________________
૧૯૦
પ્રબુદ્ધ જીવન
ગુલામીની જંજીરો તેાડવા માટે શ્રી અરવિંદ કટિબદ્ધ બન્યા અને એ માટે એક ખાસ કાર્યક્રમની રૂપરેખા ઘડી.
એમણે અંગ્રેજી શાસનને સામ્રાજ્યવાદી, સ્વાર્થી અને શાષણવાદી લેખાવી એની ઉપર ઘણા ઉગ્ર પ્રહારો કર્યા. એ જ પ્રમાણે એમણે કૉંગ્રેસ સંસ્થાની મવાળાએ અપનાવેલી યાચનાપદ્ધતિની અને એની નેતાગીરીની પણ કટુ આલાચના કરી. પણ એમના પ્રહારો પ્રહાર કરવા ખાતર નહિ, દેશને પરવશતામાંથી બહાર કાઢી સ્વાધીન બનાવવા માટે જ હતા.
આ માટે એમણે કૉંગ્રેસને શ્રમજીવીઓનું મહત્ત્વ સ્વીકારી એમની જાગૃતિ માટે પ્રયાસ કરવાનું સૂચવ્યું, દેશના નવયુવકોને રાષ્ટ્રીય શિક્ષણ લઈ હિંદનું ગૌરવ વધારવાની શીખ આપી, દેશવાસીઓને સ્વદેશીવ્રત અપનાવી સ્વાવલંબી બની સ્વાભિમાનથી જીવવાનો સંદેશ આપ્યો, અને લોકોને બંધારણીય પદ્ધતિને બદલે નિષ્ક્રિય પ્રતિરોધ (Passive Resistance)ની પદ્ધતિ અપનાવવાની સલાહ આપી. આ પદ્ધતિમાં સ્વદેશીના પ્રચાર, વિદેશી માલ તથા સરકારી ન્યાયાલયે। અને શાળાના બહિષ્કાર તથા સરકારને સહાય કરવાવાળા લોકોના સામાજિક બહિષ્કાર, રાષ્ટ્રીય શિક્ષાના પ્રસાર વગેરે કાર્યક્રમાના સમાવેશ થતા હતા.
શ્રી અરવિંદ ગાંધીજીની માફક પ્રતિકાર માટે અહિંસાના આગ્રહ ન રાખતા. ગીતાના ઉપદેશને અનુસરી એમણે લખ્યું છે કે “ધર્મયુદ્ધમાં રાષ્ટ્રના શત્રુઓને મારવા એ પણ ધર્મનું એક અંગ છે.” અંગ્રેજ સરકાર બહિષ્કાર આંદોલનને દાબવા માટે હિંસા, દમન અને ગુંડાગીરીના ઉપયોગ કરતી એટલે શ્રી અરવિંદ કહેતા કે જયારે સરકારી દમન માઝા મૂકે ત્યારે સ્વાતંત્ર્યપ્રેમી સૈનિકો હિંસાને જવાબ હિંસાથી આપે એ ઉચિત જ છે. પાછળથી તે। એ હિરાઅહિંસાથી પર જઈ આધ્યાત્મિક શકિતમાં જ વધુ વિશ્વાસ ધરાવવા
લાગ્યા.
આરોવિલ
શ્રી અરવિંદના અનેકવિધ આદર્શોને મૂર્તસ્વરૂપ આપતું અને વિશ્વૌયની ભાવનાને સાકાર કરતું મદ્રારા પાસે આવેલું શાંતિધામ ‘આરોવિલ’જગતના દેશો અને જાતિઓ માટે પાવન તીર્થારાનું બની ગયું છે. અહીં માતાજીની શીળી છાયામાં અનેક ભારતીયો અને પરદેશીઓ ઈશ્વર સાક્ષાત્કાર માટે આત્મોન્નતિ માટે અવિરત પ્રયત્નો કરી રહ્યા છે. આ નગરીના મુખ્ય હેતુ નગર વસાવવાનો નહિ પણ જગતને આદર્શ નાગરિકો અર્પવાના છે. નગર પૂર્ણ થતાં એમાં લગભગ દસ લાખ સાધકોને સાધનાપંથે સંચરવા માટે સર્વ પ્રકારની સગવડો આપવામાં આવશે. આ નગરીના નાગરિક બનવાવાળા સૌએ એવા શપથ લેવા પડશે કે એ દેશ, ધર્મ, જાતિ, વર્ણ વગેરેના વાડામાં માનતા નથી, વિશ્વ - નાગરિક બનીને રહેવા માગે છે.
એરોવિલ માત્ર કલ્પનામાં રાચતી હવાઈ નગરી નહિ પણ શિક્ષણ, કળા, બાગકામ, છાપકામ, હસ્તોદ્યોગ વગેરે પ્રવૃત્તિઓથી ધમધમતી અને સાધકના સમગ્ર જીવનને આવરી લેતી અલબેલી નગરી છે. એના બાગમાં પાંચસે જાતનાં ગુલાબો થાય છે, ફૂલના અર્કમાંથી વિવિધ પ્રકારનાં તેલ, શરબત, સેંટ, અત્તર વગેરે બનાવવામાં આવે છે. શાળા, કાલેજ, પુસ્તકાલય જેવી સંસ્થાઓ અને પઠન, સાહિત્યસાધના, સંગીત, ભજન આદિ પ્રવૃત્તિઓ સાધકને જીવનથી ભાગવાની કે ડરવાની નહિ પણ એને વધુ સુંદર અને ઉન્નત બનાવવાની સતત પ્રેરણા આપે છે.
મહાયોગી અરવિંદના આદર્શોને અનુસરી અને એરોવિલની અનેકવિધ પ્રવૃત્તિઓમાંથી પ્રેરણા લઈ આપણે આપણી જાત માટે તેમ જ સારીયે માનવજાતિ માટે એક નવીન, મહાન અને તેજસ્વી જીવનનું સર્જન કરવા કટિબદ્ધ બનીએ, માનવવિકાસના નવપ્રસ્થાન પ્રત્યે આગેકદમ કરીએ !
પા મહેતા
છૂટીછવાઈ વાતા
આરામની સમસ્યા
તા. ૧૬-૧૨-૭૨
સામાન્ય રીતે એમ કહેવાય કે લોકો સતત કામ કરીને થાકી જાય એટલે એને ફરી તાજગી માટે આરામ અને અવકાશને સમય
મળવા જોઈએ.
પણ જાપાનમાં કંઈક વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ છે. જાપાનમાં યુરોપ - અમેરિકાની સરખામણીમાં વધુ કામ કરવું પડે છે. આણમ - અવકાશને સમય એછે હોય છે પણ હવે જાપાનની કૌટુંબિક આવકમાં વધારો થતાં આરામના સમય વધ્યો છે. આ ઉપ રાંત, ઉદ્યોગામાં પણ કામના કલાકોની સંખ્યા ઘટી રહી છે. પણ આને લીધે જાપાનીઓને આ અવકાશના સમયે ચિત્તામાં નાખી દીધા છે– કેમ કે એમને તો આમ કરતાં બસ કામ કર્યા કરવામાં જ રસ લાગે છે.
જાપાનની સરકારની આર્થિક આÈજન એજન્સી ‘લેકેટનું જીવન: જાપાન અને એના સમાજ એ નામનું શ્વેતપત્ર પ્રગટ કરે છે. આયાં જાપાની સમાજના વિવિધ પ્રશ્નોની છણાવટ કરવામાં આવી હોય છે. ૧૯૭૨ ની સાલના શ્વેતપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઘણા જાપાની કામદારો એમને મળતી સવેતન રજાને ઉપયોગ પણ કરતા નથી કેમ કે સતત લાંબા સમય સુધી કામ કરવાની એમને આદત પડી ગઈ છે.
