________________
192
૨૫૪
પ્રબુદ્ધ જીવન
- એથી કાર્યશક્તિ હણાય છે!
કેટલાક લોકો એવા હાય છે જેઓ ક'ઈક સારી પ્રવૃત્તિ ઉપાડવાના વિચાર કરે છે, કોઈક કામ કરવા જેવું છે એમ એમને લાગે છે. પણ આવા વિચારની સાથેસાથે એમની એવી પ્રકૃતિ પણ તરત જ બહાર આવે છે જે દરેક નાની મૅટી વાતમાં શંકા કુશંકા કરવા પ્રેરાય છે. એમના મનમાં તત્કાલ એવા પ્રશ્ન ઉદ્ભવે છે કે, આ કામ કરવા જેવું છે પણ એ થઈ શકશે? જો આ કામ ન થઈ શકે તેમ હોય તો પછી એ કામના પ્રારંભ કરવાથી શું ફાયદા? આવા તર્કવિતર્ક કરવાની એમને ટેવ પડી હોય છે. આનું કારણ એ છે કે એમનામાં કોઈ પણ કામ કરવા માટે કે કોઈ પણ પ્રવૃત્તિ ઉપાડવા માટે આવશ્યક આત્મવિશ્વાસ અને સસંકલ્પશકિતની ખામી હાય છે.
આવા લોકો જીવનમાં જે કંઈ પગલું ભરવાનો વિચાર કરે છે એ સાથે જ એમનામાં એ પગલાંની યોગ્યતા વિશે તર્કવિતર્ક થાય છે. આથી તેઓ ગૂંચવાઈ જાય છે, મૂંઝાઈ જાય છે અને ધારેલું કામ કરી શકતા નથી. તેઓ કાંતે પોતે વિચારેલું કામ ઉપાડતા નથી અને ઉપાડે તે। એમણે પછી પેાતાના તર્કવિતર્કથી એને એવું જટિલ બનાવી દીધું હોય છે કે એમને એમાં નિષ્ફળતા મળે છે. આ ઉપરાંત અયોગ્ય શંકાઓ અને તર્કો આપણી કાર્યશકિતને હણી નાખે છે.
અલબત્ત, જીવનમાં આપણે જ્યારે કોઈ પણ પ્રવૃત્તિ શરૂ કરવા વિચાર કરીએ, જીવનમાં કઈક સારું કરી જવાના ધ્યેય સાથે જીવનમાં સુખ, સંતેષ, આનંદ, શાંતિ અને સ્થિરતા મેળવવા માટે આપણે જે કંઈ કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ આપણે એમાં કેટલે અંશે સફળ થઈ શકીએ તેમ છીએ? કેટલે અંશે આ કામ આપણા જીવનને અર્થપ્રદ બનાવી શકે તેમ છે એ બધાના અંદાજ બાંધીએ અને પછી આગળ વધીએ એ સ્વાભાવિક છે પણ એ અંગે સર્વગ્રાહી વિચારણા કર્યા બાદ પણ જો આપણે તર્કવિતર્ક અને શંકાથી મુકત ન થઈ શકીએ તો એ આપણી નબળાઈ જ ગણાય અને આ નબળાઈમાંથી આપણે બહાર આવવું જ જોઈએ.
આવી શંકાઓ અને ચૅગ્ય તર્કવિતર્કને નિર્મૂળ કઈ રીતે કરવાં એ પણ વિચારવા જેવું છે. સૌ પ્રથમ તે આપણે જે કઈ પ્રવૃત્તિ કે કામ કરવા માગતા હોઈએ એનાં સઘળાં પાસાંને સંપૂર્ણ રીતે વિગતવાર વિચાર કરવા જોઈએ. આપણે જે કઈ કરવામાગીએ છીએ એ કામ માટે આપણામાં પૂરતી શકિત છે, એ કામ કરવા માટે સાધન-સગવડો જોઈએ એ આપણે મેળવી શકીએ તેમ છીએ, આપણે એમાં જેને સાથ લેવા ઈચ્છીએ છીએ એમના સાથ અને સહકાર આપણને મળી રહે તેમ છે એ બધા પ્રશ્નોની વિગતે વિચારણા કરવી જોઈએ. આટલી વિગતપૂર્ણ વિચારણા બાદ અને એ સંબંધમાં જે કઈ મુશ્કેલી તેમજ અવરોધો આવે એમ હાય એને ધ્યાનમાં લીધા બાદ આપણે આપણા કામની બરાબર યોજના કરવી જોઈએ. આવી યોજના કર્યા બાદ સઘળા તર્કવિતર્કને દૂર કરી શકાશે.
એ પછી કામની સફળતા વિશે આપણામાં ય઼ાગ્યે શંકા નહિ જાગવી જોઈએ. આ પ્રકારની શંકા પછી ઉદ્ભવે તે આપણે શ્રાદ્ધા અને વિશ્વાસથી એને દૂર કરીને આપણે કરવા ધારેલા કામમાં આગળ વધવું જોઈએ.
