________________
૨૫૬
પ્રકી
પ્રભુ જીવન
મહાવીર નિર્વાણ મહોત્સવ અને રાષ્ટ્રીય સમિતિ
ભગવાન મહાવીરના ૨૫૦૦ વર્ષ નિર્વાણ મહાત્સવના અપૂર્વ અવસર બે વર્ષ પછી આવી રહ્યો છે. આ ભવ્ય પ્રસંગને ઉચિત રીતે ઊજવવા બે વર્ષ પહેલાં શેઠ કસ્તુરભાઈ લાલભાઈના પ્રમુખપદે જૈનના બધા ફ્રિકાના આગેવાનોની એક સમિતિ નિયુકત થઈ છે. મહોત્સવના કાર્યક્રમ અને યોજના ઘડવાનું કામ થઈ રહ્યું છે. તેમાં એક મુખ્ય કાર્ય સાહિત્ય પ્રકાશનનું છે. Jainism through the Ages. યુગયુગમાં જૈન ધર્મ-સાહિત્ય, તત્ત્વજ્ઞાન, સંસ્કૃતિ વગેરે વિવિધ ક્ષેત્રોમાં જૈનોનું યોગદાન. ડા. આદિનાથ ઉપાધ્યાયના પ્રમુખપદે વિદ્વાનોનું મંત્રીમંડળ આ કાર્ય કરી રહ્યું છે. એક સ્મૃતિગ્રંથ-Com nemoration Volume જેમાં દેશવિદેશના વિદ્વાનોના લેખસંગ્રહ હશે.
ભગવાન મહાવીરના સંદેશ માત્ર જૈનો માટે જ નથી, સમત વિશ્વ માટે છે. રાષ્ટ્રીય સ્તર પર વ્યાપક રીતે આ પ્રસંગનું આયોજન થાય તે માટે ખાસ સમિતિ તરફથી શ્રીમતી ઈન્દિરા ગાંધીને વિનતિ કરવામાં આવી હતી કે એક રાષ્ટ્રીય સમિતિ નિયુકત કરવી અને ભગવાન બુદ્ધની જયન્તી જે રીતે મેાટા પાયા ઉપર ભારતમાં અને દુનિયાના બીજા દેશોમાં ઊજવવામાં આવી હતી તેવી રીતે ભગવાન મહાવીર નિર્વાણ મહાત્સવ પણ ઊજવવા. કેન્દ્ર સરકારે આ વિનતિ માન્ય રાખી છે અને હમણાં જ રાષ્ટ્રીય સમિતિની જાહેરાત કરી છે તે ઘણી આનંદની વાત છે. રાષ્ટ્રપતિ શ્રી ગિરિ આ સમિતિના પેટ્રન છે, વડા પ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધી પ્રમુખ છે, કેન્દ્રના શિક્ષામંત્રી શ્રી સિદ્ધાર્થ શંકર રે કાર્યાધ્યક્ષ છે. આ સમિતિના ૫૮ સભ્યો છે, જેમાં ૪૨ જૈન આગેવાનો છે. ચારે ક્રિકાના આગેવાનો અને વિદ્રાના સભ્યો છે. આગેવાનોમાં મુખ્ય છે શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ, શ્રી જીવતલાલ પરતાપશી, શ્રી ચંદ્રકાન્ત બાકુભાઈ, શ્રી અમૃતલાલ કાલિદાસ દોશી, શ્રી જે. આર. શાહ, શ્રી શાન્તિપ્રસાદ જૈન, શ્રી કોયાંસપ્રસાદ જૈન, શ્રી લાલચંદ હીરાચંદ, શ્રી ભાગચંદ સેાની, શ્રી મેાહનમલજી ચારડિયા, શ્રી અચલસિંહ, શ્રી આનંદરાજ સુરાણા, શ્રી ચીમનલાલ ચકુભાઈ, શ્રી શાદીલાલજી જૈન, શ્રી ગોવિન્દલાલ સરાવગી, શ્રી મોહનલાલ કઠોતિયા, શ્રી શ્રીચંદ રામપુરિયા, શ્રી પ્રભુદયાળ ટાીવાલ વગેરે.
