________________
પ્રબુદ્ધ જીવન
બહુનાને...
[ નાગપુરમાં તા. ૨૧ થી ૨૬ નવેમ્બર દરમિયાન યોજાયેલ અ, ભા. યુવતી સ્નેહ સંમેલનમાં દાદા ધર્માધિકારીએ આપેલ પ્રવચન ‘ભૂમિપુત્ર’ના તા. ૧૬-૧-૭૨ના અંકમાં પ્રકટ થયું છે તે નીચે આપવામાં આવે છે. દાદા ધર્માધિકારી સમર્થ ચિંતક છે અને તેમના વિચારાથી ઘણા લોકો યોગ્ય રીતે પ્રભાવિત છે. આ પ્રવચનમાં વ્યકત થયેલ તેમનાં કેટલાંક વિધાનો મને આશ્ચર્યજનક લાગ્યાં છે તે પ્રત્યે અતિ સંક્ષેપમાં ધ્યાન દોરું છે.
૨૪૮
સ્ત્રીપુરુષ સંબંધ સદા વિવાદનો વિષય રહ્યો છે. દાદા ધર્માધિકારી કહે છે, સ્ત્રી એક મૂર્તિમંત સમસ્યા છે. તેમના પ્રવચનના સાર એ જણાય છે કે સ્ત્રી વસ્તુ નથી પણ વ્યકિત છે અને તેને પેાતાનું સ્વાયત્ત જીવન અને અસ્તિત્વ હાવાં જોઈએ. શ્રી નિર્ભય હોવી જોઈએ, પરાવલંબી, પુરુષઆશ્રિત નહિ - સ્ત્રી માત્ર ઉપભાગનું સાધન નથી. આ વિચારોમાં કોઈ મતભેદ ન હોય. પ્રશ્ન એ છે કે સ્ત્રીનું સ્વાયત્ત અને નિર્ભય જીવન કેવા પ્રકારનું અને કેવી રીતે હોઈ શકે?
દાદા ધર્માધિકારી માતૃત્વને સ્રીજીવનના અભિશાપ માને છે. સ્ત્રીને વીરમાતા કહેવી તેમાં બીજા દરજજાનું મનુષ્યત્વ રહેલું છે એમ કહે છે. સ્ત્રીએ પુરુષ સિવાય જીવવાની હિંમત બતાવવી અને પુરુષનિરપેક્ષ જીવન જીવવું, પુરુષના ભરોસા ઉપર નહિ; કારણ કે, પુરુષ સ્ત્રી માટે લડશે, તેનું રક્ષણ કરશે પણ તેનું ભક્ષણ પણ કરશે. સ્ત્રીનું ફકત સ્ત્રી એવું–સ્વત: જુદું જીવન હેાવું જોઈએ. પશુજીવનમાં નનિરપેક્ષ માતૃત્વ છે તેવે દિવસ હવે માનવજીવનમાં પણ દૂર નથી. શરીર ભ્રષ્ટ થવાથી ચારિન્ય ભ્રષ્ટ થતું નથી. માત્ર ઈચ્છા વિરુદ્ધ શરીરને ઉપયોગ થવા ન દેવા. માનવસમાજને બચાવવા મહિલા-મુકિતના રૂપે નવી સંસ્કૃતિમાં આગળ પગલાં માંડવાં પડશે. આવતી કાલનું જગત સ્ત્રીનું છે.
તા. ૧-૨-૧૯૭૨
આ વિધાન ઉપર વિચાર કરીશું તે લાગશે કે જે ભયમાંથી સ્રીની મુકિત ઈચ્છે છે તે ભય ઉપર જ આ વલણ રચાયેલું છે. પુરુષથી ચેતતા રહેવું, તેનો વિશ્વાસ ન કરવો, પોતાનું સ્વતંત્ર વ્યકિતત્વ છે એમ સતત સભાન રહેવું એવા વલણના પાયા ભય છે. શાસ્ત્રકારો અને સંતપુરુષ સ્ત્રીથી હમેશ ચેતતા રહેલા અને તેનાથી દૂર રહેવાના ઉપદેશ આપ્યા છે. સ્ત્રી દુનિયાની માયા છે અને પુરુષને સાવશે. હવે બીજા છેડે જવાનું શરૂ થયું. બન્ને દષ્ટિબિંદુ અધૂરાં અને ખાટાં છે. પુરુષનિરપેક્ષા, માતૃત્વવિહેણું, ફકત સ્ત્રી એવું જુદું જીવન કેવું હશે? તેમાં સ્ત્રીજીવનની કૃતાર્થતા કે પૂર્ણતા છે? તેમાં તેના વ્યકિતત્વને પૂર્ણ વિકાસ છે.? સમાનતાથી સહજીવન સામાજિક વ્યવસ્થાનો પાયો છે અને સ્ત્રી-પુરુષના વિકાસનું સાધન છે. એ સમાનતા એટલે અલગતા નહિં પણ સહકાર અને પ્રેમ, આવતી કાલનું જગત માત્ર સ્ત્રીનું છે? પુરુષોનું શું સ્થાન હશે?
