________________
- ૨૬૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-૧૯૭૨
અમથું હું પૂછું
બંધ બંધ કળીઓમાં પૂરો જો આંખ: તે તે
કેટલીયે પાંદડીનાં તેજ! મૂંગી વાણીને તીર સરવા જે કાન કરો,
તમને ના ભજવશે ભેજ? આવું કે ના'વું, ને બેલું–ન બેલું: તમે
લેતાં આ રઢ શાને ખાલી? વાયરાના આવવાનાં હેયે એંધાણ :
એને પગલાંથી પારખે તિતાલી. અણજાણી દશથી જે અવે એ સૌરભમાં
હેરખી તે હેજે આમેજ! રડવાનું રણમાં ને મળવાનું મેળામાં
ને ગીત વિના કોરે આ કંઠ: આ ૨ વરદાન કયા ભવનાં ? કે અમરતના
અવરોધ હું તે નીલકંઠ! ભીડમાં મળ્યાંને મને ખટકો: પણ તમને શું?”
અમથું હું પૂછું છું. હે જ.
જગદીશ જોષી
આર્થિક સહાય કરી. તાઈવાન, થાઈલેન્ડ, દક્ષિણ કોરિયા, વિયેટનામ, જાપાન વગેરે દેશને અમેરિકાના વર્ચસ નીચે રાખવા બધા પ્રયત્નો કર્યા. ઉત્તર વિયેટનામમાં સામ્યવાદી સત્તા થઈ ત્યારે દક્ષિણ વિયેટનામને કબજો કરી, પિતાનું લશ્કર કહ્યું અને યુદ્ધમાં સંડોવાયું. વિયેટનામની પ્રજાની ખાનાખરાબી કરી અને સત્યાનાશ વાળ્યું છતાં નામોશીભરી રીતે ત્યાંથી ભાગવું પડે એવી પરિસ્થિતિ થઈ. અમેરિકાની પ્રજા આ યુદ્ધથી ત્રાસી ગઈ. તેમાંથી કાંઈક આબરૂભેર છૂટવાના એક પ્રયત્ન તરીકે નિકસન ચીનની મદદ લેવા ઈચ્છતા હોય તેમ જણાય છે. આ પ્રયત્નમાં તેમને સફળતા મળે એવાં ચિ દેખાતાં નથી. ઉત્તર વિયેટનામને ચીન કોઈ સંજોગોમાં નારાજે કરી શકે તેમ નથી. રશિયા ઉત્તર વિયેટનામને પુષ્કળ મદદ કરે છે. દક્ષિણપૂર્વ એશિયામાં રશિયાની અસર વધે તે ચીનને પોસાય તેમ નથી. વિયેટનામ સંબંધે કાંઈક ખાનગી સમજણ નિકસન ચીન સાથે કરી શકશે કે નહિ તે જોવાનું રહે છે.
બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાનું સ્થાન અજોડ બન્યું હતું. દુનિયાના ઘણા દેશોને તેની સહાય ઉપર જીવવું પડે એવી સ્થિતિ હતી. ત્યાર પછીનાં ૨૫ વર્ષના ગાળામાં આ પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. યુરોપના દેશે ભાંગી ગયા હતા તે સમૃદ્ધ થયા છે. અમેરિકાથી દબાઈ રહેવું પસંદ નથી. અમેરિકાને પ્રભાવ ઓછા કરવાની પ્રક્રિયા દ’ગાલે શરૂ કરી. યુરોપની મજિયારી બજાર થઈ તેણે આ પ્રક્રિયાને વેગ આપ્યો. હવે બ્રિટન પણ તેમાં જોડાયું. બ્રિટન અને અમેરિકાના વિશિષ્ટ રાંબંધાને કારણે ફ્રાન્સ બ્રિટનને મજિયારી બજારમાં દાખલ થવા દેવા ઈચ્છતું ન હતું. અમેરિકા સાથેના વિશિષ્ટ સંબંધે કરતાં યુરોપના દેશે સાથે આર્થિક સંબંધ જોડવામાં બ્રિટનને પિતાનું હિત જણાય છે. અમેરિકાની આર્થિક સ્થિતિ કથળતી રહી છે. ડૅલરનું અવમૂલ્યન કરવું પડયું. બેરોજગારીનું પ્રમાણ વધતું રહ્યું છે. ચીન સાથે સંબંધ સુધરે તે ૭0 કરોડની પ્રજા સાથે વેપાર વધે તે પ્રલેભન અમેરિકાના ઉદ્યોગપતિઓને હોય તેમ જણાય છે. ,
અમેરિકન પ્રેસિડન્ટની આ વર્ષે ચૂંટણી છે. નિકસન બીજી ટર્મ માટે આતુર છે. એમ કહેવાય છે કે ચીન સાથે મૈત્રીભર્યા સંબંધો થાય તે નિકસનને ફરી ચૂંટાઈ આવવાના સંજોગે ઊજળા બને. અમેરિકાની પ્રજા ભાન ભૂલી હોય તે આવું બને. એમ માનવામાં આવે છે કે વિયેટનામના યુદ્ધમાંથી છુટાય અને આર્થિક સ્થિતિ સુધરે તે વિદેશ સાથેના સંબંધે કેવા રહે છે તેની અમેરિકન પ્રજને પડી નથી. આ બે વસ્તુ પિતે કરી બતાવશે એવી હવા ઉત્પન્ન કરવા નિકસનના બધા પ્રયત્ન છે.
