________________
Regd. No. MH. 117
-प्रजुद्ध भुवन
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૩૩: અક ૨૧
શ્રી મુંબઇ જૈન યુવક સઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૦-૪૦ પૈસા
મુંબઇ માર્ચ ૧, ૧૯૭૨ બુધવાર વાર્ષિક લવાજમ રૂા. ૭, પરદેશ માટે શલિંગ ૧૫
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
✩
અમેરિકા, ચીન
આ લખાય છે ત્યારે પ્રેસિડન્ટ નિક્સનની ચીનની મુલાકાત શરૂ થાય છે. આ લખાણ પ્રકટ થશે ત્યારે તે મુલાકાત પૂરી થઈ હશે. નિક્સને આ મુલાકાતને શાન્તિયાત્રા તરીકે વર્ણવી છે. આ શિખર મંત્રણાની ફલશ્રુતિ વિશે હવે પછી ખબર પડશે. દુનિયાભરમાંથી લગભગ ૧૦૦ પત્રકારો ચૌનમાં ઊતરી પડયા છે. ખાસ ટેલિવિઝનના કાલાએ ગયા છે. આ સપ્તાહ દરમ્યાન અને ત્યાર પછી લાંબા સમય સુધી આ મંત્રણાના અહેવાલો અને પરિણામે વિશે ખૂબ લખાશે. એક હકીકત સ્પષ્ટ છે કે આ બનાવ ખરેખર ઐતિહાસિક છે અને તેનાં પરિણામો દૂરગામી હશે. અમેરિકન પ્રેસિડન્ટ કોઈ વિદેશમાં સાત દિવસ રહે એ જ સાધારણ છે. આ મુલાકાત જે ગુપ્તતાથી ગાઠવવામાં આવી અને અણધારી તેની જાહેરાત થઈ તે આશ્ચર્યજનક હતું. જાસૂસી ઢબે કિસિન્ગર ચીન ગયા અને જે દેશે સાથે અમેરિકાને ગાઢ રાંબંધ છે એવા બ્રિટન, ફ્રાન્સ કે જાપાનને કોઈ પણ જાણ કર્યા વિના નિક્સને પેાતાના આવા મહત્ત્વના નિર્ણયની જાહેરાત કરી, તેમાંથી રહસ્યમય વાતાવરણ સર્જા છે. જુલાઈ મહિનામાં નિક્સને જાહેરાત કરી ત્યારથી નિક્સન અને માઓના હેતુઓ વિશે તર્કવિતર્કો થતા રહ્યા છે.
આવી શિખર મંત્રણાની ઉપયોગિતા અને સફળતા વિશે પણ ગંભીર શંકા વ્યકત થઈ છે. જયાં પરસ્પરનાં હિતા સમાન હોય પણ અન્ય કારણાએ ગેરસમજૂતી અથવા મતભેદ ઉત્પન્ન થયા હોય ત્યારે અંગત વિચારવિનિમય ઉપયોગી થાય. પણ જ્યાં પાયાના વિરોધ હોય અને હિતોના સંઘર્ષ હોય ત્યાં ચાલા, સાથે બેસી દિલ ખાલી વાતો કરી લઈએ, એવા વ્યવહાર રાજકારણમાં સફળ થવાનો સંભવ બહુ નથી. કદાચ મતભેદો વધે અથવા વધારે ઉગ્ર બને એવૉ સંભવ પણ અસ્થાને નથી. માનવમન ગૂઢ અને મેટે ભાગે અજ્ઞાત છે. કોઈ વ્યકિતને બીજા પ્રત્યે કયારે અને કયા કારણે ગમે! કે અણગમે થશે તે કહેવું મુશ્કેલ છે. તદ્ન નજીવા કારણે-કે જે કહેવાય પણ નહિ— આકર્ષણ કે વિરોધ જન્મે. સરભરા બરાબર નથી થઈ કે માન જળવાયું નથી એમ લાગે ત્યાં આવું બની જાય અને અમાપ સત્તા ભાગવતા મહાન સત્તાઓના વડાઓ વચ્ચે આવા મતભેદ ઊભા થઈ જાય ત્યારે તેનાં પરિણામા બન્ને દેશએ ભાગવવાનાં રહે છે. વળી આવી શિખર મંત્રણા ચેસની રમત છે. નિક્સન-કિસિન્ગર માએ - ચાઉ ઉપર સરસાઈ મેળવશે કે સામે પક્ષે એવું બનશે તેની સતત સાવચેતી રહેશે. જે હોય તે, મંત્રણા યોજાઈ છે ત્યારે પહેલાં તેની ભૂમિકા સમજવા પ્રયત્ન કરીએ.
