________________
| 0
૨૫૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨-૧૯૭૨
-
-
==
=
==
==
===
===
=
===
=
પણ તેમને સ્વીકારવા તૈયાર થાય તેવી વકી નથી. આ બધા બિહા- રીએ આપણી સહાનુભૂતિને પાત્ર નથી, કારણ કે તેમાંથી ઘણાએ બંગાળીએ પર અમાનુષી અત્યાચાર ગુજાર્યા છે અને પાકિસ્તાની સૈન્યને અત્યાચાર ગુજારવામાં સાથ આપે છે. પરંતુ જે સ્ત્રીએ, બાળકો અને પુરુષ નિર્દોષ છે એમનું શું? તા. ૨૪ ૨૫ માં ૧૯૭૧ની રાતે થીઘખાને બંગાળીઓની કતલ શરૂ કરી તેમાં બિહારી પાકિસ્તાનીઓએ પણ લશ્કરને સાથ આપ્યું હતું. પરિણામે બંગાળી - બિહારી મુસ્લિમે વચ્ચે હલ્લડ ફાટી નીકળ્યાં હતાં, જેમાં ઘણા બિહારી પાકિસ્તાનીએ પણ માર્યા ગયા હતા. પાછળથી બિહારી પાકિસ્તાની એમાંથી ઘણા લેકે ઢાકામાં આવીને ભરાયા. અહીં મેહમુદપુર અને મીરપુરમાં મેં નિરાશ્રિત બિહારી પાકિસ્તાનએને બેહાલ પણ ભારતીય સૈન્ય વડે સુરક્ષિત પડેલા જોયા ત્યારે મને વિચાર આવ્યું કે આ લોકોનું ભવિષ્ય શું? પાછળથી મુજીબુર રહેમાને છૂટયા પછી માગણી કરી છે કે પાકિસ્તાન અમારા ચાર લાખ જેટલા બંગાળી નાગરિકે અમને સોંપી દે અને આ બિહારી પાકિસ્તાનીઓને લઈ જાય. પરંતુ પાકિસ્તાનના પ્રમુખ ભુટ્ટોએ જવાબ આપ્યો નથી.
ઝેરી દારૂ ઝેરી કેમ?
આપણા દેશમાં ઝેરી દારૂ પીને દર વર્ષે કેટલી વ્યકિતએ મરે છે અને ઝેર જેવો દારૂ પીને કેટલી વ્યકિતએ પિતાનું જીવન ટૂંકાવે છે તેના આંકડા તે કે એકઠા કરી શકે નહિ, પણ
જ્યારે સામુદાયિક મૃત્યુ નીપજે છે ત્યારે તેના સમાચાર વર્તમાનપત્રોમાં ચડે છે અને પછી થેડા જ દિવસમાં ભુલાઈ જાય છે. તામિલ- નાડુમાં એક ઉત્સવમાં સે જેટલા માણસે રિબાઈ રિબાઈને મરી ગયા પછી આજથી ચારેક માસ પહેલાં મુંબઈ-પૂના માર્ગ પર ખેતપેલીમાં ૬૦થી વધુ માણસે મરી ગયા હતા. હવે ગયે પખવાડિયે દિલ્હીમાં ૭૫થી વધુ માણસે મર્યા છે.
