________________
તા. ૧-૧૨-૭૨
不
પ્રબુદ્ધ જીવન
તમારું ખરું કન્ય
લોકો અવારનવાર આમ કહે છે, “જિંદગીમાં કંઈક સારું કામ તે કરવું જોઈએ પરંતુ જુઓ ને ! આ ઘરબાર અને વેપારધંધાની જવાબદારીમાં એવા તે ગૂંચવાયા છીએ કે કરવા ધારીએ તો પણ કંઈ થઈ શકતું નથી.” ઘર કરી બેઠેલી આ માન્યતા ઘણી ભૂલભરેલી છે એમ હું કહીશ. માણસ ધારે તો જયાં હોય ત્યાં રહીને પણ બીજાઓને કઈ ને કોઈ રીતે ઉપયોગી થઈ શકે છે. નિ:સ્વાર્થ રીતે થતાં કામે જ આપણા જીવનને ઉન્નત બનાવી સાચુંસુખ અને શાન્તિ આપે છે. અંતરની આ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માણસે પેાતાની ફરજ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ તેમ જ કામની બાબતમાં અંગત પસંદગીને આગ્રહ છેાડવો જોઈએ
જીવનને ઉમદા બનાવનાર આવાં કાર્યો તમારી રોજિંદી પ્રવૃત્તિના જ એક ભાગ છે એમ હું માનું છું. અહીં એક બાબત ખાસ ધ્યાનમાં લેવાની કે આના બદલામાં આપણને કોઈ પ્રકારના દુન્યવી લાભ નથી સાંપડતા પરંતુ આપણી આંતરિક શકિત એટલી સમૃદ્ધ થાય છે કે આપણે વધુ ને વધુ મહાન કાર્યો કરવાને શકિતમાન થઈએ છીએ. પોતાનાં અંગત હિતોને ભૂલી જઈ સમાજને સાચી રીતે ઉપયોગી નીવડે એવા માણસોની આજે જગતને ખૂબ ખૂબ જરૂર છે.આવી વ્યકિત પર જ કુદરતની મહેર વરસે છે તેમ જ તેના હાથે થતી પ્રવૃત્તિઓની વિશિષ્ટ ગણના થાય છે.
આજે આપણે સૌ અંધારામાં અટવાઈએ છીએ તેનું કારણ એક જ છે કે કોઈ પણ કામની પાછળ જે તાત્ત્વિક દષ્ટિ જોઈએ તેને આપણે તદ્દન વેગળી જ કરી મૂકી છે. આપણા માનસ પર નવા જમાનાની એટલી તે તીવ્ર અસર છે કે વ્યકિતવિકાસને જાણે કઈ અવકાશ જ નથી રહ્યો. આધુનિક વિચારધારાએ આપણા ચારિત્ર્યવિકાસને રૂંધી નાખ્યા છે એટલે અંશે આજની સંસ્કૃતિ દોષિત છે.
આના ઉપાય એક જ છે કે માણસ પેાતાની બાબતોમાં ગમે તેટલા રોકાયેલા રહેતા હાય તે પણ બીજાના હિત માટે કંઈ પણ કરવા હમેશાં તત્પર રહે. પરમાર્થનાં કામેમાં કામ નાનું છે કે માટું તે મહત્ત્વનું નથી. કામ પાછળની ઉચ્ચ ભાવનાનું જ ખરું મૂલ્ય છે. લાંબે દોડયા વગર જયાં હોઈએ ત્યાં જે તક મળે તેને ઝડપી લઈએ એટલું જ બસ છે.
આપણી એક નબળાઈ એ છે કે એક ચાલ્યા આવતા ચૌલામાં જ આપણે જીવ્યે જઈએ છીએ. ઘેાડા જાગૃત થઈએ તો આપણને જણાશે કે આપણી આજુબાજુના લોકોને આપણી સહાયની ઘણી ઘણી જરૂર છે. કેવળ મેાટી બાબત જ નહિ, સામાન્ય ગણાતી બાબતોમાં પણ આપણી શકિત અને આવડતનો લાભ બીજાને આપણે આપી શકીએ છીએ.
મેં અનુભવેલા એક પ્રસંગ કહું છું: જર્મનીમાં એક દિવસ હું ત્રીજા વર્ગમાં મુસાફરી કરી રહ્યો હતો. મારી સાથે એક યુવાન અને વૃદ્ધ પણ હતા. નજીકના મોટા શહેરમાં પહોંચતાં તે અંધારું થઈ જશે એમ વાતવાતમાં પેલા યુવાને કહ્યું. આ સાંભળી પેલે વૃદ્ધ આદમી ચિંતાતુર ચહેરે બાલ્યું, “અરેરે! હું શું કરીશ! મારો એકને એક દીકરો દવાખાનામાં મરણપથારીએ છે. તાર આવ્યો એટલે દેડયા પણ ભેટો થશે કે કેમ તે પ્રભુ જાણે! અંધારું થઈ જશે ને શહેરથી સાવ અજાણ્યો છું. જે થાય તે ખરું!"
આ સાંભળી પેલા યુવાન બાલી ઊઠયો, “તમે જરા પણ ગભરાશે નહિ. હું એ શહેરથી પરિચિત છું. તમને દવાખાના સુધી પહોંચાડી બીજી ગાડી પકડી લઈશ. એમાં શું ?”
સ્ટેશન આવતાં બંને સાથે ઊતરીને શહેર ભણી જઈ રહ્યા તે
1 (
૧૮૧
茶
હું ગદ્ગદ્ ભાવે નિહાળી રહ્યો. ધરતીના એક ખૂણે થઈ રહેલી અ નાનકડી સેવાનું મૂલ્ય કોણ આંકી શકશે! બીજાની જરૂરિયાતને સમજી તમે પણ આ પ્રકારની સહાય બીજાને કરી શકો છે,
પહેલા વિશ્વવિગ્રહ દરમ્યાન એક ઈંડાં વેચવાવાળે વૃદ્ધા વસ્થાને કારણે સૈન્યમાં જોડાઈ શકે તેમ નહાતું. ફુરસદના સમયમાં કંઈક મદદરૂપ થવાની તેણે તૈયારી બતાવી પણ કોઈએ તેની વાતને લક્ષમાં લીધી નહિ. છેવટે તેણે પોતાની આવક ફાળામાં નોંધાવી. બહારગામના સૈનિકોને ફરજ પર જતાં પહેલાં શહેર જોવા જવાની તક આપવામાં આવી. આ પ્રસંગે ઈંડાં વેચનાર વૃદ્ધ આદમીએ સુંદર સેવા બજાવી. સૈનિકોને લંડન શહેર બતાવવા માટે ભેમિયા તરીકે તેણે રોજ ાતના નિયમિત સેવા આપી.
સંકોચની લાગણીને કારણે ઘણીવાર આપણે અજાણ્યા સાથે ભળી શકતા નથી. આપણી કયાંક અવગણના થશે એ ભીતિ મોટા ભાગના માણસોને નિષ્ક્રિય બનાવી દે છે. કોઈ પણ પ્રકારની ટીકાના ભયથી સમજુ અને સાહસિક માણસેએ મુકત થઈ જવું જોઈએ. એકલઅટૂલા રહેવાની મનેવૃત્તિ એ એક પ્રકારની નબળાઈ છે. આપણે હાથ ધરેલી પ્રવૃત્તિ પાછળ ઊંડી સૂઝ, ડહાપણ અને વિવેકપૂર્ણ દૃષ્ટિ હશે તે આપણા અંતરનાં દ્વાર ઊઘડશે એટલું જ નહિ સામાના દિલનાં બંધ દ્વારા પણ ખુલ્લાં થશે.
મેટાં શહેરોમાં વસતી પ્રજાનાં દિલ મેકળાં બને એની ખાસ જરૂર છે. નાનાં શહેરો અને ગામડાંમાં લેક સહકારની ભાવનાથી પરસ્પર સંકળાયેલા હોય છે જેને શહેરમાં અભાવ નજરે પડે છે. પેાતાનામાં જ રચ્યાપચ્યા રહેતાં શહેરીજનોના વિશાળ સમુદાયમાં પ્રેમ અને ઐકયની ભાવના જાણે બિચારી એકલીઅટૂલી પડી ગઈ છે! શહેરીજનો પોતાની આ ખામીની ખાસ નોંધ લે અને માણસાઈ બતાવવાના પ્રસંગો આવે તેને ચૂકી ન જાય.
ઑફિસમાં, કારખાનામાં, દુકાનમાં કે મુસાફરીની પળેમાં—તમે · જયાં હા ત્યાં-બીજાને કશુંક સારું જરૂર આપી શકો છે. ટ્રામ કે બસમાં તમારા સહપ્રવાસી સામે એક અમીદિષ્ટ કરીને કે મીઠું મલકીને તેની અંગત મથામણેા કે યાતનાઓને ભુલાવી દઈ શકો છે. અંધકારના આવરણને ભેદવા સૂર્યનું એક નાનકડું કિરણ બસ થઈ પડે છે! તમારો એકાદ સૌજન્યપૂર્ણ વ્યવહાર બીજાના જીવનમાં શું અસર કરી જાય છે તેને તમને ખ્યાલ પણ નથી હોતા.
મારા ભૂતકાળને યાદ કરું છું તે અનેક લોકોએ મને પ્રેમ આપ્યો છે, સાચી સમજણ આપી છે. કોઈ ને કોઈ રીતે મારા જીવનઘડતરમાં ભાગ ભજવનાર એ સૌને હું ઋણી છું. મારા દિલમાં તેમણે જે સ્થાન મેળવ્યું છે તેની તેઓને તે જાણ પણ નથી. હું પણ એ સૌની સાચી કિંમત અત્યારે જ વધુ સમજી શકું છું.
બીજાઓ માટે આપણે કોઈ ને કોઈ રીતને ભાગ આપવાને છે તે તેઓએ પણ આપણા માટે કંઈ કરવું જોઈએ કે નહિ એ સવાલ આપણને થાય એ તદ્દન સ્વાભાવિક છે. અહીં આપણે ખાસ સમજી લેવાનું છે કે આપણી બધી જ અપેક્ષાઓ આપણા ધારવા પ્રમાણે પૂર્ણ ન પણ થાય. પરંતુ જે કંઈ આપણા માટે થઈ રહ્યું હાય તેની નોંધ લઈ માનવતા પરને વિશ્વાસ જાળવી રાખી આપણા કર્તવ્યમાં આપણે આગળ વધવાનું છે. તમે જે પ્રકારનું જીવન જીવે છે તેની આજુબાજુના લોકો પર ઘણી અસર થાય છે એ વાતનું સતત સ્મરણ રાખજો,
બીજાઓ કરતાં તમારું ગૃહજીવન વધુ સુખી હાય, તમારું આરોગ્યબળ વધુ હાય, બુદ્ધિબળ વધુ હોય કે જીવનના અન્ય લાભાને પામવા તમે વધુ ભાગ્યશાળી નીવડયા હા તો તેને તમારી આગવી