________________
૨૪૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨-૧૯૭૨
પ્રોફેસર ફંઝી અધ્યક્ષસ્થાને હતા. આ પરિષદમાં બહુપત્નીત્વ રદ કરવાની માંગણી થઈ. પૃ. ફેંઝીએ જણાવ્યું કે સદીઓ પહેલા રચાયેલા શરીઅત પ્રમાણે આજે પણ લગ્નવ્યવસ્થા ચાલુ રહેવી જોઈએ એવી અપેક્ષા અગ્ય છે અને તેમાં સ્ત્રીઓને ભારે અન્યાય છે. આશ્ચર્ય તે એ છે કે આ પરિષદમાં ભાગ લીધે એવી કેટલીક વ્યકિતઓને ધાકધમકી આપવામાં આવી છે. મુંબઈમાં મુસ્લિમ સ્ત્રીઓની એક સભા થઈ તેમાં પૂના પરિષદના ઠરાવને વિરોધ થશે અને બહુપત્નીત્વ ચાલુ રાખવું અને તેમાં સ્ત્રીને કોઈ અન્યાય નથી એમ કહ્યું. અહેવાલ મુજબ આ પરિષદમાં કેટલીક શિક્ષિત સ્ત્રીઓ અને કૅલેજ કન્યાએાએ પણ ભાગ લીધે. ધર્મને નામે સામાજિક અનિષ્ટને પોષણ અને રક્ષણ મળે તેમાં નવાઈ નથી.
લગ્નનું સ્વરૂપ મુખ્યત્વે રામાજિક અને આર્થિક પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. હિંદુ સમાજમાં લગ્નનું સ્વરૂપ બે મુખ્ય વસ્તુઓ ઉપર ઘડાયું, એક આર્યો ભારતમાં આવ્યા ત્યારે તેમનામાં પુરુષ કરતાં સ્ત્રીઓની સંખ્યા ઘણી એપછી હતી અને બીજું જાતિ અભિમાન હતું. - પિતાની સંખ્યા વધારવા અનુલેમ લગ્નની
પી છૂટ આપી અને પ્રતિલોમ લગ્ન માટે ભારે દંડ- દેહાંત સુધીને- રાખે. પલટાતી સામાજિક અને આર્થિક પરિસ્થિતિમાં લગ્નનું
સ્વરૂપ પણ પલટાતું રહ્યું. આદર્શ તે એકપત્નીત્વને જ રહ્યો. પરિણીત જીવનને અવે સંયમ છે. સ્ત્રી -પુરુષે લગ્નગ્રંથીથી જોડાયા પછી પરસ્પરને વફાદાર રહેવું અને અન્યને વિચાર ન કરવો. ભટકતા મનને બાંધવાનો આ એક માર્ગ છે. તેમાં સામાજિક સ્વાથ્ય અને નૈતિક વિકાસ છે. હિન્દુ સમાજમાં જૂનવાણી વર્ગને વિષેધ છતાં નેહરુએ હિંમત કરી. લગ્ન, વારસાહકો, વગેરે ઘણા ફેરફાર કર્યા. મુસલમાનો માટે આવા જરૂરી ફેરફાર કરવા જૂનવાણી માનસને ડર રાખવાની જરૂર નથી.
શરૂ થયા છે. સૌરાષ્ટ્રમાં પટેલજૂથ, ગુજરાતમાં સમાજવાદી ફોરમ અને રજપુતો, કરછમાં સંસ્થા કોંગ્રેસમાંથી તાજેતરમાં શાસક કોંગ્રેસમાં જોડાયેલી મંડળી, આ બધા સંયુકત વિરોધમાં મોરચો રચશે અને પ્રયત્ન કરે તે ય કેટલા સફળ થશે તે જોવાનું રહે છે. જે મેટા , ફેરફાર કર્યા છે અને તેમાંના કેટલાક આવકારદાયક છે તે જોતાં શસિક કોંગ્રેસનું કામ સાવ સરળ નથી.
મહારાષ્ટ્રમાં મેટા ખળભળોટ મચાવ્યા છે. માલેતુજાર ખેડૂતે અને સહકારી મંડળીએ તથા અન્ય સંસ્થાઓના આગેવાનોને દૂર કર્યા છે. શ્રી નાઈક સામે હરીફ ઊભા કરી તેને પ્રોત્સાહન આપ્યું. હવે પાછી હવા બદલાઈ હોય તેમ લાગે છે. એમ કહેવાય છે કે, શ્રી નાઈકે વફાદારીની ખાત્રી આપી છે. શ્રી. ચવ્હાણનું વરસ એછુિં કરવાના સક્રિય પ્રયત્ન થયો છે. શ્રી ચહણ કયાં સુધી સહન કરશે તે જોવાનું રહે છે. મહારાષ્ટ્રમાં શાસક કોંગ્રેસની અજેય સ્થિતિ ગણપતી તેમાં તિરાડો દેખાય છે.
ધરમૂળના પરિવર્તન કરવા હોય ત્યારે આ વંટોળ અનિવાર્ય છે તે છે. સાનુકૂળ સંજોગોને લાભ લઈ, જોખમ ખેડી લેવું પડે. ૨૭-૧-૭૨.
-ચીમનલાલ ચકુભાઈ
ચિત્તની શુદ્ધિ ચિત્તની શાંતિથી વધારે કોઈ તપ નથી; સંતોષથી વધારે બીજું કોઈ સુખ નથી; તૃષ્ણાથી વધારે મોટી કોઈ વ્યાધિ. નથી; અને દયા સમાન કોઈ ધર્મ નથી.
વિદ્યા સમાન કઈ સહાયક નથી; મુકિતથી ઊંચી કે ગતિ નથી; વૈરાગ્ય આવવાથી વધારે કોઈ મોટું ભાગ્ય નથી અને ત્યાગ સમાન કોઈ સુખ નથી.
જીવનને રંગ રાખીશું. હૃદયને રંગ ઘોળીને; મરણને પણ રંગ આપીશું, સમર્પણમાં ઝબળીને. ઉદય ને અસ્ત બંનેમાં કસબ એ કરીશું કે શહાદત શીખશે દુનિયા, અમારી રાખ શેળીને.
-“વિશ્વરથ’
ધારાસભાના ઉમેદવારો
રાજ્ય ધારાસભાના ઉમેદવારોને અંતિમ નિર્ણય દિલ્હીમાં થઈ નામાવલિએ બહાર પડી રહી છે. કેટલાક અસંતાપ જાગે તે સ્વાભાવિક છે. પણ શ્રીમતી ઇંદિરા ગાંધીએ એક ચેક્કસ નીતિ અખત્યાર કરી હોય તેમ જણાય છે. દરેક રાજ્યમાં ઈરાદાપૂર્વક ખળભળાટ ઉત્પન્ન કર્યો છે જેથી એવી પરિસ્થિતિ પેદા થઈ છે કે, ઉમેદવારો અને આગેવાનોએ દિલ્હી ઉપર મીટ માંડવી પડે અને ત્યાં જ ભાવિ નક્કી થશે એમ સ્વીકારવું પડે. પિતાનું અપ્રતીમ અને બીનહરીફ નેતૃત્વ દઢ કરવા, સ્થાપિત હિતે અને પેધી ગયેલ પટલાઈને ઉખેડી, પિતાના પ્રત્યે જેની વફાદારી વિશે શંકાનું કોઈ કારણ ન રહે એવી નવી રચના થઈ રહી છે. નહેરૂએ પણ આવી પકડ જમાવી ન હતી. તેમની પ્રકૃતિમાં ન હતું. વર્તમાન સંજોગે શ્રીમતી ઈન્દિરા ગાંધીને પૂરા અનુકૂળ છે. અત્યારે કદાચ આ અનિવાર્ય છે અને કોઈ હાનિ નહિ પહોંચે એમ માનીએ પણ તેના ભયસ્થાન તરફ દુર્લકા કરી ન શકી. મુંબઈ શહેરમાં પ્રદેશ સમિતિની નવી રચના થઈ તેમાં જે વિના કાંઈ સેંધણ હોય તો ચિતા સ્થાને નથી. છેવટનું ચિત્ર તો ચૂંટણી થઈ ગયા પછી માલુમ પડશે. કેટલુંક ગણતરીપૂર્વકનું જોખમ ખેડયું છે.
ગુજરાતમાં પ્રદેશ સમિતિની ભલામણ એકંદરે માન્ય રહી છે. નેતાને પ્રશ્ન અણ ઉકેલ્ય રહ્યા છે. ઘણી અફવાએ સંભળાતી તે અત્યારે તે લટકતી રહી છે. આ લખાય છે ત્યારે વિરોધના વાદળે
અતિ પ્રેમી ને બહુ ત્રણી, જેને વેર ઘણાંય, સુખે ન સુએ કોઈ દી' તે તે ત્રણ જણાય.
'ગરીબ માણસને ભવિષ્યનો વિચાર આનંદપ્રેરક હોય છે. કે કોઈક દિવસે પણ આપણે પૈસાદાર થઈશું; જયારે શ્રીમંતને ભવિષ્યને વિચાર હંમેશાં ચિનાથી બાળતો જ હેય છે કે રખેને હું ગરીબ બની જાઉં!
સંગ્રાહક : શાંતિલાલ ટી. શેઠ