SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૨-૭૨ પ્રબુદ્ધ જીવન ૧૮૯ નિયંત્રિત કરવાના પ્રયત્ન કરે છે, સારાસારનો વિચાર કરવાને, સમાજધર્મ સમજવાને ઉઘત બને છે. આત્મપ્રધાન વ્યકિત પાતાની સઘળી ગતિ અને પ્રવૃત્તિને ભગવાનને મેળવવા પાછળ, ઈશ્વરસાક્ષાત્કાર કરવા માટે વાપરે છે. ગીતામાં, इंद्रियाणि पराप्याहुः इन्द्रियेभ्यः परं मन: मनसस्तु परा बुद्धि र्यो बुद्धेः परतस्तु स: આ શ્લોક દ્વારા ઇંદ્રિય અને આત્મા વચ્ચે જે સંબંધ બતાવવામાં આવ્યો છે જેનો ભાવાર્થ છે કે ઈંદ્રિય નિમ્ન સ્તરે છે. એમનાથી પર મન, મનથી પર બુદ્ધિ અને બુદ્ધિથી પર આત્મા એ શ્રી અરવિંદના દર્શનને અનુરૂપ છે. ' સાધારણ રીતે એ પ્રશ્ન ઉદ્ભવે કે મુદ્ર માનવી પ્રભુનાં દર્શન કરી શકે ખરો ? શ્રી અવિદે અનેક દલીલ દ્વારા એ સાબિત કર્યું છે કે પ્રભુને આવિર્ભાવ માનવજીવન માટે આવશ્યક છે. અનિવાર્ય છે. હેગલ, સ્પેન્સર, નિજો જેવા અનેક પાશ્ચાત્ય વિચારકોની માફક શ્રી અરવિંદ ઉત્ક્રાન્તિ (Evolution) ના સિદ્ધાનામાં માને છે. પણ એ માનવીને ઉક્રાન્તિનું છેલ્લું સોપાન નથી માનતા. એમને માટે દિવ્ય અથવા અતિમનસ ચેતનાનું માનવભૂમિકા પર અવતરણ એ એક સિદ્ધ હકીકત છે. સાધનાની એક ભૂમિકા છે. માનવી પોતાની યોગશકિત વડે આ અવતરણમાં સહાયક બની શકે છે. જે રીતે આપણે ભૌતિક સ્તર પર વૈજ્ઞાનિક ક્ષેત્રે પ્રગતિ કરી છે એ જ રીતે આવ્યાંત્મિક સ્તર પર પણ પ્રગતિ કરી શકીએ છીએ. આથી જ, શ્રી અરવિંદના. દર્શનમાં મનુષ્યના દિવ્ય પ્રતિ આરોહાગ અને દિવ્યનું આ જગતમાં અવતરણ બનેને મહિમા ગાવામાં આવ્યો છે અને એથી જ એ સાધનાપથ પર પ્રયાણ કરનાર સર્વને આત્મવિશ્વાસથી આગળ વધી અપૂર્ણતાઓમાંથી પૂર્ણ તરફ પ્રગતિ કરવાની પ્રેરણા આપે છે. પૂર્ણત્વને પામવા માટે, પ્રભુનું દર્શન કરવા માટે સર્વસામાન્ય એ કોઈ જાદુઈ કીમિયે નથી, કારણ વૈજ્ઞાનિકો ભલે દૂરદૂરના સિતારાએ દેખી શકાય એવું દૂરબીન બનાવવાને સમર્થ થયા હોય પણ હજુ કોઈ પણ વૈજ્ઞાનિક જે દેખાય છે એની પાર જે દેખનાર છે એને જોવા માટેનું દૂરબીન બનાવી શકયો નથી અને બનાવી શકશે પણ નહિ. બધાને જ કામ લાગે એવા કાચ કદીયે તૈયાર થઈ જ ન શકે. સૌ કોઈએ પોતે પોતાની જરૂર પ્રમાણે, પિતાની રુચિ પ્રમાણે દેખનારાને દેખવાનું દૂરબીન તૈયાર કરવાનું છે. છતાંયે આ દૂરબીન મેળવવામાં સફળ થઈએ એટલા માટે ત્રણ સાધન તપ, પ્રજ્ઞા અને પ્રેમને-શ્રી અરવિંદ ઉલ્લેખ કરી એમનું સામંજસ્ય સાધવાનું સૂચવે છે. એમના મતે જ્ઞાન વિના આત્યંતિક અથવા સંપૂર્ણ પ્રેમ કે ભકિત શક્ય નથી. $શીન વિનાને પ્રેમ અંધ- કાંદ્ધામાં પરિણમે, જ્યારે પ્રેમ વિનાનું જ્ઞાન શુષ્ક બની જવાનો ભય રહે. જેમ જ્ઞાનમાં વૃદ્ધિ થાય તેમ પ્રેમમાં પણ વૃદ્ધિ થાય. આવા પૂર્ણ અને નિરપેક્ષ પ્રેમમાંથી સમર્પણની ભાવના જાગે છે, સર્વ પ્રકારને અહંકાર દૂર થાય છે. અહંકાર અને એના પ્રકાર વિશે સ્પષ્ટતા કરતાં શ્રી અરવિંદ કહે છે કે અહંકાર ત્રણ પ્રકારના હોય છે; સાત્ત્વિક, રાજસિક અને તામસિક. સાત્ત્વિક અહંકાર શનિપ્રધાન અને સુખપ્રધાન છે. મને જ્ઞાન થાય છે, મને આનંદ થાય છે. વગેરે ભાવે સાત્ત્વિક અહંકારનાં ઘોતક છે, રાજસિક અહંકાર કર્મપ્રધાન છે, જયારે તામસિક અહંકાર અજ્ઞાનપૂર્ણ અને અપ્રવૃત્તિજનક છે. આ ત્રણે પ્રકારના અહંકાર પર વિજય મેળવવા માટે મનુષ્ય ગુણાતીત, નમ્ર, સહિષ્ણુ અને ક્ષમાશીલ બનવું રહ્યાં. આમ શ્રી અરવિંદની સાધના અકર્મgય બનવાનું અથવા સમાજની ઉપેક્ષા કરવાનું નહિ પણ માનવજાતને ચાહવાનું, એની રોવા કરવાનું શીખવે છે. પણ અહીં એ યાદ રાખવું ઘટે કે શ્રી અરવિંદ સમાજને સ્વીકારે છે, સમાજના દાસત્વને નહિ. એ માને છે કે સમાજ મનુષ્યને માટે રચાય છે, મનુષ્ય સમાજ માટે નહિ, કારણ, મનુષ્ય સમાજને નહિ, ભગવાનનો જ છે. આમ સમાજ એક સાધન કે નિમિત્ત માત્ર છે. સાધ્ય કે ઉદેશ્ય નહિ. પ્રાકૃત માનવસમાજના ત્રણ મુખ્ય પ્રકાર ગણાવતાં શ્રી અરવિદ કહે છે કે પહેલા પ્રકારના સમાજ કુશળ કારીગરોએ બનાવેલા એક રથ જેવો છે. જેનું અંગેઅંગ ઝગઝગી રહ્યું છે, એ જ્ઞાનપૂર્વક આગળ ગતિ કરી રહ્યો છે. પરંતુ એ જે ઉચ્ચ સ્થાન પર ભગવાન બિરાજમાન છે ત્યાં જવાની શકિત ધરાવતા નથી. એ ઉચ્ચ પ્રદેશની તળેટીમાં જ અટકી જાય છે. આપણે જે ઉચ્ચ પ્રદેશમાં પહોંચી પરમ તત્ત્વની પ્રાપ્તિ કરવી હોય તે રથમાંથી ઉતરી પગપાળાં જ જવું પડશે એટલે કે સાત્ત્વિક અહંકારને છાડી ઈશ્વરચરણે સર્વ સમર્પણ કરવું પડશે. આમ વિસ્વરૂપ પ્રભુની સેવાનું દૃષ્ટિબિંદુ અપનાવીને આપણે આગળ વધીશું તો વિરાટ જીવનના ઘણા મુશ્કેલ પ્રશ્ન પણ સરળ બનવા સંભવ છે. માનવસમાજના બીજા પ્રકારને શ્રી અરવિંદ ઘોરી રસ્તા પર ધૂળના ગોટેગોટા ઉડાડી પૂરવેગમાં દેડતી મોટરગાડીની ઉપમા આપી કહે છે કે, જેમ મોટરગાડી રૂઆબભેર ચાલે છે ખરી પણ એની સમક્ષ કોઈ સ્પષ્ટ લક્ષ્ય નથી હોતું તેમ આજના પશ્ચિમ સમાજ જેવા સમાજો સમક્ષ પણ કોઈ ધ્યેય ન હોવાથી એ દ્વારા પ્રભુપ્રાપ્તિ થતી નથી. ત્રીજા પ્રકારના સમાજને એ, જેના ઘણાખરા ભાગે તૂટી ગયા છે અને જે સદીઓ જૂની પરંપરામાં કોઈ પણ જાતને ફેરફાર કરવાને તૈયાર નથી એવા દૂબળા બળદો દ્વારા ખેંચાતા જરીપુરાણા બળદગાડાની ઉપમા આપીને કહે છે કે તામસિક અહંકારથી પૂર્ણ એવા આ વાહનમાં બેસીને પણ વાસુદેવનાં દર્શન ન થઈ શકે. આમ શ્રી અરવિંદની કલ્પનાને આદર્શ સમાજ એટલે સમષ્ટિના અંતરાત્મા ભગવાનનું વાહન