________________
તા. ૧-૨-૧૯૭૨
ખેડૂત મેાડો પડે એટલે તે ખેડૂતને સરકારની તગાવી કે સહકારી મંડળી કે સહકારી બ કની લેાન મળે તે માટે ધીરધાર કરતા વાણિયા જ બધી તરખડ કરતા હોય છે!
પ્રશુળ જીવન
આમ એકંદરે સહાય એ કઈ અમેરિકા કે કોઈ પણ દેશના ઉપકારરૂપે મળતી નથી, ચાખ્ખા વેપારની વાત છે. એમાં ભારતને થોડો લાભ થાય છે અને રો સહાય ન મળે તે થોડી તકલી પણ ઊભી થાય છે. પણ ઉપર કહ્યું તેમ એ તકલીફને નક્ક સ્વરૂપે મૂકીએ તે તે રૂા. ૧૫૦ થી ૨૦૦ કરોડની મામલત રહે છે. જ્યારે નિરાશ્રિતાના બેજ આવી પડયો ત્યારે પણ વાર્ષિ ખર્ચ માટે આટલા જ આંકડાની આપણે જોગવાઈ કરી હતી. એ જોગવાઈ રૂપિયા સ્વરૂપની હતી, પરંતુ સહાય બંધ થાય તે આપણે એટલું હૂંડિયામણ કમાવું પડે એટલે કે તેટલા વધુ માલ નિકાસ કરવે પડે. હાલમાં આપણે જે નિકાસ કરીએ છીએ તેના કરતાં માત્ર ૧૦ થી ૧૨૫ ટકા જેટલી વધુ નિકાસ કરવી પડે. તો આટલી નિકાસ વધારવા ભારતના વેપારી શકિતમાન નથી? જો નતા કમર કસે તે! આ વાત અશક્ય નથી. જ્યારે આપણાં વડા પ્રધાન કહે છે કે અમેરિકાની સહાય વગર આપણે ચલાવી શકીશું ત્યા તેમાં માત્ર ગરાસિયા છાપના એકલા વટ નથી. તેની પાછળ નક્ક ગણતરી પણ છે. એવી ઘણી જીવન-જરૂરિયાતની અતિ આવશ્યક ચીજો આપણે ઘરઆંગણે ાંગી પડે તે માટે નિકાસ કરતા નથી. પેટલાદ જેવી ચીજો વધુ આયાત કરવી પડે છે. આવશ્યક ચીજોની આપણી વપરાશ ઓછી કરીને અને પોલાદ જેવી ચીજોની વપરાશમાં કરકસર કરીને તેની આયાત ઓછી કરીને આપણે અમેરિકાએ ઊભે કરલા પડકાર સારી રીતે ઝીલી શકીએ છીએ અને જ્યારે કોઈ રાષ્ટ્રના સ્વમાન ઉપર સીધા ઘા આવે ત્યારે તે રાષ્ટ્ર જો રૂપિયા-આનાપાઈની ગણતરી કરીને લાચાર મેઢ કરી જાય તે તે રાષ્ટ્રને આ સ્વાર્થી જગતમાં જીવવાના હક રહેતો નથી. ભારત એવા દેશ નથી કે તે અમેરિકાની નગદનારાયણની વાતેથી મૂંઝાઈ જાય. વળી હવે રાદ્ધરતાનાં સરવૈયાં બદલાતાં જાય છે. જર્મની, જાપાન અને બ્રિટન જેવા દેશ પાસે પડેલા લાખો ડોલરનું મૂલ્ય અત્યારે તો કાગળથી વધુ નથી, કારણ કે અમેરિકા તે ડાલર સામે સાનું આપતું નથી. માત્ર પંદર જ વર્ષમાં સરવૈયાનું આ સ્વરૂપ બદલાયું છે. પંદર વર્ષ પહેલાં જર્મની અને જાપાન અમેરિકા પાસેથી અઢળક પ્રમાણમાં મૂડીની સહાય લેતું હતું. ભારત પાસે પણ તેની લેવડદેવડનું સરવૈયું બદલવાના આ સુંદર મેકા આવ્યું છે, તે મેાકાને આપણે પડકાર તરીકે ઝીલી લઈએ.
