________________
Regd. No. MR. Il1
sc |
જીવન
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૩ : અંક ૨૦
છે
મુંબઈ ફેબ્રુઆરી ૧૨, ૧૯૭૨ બુધવાર વાર્ષિક લવાજમ રૂા. ૭, પરદેશ માટે શિલિંગ ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
• છૂટક નકલ ૦-૪૦ પૈસા
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
>
જૈન અને કરવેરાના કાયદા
અંગ્રેજી હકુમત ભારતમાં કાયમ થઈ ત્યારે અંગ્રેજોએ નિર્ણય કર્યો કે લગ્ન, વારસહક, વગેરે અંગત બાબતમાં હિન્દુ અને મુસલમાને માટે તેમના પરંપરાગત કાયદાએ, સ્મૃતિઓ કે કુરાન પ્રમાણે હોય તે, ચાલુ રહેશે. પરિણામે, ગત બાબતોમાં હિન્દુ લા, મુસ્લિમ લા રોમ રહ્યું છે. પ્રશ્ન થશે કે જેને કયો કાયદો લાગુ પાડવા. જૈન લૉ એવું કાંઈ છે? હિન્દુ સ્મૃતિઓ પેઠે જૈન લો કેઈ સ્વતંત્ર હોય તેવું કોર્ટોને મલુમ ન પડયું અથવા કોઈએ એવું પ્રતિપાદન ન કર્યું. શરૂઆતમાં કોર્ટે અને પ્રિવી કાઉન્સિલે એમ માનું અને સ્વીકાર્યું કે જેને હિન્દુ ધર્મ માંથી જુદી પડેલી એક શાખા છે ( Hindu Dissenters ). ઐતિહાસિક સંશોધન અને વિદ્વાનોનાં લખાણોને પરિણામે આ માન્યતા બરાબર નથી અને જૈન ધર્મ એક ધર્મ તરીકે સ્વતંત્ર છે એમ ધીમે ધીમે સ્વીકારાયું. છતાં કાયદાને લાગેવળગે છે ત્યાં સુધી તો હિન્દુ લા જ જેનેને પણ લાગુ પડતો. આ સંબંધે સુપ્રીમ કોર્ટને એક ઘણે અગત્યનો ચુકાદો તા. ૧૯ જાનેવારી ૧૯૭૨ને રોજ આવ્યું છે.
કેસની વિગત સંક્ષેપમાં એમ છે કે કલકત્તાના એક જૈન કુટુમ્બના મિલકતવેરાની આકરણીમાં પ્રશ્ન ઊભો થયો કે હિન્દુ અવિભકત કુટુમ્બની જે રીતે મિલકતવેરામાં આકરણી થાય છે તેવી રીતે જૈન અવિભકત કુટુમ્બની પણ થાય કે નહિ? અથવા જૈન અવિભકત કુટુમ્બ જેવું કાંઈ છે? મિલકતવેરાના કાયદામાં હિન્દુ અવિભકત કુટુમ્બો ઉલ્લેખ છે પણ તેમાં જૈન શબ્દ નથી. આકરણી અધિકારીએ એમ ઠરાવ્યું કે હિન્દ શબ્દમાં જેનો સમાવેશ થાય છે. ઈન્કમટેકસ ટ્રાઈબ્યુનલે ઠરાવ્યું અને કલકત્તા હાઈકોર્ટે માન્ય રાખ્યું કે હિન્દુ
વિભકત કુટુમ્બ શબ્દમાં જેનને સમવેશ નથી થતું. આવા પ્રકારને ચુકાદો ૨ના પહેલવહેલે જ હતું. કેસ સુપ્રીમ કોર્ટ સુધી ગ અને રસુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે કાયદાને લાગેવળગે છે ત્યાં સુધી હિન્દ, શબ્દમાં જૈનને રામાવેશ થાય છે. રમા રકાદામાં અગાઉના
છેક ૧૮૭૩થી અપાયેલ આ સંબંધેના જુદી જુદી હાઈકોર્ટે અને પ્રિવી કાઉન્સિલના ચુકાદાઓ અને હિન્દુઓના જુદા જુદા કાયદાએની સમીક્ષા કરી છે.
આ ચુકાદામાં કહ્યું છે:
For a long time the courts and particularly the Privy Council scem to have taken the view that Jains are of Hindu origin; they are Hindu dissenters. But the modern trend of authority is against the view that Jains are Hindu dissenters.
છતાં કોઈ સ્વતંત્ર જૈન લે છે એવું કોર્ટોએ સ્વીકારી નથી અને હિન્દુ લો જેનોને લાગુ પડે છે. લગ્ન, વારસહિક, વગેરે બાબતોના
જે કાયદાર થયા છે તેમાં કેટલાકમાં માત્ર હિન્દુ શબ્દ વાપર્યો છે, કેટલાકમાં હિન્દુ જેમાં જૈનને સમાવેશ થાય છે ((Hindus including Jains) ) એવો ખુલાસો કર્યો છે તે વળી કેટલાકમાં જેના નામનો હિન્દુ શબ્દથી જુદો ઉલ્લેખ કરી જણાવ્યું છે કે આ કાયદો હિન્દુ અને જૈનને લાગુ પડે છે. પણ જયાં આવે ખુલાસે નથી અથવા જૈન શબ્દને જુદો ઉલ્લેખ નથી ત્યાં પણ કોર્ટે ઠરાવ્યું છે કે હિન્દુ શબ્દમાં જૈનને સમાવેશ થાય છે અને તે તે કાયદાઓ જેનેને લાગુ પડે છે,
પૂર્વના બધા ચુકાદાઓ અને સંબંધિત કાયદાઓની આલોચના કરી સુપ્રીમ કોર્ટે છેવટ કહ્યું છે:
We are not concerned with the question whether Jains are a sect of Hindus or Hindu dissenters. Even if the religions are different, what is common is that all those who are to be governed by the provisions of these enactments are included in the term 'Hindu.' They are to be governed by the same rules relating to marriage, succession, minority, guardianship, adoption and maintenance as Hindus. The Statutes thus accord legislative recognition to the fact that even though Jains may not be Hindus by religion, they are to be governed by the same laws as Hindus. Jains are governed by all the incidents relating to the Hindu joint family. - આ ચુકાદ બધી રીતે વાજબી છે. સુપ્રીમ કોર્ટને આવો નિર્ણયાત્મક સ્પષ્ટ ચુકાદો આવી ગમે તે સારું થયું છે. ગયા વર્ષે જનગણના થઈ ત્યારે જેને એ જૈન લખાવવું એવી સૂચનાઓ ભારત જૈન મહામંડળ અને અન્ય સંસ્થાઓ તરફથી થઈ હતી ત્યારે કેટલાકને ભય હતો કે જૈન લખાવવાથી અવિભકત કુટુમ્બ તરીકે કરવેરામાં ફાયદો થાય છે તે નહિ મળે. આ સંબંધે કેટલીક જાહેર ચર્ચા પણ થઈ હતી. ત્યારે મેં જણાવ્યું હતું કે કલકત્તા હાઈકોર્ટના ચુકાદો સાવ ખોટો છે અને પૂર્વ ના બધા ચુકાદાઓ અને કાયદાઓથી વિરુદ્ધ હોઈ, સુપ્રીમ કોર્ટમાં તે ચુકાદો ટકશે નહિ. ૯-૨-'૭૨.
ચીમનલાલ ચકુભાઈ
USIS ની પહેલા માળીની
લાયબ્રેરીમાંથી | કાચની બારીમાંથી
જોઉં છું ઝાડને વચલો ભાગ વાળેલી કોણી હોય એવી શાખા. એના પોલાણમાંથી દેખાતું સામેની ઓફિસનું ચાડી ખાતું એર કન્ડીશન્ડ. જાણે કે ફૂટપાથ પંખી ગઈ હોય એમ ઝાડ ખલાસ થઈ ગયું છે . રસ્તા પરથી પસાર થતી કારનું હૈર્ન હવે પંખી થઈને વૃક્ષ પર રહીને તે છે! કવિતાને બાજુ પર મૂકી હું લાયબ્રેરીમાં Treesનાં પુસ્તકો શોધું છું અને એકાદામાં જોઉં છું ઝાડનું રંગીન ચિત્ર. ઘરમાં જેમ દીવાલ પર લટકતી પૂર્વજની છબિ જેતે હોઉં, એમ...
સુરેશ દલાલ