________________
તા. ૧-૨–૧૯૭૨
કબુદ્ધ જીવન
૨૫૩
લતમાં કામ ચાલતું તથા પાછળથી જર્મનીના પ્રજાસત્તાક રાજ્યની સરકારે પણ યુદ્ધગુનેગારો પર કામ ચલાવવા પોતાની લશ્કરી અદાલતની સ્થાપના કરી અને લગભગ બે હજાર ઉપરાંત નાઝી નેતાઓને આમ મૃત્યુદંડની સજા કરવામાં આવેલી.
'યુદ્ધગુનેગારોને પોતાનાં દુષ્કૃત્યો માટે ન્યાયની અદાલતમાં ખડા કરવા માટેની આમ વ્યાપક પ્રવૃત્તિ હાથ ધરાયેલી હોવા છતાં કેટલાએક નામચીન નાઝીઓ નાસી છૂટયા જેમાં એક એડેલ્ફ ઈકમેન કરીને નાઝી પક્ષના રઝાકારોના જેવા ખાનગી સૈન્યને સરદાર પણ હતો. નાઝીઓના હાથ હેઠા પડયા નહોતા ત્યાં સુધી તે ઈકમેન પિતાને ‘યહુદીઓના યમરાજ” તરીકે ઓળખાવવામાં ગર્વ અનુભવતે. પણ યુદ્ધમાં જર્મની હાર્યું એટલે એને પોતાના કેવા હાલ થશે તેને પૂરો અંદેશે આવી ગયો અને એક મરેલા સૈનિકને ગણવેશ તથા ઓળખપત્ર ઉઠાવી લઈને તે ભાગ્યો. અમેરિકી દળને હાથે પકડાયો પણ ખરે પણ ખાટાં ઓળખપત્રને કારણે ઓળખાય નહિ અને ફરી ભાગી છૂટયો અને યહુદીઓએ તેને શોધવા માટે આકાશ પાતાળ એક કરવા માંડયા. - સર્વ પ્રથમ તો ઈકમેન જે શહેરના વતની હતો તથા જ્યાં તેની પત્ની રહેતી હતી તે સ્ટ્રીમાં આવેલા તેના ઘરની બાજુમાં એક ઘર ભાડે રાખી તેમાં યહુદીઓએ પિતાના છૂપા જાસૂસે ગોઠવી દીધા. એ પછી ઈકમેન વિષે જુદી જુદી અફવાએ આવવા લાગી. આજે તે સ્પેનમાં છે તો વળી ફરી એમ સાંભળવા મળે કે તે સીરિયામાં છે, તુર્કીમાં છે. ઈજિપ્તમાં છે જ્યાં જ્યાં તેના વિશે સાંભળવા મળે ત્યાં યહુદીઓ પિતાના માણસે તપાસ માટે મેકલાવે પણ ઈકમેનને પત્તો લાગ્યો નહિ. દરમિયાન ૧૯૪૭માં ઈઝરાયલનું સ્વતંત્ર રાજ્ય બન્યું અને
જિમ બન્યું અને યહુદીઓ બે હજાર વર્ષ ફરી પેલેસ્ટાઈનની ધરતી પર પિતાની સ્વાધીન સત્તાની સ્થાપના કરી એટલે રાજધાની તેલ અવીવમાં નાસતા ફરતા જર્મનીના યુદ્ધગુનેગારોને જેર કરવા એક કેન્દ્રિય જાસૂસી તંત્રની રચના થઈ તથા ઈકમેનને શોધવાની પ્રવૃત્તિ તેમને સુપરત કરવામાં આવી. લગભગ દસ વર્ષના સતત પ્રયાસ બાદ ૧૯૫૭માં એક દહાડો આ તંત્રને ખબર મળી કે ઈકમેન દક્ષિણ અમેરિકાના આરજેનટાઈન દેશની રાજધાની બુએસએર્સમાં છે. યહુદી જાસૂસો ત્યાં દોડયા. તેમાંના એક ઈકમેનને જોયો પણ ખશે અને તેની પાછળ પડશે. પણ ઈમેન નજર બહાર થઈ ગયે. અને પછી વીસ માણસેના ત્રણ મહિનાના સતત પ્રયાસે છતાં તે પાછા નજરે ચડયો નહિ. અને આ પ્રયાસ પણ નિષ્ફળ નીવડયો.
દરમિયાનમાં જર્મનીમાં પગભર બનતી જતી બેનની યુદ્ધોતર પ્રજાસત્તાક સરકારે હજી સુધી નાસતા ફરતા તથા સંતાઈ રહેલ નાઝી યુદ્ધગુનેગારોને પકડવા પિતાના જ એક કેન્દ્રવર્તી તંત્રની સ્થાપના કરી અને આતંત્રની સહાયને આધારે યહુદીઓએ ઈકમેનને પકડવાના પ્રયાસો જોરદાર બનાવ્યા. ૧૯૫૯માં આ તંત્રને રોક્કસ બાતમી મળી કે ઈકમેન હજી બુએસએર્સમાં હતા અને યહુદીએએ, પિતાના સગાંવહાલાં તથા આપ્તજનોના મતનો બદલો લેવા માટે તલસી રહેલા ચુનંદા માણસને ફરી દક્ષિણ અમેરિકાના આ શહેર તરફ રવાના કર્યા. આ સમયે તેઓએ ઈકમેનને શોધવાના વ્યવસ્થિત પ્રયાસો કર્યા. તેઓ પણ યુરેપમાંથી ભાગી છૂટેલા નાઝીઓ હતા એવી પિતાની ઓળખ આપીને બુએસએમાં એકત્ર થયેલા ભૂતપૂર્વ નાઝીઓના મોટા સમુદાયમાં ભળવા લાગ્યા તથા ઈકમેન વિષે તેજારીથી જે કાંઈ સાંભળવા મળે તેની રાહ જોવા લાગ્યા. પણ મહિનાઓ સુધી તેને કાંઈ સાંભળવા મળતું નહિ. ચાર પાંચ દિવસ બાદ એક જલસામાં એક માણસે વાતચીતમાં અમ જ કહી દીધું કે, “ઈકમેન બીચારાને હવે મોટરના ભાગે બનાવવાના એક કારખાનામાં મજૂરીનું કામ કરવું પડે છે.” યહુદી જાસૂસ આ
સાંભળી ગયો અને તે દિવસથી ઈકમેનને ભાવીને નિશ્ચિત ફેસલા થઈ ગયો.
ઈકમેન માટેની આ આટલી જ માહિતી યહુદીઓ માટે બસ હતી. હવે ઈકમેન માટે માત્ર મોટરના કારખાનામાં જ તપાસ કરવાની રહી અને શહેરમાં જે જે કારખાનાં હતાં ત્યાં સવાર-સાંજ કામદારોના આવવાના કે છૂટવાના સમયે યહુદી જાસૂસ બેઠવાઈ ગયા. તેમાંના ઘણાખરાએ ઈકમેનને નજરે જોયેલે. તેના ફોટોગ્રાફો બધાની પાસે હતા. આ ઉપરાંત ઈકમેનની એળખતી એક મેટી નિશાની એ હતી કે તેના મન બહુ જ મેટા હતા અને એક દહાડે સાંજે એક જાસૂસે ઈકમેનને મર્સીડીઝ બેન્ઝના કારખાનામાંથી બહાર નીકળતે જોયો. તે એક બસમાં ચડયો. જાસૂસ તેની પાછળ ગયે અને તે ક્યાં ઊતર્યો તે તેણે જોયું. તેણે તરત જ ઈઝરાયલ સરકારને તારથી ખબર આપી વધુ માણસે મંગાવ્યા તથા શોધ ઉગ્ર બની. ઈકમેન જ્યાં પિતાની પત્ની સાથે કમેન્ટના ભળતા નામથી રહેતો હતો તે ઘરની ભાળ મેળવી, તેની પત્નીના ફોટૅગ્રાફ હતા તે યહુદી જાસૂસ એ આજુબાજુમાં બતાવ્યા તથા તે ફેટેગા યહુદી તે શ્રીમતી કલેમેન્ટના હતા તેની ખાત્રી કરી લીધી અને કંઈ જ ભૂલ ન થાય તે માટે બુએસએર્સના પિલીસ ખાતાના એક અગાઉના મોટા અમલદારને માટી લાંચ આપી ક્લેમેન્ટ નામને મર્સીડીઝ બેન્ઝના મોટરના કારખાનાનો કામદાર જર્મનીના નાઝી નેતા એડોલ્ફ ઈકમેનજ હતું તેની ખાત્રી કરી લીધી અને પછી તેઓએ આ પરાયા દેશમાંથી તેને જીવતો હાથ કરી ઈઝરાઈલ પહોંચતા કરવાની કારવાઈ હાથ ધરી.
ઈકમેનની ભાળ લાગી ત્યારે ૧૯૬૦ને જાન્યુઆરી મહિને પૂરો થવા આવ્યો હતો. તેની તપાસ પૂરી થઈ ત્યારે બીજો મહિનો માસ નીકળી ગયું અને એટલે હવે એ માસમાં આરજન્ટાઈનના સ્વાતંત્રય દિને જયારે પ્રવાસીઓને આકર્ષવા વિમાન વ્યવહારમાં છૂટછાટ અપાય ત્યારે ઈકમેનને વિમાન માર્ગે ઈઝરાઈલ જીવતો જાગતે ઉપાડી જવાની યોજના તૈયાર થઈ. એટલે મે માસની અગ્યારમી તારીખે ઈકમેન કામમાંથી છૂટી બસમાં બેઠો અને બસમાંથી ઊતરી પિતાને ઘેર જવા એક ગલીને નાકે વળે કે એક મેટરે ચિતા તેને આંતર્યો. ચાર માણસ તેમાંથી ઊતર્યા. તે બૂમ બરાડા ન કરી શકે તે માટે તેમાંના એકે તેના મોં પર કપડું દાબી દીધું. બીજાને તેના માથા પર એક મારી તેને બેશુદ્ધ બનાવ્યો અને બાકીના બેએ તેને ઉપાડીને મેટર ભેગે કર્યો તથા મેટર હંકરી મૂકી. વિમાન ઉપડવાને હજી છ સાત દહાડાની વાર હતી ત્યાં સુધી શહેરથી છ સાત માઈલ દૂર એક નિર્જન વિસ્તારમાં આવેલા માનમાં તેને રાખ્યો અને જ્યારે તેણે પિતાને જીવતે રહેવા દેવાની વિનવણી કરી ત્યારે તેઓએ તેની પાસેથી લખાવી લીધું કે “હું મારી સંમતિથી જાણીબુજીને ઈઝરા ઈલ જઈ રહ્યો છું.” અને પછી આઠ હાડા રહીને તેઓએ ખાસ ભાડે રાખીને મોક્લા. વાયેલા એક વિમાનમાં તેને તેલ અવીવ ખાતે ઉતાર્યો.
તેના પર અદાલતી ખટલે ચાલ્યો. તેણે બચાવ કર્યો. કે “હું તે માત્ર હુકમને ચાકર હતો. મારા ઉપરી અધિકારીઓએ જે હુકમો કર્યા તેનું મેં પાલન કર્યું તેથી વિશેષ મેં કાંઈ કર્યું નથી.” વિશ્વયુદ્ધ બાદ જર્મનીના સર્વોચ્ચ નાઝી નેતાઓએ પણ સાથી રાજ્યની સંગુકત લશ્કરી સરકારી અદાલત સમક્ષ આ જ બચાવ રજૂ કરેલ અને તે નામંજૂર રહેશે. ઈકમેન વિશે પણ તેમ જ બન્યું. તેના બચાવને અસ્વીકાર થયો અને તેને દેહાંત દંડની સજા કરવામાં આવી,
મેહનલાલ પી. ગાંધી