વિદ્રાનોમાં ડા. આદિનાથ ઉપાધ્યાય, ડૉ. નથમલ ટાટિયા, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેન ડૉ. દૌલતસિંહજી કોઠારી, શ્રી અક્ષયકુમાર જૈન, વગેરે છે. તદુપરાંત ચારે ફિરકાના ચાર આચાર્યો અને ચાર મુનિવરો વિશેષ અતિથિ છે. દેશના જૈનેતર વિદ્રાનો અને પાર્લામેંટના કેટલાક સદસ્યોની સમિતિમાં નિયુકિત કરી છે, જેમાં મુખ્ય છે શ્રી ઉમાશંકર જોષી, કવિશ્રી શંકર કુરૂપ, શ્રી ભકતદર્શન, શ્રી જોઆકીમ આલ્વા, ગુરુમુખસિંગ મુસાફિર, પ્રો. રાશીદીનખાન, શ્રીમતી જ્યોત્સ્ના ચંદ, ભદન્ત આનંદ કૌશલ્યાયન, ભિખ્ખુ જગદીશ કાશ્યપ વગેરે. કેન્દ્ર સરકારના કેટલાક પ્રધાનો પણ સમિતિના સભ્ય છે.
આ સમતિની પ્રથમ બેઠક ટૂંક સમયમાં બાલાવવામાં આવશે, જ્યારે પ્રાથમિક વિચારણા અને કાર્યક્રમની રૂપરેખા ઘડવામાં આવશે.
જૈન સમાજ માટે આ મહાન ગૌરવના પ્રસંગ છે અને સમસ્ત સમાજ સંયુકત રીતે રાષ્ટ્રીય સમિતિને પૂર્ણ સહકાર આપી જૈન ધર્મને દીપાવશે; તે માટે સ્થળે સ્થળે સ્થાનિક સમિતિ રચાશે, જેમાં જૈન સંઘો, આચાર્યો અને મુનિવરો તથા જૈનેતર વિદ્રાના અને આગેવાનીના સહકાર રહેશે.
ખેદની વાત એ છે કે શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજના કેટલાક આચાર્યો અને તેમના અનુયાયીઓ તરફ્થી કાંઈક વિરોધના સૂર નીકળે છે. તેમના તરફ્થી પ્રકટ થતાં લખાણો જોતાં એમ જણાય છે કે ગેરસમજૂતી છે. “જૈન” સાપ્તાહિકના બે અંકાના અગ્રલેખામાં આ બાબત વિસ્તારથી વિવેચન કર્યું છે અને સરસ રીતે સમજાવ્યું છે કે મતભેદનું કોઈ કારણ નથી, ન હોવું જોઈએ. આ લખાણો સમજવા કાંઈક મુશ્કેલ પડે છે. તેમાં કહેવામાં આવે છે કે રાષ્ટ્રીય સમિતિ રચવા પાછળ વિદેશીઓને કાંઈક હાથ જણાય છૅ, ખ્રિસ્તી લોકોની ચાલ છે, શાસ્ત્રમાં આવા મહોત્સવ માટે આદેશ નથી, તેમાં આશાતના છે, જૈનેતરોને વચ્ચે લાવવા ન જોઈએ
તા. ૧૬-૨-૧૯૭૨
નોંધ
✩
વગેરે આવાં “કારણા” ના જવાબના વિવાદમાં ઊતરવું ઉચિત નથી. મને ખાતરી છે કે જૈન સમાજ એક અવાજે આ અપૂર્વ અવસરને આવકારશે અને ભગવાન મહાવીરના સંદેશ સંતપ્ત જગતને પહોંચાડશે.
જંતરમંતર રોડની કાગ્રેસ કચેરી
અવિભકત કૉંગ્રેસને દિલ્હીમાં જંતરમંતર રોડ ઉપર લાખો રૂપિયાની કિંમતનું કચેરીનું મકાન છે. કૉંગ્રેસનું વિભાજન થયા પછી આ મકાનનો કબજો સંસ્થા કોંગ્રેસ પાસે રહ્યો. કોંગ્રેસના ચૂંટણીપ્રતીકનો ઉપયોગ કરવાના શાસક કોંગ્રેસનો અધિકાર છે એવા સુપ્રીમ કોર્ટના ચુકાદો આવ્યા પછી, શાસક કોંગ્રેસે આ મકાનના બજો લેવા પ્રયત્ન કર્યો. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં મિલકત વિશે કોઈ નિર્ણય નથી. બે પક્ષો વચ્ચે તકરાર થઈ. પરિણામે પોલીસે મકાનનો કબજો લીધો અને મામલા કોર્ટે ગયો. મેજિસ્ટ્રેટે હવે ચુકાદો આપ્યો છે કે આ મકાનના ક્બજો સંસ્થા કાંગ્રેસના રહેવા જોઈએ અને શાસક કોંગ્રેસને હક હાય તો તેણે કોર્ટ મારફત કબજો મેળવવા. આ ચુકાદો સર્વથા યોગ્ય છે. પોતાની માલેકીના મકાનનો કબજો કઈ બીજી વ્યકિત ગેરકાયદે પચાવી પાડે તે પણ બળજબરીથી બન્ને લેવાના સાચા માલેકીને અધિકાર નથી. કોર્ટ મારફત પેાતાનો હક પુરવાર કરી કબજો મેળવવા જોઈએ. મેજિસ્ટ્રેટ સમક્ષ માલેકી હુકના પ્રશ્ન ન હતા. પ્રશ્ન માત્ર હતો કે તકરાર થઈ ત્યારે કબજો કોના હતા; અને એ હકીકત નિર્વિવાદ હતી કે કબજો સંસ્થા કોંગ્રેસના હતા. શાસક કૅૉંગ્રેસે બળજબરીથી કબજો મેળવવા પ્રયત્ન ક્યું તે ખાટું કર્યું હતું.
