________________
તા. ૧૬-૧૨ ૭૨
પ્રબુદ્ધ જીવન
સારસ્વત સુરેશ જોષી
H
રામય પસાર કરવા ખાતર જે માણસ સાહિત્યને ન વાંચત હોય એ માણસ શ્રી સુરેશ જોષીને જાણતા જ હાય, રણજિતરામ સુવર્ણચંદ્રકને સુરેશ જોષી પાસે પહોંચતા પહેલાં વચ્ચે વચ્ચે ઠીક ઠીક સહન કરવું પડખું હતું. પણ આખરે ખુદ ચંદ્રકને હવે સંતેષ થશે કે હાશ, અંતે હું ફરી પાછા યોગ્ય અધિકારી વ્યકિત પાસે પહોંચ્યો.
સુરેશ જોષી આપણા લેાકપ્રિય લેખક નથી એ આપણા સાહિત્યનું સદ્ભાગ્ય છે. કેટલાક લેખકો લેકોના નહીં પણ સાહિત્યકારોના લેખક હોય છે. લૈકપ્રિય શરદબષ્ણુએ એક વખત સામાન્ય જનતાને કહ્યું હતું કે હું તમારે માટે લખું છું, પણ ટાગેર મારે માટે લખે છે.
દેખત કીતિ રળવાની અપેક્ષા રાખતા અને Publicityને Fame માની આત્મવંચનામાં રત રહેલા આપણા જુવાન લેખકેએ એટલું તે સમજવું જોઈએ કે સુરેશ જોષીની સાહિત્યસિદ્ધિની પાછળ પુસ્તકોના અને જીવનના અભ્યાનું તપ વસ્યું છે.
સુરેશ જોષીના આંતરપુરુષમાં રવીન્દ્રનાથ જેવા કવિ પલાંઠી વાળીને બેઠા છે, પૂર્વ અને પશ્ચિમની ઉત્તમ કૃતિઓનું પરિશીલન એમના શરીરમાં લેહી થઈને વહે છે.
ગુજરાતી સાહિત્યમાં નવી ક્ષિતિજના ઉઘાડ સુરેશ જોષીથી થયો એમ કહેવામાં અતિશયોકિત નથી. ગુજરાતી ટૂંકી વાર્તાની વાત એમના નામ વિના થઈ શકે એમ નથી. ગુજરાતી વાર્તાને એમણે માત્ર વળાંક આપ્યો છે એટલું જ નહીં પણ એમણે આપણને આ ક્લાસ્વરૂપ વિશે રાતત જાગૃત રાખ્યા છે,
‘એક ભૂલા પડેલા રોમાન્ટિક કવિનું દુ:સ્વપ્ન’એ કૃતિ આપણા કાવ્યસાહિત્યની Major Poem છે. એમની અભિવ્યકિતની કલા માટે એમાંની થેડીક જ પંકિતએ ઉતારું છું:
“બારાખડીના ખોડા વ્યંજનોની જેમ અથડાતા આ લોકો
સિગારેટના ધોળા કાગળનાં પાંદડાંવાળું ઝાડ
એના પર ચાવી આપેલા એલાર્મ કલાકનાં પંખી
એની છાયામાં બે ખાટા સિક્કા જેવા સરખા પ્રેમી થિયેટરોની નિયાન લાઈટના કામુક ઘોંઘાટ ગંદી અફવાઓની જેમ પ્રસરતો પવન વારાંગનાના મેલા દર્પણ જેવી નદી જાહેરખબરના પોસ્ટર જેવું ચોંટાડેલું આકાશ સાત લંગડા ઘોડાને શોધતો સૂરજ ભૂવાની ડાકલીના ફિક્કા પડઘા જેવા ચન્દ્ર મુણાલ, મૃણાલ
આ બધામાં કર્યાં છે તું?
સાંભળે છે મારો અવાજ ?”
સુરેશ જોષીએ માત્ર વાર્તા કે કવિતાને ક્ષેત્રે જ પ્રદાન નથી કર્યું. એમણે બધા જ ચાલુ ચીલાઓને અવગણીને ‘છિન્નપત્ર’ જેવી નવલકથા દ્વારા એક નવી કેડી પાડી છે.
પરંપરાના પ્રવાહને આગળ વધારવામાં સુરેશ જોષીને રસ છે ખરો, પણ એનું પુનરાવર્તન કરવાની એમને જરી સૂગ છે અને એટલે જ એમનામાં સાચા અર્થમાં સનાતન આધુનિકતાને આવિ ષ્કાર થયા છે.
કોઈકે કહ્યું છે કે The writer is someone who has nothing to say. ‘જનાન્તિકે’ અને ‘ઈદમ સર્વમ્'નું ગઘ વાંચીને પરિતૃપ્ત થઈ જઈએ એવું છે. Nothing to sayની લીલા આ સર્જક એવી સરસ રીતે અજમાવી છે કે આપણે વાંચીને
મનેમન એમ કહી ઊઠીએ “You Said it.” શબ્દરમત જેવું ન લાગે તે એમ કહું કે હું એમનું Prose વાંચું છું ત્યારે પેલા Pને તે લેપ જ થાય છે. માત્ર રહે છે--Rose.
વિવેચનને ક્ષેત્રે સુરેશ જોષીનું અર્પણ એટલું બધું વ્યાપક અને ઊંડું છે કે એની સમૃદ્ધિને કયાસ બહુ ઓછાને આજે આવી શકે. સાહિત્યની સૃષ્ટિમાં સુરેશ જોષી માત્ર એક Influence નથી પણ Climate છે. એમનું પુસ્તક ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ' કૃતિનિષ્ઠ વિવેચનની દિશામાં એક અત્યંત મહત્ત્વનું અર્પણ છે. કવિતા વિશે રંગીન પપેટા જેવાં વિધાન ઉડાડવાનું ઉડાઉપણું આપણને ન પેસાય. અને માત્ર સામાન્ય વિધાન કરીને આંખ વિનાના વલાકનો લખીએ એના કરતાં એક જ કૃતિને ઝીણવટથી તપાસીએ એમાં કૃતિનું અને વિવેચનનું બહેાળું ગૌરવ છે એ વાત પર સુરેશ જોષીએ રહીરહીને આપણું ધ્યાન દોર્યું છે અને ધંધાદારી વિવેચકોને ઢ ઢાળ્યા છે. ‘કિંચિત ’, ‘કાવ્ય ચર્ચા' અને ‘કથેાપકથન માત્ર વાંચી જવાના નહીં પણ વાગોળવા માટેના વિવેચનગ્રંથ છે.
સુરેશ જોષીને જ્યારે રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો એ વાત જાણી ત્યારે કોણ જાણે કેમ પણ બેએક વર્ષ પહેલાંને એક પ્રસંગ યાદ આવી ગયો. તાજમહાલ હોટેલમાં હિંદી ભાષાના સુપ્રસિદ્ધ કવિ દિનકરનું સન્માન હતું. એમના સન્માનના જવાબમાં એમણે પ્રથમ વાત એ કહી: “કે આજે જ્યારે મને આવા સન્માનની ખાસ કોઈ જરૂર નથી ત્યારે તમે મારું બહુમાન કરો છે. હા, એક વખત એવા હતા કે જ્યારે મારુ કોઈએ સન્માન કર્યું હોત તે કદાચ મને પ્રોત્સાહન મળ્યું હોત.”
૧૮૭
સુરેશ જોષીને આવા કોઈ પ્રોત્સાહનની જરૂર હતી કે નહીં એ તે ખબર નથી, પણ પેતે Organised applauseથી ચેતતા રહ્યા છે. એમણે જ કહ્યું છે: “બાળપણમાં સીતાફળને પાકવા માટે કયાંક સંતાડતા તેમ નામને હવે પાકવા માટે કયાંક સંતાડી દેવાના દિવસો આવ્યા છે.”
સુરેશ જોષી પેાતાના નામને હવે ગમે તેટલું સંતાડી રાખે તે પણ હવે ખુદ કીર્તિ એમની પાછળ પાછળ આવશે, કારણ કે એમણે કીતની પાછળ આંધળી દોટ નથી મૂકી,
સુરેશ જોષીમાં વસેલા કલાકારને પ્રણામ કરું છું અને એમને હાર્દિક અભિનંદન આપું છું. સુરેશ દલાલ
ક્ષણઝરુખે
ફાણ - ઝરુખે અનંત ઝૂકે,
ડોકાય અસીમ સીમે; સાવ ઝીણા મારા કંઠમાંયે હિર
રણકે ધીમે ધીમે !
કાયને માની સાવ નકામી
ચહું થવા જયાં દૂર, ત્યાંય હરિના પદસંચારે
ધબકે નાનું ઉર !
વેરાન આવા જગમાં લાગે
જીવવું સાવ અસાર, ત્યાંય આ સૂકાં ખેતમાં એ તો
વરસાવે. જલધાર ! જગતમાંય ન માય એવી છે
વિરાટ એની કાય, તાયે હરિવર માહરો કયાંથી કણકણેય લહાય?!
—ગીતા પરીખ