SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૨-૧૯૭૨ યુરોપના છ દેશની મજ્યિારી બજારનું તંત્ર કામ કરતું થયું. આમ મજિયારી બજારની પ્રવૃત્તિને ઈતિહાસ માત્ર ૧૪. વર્ષના છે અને એટલા ટૂંકા ગાળામાં મજિયારી બજારના છ દેશોએ ઘણી આર્થિક પ્રગતિ સાધી અને ધીરે ધીરે સભ્ય થવા બ્રિટનની દાઢ ગળવા લાગી. મજિયારી બજારના છ દેશેના સંગઠન અંગેના જે નવ જેટલા મૂળભૂત હેતુ છે તે પણ ટૂંકમાં જોઈ લઈએ: ' (૧) છ દેશો વચ્ચેના વેપાર આડેના તમામ અંતરાયે દૂર કરવા. દા.ત. ફ્રાંસ એવો કાયદો કરી શકતું નથી કે ૫. જર્મનીના કોઈ માલની આયાત ઉપર પ્રતિબંધ આવે. (૨) બની શકે ત્યાં સુધી એકબીજાના માલ ઉપરની જકાત નાબૂદ કરવી અને ત્રીજા દેશમાંથી આવતા માલ ઉપરની જકાત છ દેશોએ સમાન ધોરણે નાખવી. ૧૯૭૦ પછી છ દેશોના માલે એકબીજા ઉપર આયાત-નિકાસ થાય છે તેના ઉપર કોઈ પ્રકારની રક્ષણાત્મક જકાત લેવાતી નથી. (૩) ખેતીને લગતી સમાન નીતિ અપનાવવી. મજિયારી બજારના બીજા દેશોને પૂછ્યા વગર કોઈ દેશ પિતાના ખેડૂતને સબસીડી કે બીજું રક્ષણ આપી શકતો નથી. ' (૪) છ દેશના નાગરિકો, સેવાઓ અને મૂડીની મુકત હેરફેર થવા દેવી. ' (૫) વાહનવ્યવહારને લગતી સમાન નીતિ અપનાવવી, એટલી હદ સુધી કે એક લારીમાં કુલ કેટલો ભાર ઉપાડી શકાય તેને લગતા નિયમે પણ છ દેશમાં સરખા રહ્યા છે. આ - (૬) આશિંક નીતિમાં સંકલન. ! (૭) જે માની મુકત હેરફેર અને વેપાર થતો હોય તેમાં ગેરવાજબી હરીફઈ ટાળવી. : (૮) સામાજિક નીતિ પણ સંકલિત રાખવી. દા.ત. આરોગ્ય અને બેરોજગારીના જે લાભે કામદારોને આપવા હોય તે બધા દેશેએ સમાન રીતે નક્કી કરવા. 15" (૯)જે દેશના વિદેશમાં પિતાનાં સંસ્થાને હોય તેની સાથેના વેપારમાં હિત જાળવવામાં એકબીજાને સહકાર આપવે. - બ્રિટને પણ ઉપરના મૂળભૂત સિદ્ધાંતને સ્વીકારવા પડયા છે અને તેથી ભારત અને પાકિસ્તાન સહિતના રાષ્ટ્રકુટુંબના દેશના ' માલની આયાત જકાતમાં બ્રિટન જે ખાસ પસંદગી આપે છે તે પછીથી અાપી -શકશે નહિ. ૧૯૭૧ના મે માસમાં બ્રિટિશ વડા પ્રધાન શ્રી હીથ પેરિસગયા અને ત્યાં ફ્રાંસના વડા પ્રધાન શ્રી પિમ્પિંદુ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે “અમે મજિયારી બજારની આર્થિક હિતને સર્વોપરી માનીશું અને બ્રિટને અન્ય દેશે સાથે વેપારની જે ખાસ"હ્રવણે કરી હશે તે ગૌણ બની જશે.” એટલું જ નહિ પણ કી હીયે ચાંચ્છુધી કહેલું કે “રાષ્ટ્રકુટુંબના દેશો સાથેની આછીપાતળી સીધમી દેરી. ખોડીને બ્રિટન મજિયારી બજાર સાથેના રાજકીય સંબંધોને અગ્રતા આપશે.” . - t અહીં એક રસપ્રદ હકીકત નોંધવા જેવી છે કે ભારતના સંખ્યાબંધ માલને બ્રિટનમાં ખાસ નીચા દરની જકાત લાગે છે તેને રાંગેજીમાં પ્રેફરૅન્શિયલ ટ્રીટમેન્ટ કહે છે અને તે પસંદગીની જકાતની ગેઠવણ કરનાર એક ગુજરાતી મેમણ હતા. ઝુલફીકારઅલી ભુટ્ટોએ જે ૨૨ સમૃદ્ધ, કુટુંબની માલમિલકત ઉપર નજર નાખી છે તેમાં હારૂન કુટુંબનું પણ નામ છે. - એ હારૂન કુટુંબના વડા સર અબદુલ્લા હારૂન એક કાર્ટુનમાંથી શેઠ બન્યા અને બિખારમાં ખાંડનાં કારખાનાં પણ ચલાવતા હતા, ૧૯૩ની સાલમાં જ્યારે ઓટાવા ખાતે ગ્રિટનના શાસન હેઠળમા દેશે વચ્ચે વ્યાપારી ગંઠવર્ણનક્કી કરવા એક પરિષદ ભરાઈ શ્રૌભાં હિન્દુસ્તાનના પ્રતિનિધિ તરીકે અબદુલ્લા હારૂન ગયા હતfઈરિયલ પ્રેફરન્સ ને નામે પ્રચલિત બનેલી આ પરિષદમાં જ બ્રિટનનાં સંસ્થાને માલને અપાતી ખાસ જકાતી સગવડોની વિગતે નક્કી થઈ હતી. બ્રિટનને મજિયારી બજારમાં પ્રવેશ મળતાં ભારતને બ્રિટન ખાતે લગભગ વરસે રૂ. ૧૭૦ કરોડ જેટલો માલ નિકાસ થાય છે તેમાંથી રૂ. ૧૩૩ કરોડના માલને જકાતી પસંદગી મળતી બંધ થશે. એમાંના ઘણા માલ એવા છે કે જેને બ્રિટનમાં બિલકુલ જકાત લાગતી નથી. આ માલાને પ્રથમ વાર બ્રિટનમાં જકાત લાગુ પડશે. આ ચીજોમાંથી કાજુ, અખરોટ, ડબ્બાપેક દરિયાઈ પેદાશે, ચામડાં કમાવવાને પદાર્થ, હળદર, મછી, કેરી, કેટલાંક કરિયાણાં, પાપડ અને તાજ શાકભાજીને સમાવેશ થાય છે. આ બધી ચીજોને પહેલાં જકાતમુકત પ્રવેશ મળતું અને ૧૯૭૩થી બ્રિટનમાં તેના ઉપર જકાત પડવી શરૂ થશે. એઈલ કંઈક એટલે કે સીંગળની નિકાસમાં પણ ભારતને ગેરલાભ પહોંચશે. આ ગેરલાભ એ દષ્ટિએ કે યુરેપની મજ્યિારી : બજારમાં સગળ ઉપર જકાત નથી પણ બ્રિટનમાં સીંગખેાળની આયાત જકાત ઉપર ભારતને ખાસ નીચા દરને લાભ મળે છે અને તેથી આ ન્ટીના વગેરે દેશોના સીંગખોળ જેના ઉપર બ્રિટન પૂરી જકાત લે છે તેની સામે ભારત સ્પર્ધા કરી શકે છે. બ્રિટનના પ્રવેશ પછી સીંગખોળ ઉપરથી જકાત ચાલી જતાં આર્જેન્ટીના સાથે ભારતના સીંગખોળે સીધી સ્પર્ધામાં ઊતરવું પડશે. શણ, કાથીના માલે, તમાકુ અને કેફીની બાબતમાં પણ બ્રિટનમાં મળતી પસંદગીની જકાત બંધ થશે અને આ માલ ઉપર ઊંચા દરની જકાત લાગશે. ફેરો એલમ્ ઝની તમામ ચીજો ઉપર પણ જકાત લાગશે. મજિયારી બજારના નિયમ મુજબ બ્રિટને પણ ખેતીની પેદાશે અંગે યુરોપના દેશે જેવી નીતિ અખત્યાર કરવી પડશે એટલે ખેતપેદાશની ચીજો પ્રથમ યુરોપમાંથી ખરીદવાની રહેશે અને તેથી ભારતમાંથી આવી ચીજોની આયાત ઘટશે. . આ અમુક આફ્રિકન દેશે જેનાં હિત રક્ષવા માટે બ્રિટને તેમ જ યુરોપના દેશોએ ખાસ જોગવાઈ રાખી છે તેના માલ સામે ભારતના માલને શેપવું પડશે. ' જ્યારે બધા દેશે પોતપોતાનાં હિત રક્ષવા માટે જ સદાબાજી કરે છે ત્યારે ભારતે પણ બ્રિટન અને મજિયારી બજારના દેશે સાથે વાટાઘાટે કરીને બ્રિટનના પ્રવેશથી ભારતના નિકાસ વેપારને લાગતા ઘાની અસર એાછામાં ઓછી થાય તેવો પ્રયાસ કરવો જોઈએ. બધા પ્રયાસે કરવા છતાંય ભારતની નિકાસ ઉપર અસર પડે તે ભારતીય નિકાસકારેએ વૈકલ્પિક બજારો શોધવા માટે અને વિસ્તૃત બનેલી મજિયારી બજારમાં ભારતને માલ સ્પર્ધાત્મક બની શકે તે માટે અત્યારથી જ પ્રયાસ કરવા જોઈએ, કારણ કે નિકાસ વેપારમાં અગર કોઈપણ વેપારમાં કોઈની મહેરબાની ઉપર જીવી શકાય નહિ. કાંતિ ભટ્ટ મુકિતમાર્ગ ભગવાન બુદ્ધ બોલ્યા, “હે બ્રાહાણ, શ્રદ્ધા એ મારું બીજ છે. તેના ઉપર સદાચરણરૂપી વરસાદ પડે છે. પ્રજ્ઞા મારું હળ છે. પાપ કરવામાં રહેલી શરમ તે હળને વચલો દાંડે છે. મનરૂપી દોરડાથી તે હળ બાંધેલું છે. સ્મૃતિ એ મારા હળનું ફળું અને એ જ મારી ચાબુક છે. સત્ય મારી દાતરડી છે. શાંતિ એ મારે આરામ છે. મારે ઉત્સાહ એ મારે બળદ છે. મારી આ ખેડ નિર્વાણની દશામાં થઈ રહી છે. આ પ્રમાણે કરેલી ખેતી અમૃતફળ આપનારી થાય છે. આ પ્રકારની ખેતી કરનાર માણસ સર્વ દુ:ખમાંથી મુકત થાય છે. ” સં. ફિરોઝ ડી. ગાર્ડ
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy