છે કે જાણ્યું -અજાણે, પૂછયે-વગરપૂછયે તેની ઓળખમાં આવતી સ્ત્રી પરિણીત છે કે નહિ. પણ આવી કુતૂહલભરી ઈચ્છા રાખવી તે શું તંદુરસ્ત મનની નિશાની છે? અને સ્ત્રીને મંગળસૂત્ર પ્રાણથી વહાલું કહેવાય. એક દોરામાં પરોવેલા ચેડા કાચના ને થોડા સેનાના મણકા એ તેનું જાણે સમાજસ્વીકૃત જીવનસર્વસ્વ. તકલીફના સમયમાં એને વેચવું પડે તે જીવ કાઢવા જેવું લાગે.
તો પુરુષ-નિરપેક્ષતા એટલે આ બધા રૂઢિદત્ત, અર્થહીન, તર્કહીન પ્રતીકો, વળગણે, મૂલ્યમાંથી મુકિત. પુરુષના આશ્રયે જ જીવનની સાર્થકતા પામી શકાય તેવી ભ્રામક માન્યતામાંથી મુકિત. સ્ત્રીને પિતાની રીતે પોતાની કિંમત ઊભી કરવાની મુકિત. કેટલાક લે કે આમાં કદાચ સ્વેચ્છાચારને ભય જુએ, પણ પુરુષની બાબતમાં જે આ સ્વેચ્છાચાર ન કહેવાય તે સ્ત્રીની બાબતમાં તેવું શા માટે મનાવું જોઈએ?
સ્ત્રીની મુકિતની વિચારણાનાં હજુ બીજાં કેટલાંક મહત્ત્વનાં પાસાં છે, પણ તે વધારે મૂળભૂત ને વધારે કાન્તિકારી છે, જેને હજુ વાંચવા-વિચારવા માટે પણ આપણો સમાજ તૈયાર ન હોય, તેથી તે વિશેની વાત હમણાં નહિ.
કુન્દનિકા કાપડીઆ જન્મ અને મૃત્યુ જન્મ અને મૃત્યુને મટાડવાને બીજો કોઈ જ ઈલાજ નથી સિવાય કે એ બેની વચ્ચે ગાળે તમે સુખે ભેગા.
-જર્જ સાન્તાયન
-
રોટીને એક ટુકડો અને સૂવા માટે એક ખૂણે, એક મિનિટ સ્મિતની અને એક કલાક રુદનને, એક ગેલન દુ:ખ અને એક ટીપું સુખ અને એક પણ હાસ્ય ન હોય. એ જ છે જીવન!
-પેલ લેરેન્સ ડનબાર