ભારત-પાકિસ્તાન યુદ્ધમાં નિકસને અવળચંડી નીતિ આદરી. પરિણામે ભારત અને રશિયા વધુ નજીક આવ્યા અને રશિયાને પ્રભાવ વળે તેથી નિકસનની મૂંઝવણ વધી છે. ચીન સાથે સારા સંબંધો કરવામાં નિકસનને ઘણે ભેગ આપવો પડશે. દક્ષિણ વિયેટનામ, દક્ષિણ કોરિયા, તાઈવાન, જાપાન–આ બધા દેશ અમેરિકાના જોર ઉપર નભે છે. હવે તેમણે ચીનને નમતું મૂકવું પડશે. અમેરિકા ઉપર વિશ્વાસ નહિ રહે.
બધા સંજોગે જોતાં એકંદરે એમ લાગે છે કે નિકસનની આ નીતિથી ચીનને બધી રીતે લાભ થાય તે સંભવ છે. અમેરિકાને કાંઈ લાભ થાય કે નહિ તે ભવિષ્યમાં ખબર પડશે. ચીન-અમેરિકા વચ્ચે કેવા પ્રકારની સમજૂતી થાય છે તે ઉપર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે. ભારતને તેમાં અગત્યને ભાગ ભજવવાનો રહેશે.
- સ ઘ સમાચાર સ્વ. પરમાનંદભાઈની પ્રથમ પુણ્યતિથિ
સ્વ. પરમાનંદભાઈની પ્રથમ પુણ્યતિથિ આગામી ૧૭મી એપ્રિલના રોજ આવતી હોઈ તે દિવસે શ્રીમતી શારદાબહેન બાબુભાઈ શાહનાં ભજન રાખવાનું નક્કી કરવામાં આવેલ છે. શ્ર. કિશનસિંહ ચાવડાને અહીં ઉપસ્થિત થવાની અનુકળતા હશે તે તેઓ સ્વ. પરમાનંદભાઈના જીવન અને કાર્ય વિષે બેલશે. આ માટે તેમને નિમંત્રણ આપવામાં આવેલ છે.
આ ઉપરાંત સ્વ. પરમાનંદભાઈની બીજી પુણ્યતિથિના રોજ તેમના પ્રગટ અને અપ્રગટ લેખમાંથી સારા લેખે ચૂંટીને એક પુસ્તક પ્રગટ કરવાનું પણ નિર્ણય લેવામાં આવ્યા છે અને આ કાર્ય માટે નીચેની એક સબ-કમિટીની નિમણૂક કરવામાં આવી છે.
પ્રે. રમણલાલ ચી. શાહ, કન્વીનર શ્રી ગીતાબહેન પરીખ. શ્રી પ્રવીણચંદ્ર મંગળદાસ શાહ. શ્રી સુબોધભાઈ એમ. શાહ. • વસંત વ્યાખ્યાનમાળા
દર વર્ષની માફક આ વર્ષે પણ ફલેરા ફાઉન્ટન ૫ર આવેલ બ્રસ સ્ટ્રીટમાં - તાતા ઓડિટોરિયમમાં એપ્રિલ માસની ૩-૪-૫- તારીખ - એમ ચાર દિવસ માટે વસંત વ્યાખ્યાનમાળાનું આયોજન કરવું અને તેમાં ચાર અલગ અલગ વકતાઓનાં ચાર વ્યાખ્યાને રાખવાં એમ ઠરાવવામાં આવ્યું છે. વકતાઓનાં નામે નક્કી થયા પછી જાહેર કરવામાં આવશે.
ચીમનલાલ જે. શાહ
સુબોધભાઈ એમ. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
એકાગ્રતા એક દિવસ એક સાધુપુરુષે જોયું કે, તળાવને કિનારે એક બગલે ચુપચાપ ઊભા રહીને માછલીને પકડવા એકાગ્ર બનીને તાકી રહ્યો હતો. જયારે બીજી બાજુ એક શિકારી બગલાની ઉપર નિશાન તાકી રહ્યો હતો! પરંતુ બગલે માછલી પકડવામાં એટલે તે તલ્લીન બની ગયો હતો કે એને પેલા શિકારીને ખ્યાલ જ આવતો ન હતો.
આ જોઈ પેલા સાધુપુરુષ તે બીજા કોઈ નહિ પરંતુ રામકૃષ્ણ પરમહંસે બગલાને નમસ્કાર કરતાં કહ્યું: “બગલાભાઈ, તું મારો ગુરુ છે. જયારે હું ધ્યાનમાં બેસું ત્યારે તારી માફક હું પણ એકાગ્રતાથી ધ્યાન કરી શકે તો કેવું સારું”
-સં. ફિરોઝ ડી. ગાર્ડ
એક દિવસ
રહીને આ શિકારી
૨૧-૨-૭૨
ચીમનલાલ ચકુભાઈ