અહીં મેં ગેરકાયદે ગણાતા દારૂને બે ભાગમાં વહેંચી નાખ્યો છે: ઝેરી અને ઝેર જેવો. ઝેરી દારૂમાં મેથીલ આલ્કોહોલ, વાનિશ, ટિંકચર આડાઈન વગેરે મેળવવામાં આવે છે, જે બધાં ઝેર છે. મેથીલ આલ્કોહેલ લાકડીના બાષ્પીભવનથી બનાવવામાં આવે છે. એથીલ આલ્કોહોલ એવું ઝેરી નથી. પણ તેમાં પાંચ ટકા મેઈલ આલકોહેલ મેળવે તો પણ તે ઝેરી બની જાય છે. એવી રીતે મેથીલેટેડ સ્પિરિટ બનાવવામાં આવે છે અને બળતણમાં તેમ જ ઉદ્યોગોમાં વપરાય છે. - એંથીલ આલ્કોહોલ મિટ પદાર્થોમાં આથે લાવી તેના બાષ્પી ભવન વડે બનાવવામાં આવે છે. દરેક પીવાયેગ્ય મદિરામાં - બીઅર અને આસવ - અરિષ્ટથી માંડીને બ્રાન્ડી, વહીસ્કી, શેમ્પઈન અને
દડા સુધીનાં બધાં મધોમાં એછા - વધુ પ્રમાણમાં એથી આલ્કોહોલ છે.
વાર્નિશમાં અને ટિંકચર આડાઈનમાં ઝેરી સ્પિરિટ હોય છે. મેથીલેટેડ સ્પિરિટ બળતણ અને ઉદ્યોગે માટે વેચવામાં આવે છે. તેના બાટલા પર બેપરી અને બે હાડકાંની ચોકડી મૂકીને ચેતવણી આપવામાં આવે છે કે આ સ્પિરિટ ઝેરી છે. તેમ છતાં પીવાના દારૂમાં સત્વર ઉત્તેજના લાવવા માટે તે ઉમેરવામાં આવે છે અને આ દારૂ મહારાષ્ટ્રમાં પડી (ખાપરી છાપ દારૂ) તરીકે ઓળખાય છે!
હવે ઝેરી નહિ પણ ઝેર જેવા દારૂની વાત કરીએ તો વિવિધ પ્રકારનાં મઘો બનાવવાં એ એક વિજ્ઞાન અને કળા છે, જે ગેરકાયદે દારૂ ગાળનારાએનાં જ્ઞાન અને શકિતની બહાર છે. આવી તેઓ હલકા ગાળ, સડેલાં ફળે કે કોઈ પણ જાતના ફેંકી દેવા
5 મિષ્ટ પદાર્થોમાં આથો લાવી બાષ્પીભવન વડે તેમાંથી આલ્કોહાલ કાઢે છે. તેમાં પાણી પણ સાથે આવી જાય તેથી બીજી વાર બાષ્પીભવનથી “બેવડ’ બનાવે છે. તે સત્વર ઉત્તેજના આપે એવો થાય છે. તેની ખાતરી કરવા માટે શેડો દારૂ ઢાળીને, દૂર દીવાસળી સળગાવે છે. આલ્કોહોલ પટેલની જેમ ઉનશીલ હોવાથી તે વરાળરૂપે હવામાં પ્રસરી જાય છે. તેની દીવાસળી સળગતાં જ આલ્કોહોલ દૂરથી સળગી ઊઠે છે. મુંબઈ શહેરમાં આથે લાવવા માટે મિષ્ટ પદાર્થો પાણીમાં ભેળવીને ગટરના મુખમાં છુપાવી રાખવામાં આવે છે, જ્યાં મળ-મૂત્ર અને ગામની ગંદકી વહેતાં હોય છે.
આથે લાવવું કે આ લાવીને બાષ્પીભવન કરવું એ પૂરતું નથી. આથે યોગ્ય સંવિધાન વડે લાવવું જોઈએ અને મદ્ય બન્યા પછી તેને યોગ્ય સમય સુધી યોગ્ય વાસણમાં, ગ્ય વાતાવરણમાં રાખીને દારૂને “પકાવવો જોઈએ.’ પરંતુ ગેરકાયદે દારૂ ગાળનારાએ મિ. પદાર્થોને પાણીમાં મેળવ્યા પછી ત્રણ દિવસની અંદર તેને દારૂ બનાવીને બજારમાં વેચવા કાઢે છે, જે પીવાની આદત તરત પડી જાય છે અને ઝેર જેવી ચાસર કરે છે, તંદુરસ્તીને ભારે નુકસાન કરે છે. શ્રેષ્ઠ મદિરાઓ દાયકાઓ સુધી પકાવવીમ’ આવે છે.
