________________
તા. ૧૬-૧૨-૭૨
પ્રબુદ્ધ જીવન
૧૩ -
---
=
=
=
-----
જ છે. તમે બરાબર સમજયા નથી. તમે અહીં જ રહો અને અભ્યાસ કરો.”
“સાહેબ, ગેરસમજ નથી, તેમણે ચોખ્ખી ના પાડી છે, હું તે તદ્દન ભાંગી પડયો છું.” મેં સ્થિતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું.
મને લાગે છે કે તમારી સમજવામાં કાંઈક ભૂલ થઈ જણાય છે. તમારા અધ્યાપક એમ. એ.ના વર્ગો લેવાના નેથી, એમ કદી કહે જ નહિ ને !...” એમના અવાજમાં દઢતા હતી.
હું મૂંઝાયો. શબ્દો ખવાઈ ગયા. મારી મૂંઝવણ વધી. એ જોઈને તેમણે પ્રેમભર્યા અવાજે મને કહ્યું, “બેટા, એમ. એના વર્ગો લેવાશે જ. તું ફરીથી અધ્યાપકને પૂછીને ખાતરી કરી લે.”
હું હોસ્ટેલમાં પાછો ગયો. સાંજે પ્રાધ્યાપકને ઘેર જવાનું નક્કી કર્યું હતું. ત્યાં તે ફેંટેલના ચોકીદારે મને સમાચાર આપ્યા કે એ અધ્યાપક આવ્યા હતા અને મને તેમને ઘેર મળવા જવાનું કહ્યું છે. હું તરત જ એમને ઘેર ગયો. હું તેમના ઘરને દાદર ચડતો હતો ત્યારે ઉપરના પગથિયે મેં તેમને ચીડભરી મુખમુદ્રાથી ઊભેલા જોયા. એમની આંખોમાં પણ કોધાગ્નિની રેખાઓ હતી. મેં તેમની સામે જોયું ને નમસ્કાર કર્યા કે તરત જ મોટા અણગમાભર્યા અવાજે બોલ્યા: “તમે કેવા હીન છે તે હું જાણું છું. તમે મને મુશ્કેલીમાં મૂકવા ઈચ્છા છે તે પણ હું જાણું છું. હવે મારે તમારી સાથે કાંઈ વધુ વાત કરવી નથી. માત્ર હું એટલું જ કહેવા માગું છું કે એમ, એને વર્ગ હું લઈશ. હું તમને પ્રવેશ માટે વિધિસરની ના પાડતા નથી, પાડી શકતો નથી. પણ અહીં રહી તમે એમ. એ. કરશે તો તે મને બિલકુલ નહિ ગમે, છતાંય તમે રહેશે તે [ will | ate you.”
હું કશું જ રામજી શકયો નહિ. મોટેથી રડી પડયો. મેં એટલું જ કહ્યું, “સાહેબ, તમારું કહેવું મને જરાય સમજાતું નથી. હું તમને મુશ્કેલીમાં મૂકે? તે તે ધિક્કાર છે મારો સંરકારને અને કેળવણીને! સાહેબ, જે શિક્ષક અને ધિક્કારે તેની પાસે હું કેમ ભણી શકું? હવે હું અહીં રહીશ નહિ અને હવે એમ. એ.ના વર્ગો તમે લેશે તે થે અહીં હું ભણીશ નહિ.” પછી તેમને મારી દયા આવી. ઉપરના ઓરડામાં લઈ જઈ મને કહ્યું, “તમે ના મિત્ર છે.. એ devil છે. એની સંગતમાં રહી તમે devil બની જાઓ એમ હું માનું છે. આમ તમારું હિત લક્ષમાં રાખીને જ હું તમને અહીં રહી અભ્યાસ કરવા દેવાનું પસંદ કરતો નથી...”