I
એક હકીકત આંખે ઊડી બાઝે તેવી છે. ૨૨ વર્ષ પરસ્પરની દુશ્મનાવટ સેવ્યા પછી, નિક્સન અને માઓને મૈત્રી કરવાનું મન કેમ થયું? ચીન સામ્યવાદી મટી ગયું નથી અને અમેરિકા મૂડીવાદી મટી ગયું નથી. ૨૨ વર્ષ સુધી ચીનને રાષ્ટ્રસંઘયુનાટેડ નેશન્સ-ના
અને રશિયા
✩
સભ્ય થવા ન દીધું, એવું કારણ આપીને કે ચીન રાષ્ટ્રસંઘના સિદ્ધાંતો સ્વીકારતું નથી અને સભ્ય થવાને પાત્ર નથી, ૧૯૪૯માં સામ્યવાદી
પક્ષ ચીનમાં સત્તારથાને આવ્યો ત્યારથી મેકાર્થી-લેસનીતિ રહી છે. અમેરિકાને સદા સામ્યવાદનો ભય રહ્યો છે. સાથેસાથે પોતાની સલામતીનો ભય પણ રહ્યો છે. રશિયા ૧૯૧૭માં સામ્યવાદી થયું અને વખત જતાં અમેરિકાની બરોબરી કરી શકે એવી મહાસત્તા બન્યું. ૧૯૪૯માં ચીન સામ્યવાદી બન્યું ત્યારે આ ભય અનેક ગણે વધી પડયો. આવા મેટા બે દેશે સામ્યવાદી હોવાના કારણે એક થાય તે તેનો સામનો કરવા અતિ વિકટ થઈ પડે. શરૂઆતમાં ચીન અને રશિયા વચ્ચે સ્વાભાવિક પરસ્પર સહકાર અને સહાય રહ્યાં. રશિયાએ ચીનને ખૂબ મદદ કરી. એટલે ચીન-રશિયા તરફનો ભય વધતો રહ્યો. આ ભયને ઓછા કરવા ચીનનો સખત વિરોધ ચાલુ રાખ્યો અને રશિયા સાથેના સંબંધ સુધારવા પ્રયત્ન કર્યો. સ્ટેલિન પછી ક્રુશ્ચેવની પણ અમેરિકા સાથે સહઅસ્તિત્વની નીતિ રહી. લગભગ ૧૯૫૮થી આ પરિસ્થિતિમાં પલટો આવ્યો. ચીન અને રશિયાના સંબંધો બગડયા અને તૂટયા અને અત્યારે ચીન અને રશિયા દુશ્મન બન્યા છે. બે સામ્યવાદી દેશે। એકબીજાના દુશ્મન કેમ બન્યા તે ઈતિહાસને એક કોયડો છે. સામ્યવાદ આંતરરાષ્ટ્રીય ગણાય છે. તેને સીમાડા નથી. રશિયા અને ચીનના સંબંધો કેમ બગડયા તે એક જુદા વિષય છે. તે વિશે ખૂબ અભ્યાસ થયો છે. ક્રુવે પોતાના સંસ્મરણા લખ્યાં છે તેમાં આ વિશે એક પ્રકરણ છે. તેના સાર આ અંકમાં અન્યત્ર આપ્યો છે. અહીં નોંધવા જેવી હકીકત એ છે કે અમેરિકાની વિદેશનીતિ ઘણાં વર્ષો સુધી એ માન્યતા ઉપર રચાયેલી હતી કે રશિયા અને ચીન સદા સાથે રહેશે. હવે કંઈક એવી માન્યતા જણાય છે કે રશિયા અને ચીન સદા દુશ્મન રહેશે. દુશ્મનના દુશ્મન મિત્ર એ જાણીતા ધારણ ઉપર હવે ચીન અને અમેરિકાની નીતિ રચાતી હોય તેમ લાગે છે. પહેલી માન્યતા ભૂલભરેલી નીકળી તેમ જ બીજી પણ ખોટી ઠરે તો નવાઈ નહિ. પણ વર્તમાનમાં આવી માન્યતાના ધોરણે ચીન અને અમેરિકા પોતાની વિદેશનીતિને પાયાનો પલટો આપી રહ્યા છે. નિક્સન એમ માને છે અને તે હકીકત છે કે રશિયા જેવી મહાસત્તા થતા ચીનને વર્ષોલાગશે, તેથી રશિયા તરફથી જે ભય છે તે ચીન તરફથી નથી, તેમ જ ચીન અને રશિયા વચ્ચેના સાંઘર્ષ જોતાં રશિયા તરફનો ભય ઓછો કરવામાં ચીન ઉપયોગી થાય.
બીજા વિશ્વયુદ્ધ પછી એશિયામાં બ્રિટન અને ફ્રાન્સનાં સામ્રાજ્યો વિલીન થયાં. બધા મેટા દેશે ખુવાર થયા. અમેરિકા એક જ સમૃદ્ધ દેશ રહ્યો.દુનિયાની આગેવાની અને ચોકી કરવાની જવાબદારી અમેરિકા ઉપર આવી પડી. દક્ષિણ—પૂર્વ એશિયામાંથી ફ્રેન્ચ સત્તા વિદાય થઈ ત્યારે ચીનનું વર્ચસ વધે નહિ અને સામ્યવાદને ફેલાતો અટકાવવા અમેરિકાએ દક્ષિણ-પૂર્વના દેશમાં અઢળક લશ્કરી અને