માતૃત્વ સ્રીજીવનને અભિશાપ છે કે ધન્યતા? સ્ત્રી સ્ત્રી છે ત્યાં સુધી માતૃત્વમાંથી કાયમ મુકિત મેળવવાની ? દાદા ધર્માધિકારી,. પુરુષનિરપેક્ષ અથવા પરિણીત જીવન સિવાયના માતૃત્વને ઈષ્ટ માને છે?
દાદા ધર્માધિકારીએ મહિલામુકિતરૂપે નવી સંસ્કૃતિમાં આગળ પગલાં માંડવાનું કહ્યું છે. પુરુષ સ્ત્રી ઉપર ઘણા અન્યાય કર્યો છે અને તેમાં પેતે જ ગુમાવ્યું છે. પણ મહિલામુકિત એટલે સર્વ પ્રકારે પુરુષને વિરોધ અને અણવિશ્વાસ ? પશ્ચિમમાં Womens' Liberation Movement ચાલે છે તેના પડઘા આ પ્રવચનમાં જણાય છે. આવા એકપક્ષી અંતિમ છેડાના વલણથી નથી સ્ત્રીની મુકિત થવાની કે નથી સમાજનું કલ્યાણ થવાનું. પરસ્પરના વિશ્વાસ, પ્રેમ અને સહકારનું સહજીવન સ્ત્રી-પુરુષ બન્ને માટે હિતકારી છે. --તંત્રી ]
આમ તે હું બડબડ કરનાર તરીકે પ્રસિદ્ધ છું; પણ કેટલાક એવા પ્રસંગ આવે છે જ્યારે મારી જીભ થાથવાય છે, સ્તબ્ધ થઈ જાય છે. તરુણ છેાકરીએ સામે બેાલતાં મારી એ દશા થાય છે. છેકરીએને જોઈને આનંદ થાય છે, પણ ક્યારેક તીવ્ર વેદના પણ થાય છે. એવું કેમ થાય છે તે જ તમને સ્પષ્ટપણે કહેવાનો છું.
શ્રી એ પેાતે જ એક સમસ્યા છે. મનુષ્ય સમાજમાં છેકરી જ મૂર્તિમંત સમસ્યા છે. હું કાંઈ તમને ઉપદેશ આપવા આવ્યો નથી ! મારું દુ:ખ તમારી સમક્ષ નિવેદન કરવા આવ્યો છું.
આજે સ્ત્રી પ્રધાનમંત્રી થઈ શકે છે—થઈ છે, છતાં સ્ત્રી આજે પણ ભયગ્રસ્ત છે. તે લપાઈને, ગભરાઈને, ચાભીને ચાલે છે. તે જેની આકાંક્ષા કરે છે તેનાથી જ ગભરાય છે. જગતના તરુણાની બે દિશામાં શોધ ચાલુ છે. અમેરિકા, યુરોપ, ચીન, કોંગા, વિયેતનામ - સર્વત્ર તરુણાની જીવનની શોધ ચાલુ છે. જ્યારે ભારતીય તરુણ જીવિકાની, ઉપજીવિકાની શેાધમાં છે ને તરુણીએ શેની પાછળ છે? તરુણેની, પુરુષની! તમે કયારેય પોતાના અંત:કરણમાં ડૂબકી મારી તેને તાગ કાઢāા છે?
શ્રી. આજે પણ એક વસ્તુ છે, વ્યકિત નથી અને જે મનુષ્ય જ નથી તે સમાજ - પરિવર્તન કેવી રીતે કરશે? ૧૯૪૭ની સાલમાં દેશના ભાગલા થયા. પહેલા પ્રશ્ન સ્રીઓને ચાવ્યા. મૃદુલાબહેન, સુચિતા કૃપલાની વગેરે કેટલીયે મહિલાઓ છેકરીઓના પ્રશ્ન ઉકેલવા આગળ આવી. સમસ્યા હતી. ઈચ્છાવિરુદ્ધ માતા બનેલી છેકરીઓની ! આજે બાંગલા દેશના સંદર્ભમાં દશ હજાર છેકરીઓને સવાલ પેદા થયો છે.
થઈ
શ્રી પ્રધાનમંત્રી, ડાયરેકટર, રે! કાલે ઊઠીને સેનાપતિ પણ શકશે. તે યે તેને ઉપાડી જવાની ભીતિ તો રહેશે જ! આ સમસ્યાનો ઉકેલ છેકરીઓ પાસે નહીં હૈાય તે સમજી લેજો કે ફરીથી ઘર અને ચૂલા પાસે ગયા વિના તમારા છૂટકો નથી.
પુરુષ તમારે માટે લડશે, તમારું સોંરક્ષણ કરશે; પણ તે જ તમારું ભક્ષણ કરી શકશે. તરુણ છેાકરીએ કહેવા લાગી છે: We are not sex objects~અમે લિ'ગિક વસ્તુ; ઉપભાગની વસ્તુ નથી !' તે કોણ છે? માણસ છે? આખું જીવન તમારું લગ્ન માટેની ઉમેદવારીમાં જાય છે! પુરુષ સિવાય પણ અમે જીવી શકીશું એમ કહેવાની હિંમત છે? એકવાર મને એક કૅલેજમાં બેલાવેલા હતે. એક વકતા બદલતા હતા – “છે!કરીએ, તમારે વીરમાતા બનવું જોઈએ !” મે" કહ્યું કે આવે ઉપદેશ હું છેકરીઓને ન આપી શકું. તિલક, ગાંધીજીનું કોઈએ વીરોના બાપ તરીકે ગૌરવ કર્યું છે? પણ કૌશલ્યા અને જીજાબાઈ, ‘વીર-માતા’ તરીકે જ પૂજનીય ! આ તે બીજા દરંજજાનું મનુષ્યત્વ ! કૉલેજમાં જઈને છેકરાઓને આવા ઉપદેશ કોઈ આપશે કે?
સ્ત્રીનું – ફકત સ્ત્રી એવું – સ્વત:એવું જુદું જીવન છે ખરું? માતૃત્વ ખૂબ મેટું વરદાન ગણાય છે. હું તેને સ્રીજીવનને અભિ શાપ કહું છું. કારણ માતૃત્વ સિવાય સ્ત્રીજીવનની સાર્થકતા જ નથી એવું મનાય છે. સ્ત્રીનું મનુષ્ય તરીકે સ્વતંત્ર વ્યકિતત્વ છે? સ્વાયત્ત જીવન છે? નથી તે! તમે શું કરવાના છે? સમાજ—પરિવર્તન માટે તમને ઉત્કંઠા હોવી જોઈએ એમ તમને કહે છે! પણ હું કોને કહું? જે સ્વત: જ એક ઉપભાગની વસ્તુ બની છે તેને? તરુણાને લગ્ન વિશે પૂછશે તો તે ના પાડશે. કારણ તેને માટે લગ્ન એટલે બેના ચાર હાથ નહીં, ચાર પગ જ થાય છે. લગ્ન થયા ને તેની જવાબદારી શરૂ થાય છે, જ્યારે છેકરીઓની જવાબદારી સમાપ્ત થાય છે. લગ્ન એટલે રિક્ષાનો બંધા! પુરુષોએ રિક્ષા ચલાવવાની અને સ્ત્રીને પટકવાની સવારીની જગ્યાએ !
બધું જ કર્તૃત્વ પુરુષોનું! શું એ આને ધક્કો આપવા માટે પુસ્તક લખ્યું - ઈન્ટેલિજેન્ટ વિમેન્સ ગાઈડ ટુ સેશિયાલિઝમ !