કાન્તિ ભટ્ટ
ધન પરત્વે અનાસક્તિ
કાંચન તરફ શ્રી રામકૃષ્ણ પરમહંસની જે નફરત હતી તેવું વલણ ને તેવા જ સ્વરૂપે લક્ષ્મી પ્રતિની દષ્ટિ, અનાસકિત દરેક સત ્ પુરુષમાં પ્રકટવી જોઈએ એવું કશું નથી ; એટલું જ નહિ પણ કા માંથી ઊઠી જવાને બદલે પૂરેપૂરા ઠંડા કલેજે પોતાના મહેલને બળવા દેવાની જનક રાજાના જેવી, તે જ સ્વરૂપે અનાસકિત વ્યકત થવી જોઈએ એમ પણ આગ્રહ કે સમજણ ન રાખી શકાય.
કાળે કાળને સૌ સૌની ઢબે રીતે જુદી હાવાની, અનાસકિત વ્યકત થવાના પ્રકારો અમુક જ હોય અને અમુક રીતે જ તે વ્યકત થાય તો તે સાચું અને બાકીનું બધું ખોટું એવી માન્યતા કે સમજણ યથાર્થ નથી.
ધનનો પરિગ્રહ ન સેવીને, બીજાંને સુપરત કરી દઈને કે દાનમાં વાપરી નાંખીને અકિંચન થઈ રહેવાને સ્થાને વ્યવસ્થિત હિસાબ રાખીને યોગ્ય ઉપયોગ, સાધનાના વિકસાથે ને પ્રભુના હેતુ અર્થે સમર્પણ ભાવે, થાય એવી જ્ઞાનયુકત જાગૃતિ રાખીને પણ સાધ ધન પરત્વે સંપૂર્ણ અનાસકિત રાખી શકે છે યા કેળવી શકે છે.
શ્રી મેટા
~
કેમ, શું, અને શા માટે?
૨૫૧
ખાંડના ટાપુ
જે બ્રિટિશ જમાનામાં હિંદુસ્તાનમાં ખાંડ ચીન અને મોરેશિયસથી આવતી હતી. તે જમાનામાં ખાંડનાં બીજાં નામ ચીની અને મેારસ હતાં. હજી મેારશિયસ ટાપુની મુખ્ય પેદાશ ખાંડ છે. મારેશિયાના વડાપ્રધાન શ્રી શિવસાગર રામગુલામ ગયે પખવાડિયે ભારતમાં હતા. તેએ ભારતની મુલાકાતે ઘણી વાર આવ્યા છે અને આવશે, કારણ કે ભારત - બિહાર - તેમના પૂર્વજોનું વતન છે. તેમના દાદા ગિરમિટિયા મજૂર તરીકે મેટરસ ગયા હતા.
૭૨૦ ચા, માને વિસ્તાર ધરાવતા ડુંગરાળ મેરેશિયસ ટાપુઓ મહાસાગરનું તળિયું ફાડીને ઊમટેલા લાવારસ વડે બન્યા હાવાથી અને પુષ્કળ વરસાદ મેળવતા હોવાથી ખૂબ જ ફળદ્રુપ છે. આઠ લાખ જેટલી વસતિમાંથી ૫૦ ટકા કરતાં વધારે હિંદુ છે, સવા બે લાખ મિશ્રા જાતના છે ૧,૩૦,૦૦૦ મુસ્લિમ છે, અને ૨૫,૦૦૦ ચીના છે. એક દાયકા પહેલાં કેટલાક બ્રિટિશ સામ્રાજયવાદીઓમાં પેટબળતરા હતી કે જો બ્રિટન મેરેશિયસ ટાપુને સ્વતંત્રતા આપશે તે તેના હિંદુઓ “હિંદુ” ભારત સાથે એ ટાપુનું જોડાણ કરી દેશે. હા જોડાણ થયું છે ખરું, પણ તે સમાન હિતેા, સદ્ભાવ અને સાંસ્કૃતિ પર આધારિત મૈત્રી વડે જ થયું છે.