અથવા એકતા, સ્વાધીનતા, જ્ઞાન અને શકિત એ ચાર સમર્થ ચક્રો ઉપર ચાલતો જગનાથને રથ. રાજકીય ચિન્તન કાકા વિના આવા આદર્શ સમાજના નિર્માણ માટે સ્વતંત્રતા અતિ આવશ્યક છે. શ્રી અરવિંદના મતાનુસાર સ્વતંત્રતા વિના ઉન્નતિ અસંભવ છે. દાસત્વ મનુષ્યની શકિતને હરી લે છે એ વાત સમજાવતાં શ્રી અરવિંદ કહે છે: “જો દાસત્વ જ સ્વીકારવું હોય તે ભગવાનનું સ્વીકારો, કારણ એ દાસત્વમાં માધુર્ય છે, ઉન્નતિ છે અને એનું ચરમ પરિણામ છે પરમ આનંદ. બંધનમાં પણ મુકિત અને બાધાહીન સ્વાધીનતા.” શ્રી અરવિંદ ભારતની મહાનતા, ગુતા અને સામર્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા હતા. એટલે ભારતની પરાધીનતા એમને કાંટાની માફક સાલતી હતી. એમણે ભારતમાતાની મુકિત માટે રાષ્ટ્રવાદ પર ભાર મૂકયો. એમને મન રાષ્ટ્રભાવ દેશ પર પ્રતિષ્ઠિત હોય છે, અને દેશ અને માતા એ બન્નેમાં એમણે કોઈ ભેદ જે નહિ. ભારતમાતા એ જ એમની આરાધ્યદેવી અને વંદેમાતરમ એમને મંત્ર હતો. આમ એમને રાષ્ટ્રવાદ ધાર્મિક ભાવનાથી ઓતપ્રોત થયેલે હતે. રાષ્ટ્રવાદ વિશેના પિતાના મંતવ્યને સમજાવતાં એ કહે છે: “રાષ્ટ્રવાદ એ માત્ર રાજનૈતિક કાર્યક્રમ નથી. એ તે એક ધર્મ છે, જે ઈશ્વર પાસેથી આવ્યો છે. આપણે સૌ ઈશ્વરીય અંશનાં સાધન છીએ એટલે આપણે ધાર્મિક દષ્ટિથી જ રાષ્ટ્રવાદને મૂલવો રહ્યો. રાષ્ટ્રીયતાને આપણે દબાવી ન શકીએ. એ તે ઈશ્વરી શકિતની સહાયતાથી વૃદ્ધિ પામે છે. રાષ્ટ્રીયતા અથવા રાષ્ટ્રવાદ અજર-અમર છે. એ કોઈ માનવીય વસ્તુ નહિ પણ પ્રત્યક્ષ ઈશ્વર જ છે. અને ઈશ્વરને નથી મારી શકાતો કે નથી જેલમાં પૂરી શકાતો” આમ શ્રી અરવિંદે જનસાધારણને રાષ્ટ્રવાદનું આધ્યાત્મિક સ્વરૂપ સમજાવી એને એક ઉત્કૃષ્ટ ધરાતલ પર પ્રતિષ્ઠિત કર્યો. રાષ્ટ્રવાદને ધાર્મિક સ્વરૂપ આપવા છતાં પણ શ્રી અરવિંદને અંતિમ આદર્શ તે માનવએકતાને જ હતું. એટલે કે એમને રાષ્ટ્રવાદ સંકુચિત નહિ પણ વિસ્તૃત અને માનવતાવાદી હતો. આથી જ એ એક વિશ્વરાજ્ય અને દાસત્વની ભાવનાને રસદંતર અભાવ હોય એવા સ્વતંત્ર રાષ્ટ્રોના સંઘનાં સ્વપ્નો સેવતા હતા એટલું જ નહિ પણ એ સ્વપ્ન ભવિષ્યમાં જરૂર સાકાર થશે એવી અચળ શ્રદ્ધા ધરાવતા હતા. આવા આ વિશ્વસંધમાં માનવપ્રાણી - એને પોતાનાં સ્થાન, જાતિ, સંસ્કૃતિ, આર્થિક સુવિધા આદિ અનુસાર અલગ જૂથ બનાવવાને અધિકાર જરૂર હશે પરંતુ આવા સ્વતંત્ર સમૂહ પેતાના સ્વાર્થ ખાતર નહિ પણ સમગ્ર માનવજાતિના કલ્યાણ અર્થે જ કામ કરતા હશે. આંતરરાષ્ટ્રીયતા અથવા માનવ એકતાના આદર્શની સિદ્ધિ માટે દુનિયાનાં સર્વ રાષ્ટ્રણે સ્વતંત્ર હોય એ જરૂરી છે. એટલે ભારતની
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy