________________
તા. ૧-૨-૧૯૭૨
જ્યાં જ્યાં ! ‘he ' હતું ત્યાં ‘she' વાપર્યું ! ‘બાયકોટ’ નું ‘ગર્લકેટ’કરો ને ‘હિસ્ટરી’નું ‘હરસ્ટોરી' કરો પણ પ્રત્યક્ષ માત્ર હીઝ સ્ટોરી' જ છે. ‘હર સ્ટોરી' આજે પણ શરૂ થવાની બાકી છે. આની યાદ આપવા હું આવ્યો છું. આવતી કાલનું જગત તમારુ છે.
તરુણ છે.કરા-છે!કરી મળીને શું કરે છે તેની ચિંતા નથી. તમે ઉભય મળીને નંદનવન બનાવે કે સ્મશાન. આવતી કાલનું જગત તમારું છે. પેલી ઑસ્ટ્રેલિયન છેકરીએ કહ્યું ને કે ‘હું આ છેકરીની મા છું પણ કોઈની પત્ની નથી એમ કબૂલ કરું છું.' ગર્ભપાતનો કાયદો કરીને તે તમે ગમે તે પ્રમાણે વર્તો. પણ ઈચ્છાવિરુદ્ધ પેાતાના શરીરનો ઉપભાગ ન થવો જોઈએ, આ માટે તમે શું કરશે? છેકરીએ અમને જ પૂછશે શું કરીએ? પુરુષો પાસેથી જવાબ ઉધાર લેશે નહીં. શું તમારા પેાતાના જીવનનું અસ્તિત્વ જ નથી ! અસ્સલ નાણું હશે તે ખણખણશે!
પ્રભુઘ્ન જીવન
પાકિસ્તાન સાથે યુદ્ધની કલ્પના આવી કે તરત કહેવાયું, ‘જમીન, સંપત્તિ અને સ્ત્રીઓનું સંરક્ષણ કરવાનું છે.' સ્ત્રી શું કાચનું વાસણ છે કે તેને તડ ન પડે તે માટે આખો વખત તેની સંભાળ રાખવી? એકવાર પ્રવાસમાં છેકરી સાથે હતી. માએ કહ્યું, ‘સંભાળજે, છેકરી સાથે છે!” એવું ન કહ્યું કે નિર્ભયપણે પ્રવાસ કર, છે.કરી સાથે છે! એટલે બાકી તે હવે એટલું જ રહે છે કે-પેટીમાં ભૂસું ભરી તેમાં તેને બંધ કરીને ઉપર લખવું-‘ગ્લાસ ! વિય કર !” આજની ઘડી આત્મનિરીક્ષણની છે! આજ એ નિર્ણય લેવા જોઈએ કે સાથે રહીશું, પ્રેમથી રહીશું, પણ બીજાના આધાર પર જીવવાના નથી! આજે સામાજિક જીવનમાં Sex explosion જાતીયતાનો વિસ્ફોટ થયો છે. આજ સુધી દેખાઈ રહેલ ‘સપ્રેસ્ડ સેક્સ’હવે ઉછળી આવી છે. મને તેનો ડર લાગતો નથી, પણ સહજીવનમાં સ્ત્રી પર આક્રમણ ન થાય તેવા રસ્તા નવા લેાકાએ શોધવા જોઈએ.
મનુષ્ય પ્રકૃતિનો અનુગામી નથી. પ્રાણીઓને શિંગડાં, નખ, દાંત હોય છે-સ્વરક્ષણ માટે, માણસ પાસે એવું કશું ન હેાવા છતાંય સિંહને તે નચાવી શકે છે. માણસ પાસે એવી કેટલીક ચીજ છેકે જેને લીધે તે બીજાં પ્રાણીઓ કરતાં જુદા બન્યા છે. તેનું હૃદય અને બુદ્ધિ એ છે તેની તાકાત અને એ તાકાત પુરુષો જેટલી જ સ્ત્રીઓમાં પણ છે. યુનિવર્સિટીની પરીક્ષામાં પહેલા નંબરની ગુણવત્તા મેળવનાર છેકરીઓ છે. તેણે સ્ત્રી બીજા દરજજાની મનુષ્ય શા સારુ? આની પ્રતિક્રિયા ઘણે ઠેકાણે દેખાય છે. આજે પશુજીવનમાં નરનિરપેક્ષ માતૃત્વ છે. તેવા દિવસ હવે માનવજીવનમાં પણ દૂર નથી; પતિ સિવાય જ માતૃત્વ—કૃત્રિમ ગર્ભધારણને આધારે આવી શકે! પણ એનો અર્થ શું? સ્ત્રી-પુરુષોનાં જુદાં જુદાં જગત થશે? શું માનવસમાજ બે ગેાળાર્ધમાં વહેંચાઈ જશે? એટલું તો અવશ્ય સમજી લેવું જોઈએ કે સ્ત્રી-પુરુષ એકબીજાની સાથે રહેશે તે એકમેકની વિરુદ્ધ ભૂમિકા લઈને રહી શકશે નહીં.
એક વાત તે નિશ્ચિત છે કે મનુષ્યની શકિત તે શરીર-શકિત નથી, આંતર-ભારતીના નેતા (સાને ગુરુજી) દુર્બળ હતા. ગાંધી શું કે વિનોબા શું, શરીરથી સબળ હવાને કારણે નેતા બન્યા નથી. મહાયુદ્ધમાં ઈંગ્લૅન્ડના નેતા ૯૦ વર્ષના બુઢ્ઢા ચર્ચિલ હતા! શરીરની તાકાત અધિક મહત્ત્વની બને તો કિંગકોંગને નેતા બનાવવા પ! તો પછી છેાકરી શરીરથી કમજોર છે માટે તે સ્વતંત્ર રહી શકે નહીં તેવું માનવાને શું કારણ છે? આ એક પારંપરિક સંસ્કાર છે. એને ચિત્તમાંથી દૂર કરવા જોઈએ.
બીજી પણ એક વાત હિંમતથી માન્ય કરવી જોઈએ. શરીર ભ્રષ્ટ થવા છતાં મનુષ્ય ભ્રષ્ટ થતે નથી. મારા મોંમાં કોઈ જબરજસ્તીથી ગામાંસ નાખે તે પણ મને ભ્રષ્ટ માનવાનું કારણ શું છે? શું છેાકરી શરીર સિવાય બીજું કશું જ નથી ? કેવળ શરીર જ છે? આ ગેરસમજને કારણે જ તરુણ-સ્ત્રી રૂપનિષ્ઠ, શરીરનિષ્ઠ બની છે! એટલે જ “વહુ જોઈએ રૂપવાન ને જમાઈ જોઈએ ગુણવાન !' પણ છેકરીના હાથમાં સાય અને તરુણના હાથમાં તલવાર આના ઉપાય શે? જે જે પુરુષ કરે તે બધું સ્ત્રીએ કરવું? પુરુષની કાર્બન કોપી બનાવવી છે.સ્ત્રીને ? પુરુષોએ ચેટલા વાળવા અને સ્ત્રીઓએ વાળ કપાવવા માંડવા એવી ફેશન આવે જ છે. ફાવે તે શરૂ કરે, પણ છેવટે સ્ત્રી જીવે છે પુરુષોના ભરોસા પર! કારણ કે પેાતાના ભરોસા પર જીવવાની તેની હિંમત નથી !
7
૨૪૯
આવા હજારો શિબિરો થાય તે પણ છેકરીઓમાં આત્મપ્રત્યય જાગ્રત નહીં થાય તો બધા ફોકટ જવાના. ધે વિલ આલ એન્ડ ઈન સ્નેક!' આજે પણ છેકરીનાં લગ્ન કરવા માટે અખિલ ભારતની યાત્રા કરવી પડે છે. આવાં લગ્ન જ નહીં જોઈએ એમ કહેવાની હિંમત કોઈ છે!કરીની નથી. શું એવા દિવસ ઊગશે ખરે. કે જ્યારે છેકરાછેકરીઓ સમાન દરજજાનું જીવન જીવતાં હશે! તમે હમેશાં બીજાના પ્રકાશમાં જીવતા આવ્યા છે. સ્વાયત્ત જીવનના આસ્વાદ ક્યારેય લીધા નથી.
હું અહીં શિક્ષણની વાત કરતા નથી. આર્થિક સ્વતંત્રતા માટે બાલતો નથી. તમે નાગરિક બન્યાં, ગૃહિણી બન્યાં, બહેનમાં સર્વ કાંઈ બન્યાં પણ મનુષ્ય માત્ર હજી થયાં નથી ! મુખ્ય વાત જ રહી ગઈ! એ મનુષ્યતા કેવી રીતે આવશે? અંત:કરણમાં જે પુરુષના ડર છે તેના પર પ્રેમ કરવા શકય નથી, કથાવાર્તામાં પ્રેમ હશે, પણ જીવનમાં કયારેય નહીં આવી શકે. પ્રેમ માટે જુદું હૃદય જૉઈએ! તમારા પર--નવી પેઢી પર હજી મને આશા છે!
રામ નાજુક હતા, જ્યારે રાવણ બલાય. રામને બે જ હાથ હતા, રાવણને વીસ. ઈંગ્લેંડ બળવાન રાષ્ટ્ર હતું જયારે અમેરિકા કમતાકાતવાન નવું રાષ્ટ્ર હતું. પણ વૉશિંગ્ટન જીતી શક્યા! ઝારશાહીવિરોધી ક્રાંતિકારીઓ દુર્બળ હતા, ચાંગ-કાઈ-શેકને અમેરિકાને ટેકો હતા. માએ ફકત દેશવાસીઓના ટેકાથી લડયા. માએાને પૂછ્યું, ‘તમે કેવી રીતે જીત્યા?” તેણે કહ્યું, ‘મારા સિપાઈએ પાસે અત્યાધુનિક હથિયારે નહાતાં, પણ આંત:કરણની તાકાત હતી !' મનુષ્યના હૃદયમાં બુદ્ધિ નિર્માણ કરનાર સંકલ્પની ખરી શકિત હાય છે. આજે માનવ સમાજને બચાવવા હશે તે મહિલામુકિતના રૂપે નવી સંસ્કૃતિમાં આગળ પગલાં માંડવાં પડશે. આને માટે કેટલાક સંકલ્પ કરવા પડશે :
૧. હવે સ્ત્રી મનુષ્ય બનશે. તે વસ્તુ નથી, વ્યકિત તરીકે જીવશે. સ્ત્રી એ કોઈને બક્ષિસ આપવાની કે ચારી લાવવાની ચીજ નથી !
૨. તે પુરુષની સાથે જીવશે, પ્રેમથી રહેશે. ડર કે સાવધાની રાખીને જીવનાર નથી. પુરુષ-નિરપેક્ષા જીવન જીવશે; આનો અર્થ એ કે તે એના પર બાજો બનીને રહેશે નિહ. આનાજ અર્થ એવા કે માતૃત્વ એ સ્ત્રીજીવનનું ગૌરીશંકર નથી, તે એક આનુષંગિક વાત છે. સ્ત્રીનું જીવન સ્વાયત્ત અને સ્વતંત્ર હશે; એટલે જ માતૃત્વનિરપેક્ષા તેનું વ્યકિતત્વ હશે.
૩. મનુષ્યની વાસ્તવિક શકિત શરીરમાં નથી; હૃદય અને બુદ્ધિમાં છે. અને તે બધા માનવમાં સમાન છે.
૪. શરીર ભ્રષ્ટ થવાથી ચારિત્ર્ય નષ્ટ થતું નથી; સતીત્વ નષ્ટ થતું નથી. હિમાલયની ગુફાઓમાં મેકળાશથી ફરવામાં હિંમતની આવશ્યકતા નથી. બજારમાં, રાજના જગતમાં નિર્ભયતાથી રહેવું આવશ્યક છે.
૫. ચારિત્ર્ય બાબત પુરુષ માટે સ્ત્રીઓ જેટલી મક્કમતા અનિવાર્ય નથી ગણાઈ. વિશ્વામિત્રે હજારો વર્ષ તપ કર્યું-પણ મેનકાના દર્શનથી બધી તપસ્યા રસાતળ ગઈ! એ તે ‘એલ્બર્ટેડ સેક્સ’ છે. ઊલટાની લિંગિકતા છે એ! પુરુષોનો ભય પણ નહીં, જુગુપ્સા પણ નહીં! અભિમુખતા જોઈએ. તો જ પ્રેમમાં એકાત્મતા આવશે.
તો શું ર્ધનારી-નટેશ્વરના આદર્શ હોવા જોઈએ? સ્ત્રીપુરુષ શું અર્પી અર્ધી વિશેષતાને મેળવીને વ્યક્તિત્વ બનાવી શકશે? તેમ પણ નહીં. પ્રત્યેક માણસ-સ્ત્રીપુરુષ બન્ને સંપૂર્ણ નારી-નરેશ્વર હશે. ઉભયના સત્ત્વનું એકીકરણ થઈ સમગ્ર વ્યક્તિત્વ ખીલશે. બન્નેની ઉત્કૃષ્ટતાના તે સંયોગ હશે. એવે! સમગ્ર-સંપૂર્ણ માનવજન્મ પામશે ત્યારે માનવજાતિ ધન્ય થશે.
એને માટે પ્રત્યક્ષ કૃષ્ણ-દ્રૌપદી-યોગ કરવા જોઈએ. પવિત્રતા તે રહેશે પણ પડદા નહીં રહે. અને લિંગિકતા તો નહીં જ નહીં! કૌરવાના દરબારમાં દ્રૌપદીની લજજાનું રક્ષણ કરવા કૃષ્ણ પોતે વસ્ત્ર બન્યા ! કૃષ્ણની સાથે રાધાનું નામ બાલાય છે, રુક્મિણી સત્યભામાનું નહીં! વૈવાહિક સંબંધ ન હોવા છતાં રાધા-કૃષ્ણ એક નિકટ સંબંધનું પ્રતીક છે. પણ આ સંબંધ સામાજિક થઈ શકતા નથી. કૃષ્ણ દ્રૌપદી સંબંધ સામાજિક થઈ શકે છે!
તમારી પાસેથી આવા સત્ત્વયુકત, સ્વાયત્ત જીવનની સમગ્ર મનુષ્યત્વની અપેક્ષા છે!
[‘ભૂમિપુત્ર'માંથી સાભાર]
દાદા ધર્માધિકારી