ડોડો નામના કદાવર, ભારેખમ અને ઊડી નહિ શકતાં કબૂતરોનું વતન મોરેશિયસ હતું. જ્યારે ભરત ખંડ અને યુરોપ વચ્ચે યુરોપી વહાણોની અવરજવર શરૂ થઈ ત્યારે યુરોપી વહાણવટીએ આ નિર્જન ટાપુમાંથી પાણી અને ખોરાક મેળવવા અહીં લંગર નાખતા હતા. તેઓ ધોકા મારીને ડોડોને ખારાક માટે મારી નાખતા હતા. એ રીતે ડોડોનું નિકંદન નીકળી ગયું. નામશેષ થઈ ગયેલી વસ્તુ માટે અંગ્રેજીમાં
આજે કહેવાય છે કે It is as dead as dodo.
*
મારસના જવાળામુખી દૂરના ભૂતકાળમાં ઠરી ગયા છે, પણ ભવિષ્યમાં નહિ ફાટે એમ કહી શકાય નહિ.
*
ઉત્તર આયર્લે હનું રકતનાન
ઉત્તર આયર્લેન્ડમાં ચાર વર્ષથી આગ ભભૂકે છે અને રકત
પાત થાય છે. શા માટે?
બ્રિટને જ્યાં રાન્ત કર્યું છે અને પછી સત્તા છેડવી પડી છે ત્યાં તેણે લડાવી મારી, ભાગલા પાડીને રાજ કર્યું છે અને વારસામાં ભાગલા અને સંઘર્ષણ આપતું ગયું છે. હિંદુસ્તાન અને પેલેસ્ટાઈન
તેનાં દૃષ્ટાંત છે.
આપલે ન્ડના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન બ્રિટને ઉત્તર આયર્લે ન્ડનું અંગ્રેજકરણ કર્યું. પછી જ્યારે આયર્લેન્ડને સ્વતંત્રતા આપવી પડી ત્યારે ભાગલા પાડીને ઉત્તર આયર્લેન્ડ પેતે રાખ્યું. આયર્લેન્ડ રોમન કૅથલિક સંપ્રદાય પાળે છે. ઉત્તર આયર્લેન્ડ બ્રિટનની જેમ પ્રેટેસ્ટ’ટ છે, અંગ્રેજીભાષી પણ છે. પણ બ્રિટનમાં લેાકશાહી છે તેવી લોકશાહી ઉત્તર આયર્લે ન્ડમાં નથી. અહીં ધર્મના નામે ભેદભાવ રાખવામાં આવે છે, અન્યાય થાય છે. આશરે ૩૩ ટકા પ્રજા રામન કૅથેાલિક છે, અને તેની માગણી સમાન અધિકારોની છે, પણ પ્રેટેસ્ટ ટ બહુમતી તેમને સમાન અધિકારો આપવા માગતી નથી. આથી રામન કૅથેાલિકો આયર્લેન્ડની પ્રત્યક્ષ કે પરોક્ષ મદદ વડે લડે છે અને બ્રિટિશ લશ્કર બ્રિટિશ સામ્રાજ્યની છેલ્લી લડાઈ ઉત્તર આયર્લૅન્ડની અન્યાયી સરકારના રક્ષણ માટે લડી રહેલ છે.
બાંગલા દેશના બિહારીએ
બાંગલા દેશની એક કરુણતા તેના ૧૪ લાખ જેટલા બિહારી પાકિસ્તાનીએ છે જે બાંગલા દેશને જોઈતા નથી અને પાકિસ્તાન