SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૨-૭ પ્રબુદ્ધ જીવન . આચારપથદર્શક આચાર્ય હું, મારા અભ્યાસકાળ દરમિયાન મારા જીવનઘડતરમાં પ્રદાન કરનાર અધ્યાપકગણમાં વિશિષ્ટ ફાળો આપનાર શામળદાસ કૈલેજના આચાર્ય ટી. કે. શહાણીનું સ્થાન અનોખું રહ્યું છે. તેમની વિરલ પ્રતિભાએ મારા ઘડતર ઉપર ઊંડો પ્રભાવ પાડયો છે તેથી તેમનું પ્રમાદરભર્યું સ્થાન મારા હૃદયમંદિરમાં આપોઆપ સચવાઈ રહ્યું છે. આજે હું તેમને યાદ કરી રહ્યો છું ત્યારે કેવી આશ્ચર્યજનક અનુભૂતિ થાય છે. લગભગ ચાળીસ વર્ષને કાળપડદો અચાનક Gશકાય છે અને તેમના મૃત્યુને અંચળ પણ કોણ જાણે કયાં અદશ્ય થઈ જાય છે.? મધ્યમ કદનું શરીર અને મધ્યમ ઊંચાઈવાળા, ખાદીનું પાટલૂન અને ખાદીને બંધ કોલરનો કોટ પહેરેલા શહાણીસાહેબને હું મારી સામે ઊભેલા જોઉં છું. તેમની વિશાળ આંખેમાં વિદ્યાર્થીપ્રેમ તથા શિસ્તપ્રેમની દઢતા-બન્નેની એક બનેલી રેખા સ્પષ્ટ કરી આવે છે. અરે! મારી ઉંમરનાં પડ પણ એકાએક ઊખડી પડે છે અને હું પણ વીસેક વર્ષના કૅલેજના વિદ્યાર્થી બની જઉં છું! અનેક પ્રસંગ દશ્યો મારા ચિત્તના ચિત્રપટ ઉપરથી પસાર થતાં જોઈ રહું છું, તેમાંથી એક દશ્ય ખસતું નથી, સ્થિર થઈને મારી સામે તાકી રહે છે. હું સિનિયર બી. એ.માં અભ્યાસ કરતા હતા. યુનિવર્સિટીની પરીક્ષા નજીક આવી રહી હતી, ત્યારે મારા એક સ્નેહી મિત્રને ઓછી હાજરીના કારણે યુનિવર્સિટીની પરીક્ષામાં બેસવાની રજા ને અપાઈ. હું હૅસ્ટેલમાં રહેતો હતો અને આ સ્નેહી મિત્ર પણ હોસ્ટેલમાં રહેતા હતા. એકાએક આ મિત્રે પિતાને પરીક્ષા આપવાની રજા ન મળે ત્યાં સુધી ભૂખ-હડતાળ જાહેર કરી. લગભગ પોણા બસે વિદ્યાર્થીઓ હૈોસ્ટેલમાં રહેતા હતા. ભૂખહડતાળની જાહેરાતથી વિદ્યાર્થી માં સન્નાટો પ્રસરી ગયો. જે સ્નેહી મિત્રને પરીક્ષાની પરવાનગી અપાઈ નહોતી તે પહેલાં તો મારો નિકટના મિત્ર હતો. પછી કોલેજચૂંટણીમાં જિમખાનાના સેક્રેટરી નિમાયા પછી પૈસાને અધિકાર તેમના હાથમાં આવ્યો ત્યારથી તેમની રહેણીકરણી બદલાઈ ગઈ હતી. સિગરેટ પીવા માંડી, બીજે મોજમઝા શરૂ થયાં અને કૅલેજમાં , તેની હાજરી ઘણી ઓછી થવા લાગી હતી તે હું જોતો હતે. અમે એક જ વર્ગમાં હોવાથી તેની ગેરહાજરી સ્પષ્ટ તરી આવતી હતી. અમારો સંબંધ આ કારણે ઓછો થયે હતો. ગરીબ કુટુંબમાંથી તે ભણવા આવ્યો હતો તે હું સારી પેઠે જાણતા હતા. આ સમયગાળામાં હોસ્ટેલ વિદ્યાર્થી સંઘને