હું શું બોલું? બીજે દિવસે શહાણીસાહેબને બધી વાત કરીને કહ્યું કે જે શિક્ષક અને ધિક્કારે તેની પાસે શિષ્યભાવે હું કેમ ભણી શકે? મેં એક મિત્રને ત્યાં અમદાવાદ જઈને રહેવાનું નક્કી કર્યું છે. મને પમાણપત્ર આપ, જેથી ટયુશન કે નોકરી મેળવવામાં કામ
એક પત્ર
મુંબઈ, તા. ૧૧-૧૨-૭૨ તંત્રીશ્રી, પ્રબુદ્ધ જીવન,
શ્વેતાંબર જૈન મૂર્તિપૂજક સંઘના આગેવાને કોણ? દેશ અને કાળને ખ્યાલમાં રાખ્યા વગર સદીઓથી ચાલી આવતી રસમો મુજબ લાખ રૂપિયાના ખર્ચા અંધશ્રદ્ધાને નામે થતા હોય ત્યારે
આ સંઘના આગેવાને ચૂપ જ રહેશે? કે પછી તેને પણ સમાજમાં પિતાની કહેવાતી લોકપ્રિયતાને લાભ છે અને એટલે મૂંગા રહેવામાં ગૌરવ માને છે? " હમણાં હમણાં ઠેર ઠેર 'પ્રતિષ્ઠા મહોત્સવ’ શરૂ થયા છે અને નવાં મંદિરોના બાંધકામ ચાલે છે. આચાર્યમહારાજો વચ્ચે ઉત્સવો ઊજવવાની સ્પર્ધા થઈ લાગે છે, હજારો માણસેને “સ્વામીવાત્સલ્ય'ના નામે ભોજન કરાવાય છે. આજના જમાનામાં બેહૂદા લાગતા મોટા વરઘેડાએ કાઢવામાં આવે છે. દૂર દૂરથી હાથીઓ બેલાવી મહાન સિદ્ધિ’ મેળવ્યાનો સંતોષ જાહેર કરવામાં આવે છે.
આપને આ બધું આજના યુગને સુસંગત લાગે છે? આપ આ બાબત “મન” નહિ જ સેવે એવી આશાથી આ પત્ર લખું છું.
આપને,
- અમર જરીવાળા નેધ: શ્રી અમરભાઈ જરીવાળાએ કહ્યું છે કે આ બાબત મારે મૌન સેવવું ન જોઈએ. તેમનું કહેવું ગ્ય છે. મને એટલે જ સંકોચ હતું કે સ્થાનકવાસી હોઈ વે. મૂતિ. સમાજ વિશે કાંઈક કહું તે કદાચ કાંઈ ગેરસમજણ થાય. કોઈની ધાર્મિક લાગણી દુભાવવાને અથવા મુનિરાજો પ્રત્યે અવિવેકને જરા પણ આશય ' નથી. મુંબઈ જૈન યુવક સંધ, સમસ્ત જૈન સમાજની સંસ્થા છે. અને તેના પ્રમુખ તરીકે તેમ જ “પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકે મારી ફરજ છે કે જૈન સમાજમાં બનતા બનાવો અને પ્રવાહ વિશે નિર્ભોકતાથી અભિપ્રાય વ્યકત કરવો,
છેલ્લા ૧૨ દિવસથી મારા રહેઠાણ નજીક એક મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. મને કહેવામાં આવ્યું કે શ્રીપાલનગરમાં આરસનું મેટું મન્દિર બાંધ્યું છે, જેમાં લગભગ રૂપિયા ૨૨ લાખનો ખર્ચ કર્યો છે, છીપાલ નગરથી ૫-૭ મિનિટના રસ્તે જ બાબુ પન્ના. લાલજીનું જાણીતું આદિશ્વર ભગવાનનું મંદિર છે. તેથી સ્વાભાવિક પ્રશ્ન થાય કે આટલો મે ખર્ચ કરી આ જમાનામાં નવું મન્દિર બાંધવાની, જરૂર હતી ? એક મન્દિરની જરૂર લાગે તે પણ નાનું સુન્દર બાંધી શકાત. તેને પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે તેમાં મને કહ્યું ૧૫ લાખ એકઠા થયા છે-કોઈએ કહ્યું ૨૫ લાખ થયા છે. હાથી, ઘેાડી, રથ વગેરેથી વરધેડો નીકળ્યું હતું. હાથી કે રથમાં બેરાવા હજાર, લાખ રૂપિયા આપ્યા છે. ૫૦ + ૬૦ ઘેડ ઉપર સાફો બાંધી, કદાચ ભાડેથી લાવેલ જરી નિનાં વસ્ત્રો પહેરી બાળકે. અને યુવકે બિરાજતા હતા. કેટલાક બેન્ડો, ફિલ્મનાં ગીત ગાતા અને પાછળ પંચમહાવ્રતધારી મુનિરાજો પધારતા. મને કહ્યું કે રવિવારે લગભગ ૧૫,૦૦૦ કોઈએ ક હાં ૨૫,૦૦૦ માણસેનું “સ્વામીવાત્રાલ્યનું જમણ થયું. શ્રીપલ નગરમાં રહેતા એક જૈને તર ભાઈએ મને કહ્યું કે આઠ દિવસથી ઊંઘવા મળ્યું નથી.
વે. મૂર્તિ. જૈન સમાજે ગંભીરપણે વિચારવું જોઈએ કે આ બઈ ગ્ય છે? આ સમાજમાં ઘણાં શિક્ષિત વિચારક ભાઈએ અને બહેને છે. જેની પાસે પૈસા થયા છે તેણે સમાજમાં સ્થાન કે કીર્તિ મેળવવા સમાજકલ્યાણના ઘણા માગે છે. પિતે જ વિચારવું જોઈએ. મુંબઈમાં વ્હે. મૂર્તિ. સમાજમાં સંગઠન નથી. જેટલા દેરાસર એટલી સંઘ અને આચાર્યો કે આગેવાન મુનિવરે એટલા વાડા. આટલી મેટ્રો સમદ્ધ અને શિક્ષિત સમાજે અાવી શેચનીય સ્થિતિ નિભાવવી ન જોઈએ.લાખ રૂપિયા વપરાય છે. સમાજના ભાઈઓને સોરનું માર્ગદર્શન મળે તે જોવાની સીની ફરજ છે.
ચીમનલાલ ચકુભાઈ
આવે.”
શહાણીસાહેબ મૂંઝવણમાં પડયા હોય તેમ દેખાયું. સહેજ વિચાર કરીને છેવટે મને અમદાવાદ જવા માટે આશીર્વાદ આપ્યા અને સરસ પ્રમાણપત્ર લખી આપ્યું.
પછી વિચાર કરતાં કલ્પી શકો કે મારી પાસેથી વસ્તુસ્થિતિ જાણીને શહાણીસાહેબે તેમને એમ. એ.ના વર્ગ બંધ કરવાની પરવાનગી નહિ આપી હોય; કદાચ અધિકારની રૂએ એમ. એ.ના વર્ગો ચાલુ રાખવાને આગ્રહ કર્યો હશે. મેં શહાણીસાહેબ પાસે ફરિયાદ કરી હશે એવી ક૯૫ના અધ્યાપકસાહેબે કરી હશે. એટલે મારી ઉપરના તે અધ્યાપકના ગુસ્સાની ચાવી મને મળી ગઈ! શહાણીરાાહેબે મારા અધ્યાપક વિશે એક પણ શબ્દ ન ઉચ્ચાર્યો, પણ મારી સમજવામાં ભૂલ થઈ છે એમ કહાન પ્રાપ્ત સ્થિતિને ગૌરવભેર સુધારી લેવાની કુનેહ દાખવી. આ હકીકત હું કદી જ ભૂલી શક નથી.
આચાર્મ એટલે “કેળવણી અને આચાર બંને શીખવી શકે તેવા શિક્ષણ સંસ્થાના મુખ્ય અધિકારી' એવો અર્થ જયારે મેં જાગ્યા ત્યારે મારી સામે પ્રથમ શહાણીસાહેબની મૂર્તિ ખડી થઈ હતી; અને ઉપર્યુકત પ્રસંગે સજીવ થયા. તેથી જ શહાણીસાહેબ એટલે આચારના પથદર્શક એવા મારા અભ્યાસકાળના શામળદાસ કૈલેજના આચાર્ય. તેમને હું અનેક વાર યાદ કરે છે અને મારા આચાર્યપદનું ગારવ જાળવી રાખવા તેમની પાસેથી પ્રેરણાબળ યથાશકિત મેળવવા પ્રયત્ન કરું છું.
- અમૃતલાલ યાજ્ઞિક