એવું બનવાનો સંભવ છે કે, આપણે જે વિચાર્યું હાય એથી ઊલટી પરિસ્થિતિ ઊભી થાય અને ધાર્યા પ્રમાણેના સંજોગા ન
તા. ૧-૨-૧૯૭૨
રહે પણ જો આપણે ઉપાડેલું કામ કરવા જેવું છે, આપણા જીવનને આગળ લઈ જવા માટે, આપણા જીવનને અર્થમય બનાવવા માટે આપણે અમુક પ્રવૃત્તિ કરવી જ જોઈએ એવી પ્રતીતિ આપણને થઈ હોય તે પછી ગમે તેવી પરિસ્થિતિ અને સંજોગામાં પણ એની યથાર્થતા વિશે આપણામાં શંકા નહિ જ જાગવી જોઈએ. આપણામાં આપણે એટલે આત્મવિશ્વાસ કેળવવા જોઈએ કે આપણે ઉપાડેલું કામ પૂરું થવાનું જ છે અને આપણને એમાં સફળતા મળવાની જ છે.
એટલે શંકા અને ખેટા તર્કવિતર્ક આપણા પર વર્ચસ્ જમાવીને આપણા જીવનકાર્યને છિન્નભિન્ન ન કરી નાખે, આપણને નિષ્ક્રિય ન બનાવી દે, આપણા જીવનની ગુલાબીને, શાંતિને, આનંદને ખતમ ન કરી નાખે એની આપણે ખાસ તકેદારી રાખવી જોઈએ. આપણને આપણી પ્રવૃત્તિમાં શ્રદ્ધા હાય, આપણામાં નિષ્ફળતા, વાધાને ગણકાર્યા વિના આપણા જીવનધ્યેયમાં અટલ રહેવા માટેના સંકલ્પ હાય અને આત્મવિશ્વાસ હોય તે આપણે જીવનમાં સિદ્ધિ મેળવી જ શકીશું. 24i. H.
પ્રજાસત્તાક દિન નિમિત્તે સથે ચેાજેલુ સ્નેહસંમેલન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી શનિવાર, તા ૨૫-૧-૭૨ના સાંજના ૬-૩૦ વાગ્યે સંઘના શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે સ્નેહસંમેલનનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું .
આ પ્રસંગે શરૂઆતમાં સંગીતકાર શ્રી લલિત સેઢા અને એમના કલાવૃંદે ભજન અને ગીતે રજૂ કર્યા હતાં. ત્યાર બાદ સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈએ પ્રજાસત્તાક દિનનું મહત્ત્વ સમજાવતાં કહ્યું –
“આપણે ત્યાં લેાકશાહી સુદૃઢ થઈ છે અને જનતા જાગૃત છે. આપણે ત્યાં સ્થિર રાજ્યતંત્ર સાથે લેાકશાહીનાં મૂલ્યો જળવાઈ રહે એ એટલું જ જરૂરી છે. દેશમાં આઝાદી પછીનાં પચ્ચીસ વર્ષો કસાટીનાં રહ્યાં. હવે નવા યુગની શરૂઆત થાય છે. આપણી નેતાગીરી આગળની પર પરાથી બંધાય એમ નથી. આપણને જે નેતાગીરી મળી છે એ Bold અને Dyanamic છે. આજે દુનિયામાં એક મેટું પરિવર્તન થઈ રહ્યું છે. આ પરિવર્તનમાં ભારતનું નિશ્ચિત સ્થાન નક્કી થયું છે. એશિયામાં ચીન માત્ર એક મહાસત્તા એવું હવે રહ્યું નથી. અમેરિકાનું વર્ચસ્વ દુનિયામાં એછું થતું જાય છે. આજે પ્રજાસત્તાક દિને આપણે પ્રાર્થીએ દેશનું નવું પ્રસ્થાન ' સૌને માટે કલ્યાણકારી બની રહેા.”
ત્યાર બાદ શ્રી મેહનલાલ મહેતા—Àાપાને, આઝાદી પછી દેશમાં જે રાજકારણનું અતિશય મહત્ત્વ વધી ગયું છે એ સામે લાલબત્તી ધરતાં કહ્યું: ‘રાજકારણ સર્વ પ્રવૃત્તિને એટલું બધું છાયી ગયું છે અને વ્યકિતપૂજા એટલી બધી વધી ગઈ છે કે, આપણા બીજો કોઈ વિકાસ જ થતા નથી. તલવારથી મેળવેલું તલવારથી જ ટકાવવું પડે છે એમ આપણે જે કઈ કુરબાનીથી મેળવ્યું છે એ કુરબાનીથી ટકાવી શકાય. આપણે દેશ માટે કુરબાની કરવા હંમેશ તૈયાર રહીએ.’
શ્રી સેાપાનના પ્રવચનને અંતે સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે આભારદર્શન કર્યું હતું.
ત્યાર બાદ ઉપસ્થિત થયેલા ભાઈ-બહેનેએ બૂફે ડીનર લીધું હતું અને સૌ પ્રસન્ન વાતાવરણમાં છૂટા પડયા હતા. આ સ્નેહસંમેલનમાં સારૂં સભાગૃહ ખીચોખીચ ભરાઈ ગયું હતું. મંત્રીએ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
માલિક શ્રી મુખઈ જૈન યુવક સંધઃ મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ મુંબ–૪, 2, નં. ૩૫૦૨૯
જે. શાહ. પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રેડ, મુદ્રણૢસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ—૧
72