પિલીસ ખાતાની તેમજ આબકારી ખાતાનાં માણસોને આ ગેરકાયદે પ્રવૃત્તિમાંથી અઢળક કમાણી થાય છે. કેટલાક રાજકીય આગેવાન અને અમલદારે પણ તેમાંથી પ્રત્યક્ષ કે પક્ષ રીતે ગેરલાભ ઉઠાવે છે. આSી આ દુક્રનો અંત આવતો નરી. સરકારે આ બધું જાણતી હોવા છતાં કંઈ કરતી નથી તેનું એક કારણ આ પણ છે. આથી હજી વધુ માણસે મર્યા કરે છે, કારણ કે તેમાંની ઘણાને મેટી કમાણી થાય છે.
- વિજયગુપ્ત મૌર્ય યુદ્ધગુનેગારે: ઈકમેનને પંદર
વર્ષે કેવી રીતે પકડે? ઈ. સ. ૧૯૩૯ થી ૧૯૪૫ સુધી યુપમાં ખેલાયેલા છ વર્ષના બીજા વિશ્વયુદ્ધ પહેલાં યુદ્ધગુનેગારોને નલિયતે પહોંચાડવાને કોઈ આંતરરાષ્ટ્રીય શીરસતો નહોતે, કઈ ધારાધોરણ—કાયદાકાનૂન નહોતાં, કોઈ વ્યવસ્થિત વિધિ નહતી. પણ હિટલરનાં નાઝી દળે એ યુદ્ધ લડતાં લડતાં પણ યુદ્ધ લડનારાઓ અને યુદ્ધ ન લડનારી જીતેલા રાજ્યની પ્રજા પર એવા અત્યાચાર ગુજારેલા, એવી કલેઆમ ચલાવેલી તથા ખારા કરીને જર્મનીના અને જે જે વિસ્તારો પર નાઝીઓએ કબજો જમાવ્યો હતો તેની યહુદી પ્રજાની જે સામૂહિક કતલ ચલાવી હતી તે એવી વ્યાપક હતી કે શુદ્ધ જીતવાની આશા ઊભી થતાં વાર સાથી રાજ્યોએ આવા જુલમ તથા આવી કતલ માટે જવાબદાર નાઝી નેતાઓને શુદ્ધ બાદ તેઓનાં દુષ્કૃત્ય માટે ન્યાયની અદાલત સમક્ષ કેમ ખડા કરવા તેની વિચારણા કરવા માંડી હતી અને યુદ્ધ પૂરું થતાં વાર તેઓને માટે સાશી રાજ્યોની બનેલી એક સંયુકત યુદ્ધ અદાલત સમક્ષ ખડા કરવાની તૈયારી રાખી હતી. યુદ્ધ પૂરું થયું ત્યારે હિટલર તેની પ્રેમિકા તથા આખરના ત્રણ ચાર દહાડા પહેલાં પત્ની બનેલી ઈવા બ્રાને આત્મહત્યા કરી. હિટલર પકડાયો ત્યારે કાતીલ ઝેરની ગેળી બે દાઢ વચ્ચે કચડીને મૃત્યુનું શરણું . ગોબેલ્સ પિતા-નું રક્ષણ કરતાં સૈનિકને જ હાથે ચાર બાળકોને ઝેર દઈ પોતાની પત્ની સાથે ગળીથી ઠાર થયો. ગેરીંગ નાસતાં નાસતાં પકડાઈ ગયો અને ઓળખાઈ ગયો તથા તેની સહિત બાવીસ નાઝી નેતાઓ પર આ સંયુકત અદાલતમાં કામ ચાલ્યું તથા તેમાંના બારને મૃત્યુદંડની સજા થઈ. એ પછી બીજા ઘણા નાઝી નેતાઓ પર સાથી રાજ્યની પોતપોતાની અદા