SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૨–૧૯૭૨. નથી. ઘણીવાર તો આવા બધા good men વાસ્તવમાં good for nothing જેવા હોય છે. લોકશાહીમાં આવી નિષ્ક્રિય અને નમાલી સુજનતાને કશો અર્થ નથી. એવા “સારા” પણ કશું ન કરી શકનારા માણસેથી તે લેકશાહી અને જાહેર જીવનમાં જનજાતનાં અનિષ્ટ પેસે છે. કોઈ અનિષ્ટ રોકદમ દૂર નહિ થાય ૨ાને કોઈ રોક જ વ્યકિતના પુરુષાર્થથી એ આખું ખતમ નહિ થાય તે સાચું, પણ કાર્યારંભ અને શુભ શરૂઆત વ્યકિતઓની વ્યકિતગત સ્પષ્ટ અને મક્કમ વર્તણૂકથી જ થઈ શકે એમ છે અને એ માર્ગે જ જાહેર જીવનને ૫ આપી શકાય તેમ છે. ઉદાહરણ તરીકે સંસદમાં અને વિધાનસભામાં આવતાં ૨૫-૫૦ વર્ષમાં પણ જો સારી અને સમર્થ લોકપ્રતિનિધિઓને જોવાની પ્રજાની ઉમેદ હોય તે પ્રજાએ તે માટે અત્યારથી જ, આ ક્ષણેથી જ, એ દિશામાં શ્રદ્ધાપૂર્વક કામગીરી બજાવવાનું શરૂ કરી દેવું જોઈએ. આપણી સમક્ષ કર્થના તે અનેક ડુંગર પડેલા છે અને લોકશાહી પ્રજાસત્તાક રચીને આપણે આગેકૂચ કરી રહ્યા છીએ ત્યારે અક્ષરશ: આકાશ સાથે આપણે બાથ ભીડી છે, પણ તેથી ગભરાઈ જઈને કે દિમૂઢ બનીને કેવી રીતે ચાલે? અમેરિકાના પ્રમુખ જોન કેનેડીએ પોતાના પ્રારંભિક મંગલ પ્રવચનમાં કહ્યું હતું તેમ “Let us begin”! શરૂઆત કરવાનું આપણે માથે રાખીએ; ફળ ચાખવાનું ભાવિ પ્રજા માટે છોડીએ! ' લોકશાહીમાં કેવળ વ્યકિતનું ચલણ ન હોઈ શકે તેમ લેકસમુદાયનું કોઈ વ્યકિત પર દમન પણ ન ચાલી શકે. પક્ષનું અને સંગઠનનું મહત્ત્વ અવશ્ય સ્વીકારવું રહ્યું પણ લોકશાહીમાં અને જાહેર જીવનમાં આખરે તે દરેક નાગરિકની વ્યકિતગત હેસિયત કેટલી પાકી, પરિપકવ અને પરિપૂર્ણ છે એના પર સમગ્ર પ્રજાજીવનની સફળતાને આધાર છે. પદને કારણે વ્યકિત વિશેષત્વ પામે પણ ખરેખર તે વિશેષત્વવાળી વ્યકિતઓને ભાગે પદ લગભગ ચાપઆપ જાય અને એવાં પદો પછી સવિશેષ આભૂષિત બની રહે ત્યારે જાહેર જીવન અનેરું આકર્ષક અને સુપ્રતિષ્ઠિત બની રહે છે. આ કે તે પદ ઉપર વ્યકિત હોય તે જ એ જાહેર જીવનમાં પ્રવૃત્ત રહી શકે, એવું જરા પણ નથી. વ્યકિતનું પિતાનું વ્યકિતત્વ એ જ એનું સાચું પદ છે, અને તેથી જાહેર જીવનમાં દરેકને એનાં નામ અને કામથી વધારે ઓળખવાને છે અને બિરદાવવાને છે, નહિ કે એના નાનામેટા સત્તાપદ કે પ્રતિષ્ઠાન વડે! - પરદેશમાં આપણે જોઈશું તે વિવિધ ક્ષેત્રોમાંના નેતાઓ એવા તે સત્ત્વશીલ અને સમર્થ હોય છે કે તેમની વાણી-વર્તણૂકની સરસ અસર સીધી કે પરોક્ષ રીતે રાજકારણ પર પણ પડતી હોય છે. અલબત્ત, હું લોકશાહી સમાજોની વાત કરી રહ્યો છું. બ્રિટન, સ્વિઝલેંન્ડ, સ્ટેન્ડિવિયન દેશે, અમેરિકા, કેનેડા, આદિ દેશમાં શિક્ષણ અને અન્ય ક્ષેત્રના માણસે રાજકારણના માણસે કરતાં જરાય ઊતરતા નથી, બલ્ક એનાથી વધુ સારા છે અને તેથી જ તેમને પરેક પ્રભાવ રાજકીય પક્ષો, પ્રણાલીઓ ઉપર પણ પડતું હોય છે, અને સુશિક્ષિત પ્રજાજનો અને નેતાઓને અંકુશ પણ રાજકીય તો ઠીક ઠીક જોવા મળે છે, અને એ રીતે જાહેર જીવનને સર્વાગી વિકાસ થતો રહે છે. | દુનિયાનું કોઈ પણ લેકશાહી કે અન્ય પ્રકારનું રાષ્ટ્ર લે: રાજકીય ક્ષેત્રે લગભગ દરેક સ્થળે આપણને વચલી અને સામાન્ય કક્ષાના ધુરંધરે જ જોવા મળશે. રાષ્ટ્ર નસીબવંત હોય તો કોઈ કોઈ વાર એને એકલદોકલ અસાધારણ રાજપુરુષે જરૂર મળે છે. પણ સર્વસામાન્યપણે રાજયતંત્ર સર્વત્ર mediocre લોકો વડે ચાલતું હોય છે. પરંતુ જયાં લોકશાહી છે અને જાહેર જીવન ઠીક ઠીક ઘડાથેલું છે ત્યાં આવા mediocre રાજયકર્તાઓને એક પ્રકારનું બળ મળતું હોય છે. બ્રિટન-અમેરિકા જેવા દેશો પણ આમાં બાકાત નથી, ન જ હોઈ શકે. પણ હાલને તબક્કે આપણી કમનસીબી એ છે કે આપણા દેશના રાજકારણમાં mediocreથી પણ ઊતરતા. માણસોને સળવળાટ ૨પણને જોવે અને સહેવો પડે છે. પરંતુ આવી લાચારીના મૂળમાં જાહેર જીવનને અભાવ કારણરૂપ છે અને જાહેર જીવન જરા જેટલું હોય તે એ ગણનાપાત્ર માત્રામાં સ્વસ્થ અને સ્વચ્છ નથી એને દોષ રાજકીય માણસોને માથે તે છે જ, પણ એનાથી વિશેષ, બિનરાજકીય એવાં અનેક ક્ષેત્રોમાંના પ્રજાસેવકો, આગેવાનો તેમ જ છૂટાછવાયા પ્રબુદ્ધ નાગરિકોને માથે પણ ઓછા નથી ! શિક્ષણક્ષેત્રની જ વાત ઉદાહરણ તરીકે કરું તે આજે એ ક્ષેત્રમાં સન્નિષ્ઠ અધ્યાપકો અને સુયોગ્ય આચાર્યો કેટલા? જાહેર જીવન ઘડવાનું અને તેમાં સતત શુચિતા જાળવવાનું પુણ્યકાર્ય સવિશેષ પ્રભાવથી શિક્ષણક્ષેત્રમાંના માણસોએ કરવાનું છે. પણ આજે તે કમભાગે ભારતમાં શિક્ષણની ભારે બેહાલી છે. ઉપલક રીતે શિક્ષણને વિસ્ફોટ વ્યાપક છે- શાળાઓ, કૉલેજો, વિશ્વવિદ્યાલયો વધતાં જાય છે, પ્રાધ્યાપકમાં ઝડપથી ઉમેરે થતો રહે છે, સાધન-સગવડે વિકસતાં રહ્યાં છે અને છતાં શિક્ષણની મૂળ માત્રા મંદ છે અને ગુણવત્તા હજી નહિવત છે. રામાં બીજાઓને દેષ કાઢવા કરતાં આપણા જ દોષ જોવો રહ્યો અને એ સુધારીને જવાબદારીપૂર્વક વ્યકિતગત કમગીરી કરવી રહી. આજની શાળા-કૉલેજોમાં ઘડી બેસાડવાનું કામ થતું જ નથી, વાતાવરણ સર્જતું જ નથી, કોઈ સ્પષ્ટ તરાહ ઊપજતી જ નથી. કેવળ ઊભરે આવ્યા કરે છે અને તેને સહુ ચીલાચાલુ રીતે ઠાલવ્યા કરે છે. આવી પરિસ્થિતિમાં જાહેર જીવન કેવી રીતે વિકસી શકે? જાહેર જીવનના પ્રશ્નો કયા ક્યા છે તેને હિસાબ કોઈ વ્યવસ્થિત રીતે કરે છે અને રાખે છે ખરા ? સાર્વજનિક હિતના સવાલની સુયોગ્ય રજૂઆત ને છણાવટ કયાંય નજરે પડે છે ખરી? આપણાં હાલનાં અખબારે જુએ: આ દેશના મૂળભૂત અને સળગતા સવાલો કયા અને કેવા છે તે અંગે એમાંથી કશી ભરોસાપાત્ર માહિતી મળે છે? કઈ ચોટદાર મુદ્દાઓ તરી આવે છે? જાહેર જીવનની તરાહ અને શુચિતા સર્જવા માટે જાહેર જીવનના પ્રશ્નોને સ્પર્શતા મુદ્દાઓ અને આગ્રહ પણ સતત ઊભા કરતા રહેવું પડશે. જાહેર જીવનના ઘડતર માટે સુરેખ ધોરણે અને શાશ્વત મૂલ્યોને ચાંગીકાર કરવાં પડશે. ' - સાંપ્રત ભારતમાંના જાહેર જીવનના બગીડાનું એક મોટું કારણ એ છે કે કાર્યકરના અને નેતાઓના કહેવા અને કરવા વચ્ચેનું અંતર ઝડપથી વધી રહ્યાં છે. માનવી માત્ર અપૂર્ણ છે, જાહેર જીવનમાં કોઈ પુરુષોત્તમની અપેક્ષા આપણે રાખતા નથી. પણ ઝૂંપૂર્ણ કે સર્વોત્તમ પુરુષ ન હોય તેથી બધા સક્રિય જણાતાં સ્ત્રી-પુરુષોએ અધકચરી ને નીચી ને અધમ કક્ષાએ પહોંચવાની તે જરૂર નથી જ ! વળી, વિદ્રોહી આત્માએ આજે ક્યાં છે? વિદ્રોહી કે બંડખર આત્માએ જયાં હોય ત્યાં લોકશાહીની વેલ વિકસે છે. પણ આજે આપણા દેશમાં આવા સમર્થ અને નિ:સ્વાથી બંડખેરે. ઝાઝા નજરે પડતા નથી એ કારણે પણ જાહેર જીવનને સુયોગ્ય વળાંક મળતા નથી. જાહેર જીવનની શુચિતા માટે નિર્ભય વાણી-વર્તન કરતી વ્યકિતએની વિશેષ જરૂર છે. એવા માણસે વિચારશીલ હોય અને નવા વિચારને સતત આવકારતા હોય. પણ કમનસીબે આજ આપણું જાહેર જીવન સંકુચિતતાથી સભર છે અને વ્યકિતગત ગમા-અણગમા વડે ચાલે છે. વ્યકિતગત રાગદ્વેષ અને ઈર્ષ્યા, અદેખાઈને કારણે શુચિતાભર્યા જાહેર જીવનની આશા એાર આવી ઠેલાય છે. સ્વરાજય મળ્યા બાદ અનાજ, કપડાં અને રહેઠાણની સવલતો સર્વ પ્રજાજનોને મળે એ માટે પુરુષાર્થ આપણી પ્રથમ અગ્રિમતા બની રહે એ અનિવાર્ય છે, પણ તેની સાથેસાથે શિક્ષણને આપા જોઈતો અગ્રતાક્રમ છેલ્લી પા સદીમાં આપણે ત્યાં અપાયો જ નથી. શિક્ષણખાનું ગમે તેને આપી શકાય અને શિક્ષણપ્રધાન ગમે તે ' ચાલેશિક્ષણ ખાતા માટે કોઈ અગ્રેસરને રસ ન હોય અને શિક્ષણ મટે ફાજલ કરાતી રકમ પણ હમેશ એ૯૫ હોય. તેમાં ય જ્યારે કોઈ કટેક્ટ આવે ત્યારે કરકસર માટેને પહેલા કોપ શિક્ષણ પર પડે. પણ આમાં ખરેખર તે કુહાડીને ઘા પડે છે જાહેર જીવન પર અને લોકશાહી પર. ફરી એકવાર રાજકીય ક્ષેત્ર તરફ વળું છું. આપણે શું જોઈ રહ્યા
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy