________________
તા. ૧-૨-૧૯૭૨
મારી આશા દેશના યુવાનોમાં રહેલી છે. તેઓએ એટલું સમજવું રહ્યું કે, તેમને અને દેશને ઘેર વિનાશમાંથી માત્ર એક ભારે શિસ્તબદ્ધ જીવન સિવાય બીજી કોઈ બાબત બચાવી શક્શે નહીં.
“મુકિત અપાવે એનું નામ જ શિક્ષણ” એ જની શિખામણ આજે પણ અગાઉના જેટલી જ સાચી છે. એક વિદ્યાર્થીની ફરજ ઉકેલ માગતા વિવિધ પ્રશ્નોના અભ્યાસ કરવાની છે. તેને માટે કાર્યના સમય તે પોતાનો અભ્યાસ પૂરો કરે પછી આવે છે.
પ્રબુદ્ધ જીવન
વિદ્યાર્થીઓએ આંતરખોજ કરી પોતાના અંગત ચારિત્ર્યની સંભાળ રાખવાની છે. બધા જ શાનનો અંત ચારિત્ર્યશીલ બનવામાં હોવા જોઈએ. વેદના આપણે અભ્યાસ કે પારાયણ, સંસ્કૃત, લેટિન, ગ્રીક ભાષા અને બીજી ગમે તેટલી બાબતોની જાણકારી, જો તે આપણને હૃદયની સંપૂર્ણ શુદ્ધિ કેળવવા શક્તિમાન કરે તે તે કાંઈ કામની નથી.
તમારી બધી જ વિદ્રત્તા અને શેક્સપિયર અને વર્ડઝવર્થન તમારો અભ્યાસ, જો તમે એની સાથેાસાથે તમારું ચારિત્ર્ય ન બાંધા અને તમારાં વાણી અને વિચાર પર પ્રભુત્વ ન મેળવા તો નિરર્થક છે. આત્મસંયમ કેળવ્યા પછી અને તમારા આવેગને નિયંત્રણમાં રાખવાનું શીખ્યા પછી તમે નિરાશાના સૂર નહીં કાઢો. કોઈ કામમાં હૃદય લગાવ્યા પછી તમે નિષ્ક્રિયતા ન કેળવી શકો.
*
મારું તત્ત્વજ્ઞાન—મારા વિચારોને માટે એવડું નામ વાપરી શકાય તે મે જે કહ્યું એટલામાં મળી જાય છે. તમે એને ‘ગાંધીવાદ’ ન કહેશેા. એમાં ‘વાદ’ જેવું કશું નથી અને એને માટે મેટા સાહિત્યની કે પ્રચારની જરૂર નથી. મારા વિચારો સામે શાસ્રવચનો ટાંકવામાં આવ્યાં છે. છતાં કોઈ પણ વસ્તુને ખાતર સત્યનો ભાગ આપવા ન જોઈએ એ મારા વિચારને હું હંમેશના કરતાં વધારે દઢતાથી વળગી રહ્યો છું. મેં કહેલાં સાદાં સત્ય ઉપર જેમને વિશ્વાસ હાય તેઓ તેમને આચરણમાં ઉતારીને તેમના પ્રચાર કરી
શકશે.
પ્રકીણ નોંધ
સંગઠન ચલાવવાનો અર્થ એ છે કે કોઈ કાયમી માણસ નહીં પણ નિત્ય નવા તૈયાર થતા માણસા મારફત કામ ચાલે. આપણી બધી જ સંસ્થાઓ માટે આ નિયમ હોવો ઘટે. કોઈ પણ કામ એક જ વ્યકિત ઉપર આધાર રાખનારું ન હાવું જોઈએ. એટલે આપણે જેઓ કામ કરનારા છીએ તેમણે બીજા કાર્યકરો તૈયાર
કરવા જ રહ્યા .
ગાંધીજી
✩
દારૂની એક વિશેષ દુર્ઘટના
થોડા મહિના પહેલાં ખાપેલીમાં ઝેરી દારૂ પીવાથી લગભગ ૭૦ માનવીઓને ભાગ લેવાયા હતા. તામિલનાડુમાં એવે બનાવ બન્યા હતા, જેમાં લગભગ ૪૫ માનવીનાં મૃત્યુ થયાં હતાં. હવે દિલ્હીમાં એવી ભયંકર દુર્ઘટના બની છે. જેને પરિણામે લગભગ ૯૦ વ્યકિતઓનાં મોત થયાં છે. આવે ઝેરી દારૂ છૂટથી, પેોલીસની જાણમાં ઉઘાડેછોગ વેચાય છે. આના ભાગ બનનારા માટે ભાગે ગરીબ માણસા છે. ગેરકાયદે વેચાતા આવા દારૂ પ્રત્યે સરકારની ગુનાહિત બેદરકારી છે. તેના
૨૪૫
ઉપાય તરીકે દારૂબંધી રદ કરવાનું વિચારાય છે. આટલા મેટ્રો વિનાશ સર્જાય તે માટે અરેરાટી પણ નથી. જાણે દારૂબંધી તેને માટે જવાબદાર હાય એવું વલણ જોવામાં આવે છે. ગરીબોના મેટામાં મેટો દુશ્મન- દારૂનું વ્યસન - તેમાંથી તેમને બચાવવાની કોઈ ચિંતા હોય એમ જણાતું નથી, ગરીબી હઠાવવાની મોટી વાત થાય છે પણ જેમાં ગરીબનું નિકદન નીકળી જાય છે તે પ્રત્યે કોઈ લક્ષ નથી. માત્ર કાયદાના જોરથી ન થાય તે સાચું છે. જ્યાં પ્રધાનો, પેાલીસ, ન્યાયાધિશે પણ, દારૂને અનિષ્ટ માનતા ન હોય ત્યાં શું આશા રાખી શકાય? એ ખરું છે કે, માણસને આવા વ્યસનમાંથી છેડાવવા સહેલું નથી, પણ ચારિત્ર્યવાન વ્યકિતએ જરૂર અસરકારક પરિણામ લાવી શકે છે. સ્વામી સહજાનંદનું એક મહાન કાર્ય એ છે કે કહેવાતી નીચલા થરની કમાને દારૂ અને માંસના વ્યસનમાંથી મુકિત અપાવી. હમણાં શ્રી ગીરધરભાઈ કટકે મને કહ્યું કે, મધ્ય પ્રદેશના જૂના બસ્તર રાજ્યનાં આદિવાસી વિસ્તારમાં સદ્ગુરૂ સેવા સંઘ તરફથી નેત્રયજ્ઞ હતા. ત્યાં એક આલિયા સંતને પરિચય થયો. પેાતે આદિવાસી અને બાબાને નામે ઓળખાયુ. હજારો આદિવાસીઓને દારૂ - માંસ છેડાવ્યા. દારૂબંધીની નિષ્ફળતા માટે સૌથી વધારે જવાબદાર શિક્ષિત વર્ગ છે. તેણે દારૂને પ્રતિષ્ઠા આપી છે અને‘ફેશન’ બનાવ્યો છે. પેાતે તે વ્યસનના ભાગ બન્યા છે અને ગરીબને બનાવે છે. મને કેટલાક દુ:ખદ અનુભવ યા છે. વકીલામાં આ વ્યસન વ્યાપક છે એમ મને જણાયું છે. કોઈ કેસને અંગે મુંબઈથી વકીલા લઈ બહારગામ જવું પડે ત્યારે મને ખબર પડે કે લગભગ દરેકને દારૂ પીવા જોઈએ - કેટલાકના કુટુંબને હું એળખું છું અને તેનામાં આવા વિપરીત સંસ્કાર કર્યાંથી પડયા હશે. તેનું આશ્ચર્ય થાય છે. ત્રણેક વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટમાં મારે એક મેટા કેસ હતા. ત્યાંના એક આગેવાન સરકારી વકીલને મેં રોકેલ, સાંજે તેમને ત્યાં કોન્ફરન્સ કરવા જાઉં ત્યાં સાહેબ પીને બેઠા હોય, અરધા ક્લાક ન થાય ત્યાં હું જોઉં કે તેમનું મગજ ભમતું હોય અને હું કહું તેની કંઈ અસર ન હાય - પછી હું ઊઠી જાઉ. બીજે દિવસે જાઉં તો એ જ હાલ, આગલે દિવસે કહેલી બધી વાત ભૂલી ગયા હોય. ૮-૧૦ દિવસ આમ ચાલ્યું અને કેસ નીકળ્યો. આ વકીલ સાહેબ અરધા કલાક પણ દલીલ કરી ન શકયા . - સદ્ભાગ્યે જો પેતે સારી પેઠે વાંચીને આવેલા અને ચુકાદો અમારી તરફેણમાં આપ્યો. આ વકીલના છેવટ શું હાલ થયા તે અત્યારે નહિ કહું. દારૂ પીવાની આદતના બચાવ થાય છે ત્યારે મારા જીવ ઊકળી ઊઠે છે. હું પ્રાર્થના કરુ છું કે સરકારને કોરે મૂકી, ભારતના સંત પુરુષો, સાધુએ, સંન્યાસી), નિષ્ઠાવાન કાર્યકરો આ કામ ઉપાડી લે અને સરકારના વલણથી નિરાશ ન થાય. આધ્યાત્મના પ્રવચનને રાફડો ફાટયો છે. આ પ્રવચનકારો આવું કાંઈક કલ્યાણ કાર્ય કરી બતાવે તે તેમની પછવાડે હજારો માણસો દોડે છે તે કાંઈક સાર્થક લેખાશે,
મુસલમાનોમાં બહુપત્નીત્વ
હિન્દુઓમાં બહુપત્નીત્વ હતું તે કાયદાથી બંધ કર્યું.બંધારણમાં પ્રબંધ છે કે, દેશના બધા નાગરિકો માટે એક જ પ્રકારના કાયદો હશે. ( uniform civil code ) પણ મુસલમાંને માટે એવા કાયદા હજી કરી શકયા નથી. પ્રગતિશીલ વિચારો ધરાવતા મુસલમાન–સ્રી અને પુરુષ-આવા કાયદાની માગણી કરે છે પણ તેમની સંખ્યા અલ્પ છે અને સરકાર ડરે છે. હમણાં પૂનામાં એક મુસ્લિમ પરિષદ થયેલ તેમાં મુસ્લિમ કાયદાના નિષ્ણાત