શ્વેતપત્રમાં વિશેષમાં એવા નિર્દેશ કરવામાં આવ્યો છે કે ૧૯૭૧ માં કૌટુંબિક આવકમાં થતા વધારા ધીમે પડી ગયા હતાં, ભાવ વધતા રહ્યા હતા અને લોકોને વાતાવહણની અશુદ્ધિ અને બીજા કારણસર સહન કરવું પડયું હતું. જાપાનીઓ આ સામે પોતાનાં આરોગ્યની રક્ષા કરવા માટે ઊંઘ અને ખારાક પર વધુ ભાર મૂકતા હતા. બહુ ઓછા લોકો સમજી - વિચારીને વિધાયક પગલાં લઈને તાનાં આરોગ્યની રક્ષા કરવાં પર ધ્યાન આપતા હતા. શ્વેતપત્રમાં એ હકીકત પર ભાર મૂકવામાં આવ્યું છે કે જાપાની લોકોની પેપણની સ્થિતિમાં સુધારો થયો છે પણ એમને પૂરતા આરામ અને મનોરંજનની ખારા જરૂર છે.
સત્તાવન લાખ શિક્ષિતિ બેકારા
8.
દેશમાં બેકારી-અર્ધ બેકારીની સ્થિતિ વધી રહી છે. શિક્ષિત બેકારોની સંખ્યાના આંકડા પણ પ્રતિદિન વધી રહ્યો છે. યાજના અને વિકાસના કાર્યોની વાત થાય છે પણ પ્રતિ વર્ષ શિક્ષણ પૂરું કરીને બહાર પડતા યુવાનને આપણા ઉદ્યોગે અને જુદા જુદા વ્યવસાયોમાં રામાવી શકાતા નથી. આ એક ઘણી મોટી ચિન્તાના વિષય છે.
સરકારનાં રાજગારી કાર્યાલયોમાં જ નોંધાયેલા શિક્ષિત બેકાની સંખ્યા ૫૬૯૫૩૬૦ની હતી. આ સિવાય એવા ઘણા લોકો હશે જેમણે આ રોજગારી કાર્યાલયોમાં પોતાનાં નામે નોંધાવ્યા નહિ હાય. આ રોજગારી કાર્યાલયમાં નોંધાયેલા શિક્ષિત બેકારોમાં ૬૩,૮૦૦ ઈજનેરી, ૧૪,૦૦૦ કૃષિ સ્નાતકો, ૧૦,૦૦૦ દાકતરો વિદ્યાની વિવિધ ઉપાધિ ધરાવનારાઓના સમાવેશ થાય છે. આ આંકડાની દષ્ટિ એ વિશેષ વિચારતાં ૧૯૬૫માં મેટ્રિક પાસ થયેલા બેકારો ૫૮૦૨૬૫ હતા તે વધીને ૧૯૬૯માં ૯૦૮૬૮૫ થયા. ગ્રેજ્યુએટ ૮૬૦૫૮ બેકારો હતા તે વધીને ૨૧૫૨૩૮ થયા, અનુસ્નાતક બેકારા ૧૭૫ હતી જે વધીને ૧૯૬૯ માં ૪૦૧૩૨૬ થયા. આ ઉપરાંત, શહેરમાં રોજગારી માગતા એક કરોડ જેટલા કામદારો હવાના અંદાજ છે. આ સાથે કૃષિક્ષેત્રની બેકારી, અર્ધ બેકારી કે ઋતુગત બેકારીને ધ્યાનમાં લેતાં ચેાથી પંચર્વીય યોજનાને અંતે ૯થી ૧૦ કરોડ જેટલા લોકા બેકારી કે અર્ધ બેકારીની સ્થિતિમાં હશે. (સંકલિત)
શ્રી મુંબઈ જૈન યુવક સંધના આશ્રયે
શ્રી પુરુષાત્તમ માવળંકરના વાર્તાલાપ
જાણીતા વિચારક, વિદ્વાન લેખક અને તાજેતરમાં ચૂંટાયેલા લેાકસભાના સભ્ય પ્રો. પુરુષોત્તમ ગણેશ માવળંકર સાથે, શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આકાયૅ એક જાહેર વાર્તાલાપ તા. ૨૦-૧૨-’૭૨ના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે સંઘના શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં યોજવામાં આવેલ છે. રસ ધરાવતાં ભાઈ - બહેનને સમયસર ઉપસ્થિત થવા વિનંતી છે.
ચીમનલાલ જે. શાહ સુબોધભાઈ એમ. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