________________
22
૧૮૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૭૨.
મૂડી માની તેની આસકિતમાં બંધાઈ ન રહેશે. કુદરતની મહેરથી તમે જે પામી શકયા છે તેના બદલારૂપે તમારા જીવનને થોડે ભેગ બીજાના કલ્યાણ માટે અવશ્ય આપજો. a જેને જીવનમાં વિશિષ્ટ રીતે સહન કરવાના પ્રસંગો આવ્યા છે તેને ભાગે કામ કરવાનું પણ વિશિષ્ટ રીતનું હોય છે. દા.ત. કઈ શારીરિક યાતનાથી તમે અને તમારા સાથીદાર પીડાઈ રહ્યા છે. માને કે તમને તેમાંથી મુકિત મળી. પરંતુ એથી કરીને તમારે નિરાંત અનુભવીને બેસી નથી જવાનું. તમે એક દુ:ખમાંથી મુકત થયા, ફરજમાંથી નહિ. જે રાહત તમને મળી તે રાહત તમારા પીડાગ્રસ્ત સાથીદારને મળે એ માટે તમારે તેને મદદરૂપ થવાનું છે. કોઈ ઑપરેશનથી તમે મૃત્યુ યા વેદનામાંથી ઊગરી ગયા હો તો એ લાભ જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાતા અન્ય દુ:ખી માનવને પણ મળે એ માટે તમારાથી બનતું બધું જ કરજો. એ જ રીતે કોઈ માતાનું લાડકવાયું બાળક બચી ગયું હોય કે કોઈ બાળકોને વત્સલ પિતા તબીબેની કુનેહથી મૃત્યુના મુખમાંથી પાછા આવ્યા હોય તે સૌ, કુદરતની એ કૃપાના અધિકારી બીજા રિબાતા લોકો પણ બને એ માટે તેમને શકય તેટલી સહાય પહોંચાડવાની તમારી ઉમદા ફરજ ચૂકી ન જશે.
આપણું પોતીકું માનીને જેને આપણે જતન કરીએ છીએ તેને ત્યાગ કરવો એ ઘણી મહાન વસ્તુ છે. આપણી આર્થિક સ્થિતિ સદ્ધર હોય ને મેઈને પાંચ-દસ રૂપિયા આપીએ તે એ કંઈ બહુ નથી. શ્રીમતના લાખના દાન કરતાં પોતાની અહ૫ બચતમાંથી બીજાને કંઈક આપતી વિધવાની નાનકડી સખાવતનું અનેકગણું મૂલ્ય છે નાટક-સિનેમા, રમતગમત, ડિનર-ડાન્સ કે કલબ-પાર્ટીઓમાં મેજ માણવા ઘણી હોંશથી સાચવી રાખેલા તમારા સમયને ભેગ બીજાના કામ માટે કદાચ આપવો પડે તે તમારી બધી મજા મરી ગઈ એ ભાનથી દુ:ખી ન થશે. બીજાનું ભલું કર્યાને જે આનંદ છે તેની ગુણવત્તા ધન્યવી મોજમજામાંથી મળતા આનંદ કરતાં ઘણી વધુ છે એટલી સમજણ કેળવો.
નસીબને દોષ દેતા લોકોને ઘણીવાર આમ બોલતા હું સાંભળું છું: “ભગવાને થડે પૈસો આપ્યા હતા તે દાનધર્મનું કંઈક કામ કરત.” શું પૈસાને જ આપણે સમૃદ્ધિ કહીશું? જેનું દિલ પ્રેમ, ઔદાર્ય, દયા અને કરુણાથી સભર છે તે કંઈ જેતે સમૃદ્ધ નથી. સ્થાયી મૂલ્ય તો અંતરની સમૃદ્ધિનું છે એ આપણે કેમ ભૂલી જઈએ? સામા માણસની જરૂરિયાતને બરાબર સમજી આપણે વિચારપૂર્વકનો સહકાર આપી શકીએ તો જે રીતે આપણે તેને મદદરૂપ થઈ શકીએ છીએ તેની કિંમત દુનિયાની કોઈ પણ સંપત્તિ કરતાં વિશેપ છે; અને કુદરતને નિયમ છે કે જ્યારે આપણે સાચા દિલથી કંઈ કરીએ છીએ. ત્યારે બદલામાં આપણને અનેક્શણ પ્રેમ અને સુખ મળે છે. જે આપણને વધુ ને વધુ આગળ ધપવામાં સહાય કરે છે.
સામાજિક સંસ્થાઓનું આયોજન ચોક્કસ પ્રકારનું હોય એ જરૂરી છે પરંતુ એમાં રહી જતી ખામીઓને વહીવટકર્તાઓએ પૂરા દિલથી કામ કરી દૂર કરવી જોઈએ. સંસ્થાઓ ચલાવવી એ સરળ કામ નથી. જેમ એક મેટરગાડી રાહદારીઓની અવરજવરવાળી સાંકડી ગલીના ગૂંચવાડામાં સરળ રીતે વેગ પકડી શકતી નથી તેમ અનેક ગૂંચવાડાભર્યા હોય તે સંસ્થાઓ સફળ રીતે કાર્ય કરી શકતી નથી. | સરકાર કે કઈ પણ સંસ્થા પ્રત્યેની આપણી જવાબદારીમાંથી આપણે છટકી જવું ન જોઈએ. “મારા કોઈ પણ કાર્ય સાથે મારા
? પણ કય રહાથ મારા માનવબંધુઓનું હિત જોડાયેલું છે?” બેલાશક ! છે જ. ખરી રીતે આ
સવાલ જ ઊભે ન થવું જોઈએ. આ કામ તે રાજયનું છે, પેલું કામ તો સરકારનું છે એમ કહી આપણે આપણા લૂલો બચાવ ન કરવો જોઈએ. આજે લોકો આ રીતે માનીને ચાલે છે એ આપણી મોટી કમનસીબી છે. ' ( કૌટુમ્બિક જીવનમાં પણ યુવાન પેઢીનું ઘરના વૃદ્ધજનો પ્રત્યેનું બેદરકારીભર્યું વલણ આપણે માટે શરમરૂપ લેખાવું જોઈએ. એમને કદાચ નિવૃત્તિવેતન મળતું હોય તે એથી કરીને આપણે તેમને માટે કંઈ કરવાનું રહેતું નથી એમ નથી, માનવતાની ઉપેક્ષા કરવી એ ઘણું ખોટું છે. કારણ કે જગતમાં પ્રેમને જે સિદ્ધાંત છે તેના આધારે જીવ જીવ સાથે સંકળાયેલા છે. આપણા સંબંધની સળંગસુત્રતા જાળવી રાખનારી એ જ અદ્ભુત કડી છે અને એ જ આપણી સાચી સંસ્કૃતિ છે. કુદરતના આ કાયદાને આપણે બેવફા ન બનીએ.
આપણાથી જે નીચા છે, ઊતરતા છે તેના પ્રત્યે સદ્દભાવ રાખીને આપણે આપણી જીવનશકિતને વધુ સમૃદ્ધ કરી શકીએ છીએ. આજે આપણે એકબીજા પ્રત્યે નિષ્ફર રીતે વર્તીએ છીએ તેનું કારણ એક જ છે કે આપણા અંતરમાં દયા, પ્રેમ અને કરુણાની સરવાણી સુકાઈ ગઈ છે. બીજાને સાચી રીતે સમજી તેની ભૂલો તરફ ઉદાર વલણ રાખવાથી આપણી ચેતના નિર્મળ બને છે. “હા! પણ હું એને શા માટે માફી આપું?” આ હઠીલે સવાલ આવીને ઊભા જ રહેશે. આપણે એ સૌજન્ય દાખવતાં એટલે જરૂર વિચાર કરવાને છે કે જે દોષે સામાએ કર્યા એ દોથી આપણે કંઈ મુકત નથી. આટલા વિચારશીલ જે આપણે ન બની શકીએ તે આપણી જાત પ્રત્યેની નિષ્ઠા એટલી ઓછી છે. દંભી, લુચ્ચા, નિષ્ફર, દુરાચારી પ્રત્યે મારે સમભાવ કેળવવાને છે, કારણ કે હું પણ કયારેક દંભી બન્ય છું, મેં પણ લુચ્ચાઈ કરી છે, મારા વ્યવહારો પણ દોષિત રહ્યા છે. મારા જીવનપટને લાગેલા દોષોના આ બધા જ ડાધાએ તરફ જરા નજર કરી મારે સામાને ક્ષમા આપવાની છે. જરા પણ દેખાવ કર્યો વગર શાન્ત મૂક ભાવે. | દિલના આટલા ચેખા બનવું એ સહેલું તે નથી જ પરનું જે પ્રયત્નશીલ રહે છે તે એક દિવસ જરૂર આત્માનાં મહાવિજયને આનંદ માણી શકે છે.
કોઈ માણસે ખોટું કર્યું તે તે આવીને આપણી પાસે ક્ષમા માગે તેની રાહ આપણે જોવાની? ના! એ આપણી પાસે આવે નહિ અને આપણે તેને જતો ન કરીએ એ ખેટું છે. એ કરતાં “કશું જ બન્યું નથી” એવું વલણ રાખીએ તે? |
રેલવે સ્ટેશનમાં ઝાડુ લઈને સફાઈ કરતા માણસને હું જોઉં છું. પિતાના સફાઈકામમાં આગળ વધતો એ માણસ જરા પાછું વળીને જુએ તે તેણે ઘડી પહેલાં સાફ કરેલી જગ્યાને લેકોએ તરેહતરેહને ' કચરો ફેંકી સાવ બગાડી મૂકી છે. છતાં તેણે ગુસ્સે થયા વગર પોતાનું કર્તવ્ય બાબે જવાનું છે. આપણું વલણ પણ આ જ રીતનું હોવું જોઈએ. અર્થહીન બાબતોને દૂર કરી સારાં તને અપનાવવાં. હું તે મારા જીવનમાં સદા પુરુષાર્થ કરતે જ રહ્યો છું. પાનખરમાં નકામાં પાન ખરે જ નહિ તે વસંતમાં સુંદર રળિયામણાં પાનનું સ્થાન કઈ રીતે રહે?
ઉણ પ્રદેશના જંગલમાં મારી પત્ની સાથે ગાળેલું મારું જીવન કેવું અદ્ભુત હશે એમ તમને કદાચ થાય. મને પ્રાપ્ત થયેલા એ સંજોગો હતા. તમે પણ જયાં હો ત્યાં અનેક નાની-મોટી કોટી દ્વારા તમારા જીવનનું અદ્ભુત ઘડતર કરી શકો છો. પ્રેમ અને સેવાને આ માર્ગ દુર્ગમ છે અને એમાં માનવે ઘણી કપરી કસેપ્ટીમાંથી પસાર થવાનું છે, પરંતુ એમાંથી પ્રાપ્ત થતા આનંદ પાસે દુનિયાના બધા જ આનંદે તદ્દ્ન ફિક્કા છે. મુળ અંગ્રેજી :
અનુવાદક : શ્રી આબર્ટ સ્વાઇન્કર
સૌ. શારદાબહેન શાહ
*
માલિક : શ્રી મુંબઈ જેન યુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક : મુંબઈ-૪. ટે. નં. ૩૫૦૨૯૬
શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ,
મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૧