હું મંત્રી હતા. થોડા હોસ્ટેલના વિદ્યાર્થીએ પિલા સ્નેહીમિત્ર તરફ સહાનુભૂતિ દાખવવા માટે આંદોલન શરૂ કરવાની દરખાસ્ત મારી પાસે લાવ્યા. વિદ્યાર્થીઓમાં એકતાની ભાવના હોવી જોઈએ અને આવી એકતા હશે તો વિદ્યાર્થી-મિત્રનું વર્ષ બચી જશે અને તેનાં ગરીબ માબાપને પણ રાહત મળશે એવી દલીલ કરવામાં આવી. થોડીક ગેરહાજરીને કારણે ભાગ્યે જ કોઈ વિદ્યાર્થીને પરીક્ષામાંથી બાકાત રાખવામાં આવતે, એટલે આ એક વિદ્યાર્થીનિ જ અટકાવવામાં આવે તે યોગ્ય નથી, એ વિદ્યાર્થી સમૂહને, આ પ્રસંગ પરત્વે સૂર હતે. પેલા સ્નેહીમિત્રને બે ઉપવાસ થયા તેથી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની લાગણી તીવ્ર બનતી જતી હતી. હું પણ એવી જ લાગણી અનુભવતા હતા. વિદ્યાર્થીઓને હું મુખી હતે એટલે આંદોલનનું નેતૃત્વ પણ મારે જ લેવું જોઈએ ને? હવે વધારે ઉપવાસ કરે તે તેને પકડીને હેંસ્ટેલમાંથી દૂર કરવાનું આચાર્ય શહાણીએ નક્કી કર્યું છે, એવી વાત મારે કાને આવી. પછી હું શાને કઈ રીતે રહી શકે? વિદ્યાર્થીઓના સ્વમાનને પણ પ્રશ્ન એમાં રહ્યો છે એમ તે વખતે મને લાગતું. આંદોલનની હવા ફ્લાતી હતી. આચાર્ય શહાણી પણ મૂંઝાતા હતા તેમ જાણવા મળ્યું હતું. આ પ્રશ્નના ઉકેલ માટે આચાર્યશ્રી શહાણીને મળવું અને છતાં આચાર્ય હઠાગ્રહ કરે તે વિદ્યાર્થીઓએ આંદોલન કરવું એવું અમે નક્કી કર્યું. વૅસ્ટેલમાંથી અમે ત્રણ વિદ્યાથીંઓ શહાણીસાહેબને આ પ્રશ્ન અંગે મળવા ગયા. શહાણીસાહેબે અમને વિનયભર્યો આવકાર આપ્યો. મેં વાત શરૂ કરતાં લગભગ આવું કહ્યું, “સાહેબ, વિદ્યાર્થીને તમે થોડી ગેરહાજરીને કારણે પરીક્ષામાં બેસવાની છૂટ નથી આપતા તેથી અમે દુ :ખ અનુભવીએ છીએ. અત્યાર સુધીમાં માત્ર થોડીક ગેરહાજરીને કારણે કોઈને અટકાવવાનો પ્રસંગ સાંભળ્યું નથી. અત્યારે તમે તેને રજા ન આપો તે તે શિક્ષા એનાં ગરીબ માબાપને પણ થશે. ફરીથી તેણે એક ટર્મ ભરવી પડે અને ભેંસ્ટેલમાં રહેવું પડે તે તેને માટે તેને પૈસા કેણ આપે? મહેનત કરીને તે પાસ થઈ જશે અને પાસ નહિ થાય તે એકસ-ટુડન્ટ તરીકે બેસી શકશે. પોતાના ઘરની સ્થિતિ વગેરેને લક્ષમાં રાખી તેણે ભૂખ-હડતાળ શરૂ કરી છે. આવી સ્થિતિમાં અમારે તેના પ્રત્યે સહાનુભૂતિ દાખવીને આંદોલનમાં ભાગ લેવો પડે તે દુ :ખજનક છે. તમે તેની થોડી ગેરહાજરી માફ કરીને પરીક્ષામાં બેસવાની રજા આપે તેવી અમે આપને અપીલ કરીએ છીએ.” શહાણીસાહેબે અમને શાન્તિપૂર્વક સાંભળ્યા. પછી સમજાવટથી કહ્યું, “તમારી વિદ્યાર્થીઓની લાગણી હું સમજી શકું છું, પણ તમારે યુનિવર્સિટીના નિયમોને પણ થોડો વિચાર કરવો ઘટે છે. એ વિદ્યાર્થીની ગેરહાજરી લગભગ બધા જાણે છે. ઑફિસમાં તેની નોંધ થયેલી છે. હું નૈતિક દષ્ટિને દૂર રાખીને પણ એને પરીક્ષામાં બેસવાની છૂટ આપું અને કોઈક યુનિવર્સિટીને લખે ને યુનિવર્સિટી તપાસ કરે તો શી સ્થિતિ થાય તેને તે વિચાર કરો! એની જગજાહેર ગેરહાજરીની તપાસ થાય તે આપણી કૅલેજની શી પ્રતિષ્ઠા રહે? તમારો મિત્ર પ્રત્યે સમભાવ હું સમજું છું ને તેથી આનંદ પણ પામું છું, પરંતુ તેને પરીક્ષામાં બેસવાની રજા આપી શકાય નહિ. તેની પરિસ્થિતિનું મને પણ દુ:ખ છે, પણ શું થાય?” આનો જવાબ અમારી પાસે નહોતે. છેવટે મેં બ્રહ્માસ્ત્ર અજમાવ્યું, “સાહેબ, એનું ભણતર અધૂરું રહેશે તો એની જિન્દગી નહિ બગડે? એના ગરીબ પિતા એને ફરીથી એક ટર્મ પૂરી કરવાના પૈસા આપી શકે તેમ નથી તે હું અંગત રીતે જાણું છું. આ કારણે આપ દયા કરીને કાંઈક ન કરી શકો?” શહાણીસાહેબે ભાવાદ્રિ બની કહ્યું, “તેની ગરીબાઈને કારણે તેને સહન કરવું ન પડે તે માટે હું કાંઈક કરવા તૈયાર છે. તેને નવી ટર્મની ફી નહિ આપવી પડે; તેની વ્યવસ્થા હું કરીશ. હોસ્ટેલમાં રહી જમવા માટેના પૈસા તેને મળે તે માટે આવતી મેટ્રિકની પરીક્ષામાં તેને નિરીક્ષક તરીકે રાખીશ. આર્થિક સ્થિતિને કારણે તેને જરા પણ સહન કરવું નહિ પડે તેની હું બાંયધરી આપું છું.” અમે શું બોલીએ? તેમની લાગણીભરી સમજાવટથી અમને સંપ થયો. બધા વિદ્યાર્થી - મિત્ર સાથે આ સંબંધે વિગતે વાત થઈ. સહુને એ વાત ગળે ઊતરી. પેલા સ્નેહી મિત્રની ભૂખ - હડતાળ તેડાવવાનું બીડું મેં ઝડપ્યું. આર્થિક મુશ્કેલીને પ્રશ્ન પતી જવાથી હું એ કામ હવે નિશ્ચિત મને કરી શકીશ એમ મેં કહ્યું. ત્યાં તો એક મિત્રે મને બાજુમાં લઈ જઈ હસતાં હસતાં કહ્યું, “અરે! ભાઈ, તમે નિશ્ચિત જ રહે! તમે રહ્યા નીતિઘેલા...તેથી અમે તમને અંધારામાં રાખ્યા છે. એ તે નિરાંતે રાતે જમી લે છે. માત્ર અમે નિકટના ત્રણ મિત્રો જ આ વાત જાણીએ છીએ. તમને ખબર પડે તે તમે આંદોલનમાં ભાગ ન લે અને અટકાવવાનું કહે તેની અમને બીક હતી.” હું સ્તબ્ધ બની ગયા. આવી છેતરપિંડી થઈ તેની તીવ્ર વેદનાનું શૂળ હૈયે ભોંકાયું. તેના ઉપવાસથી હું માનસિક દુ:ખ અનુભવતા
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy