SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ay દ પ્રમુદ્ધ જીવન જોગ એસા હાય ‘જુગતસે નર જીવે જોગી, ... મુગતો પરમાણ રે, દયા કફની પેર - બાવા, નામ હે નિર્વાણ જી, ખમા ખલકો પર અવધૂત; નામ હે આલેક જી. - એવા એવા ગુરુ મારા, ગગન સુધી જાય રે, કોણ સીંચે, કોણ પીએ, કોણમાં સમાય જી?– એવા ગુરુ મારા ચક્કર ભેદી, ગગન સુધી જાય રે, નૂરતા સીંચે, સુરતા પીએ, જૂનમાં સમાય જી શૂરા માથે પૂરા આવ્યા, આવ્યા લડાઈ માંહા રે, શાન છૂંદા ગોળા વરસે, રતનિયાં વેરાય જી તીન શેાધા, પાંચ બાંધો, આઠ માંહ્યલા ઠાઠ રે, આવા હંસા, પીએ પાણી, ત્રિવેણીના ઘાટ જી મેલ માયા, મેલ મમતા, મેલ ડારો દાય રે, મછંદરના ચેલા બોલ્યા, જોગ એસા હોય જી.’ ભજનવાણી એકીસાથે બે કામ કરે છે. શબ્દના પ્રહારથી તે આપણા અહમ નું કોચલું ભાંગી નાખે છે અને આત્મદર્શનનું અમૃતજળ પાય છે. ગારખનાથ કહે છે તેમ ‘સબĒ મારી, સબદ જિલાઈ” શબ્દથી મારવાની અને શબ્દથી જીવતા કરવાની આ ક્રિયા છે. ગોરખનાથના આ ભજનમાં એ કળાની ઝાંખી થાય છે. પહેલે પ્રશ્ન તો એ કે યોગી પુરુષ કેવી રીતે જીવે? અને એ જીવવાની કળા તેને કેવી રીતે પ્રાપ્ત થાય? આ ભજનમાં તેનું ચાટદાર વર્ણન છે. ભજન કહે છે કે યોગીનર જીવે ‘જુગતસે,’યુકતપણે. ગીતામાં કહ્યું છે: મુકતાહારવિહારસ્ય મુકત ચેષ્ટ કર્મસુ, યુકત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવિત દુ:ખહા.' • યુકત આહાર-વિહાર, યુકત પ્રવૃત્તિ, મુકત નિદ્રા અને જાગૃતિ રાખનારને દુ:ખોનો નાશ કરનારા યોગ સિદ્ધ થાય છે. ગમે તેવી પરિસ્થિતિમાં યથાયોગ્ય રીતે વર્તે તે યોગી. પણ આ યોગ સિદ્ધ થયો છે તેનું પ્રમાણ શું? ભજન કહે છે: ‘મુગતસે પરમાણ,' યોગી કેટલા મુકત બન્યો એ તેનું પ્રમાણ. આપણાં કાર્યો તો ક્રિયા--પ્રતિક્રિયા અને આઘાત-પ્રત્યાઘાતના વિષચક્રમાંથી નીપજતાં હોય છે. પણ યોગીના વિચાર, વાણી અને કર્મ તો સ્વેચ્છાપૂર્વક, સ્વ- નિર્ણયમાંથી પાંગરે. તે યુકતપણે વતે છે કારણ કે બહારના પ્રભાવથી તે મુકત છે. મુકિતના આ માપદંડ જ યોગી કેટલા યોગારૂઢ થયો તેનું પ્રમાણ છે. સર્વ સાથે મુકત થવાના પ્રદેશમાં આ મુકિતનું ઝરણ વહે ત્યારે તેની ગતિ કેવી હોય? સર્વ પ્રત્યે દયા-કરુણા એ પહેલા ભાવ અને બીજાઓ તરફથી અવરોધ કે આઘાત આવે ત્યારે ક્ષમા એ બીજો ભાવ. માણસ કેવા વહેતા રહે છે અને વિરોધને સમાવતા જાય છે તેમાં તેનું સામર્થ્ય છે. પણ પોતાની જાતનાં બંધનો તોડયા વિના એ નથી બનતું. ભજન કહે છે: સાધુ, કોઈ નામ-રૂપના અને વેશભૂષાના ઓળામાં હું બંધાઈ જા એ કેમ ચાલે? દયાની કફની પહેર, ક્ષમાના આલખલો ધારણ કર, કારણ કે, તારું સાચું નામ તો નિર્વાણ છે, જયાં ઈચ્છામાત્રનું વિસર્જન થઈ જાય છે. તારું સાચું સ્વરૂપ તે અલખ છે, જયાં આંગળી ચીંધી શકાય એવા ઓળખ-પારખના સર્વ બિલ્લા સરી પડે છે. દયાની કફની અને ક્ષમાના ખલકાની વાત ભજન ક૨ે છે ત્યારે કિએર્કગાર્ડનાં વચના યાદ આવે છે. તેણે ‘વર્ક્સ ઑફ લવ’માં કહ્યું છે કે આપણે આપણાં નામ-રૂપનાં વસ્ત્રો બહુ ચુસ્ત રીતે પહેરીએ છીએ. પછી એ વસ્ત્રો ઉતારવાનો વારો આવે છે ત્યારે બહુ તકલીફ પડે છે. એટલે સમજીને આ વસ્ત્રા ઢીલાં પહેરીએ,ગાંઠ ઓછી વાળીએ તો. આપણા પાઠ ભજવ્યા પછી આ વસ્ત્રો ઉતારતાં તકલીફ ઓછી પડે. પણ જેણે વસ્ત્રો તો ઢીલાં પહેર્યાં ને એ વળી 12 તા. ૧૬-૨-૧૯૭૨ દયાઢામાંના તાણા-વાણાથી વણ્યાં એ તે આ વસ્ત્રા સાથે જ મુકત ગગનમાં વિહરી શકે છે. ‘એવા એવા ગુરુ મારા, ગગન સુધી જાય.’ આ ગગન સુધી જવાની વાત શી છે? પંચ મહાભૂતના શરીર સાથે ચિત્તની જે એકતા વણાઈ ગઈ છે એ જ મૂળ ગ્રંથિ છે અને યૌગિક સાહિત્યમાં આ ગ્રંથિભેદ થતો આવે તેને ચક્રભેદનના નામે ઓળખવામાં આવે છે. પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુતત્ત્વ સુધી વિકારોનો સંભવ રહે છે. પણ આકાશતત્ત્વ સુધી પહોંચ્યા પછી ચિત્તની વિકૃતિ થતી નથી. એટલે જ એ ચક્રને વિશુદ્ધ ચક્ર નામ આપવામાં આવ્યું છે. પણ આ વિશુદ્ધિ એ છેલ્લા મુકામ નથી. ‘નિત્ય સત્ત્વસ્થ’ની ભૂમિકા છે. ત્યાર પછી ભજન કહે છે તેમ ‘સૂનમાં સમાય’– અહંના સર્વથી લય થઈ જાય છે. આવા નિર્મલ ચિત્તના નિર્માણ અને અહંને નામશેષ કરવા માટે કઈ વસ્તુઓ જરૂરની ? ભજન કહે છે: નૂરતા અને સુરતા. નૂરતા એ નિરતિ, વૈરાગ્યની સૂચક છે. સુરતા એ પ્રભુપ્રેમ અને તલ્લીનતા બતાવે છે. વાસનાની નિવૃત્તિ અને પરમાત્મ-પ્રેમની પ્રવૃત્તિ એ એકબીજાનાં પૂરક છે. આ બંને પાંખો દ્વારા જ માણસ આંતરિક મુકિતના આકાશમાં ઊંચે ચડે છે, પણ આ મુકિત સહેલાઈથી નથી મળતી. તીવ્ર ઝંખનાની આગથી ઈન્દ્રિય-મનનું પિંજર જલાવ્યા વિના કોઈ ગગનમાં ઘર કરી શકતું નથી. પ્રકૃતિનાં સર્વ અવલંબનને દૂ૨ કર્યા પછી જ નિરાલંબ સ્થિતિ પ્રાપ્ત થાય છે. ભજન કહે છે: ‘શૂરા માથે પૂરા આવ્યા, આવ્યા લડાઈ માંહ્ય રે.’ ઇન્દ્રિયો અને મન મહા બળવાન છે. પણ આ ‘શૂરવીર’ ઇન્દ્રિયોને વશ કરી શકે એવા ‘પૂરો’–પૂર્ણ સમર્થ આત્મા પણ મનુષ્યના શરીરમાં જ રહ્યો છે. જયારે પોતાની પૂરી તાકાતથી આત્મા મેદાનમાં આવે છે ત્યા૨ે ઇન્દ્રિયોનું તેની પાસે કાંઈ ચાલતું નથી. જ્ઞાનના ગાળા વછૂટે છે અને જડતાના કિલ્લા જમીનદોસ્ત થતા જાય છે. અને ખૂબી તો એ છે કે આ શૂરા અને પૂરાની લડાઈમાંથી ભંગાર હાથ લાગતા નથી પણ ‘રનિયાં વેરાય,’ અત્યંત મૂલ્યવાન અનુભૂતિઓના ચમકારા મળે છે. પોતાની અંદર જ આત્માની વિવિધ વિભૂતિનાં દર્શન થતાં મનુષ્ય આનંદ માટે બહાર ભટકતા નથી પણ અંતરમાં જ ત્યંતિક સુખનો અનુભવ કરે છે. ભજન કહે છે: ‘તીન શોધેા, પાંચ બાંધા, ઠ માંહ્યલા ઠાઠ જી.' આ માર્ગ અંદરની ખાજને છે, અંદરના વિજયનો છે અને નાશવંત પ્રકૃતિના ઠાઠમાઠને નિહાળી તેમાંથી અવિનાશીને પામવાના છે. સત્ત્વ-રજ-તમ એ ત્રણે ગુણા આપણા પર કેવી રીતે પોતાના પ્રભાવ પાથરે છે અને તેનું પરિણામ શું આવે છે તેના પર વિચાર કરો. પાંચ જ્ઞાનેન્દ્રિયોને વશ કરો અને અષ્ટધા પ્રકૃતિના આ બધા આડંબર કેવા પરિવર્તનશીલ છે તેને બરાબર તપાસી જુઓ.. આવા આંતર-નિરીક્ષણથી વિશુદ્ધ થયેલી તમારી વિવેકશકિત વહેં પછી નિર્મળ આનંદનું પાન કરો. ‘ત્રિવેણીનો ઘાટ’--એ યોગિક રૂપમાં જયાં ઈડા, પિંગળા અને સુષુમ્યા નાડી મળે છે તે ભૂમધ્યનું સ્થાન છે તેને ત્રિકૂટિ પણ કહે છે. ત્યાં મન, બુદ્ધિ અને અહંકારના પ્રદેશની હદ છે. વિચાર, વાણી, કર્મની ત્યાં એકતા સધાય છે, અને તે શુદ્ધ જ્ઞાનનું કેન્દ્ર મનાય છે. ‘આવે હંસા, પીએ પાણી’આપણા આતમહંસ ત્યાં નિર્ભેળ આનંદ પામે છે ને તેને પછી કશી તૃષા સતાવતી નથી. મછંદરના ચેલે, ગેરખ કહે છે કે માયાને પરહરો, મમતાને મૂકી દો અને દ્રુત ભાવના સદંતર ત્યાગ કરો. યોગ તો એવા હોય, જેમાં પોતાની અસલ જાતથી જ વિખૂટા પડેલા મનુષ્ય પોતાને સાચી રીતે પામે. પોતાની જાતનું સંશોધન, પોતાની ક્રિયાઓનું નિરીક્ષણ અને અંતે આત્માનું શુદ્ધ દર્શન તે ગારખનાથના ભજનનો સાર છે. સંત દરિયાસાહેબે આ સત્ય એક સાખીમાં જ કહી દીધું છે: “જીવ જાત શૅ બિછુટા; ધર પંચતત કા ભેખ, દરિયા નિજ ઘર આઈયા, પાયા બ્રહ્મ અલેખ.’ મકરન્દ દવે માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રાડ, સુખ–૪. 2, નં. ૩૫૦૨૯૬ મુદ્રણૢસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ ૧
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy