SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ 194 પ્રબુદ્ધ જીવન તા. 16-12-72 - ચિન્તા કર્યો ચાલશે ના.... - અમારા એક મિત્ર છે. એમને સ્વભાવ વાતવાતમાં ચિન્તા કરવાનો છે. આને લીધે ફિસમાં કે ઘરમાં જરા સરખી તકલીફ ઊભી થાય, કોઈ કુટુંબી માંદું - સાજું થઈ જાય, વ્યવસાયમાં ધાર્યા કરતાં કંઈક જુદું બને તે તરત ‘હવે શું થશે?” એમ કહીને તેઓ ચિન્તા કરવા લાગે છે અને ગભરાટમાં દોડાદોડી કરી મૂકે છે. એમને સ્વભાવ જ એવો છે કે નાની સરખી વાતને તેઓ માટી કરીને જુએ છે અને એમાંથી કંઈક અનિષ્ટ જ થવાનું છે, કોઈ આફત આવી પડવાની છે, એમ જ તેઓ માનવા લાગે છે. એમના આવા ચિન્તાશીલ સ્વભાવની અસર એમના મન અને શરીર પર તો થાય જ છે, પણ એમને જેમના સંપર્કમાં આવવું પડે છે એમના પર પણ એમના આવા સ્વભાવની અસર થાય છે. એમના મિત્રો-સંબંધીઓ પણ આ પ્રકારે વધુપડતી અને મોટે ભાગે નિરર્થક ચિન્તા કરવાના સ્વભાવથી થાકી - કંટાળી જાય છે. માણસ જો થોડોક પણ વિચારશીલ હોય છે એમ સમજે છે કે દરેક માણસની સામે ચિન્તા થાય એવી સમસ્યાઓ અને મુશ્કેલીઓ ઊભી થતી જ હોય છે. દરેક માણસ પોતાની શકિત અનુસાર આ સમસ્યાઓ અને મુશ્કેલીઓના નિવારણ માટે પ્રયાસ કરે છે. આ રીતે માણસ દરેક પ્રશ્નમાં માથે હાથ દઈને બેસતા નથી પણ અમારા મિત્રની જે ઉપર વાત કરી એના જેવા લોકો તો નાની નાની વાતોમાં ચિન્તા કર્યા કરે છે. આવા લોકોના સંબંધમાં એમ કહી શકાય કે એમને ચિન્તા કર્યા વિના ચાલતું નથી. ચિત્તાને એમને સ્વભાવ થઈ ગયો હોય છે, ચિત્તાની એમને ટેવ પડી હોય છે. આવા લોકો માટે ચિત્તાને સ્વભાવ છોડવાનું કઠિન હોય છે. પણ ચિન્તા કરવાને એમને જે સ્વભાવ થઈ ગયા છે એમાંથી તેઓ છુટકારો મેળવે નહિ ત્યાં સુધી નથી એમને શાંતિ મળતી કે નથી એમની નિકટના લેક સુખચેનથી રહી શકતા. વાસ્તવમાં, દરેક નાની - મોટી વાતમાં ચિન્તા કરવાને સ્વભાવ એ એક રોગ છે, જે માણસને કોરી ખાય છે. આ સ્વભાવ માણસના વ્યકિતત્વને ખંડિત કરે છે. એ કોઈ પણ કામ શાંતિથી, સ્વસ્થતાથી અને નિશ્ચિત મને કરી શકતા નથી એટલે એ પિતાનું કામ બગાડે છે, એના કામમાં ક્ષતિઓ રહી જવા પામે છે; અને એને પરિણામે એને વધુ ચિન્તા, વિશેપ ગભરાટમાં રહેવું પડે છે. આ પ્રકારે સતત ચિન્તા કરનાર માણસમાં સ્વભાવની બીજી પ્રક્રિયાઓ પણ આસ્તે-આસ્તે જોવા મળે છે. એટલે ચિંતા કરવાની ટેવમાંથી તે માણસે સમજીને, વિચારીને અને પિતાના વિશે સતત જાગૃત રહીને, બની શકે એટલી વરીએ. મુકિત મેળવવી જોઈએ. આપણે જો આપણી સામે આવતા ચિન્તાના પ્રસંગે અને આપણને કેરી ખાતી ચિત્તાને જરા વધુ તલસ્પર્શી અભ્યાસ અને પૃથક્કરણ કરીશું તે સામાન્ય રીતે આપણે એવા અંદાજ પર પહોંચીશું કે ચાલીસ ટકા જેટલી આપણી ચિતે ભૂતકાળમાં જે કંઈ બની ગયું હોય છે, એની હથ છે. પચાસ ટકા જેટલી ચિન્તા ભવિષ્યમાં શું થશે ?' એને લગતી હોય છે; માત્ર દસ ટકા જેટલી ચિત્તાને જ વર્તમાન સાથે લીગનુંવળગતું હોય છે. - જેમને સ્વભાવ જરાજરીમાં ચિન્તી કરવાનું હોય એમણે ભૂતકાળમાં જે બની ગયું હોય એને લગતી ચિન્તા કે વર્તમાન અને ભવિષ્ય પર પણ જાણે એને પડછાયે પડી રહ્યો છે એવી કેટલીકવારની પેટી માન્યતાને લીધે રહેતા ઊંચા જીવમાંથી પ્રથમ તે મુકિત મેળવવા માટે મથવું જોઈએ. ભૂતકાળમાં જે બની ગયું છે એ માટે થઈને ચિન્તા કરવી અને આપણા મનને એમાં રોકી રાખીને વર્તમાનને પણ બગાડ એ બરાબર નથી. માણસે ભૂતકાળને ભૂલી જવાનો પ્રયાસ કરવો જોઈએ. અલબત્ત, ભૂતકાળમાં જે કંઈ બન્યું હોય એમાંથી આપણે બધપાઠ લઈએ, જે ખામી કે ઊણપને લીધે એ વખતે આપણે માટે ચિત્તાને પ્રસંગ ઊભે થયું હોય એનું પુનરાવર્તન ન થાય એની કાળજી રાખીએ એ ગ્ય ગણાય, પણ એને વિચાર કરીને અત્યારની પ્રવૃત્તિને આપણે કુંઠિત કરીએ એમાં તે આપણી હારવાદી મનોદશાનાં જ દર્શન થાય છે. ભૂતકાળનું વિસ્મરણ કરવાની કળા આપણે કેળવવી જોઈએ. આ રીતે ભૂતકાળને ભૂલી જવાનું મુશ્કેલ છે, પણ જેને જીવનમાં આગળ વધવું છે, કંઈક કરી છૂટવું છે એને માટે આ કળા કેળવ્યા વિના છુટ્ટો નથી. જીવનના ઘડતરના એક મગરૂ૫ એને ગણીને મણિસે આ પ્રકારના વિસ્મરણની પણ ટેવ પાડવી જોઈએ-કેમકે જો માણસ એમ કરી શકે નહિ તો બસ, એક પછી એક ચિન્તના થર જામ્યા કરે છે અને માણસ એના દુચક્રમાં ફસાઈ જાય છે. - આપણે એ દઢ સંકલ્પ કરવો જોઈએ કે ભૂતકાળમાં જે કંઈ બન્યું છે એ હું ભૂલી જઈશ, મારી સ્મૃતિમાંથી હું એને સાફ કરી નાખીશ અને મારી સમક્ષા જે વર્તમાન અને ભવિ છે એને વિચાર કરીને જ હું અગિળ ધપીશ. પ્રખ્યાત અમેરિકન ચિંતક વિલિ૧મ જેમ્સ એટલા માટે જ કહ્યું છે કે ‘વિચારશીલ માણસે કઈ વસ્તુને પસાર થઈ જવા દેવી, કઈ વસ્તુને ભૂલી જવી એ બરાબર જાણતા હોય છે, એટલે જ તેઓ ચિત્તાથી - નકામી નિરર્થક ચિન્તાથી મુકત રહી શકતા હોય છે.' આને અર્થ એ થશે કે માણસ સામે મુશ્કેલીના, ચિન્તાના જે કેટલાક પ્રસંગે ઊભા થાય છે એ એવા અલ્પ સમયના હેય છે કે સામાન્ય ઉપાયોથી એનું નિવારણ થઈ શકે છે. એટલે એ તે તરત જ પસાર