આ બનાવમાં બે હકીકતો ધ્યાન ખેંચે તેવી છે: એક તો, એ ગૌરવની વાત છે કે એક મેજિસ્ટ્રેટ નિર્ભયતાપૂર્વક શાસક કૉંગ્રેસની વિરુદ્ધ ચુકાદો આપે છે. આ દેશમાં સ્વતંત્ર ન્યાયતંત્ર છે અને કાયદાનું રાજ્ય છે તેના પુરાવા મળે છે.
બીજું, સંસ્થા કોંગ્રેસ ક્યાં સુધી આ બન્ને પકડી રાખશે ? અવિભકત કોંગ્રેસના બહુ મોટો ભાગ શાસક કૉંગ્રેસમાં છે. સંસ્થા કોંગ્રેસ અલ્પ લઘુમતીમાં છે. આ ધારણે જ સુપ્રીમ કોર્ટે ચૂંટણી–પ્રતીક ઉપર શાસક કોંગ્રેસના હક સ્વીકાર્યાં. અવિભકત કૉંગ્રેસની મિલકતને પણ એ જ નિયમ લાગુ પડે છે. સંસ્થા કોંગ્રેસના કેટલાક આગેવાનો શિસ્ત અને નીતિનિયમ વિશે ઘણું કહે છે. તેમને એમ કેમ નથી થતું કે ગેરવાજબી રીતે મિલકતનો કબજો રાખી લેવામાં જરાય શાભા નથી. કોર્ટ હુકમ કરે તો જ વાજબી હોય તે કરવું ? કાયદાની બલિહારી
કોઈ સ્ત્રીનો પતિ મેટર અકસ્માતમાં મૃત્યુ પામે તે નુક્સાની મેળવવાનો તેને અધિકાર છે. ૧લી ઑગસ્ટ ૧૯૭૧ પહેલાં, ઈંગ્લાન્ડમાં એવા કાયદો હતો કે આવી નુકસાનીની રકમ નક્કી કરતાં, તે સ્રીને પુનર્લંગ્ન કરવાની કેટલી શક્યતા છે તે લક્ષમાં લેવું. નાની ઉંમરની સ્ત્રી હોય, જે સહેલાઈથી પુનર્લગ્ન કરી શકે, તેને નુકસાનીની રમ ઓછી મળે. જિંદગીભર વિધવા રહેવું પડે તેમ હાય તેને વધારે મળે. પાર્લામેન્ટે બીજો કાયદો કર્યો કે પુનર્લગ્નની શક્યતા નુકસાનીની રકમ નક્કી કરવામાં ગણતરીમાં ન લેવી. આ કાયદો પસાર થઈ ગયા હતા અને ૧લી ઓગસ્ટ ૧૯૭૧થી અમલમાં આવતા હતા. તે પહેલાં આવા એક કેસ કોર્ટ સમક્ષ આવ્યો જેનો ચુકાદો કોર્ટે ૨૭મી જુલાઈએ આપ્યો. ચુકાદો આપવામાં જજે પુનર્લગ્નની શક્યતા લક્ષમાં ન લીધી, શ્રી ૨૧ વર્ષની ઉંમરની હતી. તેને ૧૦૩૫૦ પાઉન્ડ નુકસાનીના અપાવ્યા. તે સામે અપીલ થઈ. અપીલ કોર્ટના ત્રણ જજોમાં મેટ્રો ભેદ થયો. બે જજોએ ઠરાવ્યું કે પુનર્લગ્નની શક્યતા લક્ષમાં લેવી જોઈતી હતી. ચુકાદો આવ્યો ત્યારે આ શક્યતા