________________
તા. ૧૬-૨-૧૯૭ર.
પ્રબુદ્ધ જીવન.
૨૫૭
લક્ષમાં લેવી જોઈએ એવો કાયદો હતો અને જજે કાયદા પ્રમાણે રચુકાદો આપ જોઈતું હતું. ત્રીજા જજ-લોર્ડ ડેનિગે-મત આપે કે પુનર્લગ્નની શકયતા લક્ષમાં લેવી જોઈએ તે વસ્તુ ગેરવાજબી છે,
સા વશમાં લેવી છે તે વા ગેરવાજબી છે. જે પાર્લામેન્ટ કરેલ નવા કાયદાથી પુરવાર થાય છે. આ કાયદો પસાર
- થઈ ગયું હતું, માત્ર અમલમાં આવ્યા ન હતા. તેથી નીચલી કોર્ટે
. તેથી નીચલી કોર્ટ ચુકાદો આપ્યો તે વાજબી છે. બે જજોની બહુમતી પ્રમાણે નુકસાનીની રકમ ૧૩૫૦ પાઉન્ડ એપછી કરવામાં આવી.
નીચલી કોર્ટે ચાર દિવસ મેડે ચુકાદો આપ્યો હોત તે? કાયદાના શબ્દને વળગી રહેવું કે તેના ધ્યેયને? પણ સંભવ છે કે અપીલ કોર્ટના બે જજોને એમ લાગતું હશે કે નવો કાયદે કર્યો તે જ ગેરવાજબી છે, પણ એવું તો કહેવાય નહિ એટલે આ કેસમાં તે કાયદાના શબ્દને વળગી રહી નીચલી કોર્ટને રકાદે ફેરવવાની તક હતી. જજોએ કાયદા પ્રમાણે ચુકાદો આપવો પડે, પણ કાયદાની વાજબી, ગેરવાજબીપણ વિશે પિતાને મત આપ્યો હોય તે, તેને અમલ અથવા અર્થ કરવામાં પિતાના મતને પડઘા પડયા વિના રહે નહિ..
ચીમનલાલ ચકુ ભાઈ યુરેપની મજિયારી બજાર: " બ્રિટને બાંધેલું નવું સગપણ
બીજા વિશ્વયુદ્ધમાં જીત થયા પછી બ્રિટનને ફ્રાંસે પૂછ્યું હતું કે “તમે યુરોપને પસંદ કરશે કે દરિયામાં પડવાનું પસંદ કરશો ?” તેના જવાબમાં તે વખતના વડા પ્રધાન ચર્ચિલે કહ્યું હતું કે અમે દરિયામાં પડવાનું પસંદ કરીશું. તે પછી યુરોપના છ દેશની મજિયારી બજારની રચના થઈ અને તેમાં બ્રિટન જેડાયું નહિ. છ દેશેએ બ્રિટનને મજિયારી બજારમાં જોડાવા આમંત્રણ આપ્યું ત્યારે બ્રિટનને તેના રાષ્ટ્રકુટુંબના દેશે અને તાબાના આફ્રિકન દેશો સાથેનું વેપારી સગપણ દૂઝનું હતું એટલે બને વખત બ્રિટને ના પાડી. પણ તે પછી બ્રિટને પોતે બે વખત મજિયારી બજારમાં પ્રવેશ માટે અરજી કરી તેને ફ્રેન્ચ પ્રમુખ દગલે વટે વાપરીને ફગાવી દીધી.
હવે જયારે આર્થિક અને રાજકીય તખત પલટાય છે અને રાષ્ટ્રકુટુંબના દેશોને એક કોર મૂકીને યુરોપમાં જોડાવાથી બ્રિટનને આર્થિક લાભ થાય તેમ છે તેવું જણાતાં બ્રિટને ત્રીજી વાર મજિયારી બજારમાં પ્રવેશ માટે અરજી કરી ત્યારે ફ્રાંસે તેલ જોયું અને તેલની ધાર જોઈ. એક બાજુ મજિયારી બજારને એક ભાગીદાર પશ્ચિમ જર્મની આર્થિક દષ્ટિએ વધુ તગડો થતો જાય છે અને બીજી બાજુ અમેરિકા પણ તેનું અર્થતંત્ર સ્વાર્થ પ્રમાણે ચલાવે છે ત્યારે બ્રિટનને દાખલ કરવાથી મજિયારી બજાર વધુ મજબૂત બનશે તેવું લાગવાથી ફ્રાંસે આ વખતે વાંધો ન ઉઠાવ્યો.
૨૨મી જાન્યુઆરી ૧૯૭૨ના રોજ બેલ્જિયમમાં બ્રસેલ્સ ખાતે બ્રિટનના વડા પ્રધાન શ્રી હીથે મજિયારી બજારમાં પ્રવેશ માટેના કરારમાં સહી કરી એટલું જ નહિ પણ ડેનમાર્ક, નોર્વે અને આયરલેન્ડે પણ એ કરારમાં સહીઓ કરી. આમ અત્યાર સુધી ફ્રાંસ, પશ્ચિમ જર્મની, ઈટાલી, બેલિજયમ, નેધરલેન્ડ અને લકઝમ્બર્ગ એ છ દેશની જ મજિયારી બજાર હતી તે હવે દસ દેશોની બની છે.. 1 ઉપરના સમાચાર કોઈ સામાન્ય માનવીને આપીએ તે તે “ગાંગલા ગેરુ આવ્યો તે ભલે આવ્યો” એ કહેવત મુજબની નિરપે- ક્ષતા બતાવશે. શિયાળામાં ઘઉંના પાકમાં ગેરુ આવે તે ખેડૂતને મૂંઝવણ થાય છે, પરંતુ ઘાણી ફેરવતા ગાંગલા ઘાંચીને જમીન હોતી નથી એટલે ઘઉંમાં ગેરુ નામનો રોગ આવે તે તેને કોઈ નિમ્બત હોતી નથી. યુરોપની મજિયારી બજાર, જેને અંગ્રેજીમાં યુરોપિયન કોમન માર્કેટ કહે છે તેમાં બ્રિટન સભ્ય બને તે આ૫-
ણને બિલકુલ લેવાદેવા નથી એમ કહી શકાય નહિ. યુરેપની આ મજિયારી બજાર શું છે તે જ સમજીએ તો ગાંગલા ઘાંચીની જેવી નિરપેક્ષાતા કદાચ આપણે ન બતાવીએ.
અંગ્રેજીમાં ઈ. સી. એમ. કે ઈ. ઈ. સી.ના ટૂંકા નામે ઓળખાતું યુરોપિયન કોમન માર્કેટ અગર તો યુરોપિયન ઈકોનોમિક કોમ્યુનિટી તે યુરોપના દેશનું બનેલું વ્યાપારિક અને વ્યાવહારિક સહકાર માટેનું તંત્ર છે. ગુજરાતમાં તેને ઘણાં વર્તમાનપત્રો યુરોપની મજિયારી બજાર અગર તે સહિયારી બજાર કે સમાન બજારને નામે ઓળખાવે છે.
બીજા વિશ્વયુદ્ધ પછી ભીડને વખતે ભેગા થયેલા અગાઉના દુશ્મન દેશો વચ્ચે વધુ ને વધુ વેપાર કરવાની ગરજ સૌને ઊભી થઈ. બ્રિટન તે તેના આફ્રિકા અને એશિયાનાં સંસ્થાને સાથેના વેપારી બળ ઉપર મુસ્તાક હતું. ફ્રાંસ અને પશ્ચિમ જર્મનીએ બીજા વિશ્વયુદ્ધમાં એકબીજાનાં ગળાં કાપ્યા પછી નવેસર દોસ્તી બાંધવાની હતી. વેપારમાં સહકાર કર્યા વગર જીવી શકાય તેમ ન હતું. તે વખતના મહત્ત્વના ઉદ્યોગમાં કોલસાની ખાણ અને પિલાદ ઉદ્યોગને સમાવેશ થતો હતો. પશ્ચિમ યુરોપના ઉત્તર-પશ્ચિમ દિશાના ખૂણામાં જ કોલસાની ખાણ અને પિલાદના ઉદ્યોગે પથરાઈને પડયા હતાં; અને એ ખૂણાને અડીને બેલ્જિયમ, ફ્રાંસ, જર્મની, લકઝેમ્બર્ગ અને નેધરલેન્ડના સીમાડા ઊભા હતા. દરેક દેશમાં પિલાદ અને કોલસાના અલગ અલગ ઉદ્યોગે હતા અને હરીફાઈ કરીને એકબીજાની ગરદન તેડી શકે તેવી સ્થિતિ પણ નિર્માણ થાય તેમ હતી. ૧૯૫૦ની સાલમાં ફ્રાંસના વિદેશપ્રધાન શ્રી રોબર્ટ શુમેને, કોલસા અને પિલાદ ઉદ્યોગને વડવાળા બનાવવા એક મેજના ઘડી. તેની પાછળનો હેતુ એ હતો કે જર્મની અને ફ્રાંસે સમજતી સાધીને કોલસા અને પિલાદની જરૂરિયાતો માટે એકબીજા ઉપર મદાર રાખ. એમ થાય તે બન્ને વચ્ચેની સદીએજની યુદ્ધની પરંપરાઓ કાયમ માટે અટકી જાય અને દુશ્મનાવટ ઉપર છીણી લાગી જાય, એટલું જ નહિ પણ જે ઉદ્યોગોમાં જર્મની વધુમાં વધુ ઉત્પાદન કરીને માલને સસ્તામાં સસ્તો બનાવી શકે તે ઉદ્યોગ ઉપર જર્મની ધ્યાન કેન્દ્રિત કરે અને બાકીના ઉદ્યોગ જેમાં ફ્રાંસ ઊજળું બતાવી શકે તેને કૂસ વિકસાવે. આમ થતાં કોલસાનું સનું ઉત્પાદન કરી શકે તે કેલસે પેદા કરે અને પિલાદમાં શકિત અને નાણાં ન વેડફે અને પોલાદને સસ્તું બનાવી શકે તે પિલાદ જ બનાવે.
ઉપરની સાદી સમજૂતી એ યુરોપની મજિયારી બજારનો પાયાને સિદ્ધાંત બની રહે છે. એ દષ્ટિએ મજિયારી બજારના હાલના
સ્વરૂપના પાયામાં સૌપ્રથમ તો કોલસા અને પિલાદના ઉદ્યોગ અંગેને સહકાર પડે છે. ૧૯૫૨ની સાલમાં ફ્રાંસ, ૫. જર્મની અને ઈટાલી એ ત્રણ દેશોએ મળીને “યુરોપિયન કોલ એન્ડ સ્ટીલ કમ્યુનિટી”ની રચના કરી. આ પ્રકારના સંગઠનને કારણે ત્રણેય દેશમાં વધીને પિલાદનું ઉત્પાદન ૪.૨ કરોડથી વધીને ૫.૩ કરોડ સુધી થવા લાગ્યું. પોલાદની બાબતમાં સફળતા મળતાં યુરોપના બીજા દેશો વચ્ચેના તમામ વેપાર, ઉદ્યોગ અને ખેતીને ઉપરના વિચાર લાગુ કરવાથી બધા દેશોને માલ સસ્તે મળી શકે અને ઓછી મહેનતે વધુ ઉત્પાદન મળશે તેવી અપેક્ષા ઊભી થઈ. ૧૯૫૫ની સાલમાં છ દેશના પ્રધાને સિસિલી ટાપુના મૈસિના ગામે મળ્યા અને ત્યાંની ઠંડકવાળી હવા ખાતાં ખાતાં નક્કી કર્યું કે યુરોપની મજ્યિારી બજાર રચવી. આ મજ્યિારી બજાર માટેના કરાર ઘડવામાં આવ્યા અને ૨૫મી માર્ચ ૧૯૫૭ના રોજ શેમ ખાતે તેમાં સહીઓ થઈ. એટલે ઘણી વખત મજ્યારી બજાર માટે “રમ ટ્રીટી” એવું પણ નામ આપવામાં આવે છે. કરારમાં છ દેશેએ સહીઓ કરી તે પછી તે દરેકની પાર્લામેન્ટ રને કરારને મંજૂર કરવાના હતા. તે મંજૂરી મળી ગઈ એટલે આખરે ૧લી જાન્યુઆરી ૧૯૫૮માં