થઈ જનારા પ્રસંગે હોય છે, જેને વિશે વધુપડતી ચિન્તામાં આપણા મનને રોકી રાખવાનું આવશ્યક નથી. એ જ રીતે કેટલીક વસ્તુઓ ભૂલી જવા જેવી હોય છે, એને યાદ રાખવાથી કશે જ ફાયદો થતો નથી. માણસને એના જીવનમાં મૂંઝવતા પ્રશ્ન ઊભા થતા હોય છે. એવે કેઈ માણસ નથી જેના જીવનમાં મુશ્કેલીએ, અવરોધે આવતા હોય. માણસને જીવનમાં કદી જ ચિન્તા કરવી ન પડે એવું પણ બનતું નથી હોતું. પણ વિચારશીલ માણસ આવા પ્રગા પાસૈ નમી જઈને પોતાના જીવનને છિન્નભિન્ન થવા દેવાને બદલે એમાંથી કઈ રીતે બહાર નીકળવું એની યોજના વિચારે છે. માત્ર ચિત્તા કઈ પ્રશ્નો ઉકેલ લાવી શકે નહિ એ સમજાઈ જવું જોઈએ. ખૂબ જ ચિન્તા કરાવે એવા પ્રસંગોએ પણ આપણે આપણી આંતરિક સ્વસ્થતા અને શાંતિ નહિ ગુમાવવાં જોઈએ. અસ્વસ્થ કે અશાન્ત થઈ જવાને લીધે પ્રશ્નના ઉકેલમાં અવરે આવે છે અને આપણે એ વિશે યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. એટલે આપણે આપણા મનને ચિન્તા, ભય, અસલામતી વગેરે લાગણીઓથી મુકત કરવું જોઈએ. 'ખાલી' કરવું જોઈએ અને એને સ્થાને આપણા મનને શાંતિ, ધીરજ અને હિમતના વિચારોથી ભરી દેવું જોઈએ. આ રીતે, શાન્ત અને સ્વસ્થ રહેવાથી ગમે તેવી મુશ્કેલી સામે ટકી રહેવાની આપણને તાકાત આવશે. અલબત્ત, કેટલાક તકલીફના પ્રસંગે એવા હોય છે, જેને ઉકેલ શોધવાનું મુશ્કેલ હોય છે ત્યારે એવા સંજોગોમાં ચિન્તા. તે થાય પણ એના બેજા નીચે દબાઈ જવાને લીધે એને ઉકેલ મળશે નહિ. જે પરિસ્થિતિ હોય એને સ્વીકાર કરીને એને જે કંઈ તત્કાલીન ઉકેલ આવી શકે તેમ હોય તે કરવા પ્રયાસ કરવો જોઈએ. ચિત્તાના કોરીખાતા રોગમાંથી વહેલી તકે મુકત થઈએ તો જીવન શાંત અને સ્વસ્થ બનશે. - જે લોકો ગમે તેવા વિકટ સંજોગોમાં પણ હિંમત અને ખમીરથી એ સંજોગોને સામને કરવા કૃતનિશ્ચય હોય છે અને સતત ચિન્તામાં રહીને માનસિક તાણને ભાગ બનવાને બદલે પુરુષાર્થ અને સંકલ્પથી સંજોગો પર વિજય મેળવવા તત્પર રહે છે તેઓ પોતાના જીવનને સ્વસ્થ બનાવી શકે છે, આંતરિક- મનની શાંતિ પ્રાપ્ત કરી શકે છે અને જીવનને આનંદમય બનાવી શકે છે. શિવમ’ માલિક : શ્રી મુંબઈ જેન યુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક : મુંબઈ-૪. ટે. નં. 350296 શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશનસ્થળ : 385, સરદાર વી. પી. રોડ, મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ–૧
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy